How Vithalbhai Patel Fought British-Era Snobs to Save Ayurveda in 1917

SHARE:

૧૯૧૭નો ઐતિહાસિક કાનૂની જંગ - જ્યારે વિઠ્ઠલભાઈ પટેલે બ્રિટિશ મેડિકલ કાઉન્સિલના અહંકારને તોડી આયુર્વેદને ' બદનામી ' માંથી ઉગાર્યું બ્રિટિશ વસાહતી શાસનનો


Watch Video
Watch on YouTube


૧૯૧૭નો ઐતિહાસિક કાનૂની જંગ - જ્યારે વિઠ્ઠલભાઈ પટેલે બ્રિટિશ મેડિકલ કાઉન્સિલના અહંકારને તોડી આયુર્વેદને 'બદનામી'માંથી ઉગાર્યું

બ્રિટિશ વસાહતી શાસનનો ઇતિહાસ માત્ર આર્થિક શોષણ કે ભૌગોલિક કબ્જા પૂરતો સીમિત નથીતે ભારતની સાંસ્કૃતિકબૌદ્ધિક અને પરંપરાગત ધરોહરને વ્યવસ્થિત રીતે હાંસિયામાં ધકેલી દેવાનો ઇતિહાસ પણ છે. બ્રિટિશરોએ કાયદા અને વ્યવસ્થાના નામે એવી પ્રણાલીઓ ઊભી કરી હતીજેનો મુખ્ય હેતુ ભારતીય જ્ઞાન વિજ્ઞાનને હલકું અને પશ્ચિમી વિજ્ઞાનને સર્વોચ્ચ સાબિત કરવાનો હતો. ૨૦મી સદીની શરૂઆતમાં અંગ્રેજ સરકારે કાયદાઓના માધ્યમથી ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ — આયુર્વેદ અને યુનાની — પર એક એવો સૂક્ષ્મ પણ ઘાતક પ્રહાર કર્યો હતોજેની ચર્ચા આજના ઇતિહાસમાં ભાગ્યે જ થાય છે. આ એ સમય હતો જ્યારે એક આધુનિક ડૉક્ટર માટે આયુર્વેદિક સંસ્થા સાથે માત્ર નામ જોડવું એ કાયદાકીય રીતે 'બદનામ આચરણગણાતું હતું. આ ઔપનિવેશિક અહંકાર અને તબીબી એકાધિકાર સામે અવાજ ઉઠાવનાર એક પ્રખર અને નીડર નેતા હતા — સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈશ્રી વિઠ્ઠલભાઈ પટેલ.

આજે૨૦મી સદીની શરૂઆતની એક એવી જ રોમાંચકતથ્યપૂર્ણ અને અત્યંત મહત્વપૂર્ણ કાનૂની અને વૈચારિક લડાઈ હતી આપણી હજારો વર્ષ જૂની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ — આયુર્વેદ અને યુનાની — ના અસ્તિત્વ અને આદરને બચાવવાની. આ લડાઈ હતી પશ્ચિમી ડૉક્ટરોના એકાધિકાર અને અહંકાર સામેની. અને આ લડાઈના મહાનાયક હતા ગુજરાતના પનોતા પુત્રસરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ અને પ્રખર ધારાશાસ્ત્રી — શ્રી વિઠ્ઠલભાઈ પટેલ.

૧૯૧૨ માં બોમ્બે સરકારે 'બોમ્બે મેડિકલ એક્ટપસાર કર્યો હતો. બાહ્ય રીતે જોતાં આ કાયદાનો ઉદ્દેશ્ય ખૂબ જ ઉમદા લાગતો હતો - તબીબી વ્યવસાયનું નિયમન કરવું અને બજારમાં ફરતા અર્ધ-શિક્ષિત કે ગેરલાયક કમ્પાઉન્ડરો કે જેઓ પશ્ચિમી દવાઓના નામે લોકોને છેતરતા હતાતેમના પર લગામ કસવી. પરંતુકાયદો બન્યાના થોડા જ વર્ષોમાંબોમ્બે મેડિકલ કાઉન્સિલે આ કાયદાનો ઉપયોગ એક હથિયાર તરીકે કરવાનું શરૂ કર્યું. આ હથિયારનો નિશાન બન્યા આપણા પ્રાચીન દેશી વૈદ્યોહકીમો અને આયુર્વેદિક સંસ્થાઓ.

તે સમયની સામાજિક વાસ્તવિકતા સમજવી અત્યંત જરૂરી છે. ૧૯૧૭ના ભારતમાંપશ્ચિમી ચિકિત્સા (એલોપેથી) માત્ર મોટા શહેરો અને અંગ્રેજ અધિકારીઓ કે અમીર વર્ગ પૂરતી જ સીમિત હતી. દેશની ૯૦ ટકાથી વધુ વસ્તી ગામડાઓમાં રહેતી હતી અને તેમની બીમારીઓદુઃખ અને પીડાના ઇલાજ માટે તેઓ સંપૂર્ણપણે દેશી પદ્ધતિઓ — આયુર્વેદ અને યુનાની — પર જ નિર્ભર હતા. તેમ છતાંબોમ્બે મેડિકલ કાઉન્સિલમાં બેઠેલા પશ્ચિમી શિક્ષણ પામેલા તબીબોની 'એલિટક્લબઆ દેશી પદ્ધતિઓને અત્યંત હીન દૃષ્ટિથી જોતી હતી. તેઓ ભારતીય ચિકિત્સાને વિજ્ઞાન નહોતા માનતાપરંતુ તેને માત્ર 'અંધશ્રદ્ધાકે 'ઢોંગગણાવતા હતા.

આ ઐતિહાસિક કાનૂની જંગની શરૂઆત એક એવી ઘટનાથી થઈજેણે પશ્ચિમી શિક્ષણ પામેલા ડૉક્ટરોની સંકુચિત અને 'ટ્રેડ-યુનિયનજેવી માનસિકતાને આખા દેશ સામે ખુલ્લી પાડી દીધી. આ ઘટનાના કેન્દ્રમાં હતા ડૉ. પોપટ પ્રભુરામ વૈદ્ય.

ડૉ. પોપટ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા. તેઓ પશ્ચિમી ચિકિત્સામાં L.M. & S. (Licentiate in Medicine and Surgery) ની ઉચ્ચ પદવી ધરાવતાબોમ્બે મેડિકલ કાઉન્સિલમાં માન્યતા પ્રાપ્ત રજિસ્ટર્ડ ડૉક્ટર હતા. પરંતુ પશ્ચિમી શિક્ષણની સાથે સાથે તેમને ભારતીય પરંપરા અને આયુર્વેદ પ્રત્યે ઊંડો આદર હતો. તેઓ જાણતા હતા કે ભારતીય જડીબુટ્ટીઓ અને ઋષિમુનિઓના જ્ઞાનમાં અદભુત રોગનાશક શક્તિ છે.

આ જ આદરભાવ સાથે તેઓ મુંબઈની 'પ્રભુરામ આયુર્વેદિક કૉલેજસાથે જોડાયેલા હતા અને ત્યાં માનદ આચાર્ય તરીકે સેવા આપતા હતા. અત્રે એ નોંધવું જરૂરી છે કે આ કૉલેજ ૧૮૯૬માં પોરબંદરના નામાંકિત અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા વૈદ્યરાજ પ્રભુરામ જીવનરામ દ્વારા સ્થાપવામાં આવી હતી. આ કૉલેજ અને વૈદ્યરાજ પ્રભુરામની કાબેલિયત એટલી ઉચ્ચ કક્ષાની હતી કે ખુદ બ્રિટિશ મેડિકલ સર્વિસના અગ્રણી અધિકારીઓ — કર્નલ કાર્ટરકર્નલ ગ્રે અને કર્નલ આર્નોટ — એ પણ તેમના જ્ઞાન અને અનુભવની સત્તાવાર પ્રશંસા કરી હતી. આ ઉપરાંત ભારતના પ્રતિષ્ઠિત તબીબો જેવા કે લેફ્ટનન્ટ-કર્નલ કીર્તિકરસર ભાલચંદ્ર કૃષ્ણડૉ. દેશમુખડૉ. પ્રભાકર અને ડૉ. ટર્નરે પણ ડૉ. પોપટ દ્વારા આ કૉલેજને આપવામાં આવતી મદદને ખુલ્લા દિલથી ટેકો આપ્યો હતો.

મે ૧૯૧૫માંડૉ. પોપટે એક ગુજરાતી અખબારમાં આ કૉલેજ માટે એક અત્યંત સામાન્ય જાહેરાત આપી. આ જાહેરાતમાં માત્ર એટલી જ માહિતી હતી કે: "કૉલેજનું નવું સત્ર આવતા જૂન મહિનાના મધ્યથી શરૂ થશે અને પ્રવેશ પરીક્ષા ૧૦મી તારીખે લેવાશે. નવા અભ્યાસક્રમના નિયમો અને વિનિયમો માટે આચાર્યને અરજી કરવાથી મોકલી આપવામાં આવશે." આ જાહેરાત નીચે આચાર્ય તરીકે ડૉ. પોપટની સહી હતી.

કોઈપણ સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ આમાં શું ખોટું જોઈ શકેશિક્ષણનો પ્રસાર કરવો એ ક્યારથી ગુનો બન્યોપરંતુબોમ્બે મેડિકલ કાઉન્સિલની નજરમાં આ એક ગંભીર અપરાધ હતો.

૧૮ જૂન ૧૯૧૫ના રોજબોમ્બે મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રાર તરફથી ડૉ. પોપટને એક ધમકીભર્યો અને અપમાનજનક પત્ર મળ્યો. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીએ અખબારમાં આવેલી જાહેરાતની નોંધ લીધી છે. તેમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી કે એક આયુર્વેદિક કૉલેજ સાથે તેમનું નામ જોડાવું એ એક રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર તરીકેના તેમના દરજ્જા સાથે "અસંગત" છે.

ડૉ. પોપટ આશ્ચર્યચકિત થઈ ગયા. એક તાર્કિક અને ભણેલા-ગણેલા વ્યક્તિ તરીકે તેમણે કાઉન્સિલને વળતો પત્ર લખ્યો અને પૂછ્યું કે આ કેવી રીતે અસંગત છેતેમની સામે કોણે ફરિયાદ કરી છેતેમની ફરિયાદનું ચોક્કસ સ્વરૂપ શું છેઅને કૉલેજ સાથે સંકળાયેલા હોવાના તેમના કયા કૃત્યને 'બદનામ આચરણગણવામાં આવે છે?

કાઉન્સિલે આ સવાલોનો કોઈ સીધો કે તાર્કિક જવાબ આપવાની તસ્દી ન લીધી. રજિસ્ટ્રારે માત્ર એટલો જ ઉદ્ધત અને સત્તાના નશામાં ચૂર જવાબ આપ્યો કે: "આયુર્વેદિક સંસ્થા સાથે માત્ર તમારો સંબંધ હોવો એ જ બોમ્બે મેડિકલ એક્ટ મુજબ પ્રાથમિક દૃષ્ટિએ એટલે કે વ્યાવસાયિક રીતે એક બદનામ અથવા નિંદનીય વર્તન ગણાય છે." કાઉન્સિલે બોમ્બે મેડિકલ એક્ટ૧૯૧૨ ની કલમ ૯ નો હવાલો આપ્યોજે કાઉન્સિલને સત્તા આપતી હતી કે જો કોઈ ડૉક્ટર 'ઇન્ફેમસ કન્ડક્ટકરે તો તેનું નામ માન્ય રજિસ્ટરમાંથી કાયમ માટે કાઢી નાખવું.

આ અર્થઘટનનો સીધો મતલબ એ હતો કે જો તમે આધુનિક ડૉક્ટર છોતો તમારે ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિને અછૂત માનવી પડશે. જો તમે આયુર્વેદને મદદ કરશોતેનું જ્ઞાન આપશોકે તેના સંરક્ષણ માટે કામ કરશોતો તમારું કરિયર બરબાદ કરી દેવામાં આવશે. આ ઔપનિવેશિક શાસનનું સૌથી ઘૃણાસ્પદ સ્વરૂપ હતુંજ્યાં કાયદાનો ઉપયોગ દેશના મૂળભૂત જ્ઞાનને ખતમ કરવા માટે થઈ રહ્યો હતો.

આ ઘટનાએ મુંબઈના બુદ્ધિજીવીઓદેશભક્તો અને સામાન્ય નાગરિકોમાં ભારે રોષની જવાળાઓ ભડકાવી. આ માત્ર એક ડૉક્ટરનો પ્રશ્ન ન હતોઆ ભારતીય સંસ્કૃતિ અને કરોડો ગરીબ ભારતીયોના સ્વાસ્થ્યના અધિકારનો પ્રશ્ન હતો.

૨૯ સપ્ટેમ્બર ૧૯૧૭ના રોજ મુંબઈમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. સર નારાયણ ચંદાવરકર જેવા અગ્રણી અને પ્રતિષ્ઠિત નાગરિકોની આગેવાની હેઠળ સરકારને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. આ મેમોરિયલ તૈયાર કરનારાઓએ સરકાર સમક્ષ મજબૂત દલીલો રજૂ કરી.

તેમણે કાઉન્સિલના અર્થઘટનની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, "આ અર્થઘટન દેશમાં વ્યાપકપણે પ્રચલિત અને દેશની ઓછામાં ઓછી ૯૦ ટકા વસ્તીની જરૂરિયાતો અને પીડાઓને દૂર કરતી આયુર્વેદિક અને યુનાની ચિકિત્સાની પ્રાચીન અને પ્રખ્યાત પ્રણાલીઓને ગંભીર ફટકો આપવા માટે જ ઘડવામાં આવ્યું છે."

આ આવેદનપત્રમાં તત્કાલીન વાઇસરોય લોર્ડ હાર્ડિન્જના ૨૯ માર્ચ ૧૯૧૬ના દિલ્હી ખાતેના ભાષણને ટાંકવામાં આવ્યું હતું. લોર્ડ હાર્ડિન્જે એક આયુર્વેદિક અને યુનાની સંસ્થાનો શિલાન્યાસ કરતી વખતે સ્પષ્ટ સ્વીકાર્યું હતું કે:

"દેશની ૯૦ ટકા વસ્તી આયુર્વેદિક અને યુનાની ચિકિત્સા પદ્ધતિઓનો લાભ લે છેઅને હું એ વાત સ્વીકાર્યા વિના રહી શકતો નથી કે તેમાં ઘણું સારું તત્વ રહેલું છે. જ્યાં પશ્ચિમી વિજ્ઞાન લાંબા સમય સુધી લોકો સુધી પહોંચી શકે તેમ નથીત્યાં સામાન્ય જનતાને કોઈ જ સારવાર ન મળે તેના કરતાં આ પ્રાચીન પદ્ધતિઓને આજની જરૂરિયાતો મુજબ આધુનિક બનાવીને તેનો લાભ લેવામાં આવે તે વધુ બહેતર છે."

વધુમાંઇન્ડિયન મેડિકલ સર્વિસ ના તત્કાલીન ડિરેક્ટર-જનરલ સર પર્ડી લ્યુકીસ એ પણ માર્ચ ૧૯૧૬માં ઇમ્પિરિયલ કાઉન્સિલમાં સ્પષ્ટ કહ્યું હતું કે:

"આધુનિક ડૉક્ટરોમાં જે 'ટ્રેડ-યુનિયનની ભાવના પ્રવર્તે છેજેના કારણે તેઓ તમામ દેશી વૈદ્યો અને હકીમોને 'ઢોંગી અને ઝોલાછાપકહીને કલંકિત કરે છેતેનો હું સખત વિરોધ કરું છું. હું પૂર્વીય અને પશ્ચિમી ચિકિત્સા પદ્ધતિઓ વચ્ચે કોઈ નિશ્ચિત સીમારેખા કે ભેદભાવ સ્વીકારી શકતો નથી."

મેમોરિયલિસ્ટ્સે સરકાર પાસે માંગ કરી કે 'ઇન્ફેમસ કન્ડક્ટની કલમનું ન્યાયીઉદાર અને વિવેકપૂર્ણ અર્થઘટન થવું જોઈએજે ભારતીય વસ્તીની વિશાળ બહુમતીની લાગણીઓજરૂરિયાતો અને ભારતીય ચિકિત્સા પદ્ધતિઓના ઉચ્ચ મૂલ્યોને સુસંગત હોય.

પરંતુઅંગ્રેજ સરકાર અને તેમની મેડિકલ કાઉન્સિલ બહેરા કાન રાખીને બેઠી હતી. ત્યારે આ રાષ્ટ્રીય અપમાનને હંમેશા માટે કાયદાકીય રીતે ખતમ કરવા માટે ૨૬ જુલાઈ ૧૯૧૭ ના રોજ વિઠ્ઠલભાઈ પટેલે કાઉન્સિલમાં 'બોમ્બે મેડિકલ એક્ટ૧૯૧૨ માં વધુ સુધારો કરવા માટેનું એક બિલરજૂ કરવાની પરવાનગી માંગી. શરૂઆતમાં કાઉન્સિલે આ બિલને ટાળવાનો પ્રયાસ કર્યોપરંતુ ઓક્ટોબર ૧૯૧૭માં પ્રથમ વાંચન ના તબક્કે વિઠ્ઠલભાઈએ ઐતિહાસિક દલીલો સાથે બિલ કાઉન્સિલ સમક્ષ મૂક્યું.

વિઠ્ઠલભાઈના આ બિલના ત્રણ મુખ્ય ક્રાંતિકારી અને લોકશાહી ઢબના ઉદ્દેશ્યો હતા:
૧. ચૂંટાયેલી બહુમતી: મેડિકલ કાઉન્સિલના બંધારણમાં નોમિનેટેડ (સરકાર દ્વારા નિયુક્ત) સભ્યોને બદલે ચૂંટાયેલા સભ્યોની બહુમતી સુનિશ્ચિત કરવીજેથી કાઉન્સિલ લોકશાહી ઢબે કામ કરે.

૨. ડિપ્લોમા ધારકોનો અધિકાર: માત્ર યુનિવર્સિટીની ડિગ્રી જ નહીંપરંતુ સરકાર માન્ય ડિપ્લોમા કે સર્ટિફિકેટ ધરાવતા તબીબોને પણ કાઉન્સિલના સભ્ય બનવા માટે સમાન અને યોગ્ય ગણવા.

૩. આયુર્વેદનું રક્ષણ (સૌથી મહત્વનો ઉદ્દેશ્ય): મેડિકલ કાઉન્સિલને ડૉ. પોપટ જેવા તબીબોના વર્તનને 'ઇન્ફેમસ કન્ડક્ટ' (બદનામ આચરણ) જાહેર કરતા કાયદાકીય રીતે અટકાવવીઅને આડકતરી રીતે આયુર્વેદ તથા અન્ય સ્વદેશી ચિકિત્સા પદ્ધતિઓને માન્યતા આપવાનો ઇનકાર કરતી રોકવી. કોઈપણ ડૉક્ટર આયુર્વેદિક સંસ્થા સાથે જોડાય તો તેને 'અપમાનજનકન ગણવામાં આવે તે કાયદામાં સ્પષ્ટ કરવું.

પ્રથમ બે ઉદ્દેશ્યો લોકશાહીના સાચા અર્થને પ્રતિબિંબિત કરતા હતાપરંતુ ત્રીજા ઉદ્દેશ્યએ વિઠ્ઠલભાઈના હૃદયમાં પશ્ચિમી ડૉક્ટરોના અહંકાર અને સ્વાર્થી ગુટબંધી સામે સચ્ચાઈનો જ્વાળામુખી પ્રગટાવ્યો હતો.

વિઠ્ઠલભાઈ પટેલે કાઉન્સિલના ફ્લોર પર કાનૂની દલીલોનો મારો ચલાવ્યો. તેમણે યુનાઈટેડ પ્રોવિન્સના મેડિકલ એક્ટનો દાખલો આપ્યો. યુનાઈટેડ પ્રોવિન્સના કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હતી કે જો કોઈ મેડિકલ પ્રેક્ટિશનર ચાલુ પ્રવાહથી અલગ તબીબી સિદ્ધાંત અપનાવેઅથવા કોઈ દેશી વૈદ્યહકીમહોમિયોપેથ કે અનરજિસ્ટર્ડ પ્રેક્ટિશનર સાથે જોડાયેલો હોયતો માત્ર એ જ કારણસર તેનું નામ રજિસ્ટરમાંથી કાઢી શકાય નહીં. વિઠ્ઠલભાઈએ સવાલ કર્યો કે જો યુનાઈટેડ પ્રોવિન્સ માં આવો ન્યાયી કાયદો હોઈ શકેતો બોમ્બેમાં કેમ નહીં?

તેમણે કાઉન્સિલને ૧૯૧૨ના જૂના દિવસોની યાદ અપાવીજ્યારે મૂળ મેડિકલ રજિસ્ટ્રેશન એક્ટ પસાર થઈ રહ્યો હતો. તેમણે રેકોર્ડ્સ ટાંકીને સાબિત કર્યું કે ૧૯૧૨ના કાયદાનો હેતુ આયુર્વેદ કે યુનાનીની પ્રતિષ્ઠા ઘટાડવાનો ન હતોકે ન તો આ પદ્ધતિઓ અપનાવનારાઓના સન્માનને હાનિ પહોંચાડવાનો હતો. તેનો એકમાત્ર હેતુ એવા લોકો પર નિયંત્રણ લાવવાનો હતો જેઓ યોગ્ય લાયકાત વિના પશ્ચિમી દવાઓ આપતા હતા. તે સમયે ચર્ચાના અંતમાં પ્રેસિડેન્ટે ખુદ ખાતરી આપી હતી કે: "આ બિલની વૈદ્યો અને હકીમો પર કોઈ અસર થશે નહીં." બિલના પ્રભારી સભ્ય મિસ્ટર લેમ્બે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો ભવિષ્યમાં આયુર્વેદિક શાળાઓ પોતાની કાર્યક્ષમતા સાબિત કરશેતો સરકાર તેમને પણ શેડ્યૂલમાં સામેલ કરશે.

આ તમામ તથ્યો રજૂ કરીને વિઠ્ઠલભાઈએ ડૉ. પોપટનો કેસ કાઉન્સિલ સમક્ષ મૂક્યો અને કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીના પગલાંને ગેરકાયદેસર અને અતાર્કિક ગણાવ્યું. તેમણે કાયદાની કલમ ૭ અને ૯ ના અંતમાં એક સ્પષ્ટીકરણ ઉમેરવાનો ઐતિહાસિક પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવ મુજબ નીચે દર્શાવેલા કાર્યોને 'ઇન્ફેમસ કન્ડક્ટ' (બદનામ આચરણ) ગણવામાં આવશે નહીં:
(
અ) આયુર્વેદિકયુનાની અથવા અન્ય દેશી પદ્ધતિઓનો અભ્યાસ કરવો કે તેની પ્રેક્ટિસ કરવી.
(
બ) આયુર્વેદિકયુનાની કે દેશી પદ્ધતિથી સારવાર કરતી હોસ્પિટલો કે દવાખાનાઓનું સંચાલન કરવુંસહાય કરવીપ્રોત્સાહન આપવું કે તેની સાથે કોઈપણ રીતે જોડાયેલા રહેવું.
(
ક) આવી દેશી પદ્ધતિઓ શીખવતી શાળાઓકૉલેજો કે સંસ્થાઓ સાથે સંકળાવું.
(
ડ) દેશી પદ્ધતિઓ અપનાવતા મેડિકલ પ્રેક્ટિશનરોને સલાહ આપવીસહાય કરવી કે તેમની સાથે સહકાર આપવો.

વિઠ્ઠલભાઈ પોતે અત્યંત ચતુર રાજનેતા હતા. તેમણે ક્યારેય કાઉન્સિલમાં પશ્ચિમી અને દેશી ચિકિત્સામાંથી કઈ પદ્ધતિ વધુ સારી છે તેની સાપેક્ષ યોગ્યતાની બિનજરૂરી ચર્ચા કરવાનું ટાળ્યું હતું. તેમનો મુદ્દો સ્પષ્ટ હતો - બંનેને સમાન આદર મળવો જોઈએ. પરંતુ કાઉન્સિલના પ્રેસિડેન્ટે ઇરાદાપૂર્વક આ બિનજરૂરી ચર્ચાને પ્રોત્સાહન આપ્યું જેથી બિલને ભટકાવી શકાય.

બિલના પ્રથમ બે ક્લોઝ (લોકશાહીકરણ) નો માત્ર સર્જન-જનરલ લાયોન્સ અને લેફ્ટનન્ટ-કર્નલ જેનિંગ્સ જેવા અંગ્રેજ સભ્યો અને ફિરોઝ સેઠના જેવા સરકાર તરફી સભ્યોએ વિરોધ કર્યો. વિઠ્ઠલભાઈએ તેમને રોકડા શબ્દોમાં સંભળાવ્યું કે, "આપણે ભૂતકાળમાં આ નોમિનેશન (નિમણૂક) ની સિસ્ટમ પૂરતી જોઈ લીધી છેઅને આપણે જેટલી જલ્દી આ નિમણૂક પ્રથા નાબૂદ કરીશુંતેટલું જ સરકાર અને દેશ માટે વધુ સારું રહેશે."

પરંતુ અસલી લડાઈ ત્રીજા ક્લોઝ માટે હતી - 'ઇન્ફેમસ કન્ડક્ટની વ્યાખ્યા બદલવા માટે. સરકાર આ બિલને હરાવવા માટે એટલી હદે નીચે ઉતરી ગઈ કે ૧૦ ડિસેમ્બર ૧૯૧૭ ના રોજ શરૂ થયેલા સત્ર માટે સરકારે કાઉન્સિલમાં ચાર નવા સભ્યો નિયુક્ત કર્યા. તેમાંથી બે — ડૉ. તેમુલજી નરીમન અને ડૉ. આર. રાઉ — ને માત્ર ને માત્ર આ બિલ માટે "નિષ્ણાત" તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા. ખુદ ગવર્નર સાહેબે જાહેરાત કરી હતી કે બિલનો નિકાલ થતાં જ આ બે સન્માનનીય સભ્યો કાઉન્સિલમાંથી 'અદ્રશ્યથઈ જશે!

આ સરકારની સૌથી મોટી દગાબાજી હતી. જો સરકાર ખરેખર ન્યાયી હોતતો શ્રી બેલવી નામના સભ્યે સૂચવ્યું તેમસર ભાલચંદ્ર કૃષ્ણ અથવા ડૉ. એમ. જી. દેશમુખ જેવા સભ્યોની નિમણૂક કરવી જોઈતી હતીજેઓ ખરેખર સ્વદેશી ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડું જ્ઞાન ધરાવતા હતા.

પરંતુ ડૉ. તેમુલજી નરીમનની પસંદગી બ્રિટિશ સરકારની સૌથી મોટી ભૂલ અને આખી પ્રક્રિયાની સૌથી મોટી મજાક સાબિત થઈ. આ નિષ્ણાત મહાશયે જીવનમાં ક્યારેય પૂર્વીય ચિકિત્સા પદ્ધતિઓનો અભ્યાસ કર્યો જ ન હતો! તેમની અજ્ઞાનતા એટલી ભયંકર હતી કે કાઉન્સિલમાં ભાષણ આપતી વખતે તેઓ ભારતીય ચિકિત્સાના સૌથી મહાન ગ્રંથોના રચયિતાઓ અને ઋષિમુનિઓના નામ પણ સાચી રીતે બોલી શક્યા ન હતા.

આ ઐતિહાસિક ક્ષણે શ્રી બેલવીએ કાઉન્સિલના ફ્લોર પર ઊભા થઈને ડૉ. નરીમન અને સરકારના ઢોંગના ચીથરા ઉડાવી દીધા. બેલવીએ કટાક્ષ કરતા ગર્જના કરી:
"
હું નથી માનતો કે મારે કાઉન્સિલને એવા કોઈ સજ્જનના મંતવ્યોને બાજુ પર મૂકવાનું કહેવાની જરૂર છેજે પ્રખ્યાત આયુર્વેદિક ગ્રંથો લખનાર પ્રાચીન લેખકોના નામનું સાચું ઉચ્ચારણ પણ કરી શકતા નથી. તેઓ પોતાના ભાષણમાં મહાન ઋષિઓ 'ચરક' અને 'સુશ્રુત' ના નામ પણ બરાબર બોલી શક્યા નથી! અને આ એ બે નિષ્ણાતોમાંથી એક છેજેના પુરાવા અને મંતવ્યના આધારે આ કાઉન્સિલ દ્વારા ભારતીય ચિકિત્સા પદ્ધતિઓનું ભાવિ નક્કી થવા જઈ રહ્યું છે!"

આ સાંભળીને આખી કાઉન્સિલમાં સોપો પડી ગયો. આ માત્ર શબ્દોની ભૂલ ન હતીઆ ઔપનિવેશિક વ્યવસ્થાની એ માનસિકતાનું પ્રતીક હતુંજેમાં ભારતીય જ્ઞાનને સમજવાની કોઈ તૈયારી ન હતીછતાં તેને કચડી નાખવાનો પૂરો અધિકાર તેઓ ભોગવતા હતા. બેલવીના આ પ્રહારે પશ્ચિમી ચિકિત્સાના એ અહંકારને ચકનાચૂર કરી દીધો જે આયુર્વેદને માત્ર 'અભણ લોકોની પ્રથામાનતો હતો.

૧૯૧૭ની આ કાઉન્સિલ ડિબેટ માત્ર એક મેડિકલ એક્ટમાં સુધારા પૂરતી સીમિત ન હતી. તે બે વિચારધારાઓબે સભ્યતાઓ વચ્ચેનો સીધો ટકરાવ હતો. એક તરફ બ્રિટિશ સામ્રાજ્યવાદ હતો જે પોતાના વિજ્ઞાનને અંતિમ સત્ય માનતો હતો અને બીજી તરફ વિઠ્ઠલભાઈ પટેલ જેવા રાષ્ટ્રવાદી નેતાઓ હતાજેઓ આધુનિકતાના વિરોધી ન હતાપરંતુ પોતાની પ્રાચીન ધરોહરના અપમાનને સહી લેવા માટે પણ તૈયાર ન હતા.

વિઠ્ઠલભાઈ પટેલની આ લડતે એ સ્પષ્ટ કરી દીધું કે ભારતની ધરતી પરથી ઉદ્ભવેલું જ્ઞાનજે કરોડો લોકો માટે જીવનદાતા છેતે ક્યારેય કાયદાકીય રીતે 'બદનામહોઈ શકે નહીં. ડૉ. પોપટ પ્રભુરામ વૈદ્ય પ્રત્યે થયેલા અન્યાયને અવાજ આપીનેવિઠ્ઠલભાઈએ એક એવો માર્ગ કંડાર્યો જેણે ભવિષ્યમાં આયુર્વેદિક અને યુનાની ચિકિત્સા પદ્ધતિઓને ભારતીય આરોગ્ય વ્યવસ્થામાં માનભેર અને સત્તાવાર રીતે સ્થાન અપાવ્યું.

આજે જ્યારે ભારત સરકાર 'આયુષ(AYUSH) મંત્રાલય દ્વારા દુનિયાભરમાં આયુર્વેદનો ડંકો વગાડી રહી છેઅને પશ્ચિમી દેશો પણ યોગ અને આયુર્વેદિક જીવનશૈલી અપનાવી રહ્યા છેઆયુર્વેદનું અસ્તિત્વ આજે જો સન્માન સાથે જળવાઈ રહ્યું છેતો તેમાં ક્યાંક ને ક્યાંક વિઠ્ઠલભાઈ પટેલના એ બુલંદ અવાજનો અને 'ચરક-સુશ્રુતના અપમાન સામે ઉઠાવેલા આક્રોશનો મોટો ફાળો છે.





Subscribe us : WhatsApp Youtube Channel Visit us : Sardar Patel

COMMENTS

Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content