Bardoli Satyagraha - બારડોલી સત્યાગ્રહ | Vithalbhai Patel, Sardar Patel

Bardoli Satyagraha - બારડોલી સત્યાગ્રહ

બારડોલી સત્યાગ્રહ પુર્ણાહુતિ – બારડોલી દિવસ – ૧૨-૦૬-૧૯૨૮ આપણો વલ્લભ જ આપણો સરદાર – બારડોલી સત્યાગ્રહીઓ મકોટી ગામના ભીખીબેને વલ્લભભાઈ પટેલને સરદાર
0

Bardoli Satyagraha - બારડોલી સત્યાગ્રહ

બારડોલી સત્યાગ્રહ પુર્ણાહુતિ – બારડોલી દિવસ – ૧૨-૦૬-૧૯૨૮

આપણો વલ્લભ જ આપણો સરદાર – બારડોલી સત્યાગ્રહીઓ

મકોટી ગામના  ભીખીબેને વલ્લભભાઈ પટેલને સરદાર તરીકે સૌ પ્રથમ સંબોધન કર્યુ.

બારડોલી સત્યાગ્રહની ઉજવણી પ્રસંગે સરદાર પટેલે સત્યાગ્રહીઓને વિજય દિવસના અભિનંદન પાઠવી જણાવ્યું કે

બારડોલી સત્યાગ્રહના શુભ અંત માટે અભિનંદનના તારોથી મને નવડાવી મૂકવામાં આવ્યો છે. એ બધા અભિનંદનનો હું નમ્રભાવે માથે ચડાવું છુ. તે સાથે મને ભાન છે કે તે કાંઈ મારે માટે નથી, પણ બારડોલીના બહાદુર, નિ:સ્વાર્થ નરનારીઓ માટે તેમજ જેમના સહકાર વિના આ શાંતિમય લડત ચલાવવી અશક્ય થઈ પડત તે મારા સાચા સ્વયંસેવકોના દળ માટે છે.

વળી મને એ વાતનું પણ ભાન છે કે આ પ્રસંગના અભિનંદન ધારાસભાના જે સભ્યો, જે જે સરકારી અમલદારો અને બીજાઓ સર્વ પક્ષોને ગ્રાહ્ય એવી સમાધાની કરવામાં એક બીજાથી સરસાઈ કરી રહ્યા તે સૌની જ ભાગીદારી છે.

મને ઉમેદ છે કે આ લડત ચાલતી વખતે જે અદ્ભુત સહકાર સત્યાગ્રહીઓને મળ્યો, તેવો જ સહકાર લડત સમાપ્ત થયા પછી શરૂ થતા અમારા રચનાત્મક અને વધુ કઠણ કાર્યમાં પણ મળવો ચાલુ જ રહેશે. જરૂરી પુરાવાઓ તૈયાર કરવાનું અને હકીકતો એકઠી કરવાનું કામ તેમજ તેનાથી પણ મોટુ બારડોલીના ખેડુતોની અંદર રચનાત્મક કાર્ય કરવાનું એ, જો બારડોલી વાલોડની પ્રજામાં જાગૃત થયેલા નવજીવનનું પુરેપુરૂ ફળ આપણે લેવા માંગતા હોઈએ તો, હવે પછી કરવાનું કામ છે, અને તેમાં સ્વયંસેવકો જેટલી સેવા અને જેટલી ભક્તિ આપી શકે તેટલી ઓછી જ છે.

બારડોલી સત્યાગ્રહ ફક્ત ગુજરાત પુરતો જ નહોતો રહ્યો તેની કહાની તો આખો દેશ જાણાતો થયો, અને બારડોલી સત્યાગ્રહના કારણે બ્રિટિશ સરકારના મુળિયા હલવાની શરૂઆત થઈ હતી.

સરદાર પટેલ દેશની આઝાદીનો યજ્ઞ કરતા હોય અને તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ જેઓ વડી ધારાસભાના પ્રમુખ હોય તેઓ પોતે અળગા કેવી રીતે રહી શકે. સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહમાં જે કાર્યો કર્યા અને તે સફળ બનાવ્યો તે વિશે ઘણી વાતો જાણવા મળી પરંતુ વિઠ્ઠલભાઈ પટેલ તે સમયે કેવી રીતે મદદરૂપ થતા હતા તે વિશે એક પત્ર મહાત્મા ગાંધીજીને લખેલ જેમાં તેમણે જણાવ્યુ કે બારડોલીની લડત ચાલે ત્યાંસુધી દર મહિને રૂ. ૧૦૦૦ બારડોલીના ખેડુતોની મદદને માટે મોકલવાનું વચન આપ્યું. આ પત્રમાં તેમણે લખ્યું કે

પુજ્ય મહાત્માજી

બારડોલી તાલુકાના લોકોની મદદને માટે નાણાંની મદદ સારૂ જે અપીલ આપે બહાર પાડી છે તે મેં વાંચી. બારડોલી તાલુકો મને વડી ધારાસભામાં ચૂંટી મોકલનાર મારા મતદાર સંઘનો એક ભાગ છે. એક ગુજરાતી તરીકે અને વડી ધારાસભામાંના ગુજરાત તરફના સભ્ય તરીકે બારડોલીમાં અત્યારે જે લડત ચાલી રહી છે તેનો હું ઝીણવટપૂર્વક અભ્યાસ કરૂ છું. બારડોલીના સત્યાગ્રહીઓને દાદ અપાવવા મારા દરજ્જાને લગતી ફરજો સાચવીને મારાથી જે કાંઈ બની શક્યું તે મેં યથાશક્તિ કર્યુ. જો હિંદુસ્તાન સરકારના અખત્યારમની આ બાબત હોત તો તાજા જ પડેલા શિરસ્તા મુજબ નામદાર વાઈસરોયને અગરતો તે ખાતાના કારોબારી સભ્યને વચ્ચે પડીને સહાનુભૂતિપૂર્વક આ મામલાનો ઉકેલ કરી દેવા હું વિનવત. ગયે વર્ષે મારા મતદાર સંઘવાળા ક્ષેત્રમાં (ગુજરાતમાં) જલપ્રલય થયો ત્યારે મારી વિનંતીને માન આપી નામદાર વાઈસરાયે પીડિત પ્રદેશોની મુલાકાત લઈને તથા મારા લોકોને નૈતિક તેમજ પ્રત્યક્ષ મદદ કરીને એ ટેકો આપીને એ શિરસ્તો પાડ્યો છે. પણ આ મામલો મુંબઈ સરકારના સુવાંગ અખત્યારમાંની બાબત હોવાથી મજકુર શિરસ્તાનો મારાથી આધાર લઈ શકાય તેમ નથી.

બારડોલીની લડતના મારા અભ્યાસથી મારી ખાત્રી થઈ છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ પંચની બારડોલીના લોકોની માંગણી કેવળ વાજબી છે. પોતાની ફરિયાદનો નિકાલ લાવવા માટે બંધારણસરના જે જે માર્ગો એમને માટે ખુલ્લા હતા તે તમામ તેઓ અજમાવી ચૂક્યા છે એની પણ મને ખાત્રી થઈ છે. બારડોલીના સ્ત્રીપુરૂશોની હિંમત, ધીરજ અને સહનશીલતા હું જેટલી પ્રશંસાપૂર્વક નિહાળી રહ્યો છું તેટલું જ દુ:ખ અને રોષ, તાલુકાના લોકોની અને પોતાની વચ્ચે તકરારનું કારણ થઈ પડેલું મહેસૂલ વસૂલ કરવા સરકારે જે દમનનીતિના પગલાં ભર્યા છે તેમાંનાં કેટલાંક જોઈને થાય છે. હું માનું છુ કે અનેક દાખલાઓમાં એ પગલાં કાયદો, વ્યવસ્થા અને સભ્યતાની હદ વટાવી ગયા છે. અને ઉત્તર વિભાગના કમિશ્નરના તુમાખી ભરેલા કાગળે એ ઘામાં મીઠું ભરી મામલો દુ:ખભરી રીતે બગાડી મૂક્યો છે.

આ સંજોગોમાં મને લાગે છે કે મારાથી હાથ પગ જોડીને મૂંગા બેસી રહેવાય નહી. આ સાથે હું બારડોલી સત્યાગ્રહ ફાળામાં રૂ. ૧૦૦૦ની નાનકડી ભેટ મોકલું છું. તાલુકાના લોકો પ્રત્યેની મારી ઊંડી સહાનુભૂતિ તથા મુંબઈ સરકારની દમનનીતિના પગલાં તેમજ ઉત્તર વિભાગ ના કમિશ્નરના પત્ર વિષે મારો સખ્ત અણગમો, અત્યારની ઘડીએ હું આ કરતા વધુ સચોટ બીજી કોઈ રીતે નથી દર્શાવી શકતો એ માટે દિલગીર છું. ઉપર જણાવેલી રકમ લડત ચાલશે ત્યાં સુધી દર મહિને હું મોકલ્યા કરવા માગું છું.

ઊંચો હોદ્દો ભોગવવાનું મને માન આપવામાં આવ્યું છે તે હોદ્દાને જેમણે મને એ સ્થાન માટે ચૂંટી કાઢ્યો તેમની મારા હાથમાં મૂકેલી એક થાપણ તરીકે જ હું માનું છું. વળી હું આપને આ વિશેષ ખાત્રી આપવા ઈચ્છું છું કે પહેલામાં પહેલી તકે તેમની સાથે હું વધુ મસલત કરીશ અને જો મને જણાશે કે બારડોલીની પીડિત પ્રજાને મદદ કરવા માટે બીજું કોઈ વધુ સંગીન પગલું હું લઈ શકું એમ છું તો તમે જોશો કે તેમ કરવામાં હું પાછળ નહી પડું.

લી. વિઠ્ઠલભાઈના વંદે માતરમ




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in