Sardar Patel Native Place - KARAMSAD
Sardar Patel Native Place - KARAMSAD
ગામમાં લાખિયો કુવો, ખારો કુવો, રબારી નો કુવો અને મોટો કુવો એ મુખ્ય અને મોટા કુવા હતા, તે સિવાય નાની કુઈઓ પણ ઘણી હતી, આજે આ કયા સ્વરુપ માં છે તે મને ખબર નથી. એ વખતે શ્રી જશભાઈ જીવાભાઈ પટેલ પોતાનું ખાનગી વોટર વર્ક્સ ગામમાં ચલાવતા, ગ્રામપંચાયત તરફથી નવુ મોટું વોટર વર્ક્સ કરવાની યોજના કરવામાં આવેલ. સરદાર પટેલના સ્વપ્ન વલ્લભ વિધ્યાનગર ઉભું કરવા માટે કરમસદ ગામ ના લોકો એ પોતાની જમીનો ઉત્સાહ પુર્વક આપેલ હતી. આ સિવાય કરમસદ ગામે ઉદ્યોગિકરણ અને યુવાનનો ને રોજગારી મળે તે માટે જરૂરી જમીન વિઠ્ઠલ ઉદ્યોગનગર માટે આપેલ, તથા આરોગ્ય – તબીબી સેવા માટે જમીનની જરૂર પડતા કરમસદ ગામે પોતાની જમીનો ખુબજ ઉત્સાહ પુર્વક આપેલ જે આજે શ્રી ક્રિષ્ના હોસ્પિટલ / ચારૂતર આરોગ્ય મંડળ તરીકે જાણીતી બની છે અને આ જમીનો આપવા માટે મુખ્ય ઉદ્દેશ સમાજ તથા આવનાર પેઢીને મદદરૂપ બનવા માટેનો જ હતો. ગામ માં ૧૯૫૧થી એક દવાખાનું ચાલે છે અને આ દવાખાનાનું મકાન શ્રી પુનમભાઈ નરસિંહ ભાઈ પટેલે તથા પ્રસુતી ગ્રુહનું મકાન શ્રી ડાહ્યાભાઈ હાથીભાઈ પટેલે બંધાવેલ. જેને આપણે સ્ટેશન રોડ ઉપર આવેલ સરકારી દવાખાના તરીકે ઓળખીએ છીએ. શ્રી ઠાકોરભાઈ પટેલ (વૈધ) કરમસદ બસ સ્ટેંડ પાસે બાલ મંદિર નું મકાન પણ બંધાવેલ છે. જેને આજે આપણે જુનું બાલમંદીર પણ કહીએ છે.
સરદાર વલ્લભાઈ પટેલ હાઇસ્કુલ શ્રી સોમાભાઈ મીઠાભાઈ પટેલ, શ્રી અંબાલાલ હાથીભાઈ પટેલ, શ્રી મણીભાઈ બાબરભાઈ પટેલ ના વડીલ પરિવાર દ્વારા ખુબજ ઉત્સાહ પુર્વક બંધવામાં દાન આપેલ અને નાની નાની રકમ નું દાન કરવામાં પણ ટુકડે ટુકડે સવલત અનુસાર આપવા ની વ્યવસ્થા કરેલ જે કરમસદ કેળવણી મંડળ ના જુના વાર્ષિક આહેવાલો થી પણ માલુમ પડે છે.
૧૯૫૪ થી આજ દિન સુધી કુમાર શાળા અને કન્યા શાળા અલગ અલગ ચાલે છે. તેમાં કન્યાશાળા સંવત ૨૦૦૩માં ગામ નાં શ્રી ત્રિભોવનદાસભાઈ ખુશાલભાઈ પટેલ અને તેઓના ભાઈ શ્રી કાશીભાઈ પટેલ અને શ્રી ડાહ્યાભાઈ પટેલ એ તેમના કાકી શ્રીમતી સાકરબાના સ્મર્ણાર્થે રૂપિયા ૧,૩૫,૦૦૦=૦૦ ના ખર્ચે તળાવ ઉપર “પાટીદાર નિવાસ” (ધર્મશાળા) બંધાવેલ જે આજે સાકરબા કન્યાશાળા ના નામે ઓળખાય છે, અને એ વખતે કુમારશાળા નું મકાન સાકડું હોવાથી બીજા મકાનો પણ ભાડે રાખી ને પણ ગામ ના સંતાનો ને ભણવા માટે સગવડ કરી આપેલ, ભણતર ની સાથે સાથે પુસ્તકાલય પણ જરૂરી છે અને આ માટે શ્રી શિવાભાઈ દાદાભાઈ પટેલ એ મકાન બંધાવી આપેલ જેનું નામ “વિદ્યાર્થી સમાજ પુસ્તકાલય” તરીકે આજે પણ જાણીતું છે. જેમાં છાપા ઉપરાંત ૭૦૦૦ જેટલા પુસ્તકો પણ ૧૯૫૪ દરમ્યાન હતાં.
આજ કાલ ખાનગી બસ સેવા આણંદ થી કરમસદ ચાલે છે તથા બીજા અન્ય સ્થળો માટે પણ ચાલે છે, પરંતુ કદાચ અપણે નહિ જાણતા હોઈએ કે આ ખાનગી બસ સેવા ની શરુઆત વર્ષ ૧૯૫૪ પહેલા કરમસદ થી આણંદ જવા ખાનગી બસ સર્વિસ ચાલતી હતી જેમાં એક બસ ખાસ વલ્લભ વિદ્યાનગર વિધ્યાર્થી ઓ ને લેવા-મુકવા ની વ્યવસ્થા પણ હતી.. આપ સમજી શકો છો કે કરમસદ ના લોકો ની દિર્ગદ્રષ્ટી કેટલી હતી અને જે પોતાની આગવી બસ સર્વિસ એ જમાના માં ચલાવતું હતું. અને આજે આપણા જ ગામના પાટીદાર ના વિચારો નું કોઈ એ અનુકરણ કરે તો તે બાબતે હું પોતે તો ગર્વ અનુભવું છું અને આવું જ ભવિષ્ય માં પણ થવું જોઈએ.
આજે આ સિવાય કરમસદ માં કેટલાય મહાનુભાવો બન્યા અને જેઓ એ વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી ને કરમસદ ગામ ને સદાય સમાજ માં જીવંત રાખેલ, કરમસદ ગામ ના સંતાનો કે જેઓ ને આપણે કરમસદ રત્ન તરીકે પણ ઓળખી શકીએ.
- ધાર્મિક ક્ષેત્રમાં – સંત શ્રી જાનકીદાસજી મહારાજ, સંત શ્રી રઘુનાથદાસજી મહારાજ – કોયલી સંતરામ મંદિર, સંત શ્રી યગ્ન વલ્લભ સ્વામી, સંત શ્રી કંથારિયા મંદિર, સંત શ્રી પપ્પાજી – બ્રહ્મ જ્યોત, સંત શ્રી શ્યામદાસજી મહારાજ, સંત શ્રી દિવ્ય વિભાકર દાસજી મહારાજ મણીનગર.
- ઉદ્યોગિક ક્ષેત્ર માં – શ્રી જેઠાભાઈ પટેલ (જેઠાકાકા), શ્રી કાશીભાઈ પટેલ – રાધા સ્વામી પરિવાર, શ્રી ચંદુભાઈ પટેલ પથ્થર વાળા, શ્રી મયુરભાઈ નટુભાઈ પટેલ, શ્રી નરેંદ્રભાઈ પટેલ – વડોદરા, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી સુમનભાઈ પટેલ, શ્રી જગદિશભાઈ પટેલ – ઈંડસ્ટ્રિયલ સેફટી કન્સલ્ટંસી, શ્રી મુકેશભાઈ પટેલ – ભવાની ટ્રેક્ટર, શ્રી જીવાભાઈ રેવાભાઈ પટેલ – મહેંદ્ર મિલ પરિવાર, શ્રી જશભાઈ પટેલ, શ્રી બાબુભાઈ ઝવરભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ પટેલ
- ફિલ્મ, સાહિત્ય અને કલા ક્ષેત્ર – શ્રી સુનિલ પટેલ – પ્રખ્યાત સિનેમટોગ્રાફર ઈંડિયન ફિલ્મસ, શ્રી રમેશભાઈ પટેલ – કવિ પ્રેમોર્મી, શ્રીમતિ મમતાબેન પટેલ, શ્રીમતિ વાસંતિબેન પટેલ
- રમત ગમત ક્ષેત્રમાં – શ્રી જતીન પટેલ – ક્રિકેટ કોચ અમેરિકા, શ્રી વાસુદેવ પટેલ – રણજી ટ્રોફી પ્લેયર, કું ચાર્મી પટેલ રોપ જમ્પ પ્લેયર – અમેરિકા
- સામાજિક કાર્યોમાં – શ્રી ભીખાભાઈ કુબેરભાઈ પટેલ, શ્રી ભીખાભાઈ લલ્લુભાઈ પટેલ, શ્રી એન. વી. પટેલ, શ્રી અનુપભાઈ પટેલ – વડોદરા, શ્રી કનુભાઈ કુબેરભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ છોટાભાઈ પટેલ, શ્રી શમ્ભુભાઈ પટેલ – શમ્ભુકાકા, શ્રી યોગેંદ્રભાઈ પટેલ, શ્રી ઇંદુભાઈ રાવજીભાઈ પટેલ – બચુકાકા, શ્રી ઠાકોરભાઈ પટેલ, શ્રી જશભાઈ અંબાલાલ પટેલ, શ્રી ચિમનભાઈ નરસિંહભાઈ પટેલ – જય ભગવાન, મણિભાઈ બાબરભાઈ પટેલ વગેરે
- સરકારી અધિકારી – શ્રી ડો. સી. સી. પટેલ – ચેરમેન સરદાર સરોવર નર્મદા નિગમ, શ્રી ડો. આઈ. જી. પટેલ – ભુ. પુર્વ આર.બી.આઈ ગવર્નર અને ઈકોનોમિસ્ટ
- તબીબી ક્ષેત્રમાં – શ્રી ડો. જશભાઈ પટેલ, શ્રી ડો. નટુભાઈ પટેલ, શ્રી ઠાકોરભાઈ વેધ, શ્રી ડો. બી. ડી. પટેલ
- શૈક્ષાણિક ક્ષેત્ર : શ્રી નારાયણભાઈ પટેલ – શિક્ષક, શ્રી પ્રવિણભાઈ પટેલ – ભુ. પુર્વ. વી. સી. એસ. પી. યુનિ., શ્રીમતિ કુસુમબેન અનુપ્ભાઈ પટેલ – શિક્ષક, શ્રી વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલ, શ્રી પશાભાઈ પટેલ, શ્રીમતિ ચંદનબેન પટેલ, શ્રીમતિ વસુંધરાબેન પટેલ, પદ્મશ્રી ડો. વિહારીદાસ જી પટેલ - ફાઉંડર ઈ.ડી.આઈ.
- રાજકીય ક્ષેત્ર માં – સદા આદરણીય શ્રી સરદાર પટેલ, શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, કું. મણીબેન પટેલ, શ્રી ડાહ્યાભાઈ પટેલ, શ્રી નટુભાઈ રેવાભાઈ પટેલ, શ્રી ચુનિભાઈ મુળજીભાઈ પટેલ, શ્રી નટુભાઈ પટેલ – (સાહેબ), શ્રી દિલિપભાઈ પટેલ, શ્રી ઉલ્લાસભાઈ પટેલ.
- ગ્રુહ ઉદ્યોગ ક્ષેત્રમાં – શ્રીમતિ પિંકિબેન પટેલ, શ્રીમતિ પારૂલબેન પટેલ, શ્રીમતિ પરેશાબેન પટેલ, શ્રીમતિ પિનલબેન પટેલ,
એવું નથી કે કરમસદમાં કદીએ મુશ્કેલીઓ નથી આવી પરંતુ કરમસદ સદાય એ મુશ્કેલીઓ નો સામનો કરી ને કરમસદે સદાય પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને ભવિષ્યમાં પણ કરશે…
ભુતકાળ ના અનુભવો થી વર્તમાન જીવવા થી ભવિષ્ય સદાય ઉજ્જ્વળ બને છે એવુ મારુ મનવું છે.
આ સિવાય ગામ ના કોઇ મહાન કે પ્રતિષ્ઠિત વ્યક્તિ / વડીલ નું નામ મારા થી ધ્યાન બહાર ગયેલ હોય તો પુત્ર / મિત્ર સમજી માફ કરજો અને ઈરાદપુર્વક નથી તેની હું ખાત્રી આપું છું. તથા હું માનું છુ કે મે કોઇ સ્વર્ગસ્થ વડિલ કે મહાનુભાવના નામ ની આગળ સ્વ. નથી કહેલ એનું એકજ કારણ કે દરેકે દરેક સીધી કે આડકતરી રીતે આપણી વચ્ચે કે આપણા હ્ર્દય માં સદા જીવંત છે, હતાં અને રહેશે.
સરદાર પટેલ અમર રહો..
ભુતકાળ ના અનુભવો થી વર્તમાન જીવવા થી ભવિષ્ય સદાય ઉજ્જ્વળ બને છે એવુ મારુ મનવું છે.
આ સિવાય ગામ ના કોઇ મહાન કે પ્રતિષ્ઠિત વ્યક્તિ / વડીલ નું નામ મારા થી ધ્યાન બહાર ગયેલ હોય તો પુત્ર / મિત્ર સમજી માફ કરજો અને ઈરાદપુર્વક નથી તેની હું ખાત્રી આપું છું. તથા હું માનું છુ કે મે કોઇ સ્વર્ગસ્થ વડિલ કે મહાનુભાવના નામ ની આગળ સ્વ. નથી કહેલ એનું એકજ કારણ કે દરેકે દરેક સીધી કે આડકતરી રીતે આપણી વચ્ચે કે આપણા હ્ર્દય માં સદા જીવંત છે, હતાં અને રહેશે.
સરદાર પટેલ અમર રહો..
No comments
Post a Comment