Showing posts with label london. Show all posts
Showing posts with label london. Show all posts

Tribute to Sardar Patel - 15-12-2024 - સરદાર વલ્લભભાઈ પટેલનો દેહાંત

સરદાર વલ્લભભાઈ પટેલનો દેહાંત

૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે મુંબઈમાં ભારતના નરશાર્દૂલ સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન ૭૫ વર્ષની ઉંમરે થયું. સરદારના અવસાનના સમાચારે ચોગરદમ જાણે વીજળી પડી હોય તેવું વાતાવરણ થયું હતું. અમદાવાદમાં એ દિવસે લોકોના ટોળેટોળાં કોંગ્રેસ હાઉસ પર સરદાર સાહેબના અવસાનના સમાચારો મેળવવા માટે ઉમટ્યા.

બપોરના સમયે મુંબઈમાં સરદારશ્રીના નિવાસસ્થાનેથી એમની વિરાટ સ્મશાનયાત્રા નીકળી. નજરે જોનારાઓએ તો એમમ કહ્યું કે મુંબઈમાં આવી સ્મશાનયાત્રા સ્વ. લોકમાન્ય ટિળકની નીકળી હતી. ભારતના આ સિંહપુરુષને શોકાનજળી આપવા વડાપ્રધાન નેહરુ, ડો. રાજેન્દ્રપ્રસાદ, અને કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ ચાર્ટર્ડ વિમાનમાં મુંબઈ પહોંચ્યા હતા. સરદારશ્રીની સ્મશાનયાત્રા દરમ્યાન સરદારશ્રીની પુત્રી કુ. મણીબેન પટેલને પોતાની સમીપ લઈ આશ્વાસન આપતા શ્રી નહેરુ, અને ત્યારબાદ વડાપ્રધાનશ્રી એ સરદારશ્રીના પાર્થિવ શરીર પર પુષ્પગુચ્છ પધરાવી દૂર ખસ્યા ત્યાંતો તેમના આસું સારી પડ્યા. શ્રી મોરારજી દેસાઈ એ સમયે મુંબઈ રાજ્યના પંત પ્રધાન હતા અને તેમની રાહબરી હેઠળ લશ્કરી ગાડીમાં, સૌ કોઈ સરદારશ્રીના દર્શન કરી શકે તે રીતે તેમના પાર્થિવ દેહને પધારાવવામાં આવ્યો.

માઉન્ટબેટન સરદાર સાહેબની શક્તિના પ્રશંસક હતા, ગાંધીજી સમક્ષ માઉન્ટબેટને સરદારશ્રીની વહીવટી ક્ષમતા વિષે પોતાનો અભિપ્રાય વ્યક્ત કહેલ કે આઝાદ ભારતને સરદાર સિવાય કોઈ સ્થિર કરી શકે તેમ નથી. દેશી રાજ્યોનું ભારત સંઘમાં જે વિલીનીકરણ થયું એ માટે પણ તેમણે સરદારશ્રીની શક્તિઓને ખુલ્લી રીતે બિરદાવી હતી.

સરદારશ્રીના અંતિમ દિવસો દરમ્યાનના એક પ્રસંગ વિષે એન. વી. ગાડગીલે તેમના પુસ્તક ગવર્ન્મેંટ ઈનસાઈડમાં નોંધ્યુ છે કે એક સમય હતો કે જ્યારે લોકો મુક્તપણે કહેતા હતા કે કેબિનેટ બે જુથો વચ્ચે વિભાજિત થયેલ છેએક જુથ વલ્લભભાઈની આગેવાની હેઠળ અને બીજુ જુથ નહેરૂની આગેવાની હેઠળપરંતુ હકીકતમાં આવા કોઈ જુથો નહોતા. ૧૧ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સરદાર સાહેબના સચિવ શંકર નો ફોન એન. વી. ગાડગીલ પર આવ્યો અને જણાવ્યું કે સરદાર સાહેબ તેમને મળવા માંગે છે. આથી ૧૨ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ એન. વી. ગાડગીલ સરદાર સાહેબને મળ્યા હતા. મુલાકાત દરમ્યાન સરદાર સાહેબે ગાડગીલને જણાવ્યું કે “હવે હું જઊ છું.” તેમણે હળવી મુસ્કાન સાથે કહ્યું કે “હવે હું વધારે નહી જીવી શકું. તમે મને એક વચન આપો કે હું જે કહીશ તેનું તમે પાલન કરશો.” ગાડગીલે જણાવ્યું કે “પહેલાં મને કહો તો ખરા કે વાત શું છે.” પરંતુ સરદાર સાહેબ મારી સામે જોઈ ને જાણે વિચારતા હોય કે જાણે હું તેમને વચન નહી આપુ આથી તેમણે વચન માટે સતત આગ્રહ રાખ્યો. તેમના દિકરા ડાહ્યાભાઈ આ બધુ દરવાજે ઊભા રહી સાંભળતા હતા. જેવું મે સરદાર સાહેબને વચન આપી તેમની વાત માનવાની હામી ભરી કે તરત તેમણે મારો હાથ તેમના હાથમાં લઈ કહ્યું કે “તમારે નહેરૂ સાથે ગમે તેટલા મતભેદ હોય પરંતુ તમે તેમને છોડશો નહી.” મે તેમને ફરીવાર હા કહ્યુ અને સરદાર સાહેબની જાણે અંતિમ ઈચ્છા હોય તેમ તેઓને જાણે રાહત થઈ તેમ લાગ્યું. અને આખરે ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ તેઓએ આ દુનિયાને અંતિમ વિદાય આપી. તેમના મૃત્યુ બાદ મને જાણવા મળ્યું કે સરદાર પટેલે જગજીવન રામમુંશી,અને બલદેવ સિંહને જણાવ્યું હતુ કે તમે ગાડગીલની સલાહ મુજબ અનુસરજો. આમ આ પ્રસંગથી સમજાય કે સરદારને ગાડગીલ પર કેટલો વિશ્વાસ હશે કે તેમને વચન બધ્ધ કરતાં પહેલાં જગજીવન રામમુંશી,અને બલદેવ સિંહને જણાવેલ કે તેમના બાદ તેઓ ગાડગીળની સલાહ માનજો.

મહારાષ્ટ્રની ફડનવીસ સરકારે આશરે વર્ષ ૨૦૧૫ દરમ્યાન સદા આદરણીય ડો. બાબા સાહેબની શિક્ષા ભૂમિ ઉત્તરી લંડનનું ઘર કે જ્યા સદા આદરણીય ડો. બાબા સાહેબ લંડન સ્કૂલ ઓફ ઈકોનિમિક્સમાં ઉચ્ચ અભ્યાસાર્થે રહ્યા તે ઘર જે ૧૦, કિંગ હેનરી રોડ પર આવેલ છે તે લગભગ રૂ. ૪૦ કરોડમાં ખરીદી લેવામાં આવ્યું. આ સાચે જ હ્રદયપુર્વક સર્વ સ્વીકૃત અને યોગ્ય કાર્ય કે જે આનંદની અનુભુતિ કરાવે તેવું છે. આ એક અદ્ભુત સ્મરણાંજલી કહી શકાય અને આ કાર્ય વર્ષો પહેલાં થવું જોઈએ જે હવે થયું.

ગુજરાત સરકાર પણ સરદાર વલ્લભભાઈ પટેલનું લંડન સ્થિત ૨૩, અલ્ડ્રિજ રોડ, વિલા લાડબ્રોક ગ્રોવ, લંડન ઘર ગુજરાત સરકાર બ્રિટિશ સરકાર પાસેથી ખરીદે, તેમ થાય તો રાષ્ટ્ર હિતમાં કાર્યો કરેલ આ મહાન વિભુતિને એક સ્મરણાંજલી અર્પણ કરી શકાય.




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

What Did Dr. Kedd said about Vallabhabhai's disease?

What Did Dr. Kedd said about Vallabhabhai's disease?



સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે મુકાવાની હતી તે પહેલાં કરમસદ ગામમાં તારીખ ૨૭ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ તેની ૧૮ ફૂટ ઊંચી પ્રતિકૃતિ જાહેર નિરીક્ષણ માટે સરદાર પટેલ મેમોરિયલ કરમસદ ખાતે મુકવામાં આવેલી અને તે દિવસે મેમોરિયલમાં જ કંસલ્ટેશન વર્કશોપ ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો હતો તે સમયે કરમસદ ગામના સરદાર પટેલના પરીવારજનો, કરમસદ ગામના અગ્રણીઓ અને અનેક સરદાર પ્રેમીઓએ તેમના પ્રતિભાવો આપેલ હતા. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના સભ્ય શ્રી કે. શ્રીનિવાસન સાહેબ, મુર્તીકાર શ્રી રામ સુતાર, સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્યોએ જેમ પ્રતિકૃતિ અંગે પ્રતિભાવો આપ્યા તેમ મે (રશેષ નરેંદ્રભાઈ પટેલે) તે સમયે પ્રતિમા અંગે મારા પ્રતિભાવો સાથે સાથે જણાવેલ કે સરદાર સાહેબની ડાબા પગની અંગુઠા પછીની આંગળી ખેંચાઈ ગયેલ છે. આ વાત તો તે સમયે સરદાર સાહેબના ફોટાઓ અને વિડીયો થકી મારા ધ્યાનમાં આવેલ પરંતુ સ્વભાવ ખણખોદનો એટલે શોધખોળ આ બાબતે ચાલુ જ હતી, જે આ વર્ષે એટલે કે ૨૦૨૨માં આધાર પુરાવા સાથે પુર્ણ થયેલ. અને આ પુરાવાઓના આધારે હવે સ્પષ્ટ થયું કે સરદાર પટેલને પગમાં તકલીફ વર્ષ ૧૯૧૨માં જ્યારે તેઓ બેરિસ્ટર બનવા લંડન ગયા હતાં તે સમયે હતી. વિગતે વાત કરૂ તો સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ વિશે શોધ ખોળ કરતા સમયે લંડન મિડલ ટેમ્પલ કે જ્યાં સરદાર સાહેબ બેરિસ્ટર થયા તે સંસ્થામાંથી વિક્ટોરિઅ હિલ્ડર્થ ના ઈ-મેલમાં સરદાર સાહેબ વિશે ૫૫, હાર્લે સ્ટ્રીટ ખાતે, એક ડોક્ટર ફ્રેંક કેડ - દ્વારા સહી કરેલ તા : ૬ જુન ૧૯૧૨ના રોજની એક મેડિકલ નોંધ મળી જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલ છે કે : વી. જે. પટેલને તપાસ્યા હતા અને તે તપાસ દરમ્યાન તેમના રોગના કારણે મારે પગમાં ૪ ઓપરેશન કરવા પડેલ, તેમની લાંબી માંદગી અને પરીક્ષા દરમ્યાન સખત મહેનતના કારણે તેઓના શરીરનું બંધારણ હલી ગયેલ છે. મારૂં માનવું છે કે તેઓ ઈંગલેંડનો આવનાર શિયાળો ઈંગલેંડમાં ગાળવાની ફરજ પાડવી તેમના સ્વાસ્થ્ય માટે અયોગ્ય છે આથી તેમને વહેલામાં વહેલાં ભારતીય ગરમ વાતાવરણમાં પરત મોકલવા જોઈએ.

ડો. કેડની આ નોંધ જ સાબિત કરે છે કે સરદાર સાહેબના પગમાં તકલીફ હતી. અને મારૂ ફોટા અને વિડિયોના આધારે કરેલ તારણ આખરે સાચું સાબિત થયું.  




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

© all rights reserved
SardarPatel.in