Tribhuvan Das Patel - Founder of Amul | Vithalbhai Patel, Sardar Patel

Tribhuvan Das Patel - Founder of Amul

Tribhuvan Das Patel - Founder of Amul

ત્રિભુવનદાસ પટેલ – અમુલડેરીના સ્વપ્નદ્રષ્ટા અને ખેડા દૂધ ઉત્પાદક મંડળી લીમિટેડના સ્થાપક પિતા

વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યુ છે અને અમુલ મોડેલ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમુલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં ૨૨-૧૦-૧૯૦૩માં પિતા કિશીભાઈ પટેલને ત્યાં થયો. સહકારી મંડળીઓ એક સાથે કેવી રીતે કાર્ય કરી શકે અને નાના નાના પશુપાલકો તથા સ્ત્રીઓ આત્મનિર્ભર બની શકે તેનું એક માત્ર મોડલ અમુલ ડેરી ભારતને ભેટમાં મળ્યું અને વિશ્વભરમાં આજે એક માત્ર સહકારી સંસ્થા બની.

ગુજરાત વિદ્યાપીઠમાં વિધ્યાજીવનમાં જ તેઓ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ આઝાદીની ચળવળમાં જોડાયા. પરિણામે ઈ.સ. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ નિમિત્તે અને ઈ.સ. ૧૯૪૦-૪૧માં સત્યાગ્રહ માટે તેમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઈ.સ. ૧૯૪૦માં ખેડા જિલ્લાના ખેડુતો સાથે મળી સહકારી મંડળીની સ્થાપના કરી. તે સમયે ખેડુતો પાસેથી ખુબ ઓછા ભાવે દુધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દુધ વેચતી “પોલસન” કંપનીથી ખેડુતો ત્રાસેલા હતા. બધાએ ભેગા મળી “ખેડા જીલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ”ની શરુઆત કરી. ઈ.સ. ૧૯૫૦થી ડો. વર્ગીસ કુરિયનનો સાથ મળતા બન્નેની જુગલબંધી જામી અને અમુલ ડેરીનો વિકાસ હરણફાળે વિસ્તર્યો.

સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચારબીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા; તેના સ્વપ્નદ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ અને તે સ્વપ્નના શિલ્પી હતા ડો. વર્ગીસ કુરિયન.

ત્રિભુવનદાસ પટેલને કોમ્યુનિટી લીડરશીપ માટે ફીલીપાઈંસનો રેમન મેગ્સેસે અવોર્ડ આપવામાં આવ્યો હતો, ૨૮-૦૪-૧૯૬૪માં ભારત સરકાર તરફથી પદ્મભુષણ અવોર્ડ અપવામાં આવ્યો. ૧૯૭૧માં અમુલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે પ્રચંડ લોકાદર સાંપડ્યો. દરેક સભ્યોએ પોતાની ઈચ્છાથી એક એક રુપિયો એકત્ર કરી છ લાખ એંશી હજાર રૂપિયાની ભેટ કરી આ રકમ ત્રિભુવનદાસ પટેલે તેમના પત્ની મણીબેન સાથે ત્રિભુવનદાસ ફાઉંડેશનની શરૂઆત કરી અને આ ફાઉંડેશન આજે પણ સ્ત્રીઓ, બાળકોના સ્વાસ્થની તેમજ પશુચિકિત્સાની સેવાનો લાભ છસોથી પણ વધુ ગામને મળી રહ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧૦માં એક અધ્યાય પણ ભણાવવામાં આવી રહ્યો છે. 



Post a Comment



[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget