12-June-1928 Bardoli Diwas - બારડોલી દિન | Vithalbhai Patel, Sardar Patel

12-June-1928 Bardoli Diwas - બારડોલી દિન

0

12-June-1928 Bardoli Diwas - બારડોલી દિન


વલ્લભભાઈએ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદને છોડીને સત્યાગ્રહમાં ઝંપલાવ્યું

મકોટી ગામનાં ભીખીબહેને સૌપ્રથમ કહ્યું, ‘વલ્લભભાઈ, આજથી તમે અમારા સરદાર.’

સરદાર પોતાની ગામઠી શૈલીમાં એવાં ભાષણ કરતા હતા કે મડદાં પણ બેઠાં થઈ જાય

દેશભરનો પ્રવાસ કરતા સરદાર પટેલમાં રાજાજીને લોકમાન્ય ટિળકનાં દર્શન થવા લાગ્યાં

મહાભારતનું યુધ્ધ થયું તે પણ ૧૮ દિવસમાં પુરુ થયેલ, પરંતુ બારડોલીના લોકોએ કે જેઓએ ક્યારેય લડવા માટે લાકડી પણ  ઉગામી નહોતી, તેમણે ચાર ચાર મહીનાથી બ્રિટિશ સરકારને હંફાવી ઐતિહાસિક જીત ખેડુતોએ મેળવી તેનો અમુલ્ય વારસો ભવિષ્યની પ્રજા માટે રાખી જશે.

ચાર માસમાં તો બારડોલી અને તેના લોકો ન ધાર્યુ હોય તેવા પ્રસિધ્ધ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં થઈ ગયા. તેઓ પ્રસિધ્ધ થયા તેનું તેમને ખ્યાલ જ નહોતો અને કદાચ આ કારણ તેમના સત્યાગ્રહને શોભાવનાર હતી અને તેઓ જો પ્રસિધ્ધિ માટે સત્યાગ્રહ કર્યો હોત તો આ લડાઈ ક્યારનીય સમેટાઈ ગયી હોત. તારીખ ૧૨ જુન ૧૯૨૮ના રોજ બારડોલી દિન તરીકે આખા દેશમાં  ઊજવવામાં આવ્યો. ગુજરાતના સેકડો ગામમાં તો જાણે દિવાળી ઉજવાતી હોય તેમ આ દિવસની ઉજવણી થઈ. બારડોલીના સત્યાગ્રહીઓએ ૨૪ કલાકના ઉપવાસ કર્યા અને પ્રાર્થના સભાઓ કરી. મુંબઈના યુવકોનો તો ઉત્સાહ જ અનેરો હતો. તેમણે ઘેર ઘેર જઈ ઉઘરાણા કર્યા અને સરદાર સાહેબ મુંબઈ આવે ત્યારે તેમને ભેટ ધરવાની આલિશાન તૈયારીઓ કરી.

સત્યાગ્રહ માટે ફંડ તો બારડોલી આવતું જ હતુ પરંતુ નવજીવન અને યંગ ઈંડિયાની ઓફીસે પણ ફંડ આવતા ગયા, આ ફંડ ફક્ત ભારતમાંથી જ નહી પરંતુ દેશ વિદેશમાં જેવા કે બેલ્જિયમ, ફ્રાંસ, જાપાન, ન્યુઝીલેંડ, ચીન, ફીજી વગેરે દેશોમાંથી પણ આવતા હતા. દક્ષિણ આફ્રિકાથી આવતું ફંડ તો જાણે બારડોલીનું જ ગણાય.

અમદાવાદના મજુર મંડળે આ લડતમાં પુરેપુરો રસ લીધો અને ગરીબ મજુરોએ એક એક આનાની રસીદો કાઢી, મહામહેનતે બચાવેલા પોતાના પરસેવાના પૈસા એક એક આનામાંથી દોઢ હજાર જેટલી રકમ ફંડ મોકલ્યા. સુપા ગુરુકુળના બ્રહ્મચારીઓએ તો કેટલાય દિવસ સુધી ધી દુધનો ત્યાગ કર્યો અને મજુરી કરી પાંસઠ રુપિયા આપ્યા. બંગાળના અભય આશ્રામના કાર્યાકર્તાઓએ શાકભાજીનો ત્યાગ કરી પોતાની નાનકડી રકમ મોકલી. ચોર્યાસી તાલુકાના ખેડુતોએ વાંઝ ખાતે ખુબ મોટી પરિષદ ભરી વલ્લભભાઈને લગભગ અઢી હજાર રુપિયા આપ્યા અને જાહેર કર્યુ કે મહેસૂલ તો અમે પરાણે ભર્યુ કારણ કે તે સમયે અમે સત્યાગ્રહ માટે તૈયાર નહોતા.

વલ્લભભાઈ એ “બારડોલી દિન” દિવસે બારડોલીમાં ભાષણ કર્યુ તે ભાષણમાં સરકારે ખાલસા કરેલ જમીનોની ખરીદદારી કરનાર જમીનદારોને આકરા શબ્દોમાં કહ્યું

“કોઈ પણ ખેડુત કે સાહુકારની એક ચાસ પણ જમીન જ્યાં સુધી ખાલસા થયેલ હશે ત્યાં સુધી આ લડતનો અંત નહી આવે અને હજારો ખેડુતો તેના ઉપર પોતાના માથા આપશે, એ કાંઈ ધર્મરાજાનો લુંટાતો ગોળ નથી કે ભરુચ જઈ એક ઘાસલેટવાળા પારસીને લાવ્યા કે જે જેમ ફાવે તેમ લુંટ મારી શકે. આ જાહેર સભામાંથી ચેતવણી આપુ છું કે આ જમીન રાખતા પહેલાં પુરતો વિચાર કરજો. ખેડુતોનું લોહી પીવા આવવાનું છે, ને તેમ કરનારનો ઈન્સાફ પણ પ્રભુ આ જીંદગીમાં કેવો કરે તે ન ભુલજો. આ મફતમાં જમીન લેવા આવનારાની પેલા નાળિયેરના લોભિયા બ્રાહ્મણની જેવી દશા થઈ હતી તેવી થવાની છે એ ખચીત માનજો.”

બારડોલીના ઘણા લોકો સરદારને મળ્યા પણ નહોતા પરંતુ તેઓના દિલમાં સરદાર પ્રત્યે આદર અને વિશ્વાસ દર્શાવતો એક પ્રસંગ મહાદેવભાઈ દેસાઈએ સુંદર રીતે આલેખ્યો છે.

એક સમયે જપ્તીના એક અધિકારીએ તેના માણસોને આદેશ આપ્યો કે તે ગામને ઘેરો ઘેરે. દેખીતી રીતે તે એક જ મકાન હતુંપરંતુ ખરેખરતે એક આખી શેરી હતી જેને ઘેરી લેવામાં આવી હતીકારણ કે ઘરની સામે સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ એક સર્કલ ઇન્સ્પેક્ટર અને પાછળના દરવાજા પર રક્ષક બનેલા બે પઠાણ કોઈપણ દરવાજાને પછાડીને અંદર ખોલવા તૈયાર હતા. આ માણસો ત્યાં સવારે ૨ વાગ્યે તૈનાત કરવામાં આવ્યા હતા અને અમે સ્થળની મુલાકાત લીધાં ત્યાં સુધી સાંજના ૬ વાગ્યા સુધી ત્યાં હતા. આ ઘર લગભગ ૭૫ વર્ષના વૃદ્ધ સરકારી પેન્શનરનું હતું. તેમણે સત્યાગ્રહના પ્રતિજ્ઞાપત્ર પર સહી પણ કરી ન હતી. પરંતુ અધિકારીએ વિચાર્યું કે કેદીને મજબૂર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેના ઘરને ઘેરા હેઠળ રાખવું. વૃદ્ધાની પત્ની ઘરની બારી પર એક બારી પાસે બેઠેલી હતીહાથમાં ગુલાબ અને રામનું  નામ જપન કરતી હતી. 'મને આશા છે કે વૃદ્ધ માતાતમે ડરશો નહીં,' સરદારને તેના ઘરની બહારથી પૂછ્યું. 'જ્યારે તમે અમારી રક્ષા કરવા માટે હોવ ત્યારે મારે કેમ ડરવું જોઈએ?' તેણીએ જવાબ આપ્યો. 'હું નહીંરામ,' સરદારે તેને સુધારતા કહ્યું, 'રામ ભગવાન દયાળુ છે,' તેણીએ સંમતિ આપતા કહ્યું. 'પણ તમને તમારા દરવાજા પર આ પઠાણ અને પોલીસકર્મી કેવી ગમશે?' અમને એક પૂછ્યું. 'તેમનું ખૂબ સ્વાગત છે. પણ જો તેઓ ન હોત તો સરદારે મારા ઘર પર કૃપા કરી ન હોત.'

કોઈ હતાશાના શબ્દો ન હતાકે કોઈ ગુસ્સો નથીતેમ છતાં વૃદ્ધ સ્ત્રી તે પંદર કલાકથી ઘરની બહાર જઇ શક્યા ન હતા!

બારડોલી દિન જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ લોકોમાં લડતનો જુસ્સો રગેરગમાં ઉતરી ગયો હતો. સરદારે બારડોલી દિન પ્રસંગે કહ્યુ

“આજે હવે કુદરતમાં હવા બદલાતી ચાલી છે. આ પહેલાં ચૈત્રવૈશાખનો સખત તાપ હતો, ખુબ ઉકળાટ હતો, છેવટ ગાજવીજ થઈ કડાકા થયા, અને પરિણામે અમૃતવૃષ્ટિ થવા લાગી છે. સરકારે પણ ખુબ તાપ કર્યો, પ્રજાને અત્યંત ઉકળાટ કરાવ્યો. પણ કુદરતની પેથે તેમાંથી  અમૃતને બદલે ઝેર વરસે તોયે એ ઝેરને અમૃત ગણી ગળી જવાની આપણને ઈશ્વર તાકાત આપે એવી પ્રાર્થાના કરવાને આપણે ભેગા થયા છીએ.”

bardoli satyagraha, why was bardoli satyagraha organised in 1928, bardoli satyagraha main leader,bardoli is famous for, kheda satyagraha,  bardoli satyagraha questions, second bardoli of india, major demand of bardoli satyagraha, bardoli satyagraha gktoday, bardoli satyagraha in hindi,bardoli satyagraha reason, major demand of bardoli satyagraha, bardoli satyagraha questions, ahmedabad satyagraha,bardoli is famous for, बारडोली सत्याग्रह, બારડોલી સત્યાગ્રહ


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in