Showing posts with label વલ્લભભાઈ. Show all posts
Showing posts with label વલ્લભભાઈ. Show all posts

08 DO YOU KNOW ABOUT VITHALPURA - શું તમે જાણો છો મહેમદાવાદ પાસે આવેલ દંતવા ગામનું નામ વિઠ્ઠલપુરા કેમ પડ્યું?

શું તમે જાણો છો મહેમદાવાદ પાસે આવેલ દંતવા ગામનું નામ વિઠ્ઠલપુરા કેમ પડ્યું?


૨૫ જુલાઈ ૧૯૨૭ થી ૨૯ જુલાઈ ૧૯૨૭ ચાર દિવસમાં વરસાદે આશરે ૧૦૦૦૦ ચોરસ માઈલમાં ૪૦૦૦ ગામોમાં જળબંબાકાર મહાવિનાશ વેરેલો અને આ જોઈ વિઠ્ઠલભાઈ ખૂબજ દુ:ખી થયા હતા. ૧૮ ઓગષ્ટ ૧૯૨૭ના દિવસે વડી ધારાસભા ની બેઠક હોવાના કારણે મને-કમને વિઠ્ઠલભાઈ પટેલે સિમલા તો જવું પડ્યું પરંતુ દિલ દિમાગ તો રેલ સંકટ અને રેલ પીડિતોના કારણે દુ:ખી હતું. તેમણે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલની પરવાનગી લઈ રેલપીડિતોના લાભાર્થે ફંડ શરૂ કર્યું અને તેમાં પોતાના જ રૂ. ૧૦૦૦૦/- આપ્યા અને વાઈસરોયે પણ રૂ. ૫૦૦/- નો ફાળો નોંધાવ્યો. આ ફાળાનો આંક એક લાખ વટાવી ગયો. નાભાના નરેશ રૂ. ૫૦૦૦૦/- આપવા તૈયાર થયા હતા પરંતુ તેમની શરત હતી કે વડી ધારાસભામાં કેટલાક પ્રશ્નો પૂછવાની છૂટ મળે. આ દરખાસ્ત વિઠ્ઠલભાઈ પટેલ સ્પીકર તરીકે સ્વીકારી ના શક્યા. અને બેધડક નાભા નરેશની દરખાસ્ત ફગાવી દીધી. વિઠ્ઠલભાઈ ના પ્રયાસોને કારણે મુંબઈ સરકારે રૂ. દોઢ કરોડ ઉપરાંતની રકમની ગ્રાન્ટની સાથે અન્ય મદદ પણ પહોંચાડી.

૨૦ સપ્ટેમ્બરે ધારાસભા પૂર્ણ થઈ અને પોતાનું કામ સમેટી ૨૭ સપ્ટેમ્બરે તેઓ નડીઆદ પહોંચ્યા અને નડિયાદ વડુમથક બનાવી રાહત કાર્યોમાં જોડાયા. સરકારી રાહત કાર્યો મિ. ગેરેટના હસ્તક હતી અને પ્રજાકીય રાહત કાર્યો વલ્લભભાઈ કરતાં હોવાથી બંને સંગઠનોનો સમન્વય કરી સરસ પરિણામ લાવવા માટે તેમણે નવા બાંધકામ કરવાનું શરૂ કર્યું. ૨૬ નવેમ્બરે આદર્શ ગામની રચના કરી, મહેમદાવાદ તાલુકામાં આવેલ દંતવા ગામ પૂરે પૂરું ખતમ થઈ ગયું હતું તેનું કોઈ નિશાન નહોતું રહ્યું તે ગામનું નવસર્જન વિઠ્ઠલભાઈ પટેલે કર્યું અને ગામના લોકો અને કાર્યકરોએ આ ગામનું નામ વિઠ્ઠલ પૂરા રાખ્યું. 





Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Sardar in Jail - સરદાર જેલમહેલમાં – (નવજીવન – ૯ માર્ચ ૧૯૩૦)

સરદાર જેલમહેલમાં – (નવજીવન – ૯ માર્ચ ૧૯૩૦)


સરદાર વલ્લભભાઈ પટેલ વિનોદમાં કહેતા કે તેમની રેખામાં જેલ નથી જોવામાં આવતી. તેમણે જેલ નથી જ જેમને જેલ મહેલ સમાન અથવા જેમને માં જેલ અને મહેલમાં ભેદ નથી, જ્યાં આજે સરદાર બિરાજે છે ત્યાં આપણે સહુએ જવાનું છે. પણ લાયકાત મેળવ્યા વિના જેલ મળતી નથી. સરદાર વલ્લભભાઈની અમૂલ્ય સેવાને સારું આપણે લાયક હતા કે નહીં તે આપણે હવે બતાવવાનો અવસર આવ્યો છે. તેમને ગુજરાતની આશા કાં ન હોય? મજૂરોની સેવા તેમણે કયાં નથી કરી? ટપાલવાળાઓએ, રેલવેના નોકરોએ તેમની પાસેથી ક્યાં સ્વરાજ્યના પાઠ નથી લીધા? અમદાવાદના કયાં શહેરીને ખબર નથી કે તેમણે પોતાનું સર્વસ્વ હોમીને શહેરની સેવા કરી છે. શહેરમાં જ્યારે ભારે મરકી ફેલાઈ રહી હતી ત્યારે માંદાની સેવાને સારું ગોઠવણ કરનાર વલ્લભભાઈ, દુષ્કાળ વખતે દુષ્કાળિયાની વહારે ધાનાર વલ્લભભાઈ, મહાપૂર આવ્યું, લાખો ઘરબાર વિનાના થયા, ખેતરોના પાક તણાઈ ગયા ત્યારે આખા ગુજરાતનાં સંકટનું નિવારણ કરવા સેંકડો સ્વયંસેવકોને તૈયાર કરનાર, લોકોને સારું કરોડ રૂપિયા સરકાર પાસેથી કઢાવનાર વલ્લભભાઈ, બારડોલીના વિજયને સારૂ જેમને ઋણી પ્રજાએ સરદાર તરીકે સંબોધ્યા તે વલ્લભભાઈ, અને સંપૂર્ણ સ્વરાજ્યની છેલ્લી લડત લડવાને સારૂ પ્રજાને તૈયાર કરી રહ્યા હતા તે વલ્લભભાઈ. એ તો પોતાના કર્તવ્ય નું પાલન કરતાં કરતાં જેલમાં પહોંચ્યા. આપણે હવે શું કરવું? આ પ્રશ્નનો એક જવાબ તો સ્પષ્ટ છે. આપણે હતાશ ન થવું પણ દરેકે બમણી દ્રઢતાથી, બમણી હિંમતથી સવિનય ભંગને સારું તૈયાર થવું ને જેલનો, ને મોત મળે તો મોતનો માર્ગ લેવો. સરદાર ગયા એટલે કોણ દોરશે એવો નામર્દીનો સવાલ મનમાં ઊઠવા ન દેવો. પ્રાંતિક સમિતિ તરફથી જે ફરમાન નીકળે તેનો પૂરો અમલ કરવો. જે બાબતમાં સમિતિ તરફથી હુકમ ના નીકળે તે બાબતમાં સ્થાનિક નેતા કહે ત કરવું. સ્થાનિક નેતા ન હોય તો પોતાના આંતરાત્માને પૂછવું. તેનો જવાબ મળે તો તે પ્રમાણે કરવું. 

શાંતિનો ભંગ કડી ન કરવો, ખૂણે કદી ન બેસી રહેવું. વિદેશી વસ્ત્રોના ચુંથા હજુ રાખ્યા હોય તો તે ફેંકી કે બાળી મૂકવા. ખાદી ધારણ કરવી. મીઠું બનાવવા તૈયાર થઈ રહેવું. મીઠાનો કાર જવાનો જ છે એવો નિશ્ચય કરવો.

આ યુધ્ધમાં એક જ વસ્તુની જરૂર છે. જો આપણે વિવેકપૂર્વક સર્વસ્વ હોમવા તૈયાર થઈએ ને હોમીએ તો પૂર્ણ સ્વરાજ હસ્તામલકવત્ છે.

મારો માર્ગ મને સ્પષ્ટ સૂઝે છે. મને સરકાર છૂટો રહેવા દે ત્યાં લગી મારે તો મીઠા વિષેના સરકારના રાક્ષસી કાયદાનો ભંગ કરીને મીઠાવેરો રદ કરાવવો છે, ને સ્વરાજનું પહેલું પગથિયું ચડવું છે અથવા તેમ કરતાં મરણપર્યંત લડવું છે. બીજા પણ તે જ કરે. તે કરવાનું ન સૂઝે અથવા તેમ કરવાની હિંમત ન હોય તો બીજું તેવું શોધી કાઢે ને કરે. જેને સવિનય ભંગ કરવો છે તેની પાસે આજે ઘણા સાધનો છે અને સરકાર નવાં ઉત્પન્ન કરી રહી છે. જેમ આપણે સારું આ જીવનમરણનો ખેલ છે તેમ જ સરકારને સારું છે. તેની હસ્તીનો આધાર સ્વતંત્ર સ્વભાવના માણસોને દબાવવાનો રહ્યો જણાય છે. નહિ તો જે વલ્લભભાઈને શાંતિ જાળવવાને સારું પંકાયેલા છે તેમને કેમ પકડે? આપણી હસ્તીનો આધાર સરકારથી ન દબાવા ઉપરને તેના નીતિવિરુધ્ધ કાનૂનો અને આજ્ઞાઓનો ભંગ કરવા ઉપર છે. 

© all rights reserved
SardarPatel.in