Showing posts with label સ્વરાજ. Show all posts
Showing posts with label સ્વરાજ. Show all posts

Sardar in Jail - સરદાર જેલમહેલમાં – (નવજીવન – ૯ માર્ચ ૧૯૩૦)

સરદાર જેલમહેલમાં – (નવજીવન – ૯ માર્ચ ૧૯૩૦)


સરદાર વલ્લભભાઈ પટેલ વિનોદમાં કહેતા કે તેમની રેખામાં જેલ નથી જોવામાં આવતી. તેમણે જેલ નથી જ જેમને જેલ મહેલ સમાન અથવા જેમને માં જેલ અને મહેલમાં ભેદ નથી, જ્યાં આજે સરદાર બિરાજે છે ત્યાં આપણે સહુએ જવાનું છે. પણ લાયકાત મેળવ્યા વિના જેલ મળતી નથી. સરદાર વલ્લભભાઈની અમૂલ્ય સેવાને સારું આપણે લાયક હતા કે નહીં તે આપણે હવે બતાવવાનો અવસર આવ્યો છે. તેમને ગુજરાતની આશા કાં ન હોય? મજૂરોની સેવા તેમણે કયાં નથી કરી? ટપાલવાળાઓએ, રેલવેના નોકરોએ તેમની પાસેથી ક્યાં સ્વરાજ્યના પાઠ નથી લીધા? અમદાવાદના કયાં શહેરીને ખબર નથી કે તેમણે પોતાનું સર્વસ્વ હોમીને શહેરની સેવા કરી છે. શહેરમાં જ્યારે ભારે મરકી ફેલાઈ રહી હતી ત્યારે માંદાની સેવાને સારું ગોઠવણ કરનાર વલ્લભભાઈ, દુષ્કાળ વખતે દુષ્કાળિયાની વહારે ધાનાર વલ્લભભાઈ, મહાપૂર આવ્યું, લાખો ઘરબાર વિનાના થયા, ખેતરોના પાક તણાઈ ગયા ત્યારે આખા ગુજરાતનાં સંકટનું નિવારણ કરવા સેંકડો સ્વયંસેવકોને તૈયાર કરનાર, લોકોને સારું કરોડ રૂપિયા સરકાર પાસેથી કઢાવનાર વલ્લભભાઈ, બારડોલીના વિજયને સારૂ જેમને ઋણી પ્રજાએ સરદાર તરીકે સંબોધ્યા તે વલ્લભભાઈ, અને સંપૂર્ણ સ્વરાજ્યની છેલ્લી લડત લડવાને સારૂ પ્રજાને તૈયાર કરી રહ્યા હતા તે વલ્લભભાઈ. એ તો પોતાના કર્તવ્ય નું પાલન કરતાં કરતાં જેલમાં પહોંચ્યા. આપણે હવે શું કરવું? આ પ્રશ્નનો એક જવાબ તો સ્પષ્ટ છે. આપણે હતાશ ન થવું પણ દરેકે બમણી દ્રઢતાથી, બમણી હિંમતથી સવિનય ભંગને સારું તૈયાર થવું ને જેલનો, ને મોત મળે તો મોતનો માર્ગ લેવો. સરદાર ગયા એટલે કોણ દોરશે એવો નામર્દીનો સવાલ મનમાં ઊઠવા ન દેવો. પ્રાંતિક સમિતિ તરફથી જે ફરમાન નીકળે તેનો પૂરો અમલ કરવો. જે બાબતમાં સમિતિ તરફથી હુકમ ના નીકળે તે બાબતમાં સ્થાનિક નેતા કહે ત કરવું. સ્થાનિક નેતા ન હોય તો પોતાના આંતરાત્માને પૂછવું. તેનો જવાબ મળે તો તે પ્રમાણે કરવું. 

શાંતિનો ભંગ કડી ન કરવો, ખૂણે કદી ન બેસી રહેવું. વિદેશી વસ્ત્રોના ચુંથા હજુ રાખ્યા હોય તો તે ફેંકી કે બાળી મૂકવા. ખાદી ધારણ કરવી. મીઠું બનાવવા તૈયાર થઈ રહેવું. મીઠાનો કાર જવાનો જ છે એવો નિશ્ચય કરવો.

આ યુધ્ધમાં એક જ વસ્તુની જરૂર છે. જો આપણે વિવેકપૂર્વક સર્વસ્વ હોમવા તૈયાર થઈએ ને હોમીએ તો પૂર્ણ સ્વરાજ હસ્તામલકવત્ છે.

મારો માર્ગ મને સ્પષ્ટ સૂઝે છે. મને સરકાર છૂટો રહેવા દે ત્યાં લગી મારે તો મીઠા વિષેના સરકારના રાક્ષસી કાયદાનો ભંગ કરીને મીઠાવેરો રદ કરાવવો છે, ને સ્વરાજનું પહેલું પગથિયું ચડવું છે અથવા તેમ કરતાં મરણપર્યંત લડવું છે. બીજા પણ તે જ કરે. તે કરવાનું ન સૂઝે અથવા તેમ કરવાની હિંમત ન હોય તો બીજું તેવું શોધી કાઢે ને કરે. જેને સવિનય ભંગ કરવો છે તેની પાસે આજે ઘણા સાધનો છે અને સરકાર નવાં ઉત્પન્ન કરી રહી છે. જેમ આપણે સારું આ જીવનમરણનો ખેલ છે તેમ જ સરકારને સારું છે. તેની હસ્તીનો આધાર સ્વતંત્ર સ્વભાવના માણસોને દબાવવાનો રહ્યો જણાય છે. નહિ તો જે વલ્લભભાઈને શાંતિ જાળવવાને સારું પંકાયેલા છે તેમને કેમ પકડે? આપણી હસ્તીનો આધાર સરકારથી ન દબાવા ઉપરને તેના નીતિવિરુધ્ધ કાનૂનો અને આજ્ઞાઓનો ભંગ કરવા ઉપર છે. 

સરદાર પટેલને શા માટે લાગ્યુ કે સ્વરાજની ચળવળ વ્યર્થ છે- Swarajya Meaningless - Sardar Patel

સરદાર પટેલને શા માટે લાગ્યુ કે સ્વરાજની ચળવળ વ્યર્થ છે- Swarajya Meaningless - Sardar Patel


Vallabhbhai feels Swarajya Meaningless if People continue Wearing Foreign Cloth - Stray Bulletin - 31 December 1923

If india secures Swarajya and if, at the time, Indians are seen wearing foreign cloth, that Swarajya will be like dust; under such Swarajya the poor people will be suffering oppression like that of the present day. Mahatma Gandhi has imagined Swarajya in a different way. In this idea of Swarajya, the poor will enjoy happiness and peace.

સરદાર પટેલને લાગ્યું કે સ્વરાજની ચળવળ વ્યર્થ છે જો ભારતીયો વિદેશી કપડાઓ પહેરતા રહેશે તો!!

 
જો ભારત સ્વરાજ્યને સુરક્ષિત રાખે છે અને, તે સમયે, ભારતીયો વિદેશી કપડા પહેરેલા જોવા મળે છે, કે સ્વરાજ ધૂળ જેવું હશે; આવા સ્વરાજ્ય હેઠળ ગરીબ લોકો આજકાલની જેમ જુલમ ભોગવશે. મહાત્મા ગાંધીએ સ્વરાજ્યની કલ્પના જુદી રીતે કરી છે. સ્વરાજ્યના આ વિચારમાં ગરીબો સુખ-શાંતિનો આનંદ માણશે.
© all rights reserved
SardarPatel.in