Showing posts with label સરદાર. Show all posts
Showing posts with label સરદાર. Show all posts

Koi Sardar Thai Jaay - કોઈ સરદાર થૈ જાયે

કોઈ સરદાર થૈ જાયે

નજર નાંખો જરા ઝીણવટથી પંચ્યાસીનાં દ્રશ્યો પર, ઘટા ઘેરી છવાઈ છે જીવનનિષ્ઠાના મૂલ્યો પર; 

સતત ઘનઘોર અંધારું છે ભારતની ક્ષિતિજો પર; વિચારો રાજસત્તાના બધા સત્તા-સુકૃત્યો પર; 

ફક્ત વાતોમાં જનતાને જુઓ, સ્વપના બતાવે છે; હવે સરદાર ભારતને વધારે યાદ આવે છે.


હતી લોખંડની છાતી અને હૈયામાં માનવતા, ધરા ધ્રુજી ઊઠે એવી હતી કદમોમાં નિશ્ચલતા; 

વતન કાજે જ જીવન છે, હ્રદયમાં માત્ર એ રટયા; પરોવીઓ એક સૂત્રે દેશને ત્યારે જ એ જંપ્યા; 

હ્રદય ભારત જનોના યાદમાં અશ્રુ વહાવે છે; હવે સરદાર ભારતને વધારે યાદ આવે છે.


હજુ ગુર્જરગીરાના રક્તમાં સરદારની ગરિમા, પ્રગટ થૈ જાય તો ભારત તણો ઉધ્ધાર થૈ જાય; 

વિઘાતક સૌ બળોને હાર આપી એકતા ગૂંથે; વતનમાં એમના જેવો કોઈ સરદાર થૈ જાય; 

અહી મા ભારતીને આતતાયીઓ સતાવે છે; હવે સરદાર ભારતને વધારે યાદ આવે છે.


મનહર ચોક્સી(સુરત) ની સરદાર પટેલને શ્રદ્ધાંજલી 
 (સરદારની પ્રતિભા કાવ્યોમાં)




Sardar in Jail - સરદાર જેલમહેલમાં – (નવજીવન – ૯ માર્ચ ૧૯૩૦)

સરદાર જેલમહેલમાં – (નવજીવન – ૯ માર્ચ ૧૯૩૦)


સરદાર વલ્લભભાઈ પટેલ વિનોદમાં કહેતા કે તેમની રેખામાં જેલ નથી જોવામાં આવતી. તેમણે જેલ નથી જ જેમને જેલ મહેલ સમાન અથવા જેમને માં જેલ અને મહેલમાં ભેદ નથી, જ્યાં આજે સરદાર બિરાજે છે ત્યાં આપણે સહુએ જવાનું છે. પણ લાયકાત મેળવ્યા વિના જેલ મળતી નથી. સરદાર વલ્લભભાઈની અમૂલ્ય સેવાને સારું આપણે લાયક હતા કે નહીં તે આપણે હવે બતાવવાનો અવસર આવ્યો છે. તેમને ગુજરાતની આશા કાં ન હોય? મજૂરોની સેવા તેમણે કયાં નથી કરી? ટપાલવાળાઓએ, રેલવેના નોકરોએ તેમની પાસેથી ક્યાં સ્વરાજ્યના પાઠ નથી લીધા? અમદાવાદના કયાં શહેરીને ખબર નથી કે તેમણે પોતાનું સર્વસ્વ હોમીને શહેરની સેવા કરી છે. શહેરમાં જ્યારે ભારે મરકી ફેલાઈ રહી હતી ત્યારે માંદાની સેવાને સારું ગોઠવણ કરનાર વલ્લભભાઈ, દુષ્કાળ વખતે દુષ્કાળિયાની વહારે ધાનાર વલ્લભભાઈ, મહાપૂર આવ્યું, લાખો ઘરબાર વિનાના થયા, ખેતરોના પાક તણાઈ ગયા ત્યારે આખા ગુજરાતનાં સંકટનું નિવારણ કરવા સેંકડો સ્વયંસેવકોને તૈયાર કરનાર, લોકોને સારું કરોડ રૂપિયા સરકાર પાસેથી કઢાવનાર વલ્લભભાઈ, બારડોલીના વિજયને સારૂ જેમને ઋણી પ્રજાએ સરદાર તરીકે સંબોધ્યા તે વલ્લભભાઈ, અને સંપૂર્ણ સ્વરાજ્યની છેલ્લી લડત લડવાને સારૂ પ્રજાને તૈયાર કરી રહ્યા હતા તે વલ્લભભાઈ. એ તો પોતાના કર્તવ્ય નું પાલન કરતાં કરતાં જેલમાં પહોંચ્યા. આપણે હવે શું કરવું? આ પ્રશ્નનો એક જવાબ તો સ્પષ્ટ છે. આપણે હતાશ ન થવું પણ દરેકે બમણી દ્રઢતાથી, બમણી હિંમતથી સવિનય ભંગને સારું તૈયાર થવું ને જેલનો, ને મોત મળે તો મોતનો માર્ગ લેવો. સરદાર ગયા એટલે કોણ દોરશે એવો નામર્દીનો સવાલ મનમાં ઊઠવા ન દેવો. પ્રાંતિક સમિતિ તરફથી જે ફરમાન નીકળે તેનો પૂરો અમલ કરવો. જે બાબતમાં સમિતિ તરફથી હુકમ ના નીકળે તે બાબતમાં સ્થાનિક નેતા કહે ત કરવું. સ્થાનિક નેતા ન હોય તો પોતાના આંતરાત્માને પૂછવું. તેનો જવાબ મળે તો તે પ્રમાણે કરવું. 

શાંતિનો ભંગ કડી ન કરવો, ખૂણે કદી ન બેસી રહેવું. વિદેશી વસ્ત્રોના ચુંથા હજુ રાખ્યા હોય તો તે ફેંકી કે બાળી મૂકવા. ખાદી ધારણ કરવી. મીઠું બનાવવા તૈયાર થઈ રહેવું. મીઠાનો કાર જવાનો જ છે એવો નિશ્ચય કરવો.

આ યુધ્ધમાં એક જ વસ્તુની જરૂર છે. જો આપણે વિવેકપૂર્વક સર્વસ્વ હોમવા તૈયાર થઈએ ને હોમીએ તો પૂર્ણ સ્વરાજ હસ્તામલકવત્ છે.

મારો માર્ગ મને સ્પષ્ટ સૂઝે છે. મને સરકાર છૂટો રહેવા દે ત્યાં લગી મારે તો મીઠા વિષેના સરકારના રાક્ષસી કાયદાનો ભંગ કરીને મીઠાવેરો રદ કરાવવો છે, ને સ્વરાજનું પહેલું પગથિયું ચડવું છે અથવા તેમ કરતાં મરણપર્યંત લડવું છે. બીજા પણ તે જ કરે. તે કરવાનું ન સૂઝે અથવા તેમ કરવાની હિંમત ન હોય તો બીજું તેવું શોધી કાઢે ને કરે. જેને સવિનય ભંગ કરવો છે તેની પાસે આજે ઘણા સાધનો છે અને સરકાર નવાં ઉત્પન્ન કરી રહી છે. જેમ આપણે સારું આ જીવનમરણનો ખેલ છે તેમ જ સરકારને સારું છે. તેની હસ્તીનો આધાર સ્વતંત્ર સ્વભાવના માણસોને દબાવવાનો રહ્યો જણાય છે. નહિ તો જે વલ્લભભાઈને શાંતિ જાળવવાને સારું પંકાયેલા છે તેમને કેમ પકડે? આપણી હસ્તીનો આધાર સરકારથી ન દબાવા ઉપરને તેના નીતિવિરુધ્ધ કાનૂનો અને આજ્ઞાઓનો ભંગ કરવા ઉપર છે. 

Bardoli Diwas - બારડોલી દિવસ - બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ

Bardoli Diwas - બારડોલી દિવસ - બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ

શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં

            દેખ ભાગે સોઉ શૂર નાહીં

કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના,

            મંડા ઘમસાણ તંહ ખેત માહી

શીલ ઔર શૌચ સંતોશ સાથી ભયે,

            નામ શમ્શેર તંહ ખૂબ બાજે

કહત કબીર કોઉ ઝુઝિ હૈ સૂરમાં,

            કાયરાં ભેડ તંહ તુરત ભાજે

                                    કબીર

 

આજે ૧૨-૦૬-૨૦૨૧ એટલે કે બારડોલી દિવસ (૧૨-૦૬-૧૯૨૮ બારડોલી વિજય દિવસ) ૯૩ વર્ષ પહેલાં ભારત અને સમગ્ર વિશ્વને સરદાર મળ્યાં, એક એવો સત્યાગ્રહી કે આંદોલનકારી જે જેણે અંગ્રેજોના હાજા ગગડાવી દીધા, વલ્લભભાઈ પટેલની વકીલાતથી તો આમેય બોરસદ, આણંદ, ગોધરા અને અમદાવાદની કોર્ટોના અંગ્રેજ જજો અને વકીલો ડરતા હતા અને ત્યારબાદ ગુજરાત ક્લબમાં પોરબંદરના એક ઔર વીરલા ગાંધી સાથે ભેટો થયો પછી તો પુછવું જ શું? આખરે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું, પણ અત્યારે વાત વલ્લભભાઈ પટેલની કે જેમણે બારડોલી સત્યાગ્રહની કમાન સંભાળી અને આખરે એક ઐતિહાસિક જીત મેળવી જે દરમ્યાન મકોટી ગામના શ્રીમતી ભીખીબેને વલ્લભભાઈને સરદાર કહી બોલાવ્યાં કહ્યું “આજથી તમે અમારા સરદાર” અને આજે પણ આપણે સૌ વલ્લભભાઈ પટેલને સરદાર પટેલથી જાણીએ છીએ. ઉપરોક્ત કબીરની કવિતા કે દોહો એ દરેક શૂરા સત્યાગ્રહીને સમર્પિત.

 

બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ :

 

તા. ૦૬-૦૯-૧૯૨૭ :        બારડોલીના જૈનોના અપાસરામાં તાલુકાના લોકોની જંગી સભા થઈ. અને સભામાં મહેસૂલનો

વધારો નહી ભરવાનો ઠરાવ થયો. આ સભામાં શ્રી દાદુભાઈ પુરુષોત્તમ દેસાઈ અને શ્રી ભીમભાઈ રણછોડજી નાયકની હાજર હતા.

તા. ૧૧-૧૨-૧૯૨૭ :        શ્રી શિવદાસાનીના પ્રમુખપદ હેઠળ વાલોડ મહાલના લોકોની સભા મળી અને આ સભાએ વધારાનું

મહેસૂલ ભરવાનો ઈનકાર કાર્યો.

તા. ૦૫-૦૨-૧૯૨૮ :        બારડોલીમાં વધેલું અન્યાયી મહેસૂલ ખેડૂતો ન ભરે તે માટે શ્રી વલ્લભભાઈએ ચળવળની શરુઆત કરી.

તા. ૧૨-૦૨-૧૯૨૮ :        બારડોલીના હજારો ખેડૂતોએ સભા ભરીને વધેલું મહેસૂલ નહી ભરવાની પ્રતિજ્ઞા લીધી.

તા. ૨૯-૦૨-૧૯૨૮ :        સત્યાગ્રહી ખેડુતોની જમીનોનું લિલાઉ થવાની શરૂઆત થઈ

તા. ૦૩-૦૫-૧૯૨૮ :        બારડોલી અને વાલોડમાં સરઘસો અને નગારાનો પ્રતિબંધ થયો.

તા. ૨૭-૦૫-૧૯૨૮ :        બારડોલીમાં જંગી હડતાળ પડી

તા. ૦૪-૦૬-૧૯૨૮ :        વધેલા જમીન મહેસૂલ સામે વિરોધ દર્શાવવા માટે મુંબઈની ધારાસભામાંથી સભ્યોએ રાજીનામાં આપવાની શરુઆત કરી.

તા. ૧૨-૦૬-૧૯૨૮ :        “બારડોલી દિન” અને મકોટીના શ્રીમતી ભીખીબેને વલ્લભભાઈને ઉદ્દેશીને કહ્યુ “આજથી તમે અમારા સરદાર”

તા. ૧૩-૦૬-૧૯૨૮ :        હિંદી વજીર એ બારડોલીની લડતમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી

તા. ૧૭-૦૬-૧૯૨૮ :        હિંદી વેપારી ચેમ્બરના પ્રતિનિધિઓ સાથે સમાધાનની ચાલેલી મસલત પડી ભાંગી, તથા કનૈયાલાલ મુંશીએ ગવર્નરને છેલ્લો પત્ર લખીને બારડોલીમાં ચાલતી સરકારની દમનનીતિ વિશે ચોકવનારી વિગતો આપી અને ધારાસભામાંથી રાજીનામું આપ્યું.

તા. ૨૧-૦૬-૧૯૨૮ :        બારડોલીમાં ચલતી દમનનીતિમાં સ્વતંત્ર તપાસ કરવા માટે શ્રી કનૈયાલાલ મુંશીએ પોતાના પ્રમુખપદ હેઠળ કમિટીની સ્થાપના કરી.

તા. ૨૪-૦૬-૧૯૨૮ :        મુંશી કમિટીએ તપાસ શરુ કરી.

તા. ૦૮-૦૭-૧૯૨૮ :        કોંગ્રેસ નેશનાલીસ્ટ પક્ષે સરકારને બારડોલીના મામલામાં તપાસ કરવા જણાવ્યું

તા. ૧૬-૦૭-૧૯૨૮ :        ગવર્નરે બારડોલી વિષે વાઈસરોય જોડે સીમલામાં મસલત કરી.

તા. ૧૮-૦૭-૧૯૨૮ :        ગવર્નરે બારડોલીના ખેડુતોના ડેપ્યુટેશન સાથે સુરતના કિલ્લામાં મસલત કરી, સરકારી શરતોની જાહેરાત કરી.

તા. ૨૦-૦૭-૧૯૨૮ :        સરદાર વલ્લભભાઈએ સરકારી શરતોનો અસ્વીકારવાની જાહેરાત કરી.

તા. ૨૧-૦૭-૧૯૨૮ :        તાડીના માંડવાઓના લિલાઉ થાય તે માટે પિકેટીંગ કરતા શ્રી મણીલાલ કોઠારી, કુ. મીઠુબેન પીટીટ, શ્રીમતી ભેંસાણીઆ, ડો. ઘીઆ વગેરેની ધરપકડ થઈ.

તા. ૨૩-૦૭-૧૯૨૮ :        મુંબઈની ધારાસભામાં ગવર્નરે, સમાધાન ન થાય તો દમનનીતિ આદરવાની ધમકી આપી. અર્લ વીંટરટને પન આમની સભામાં ખુલાસો કરતા મુંબઈ સરકારની નીતિને ટેકો આપ્યો.

તા. ૨૫-૦૭-૧૯૨૮ :        સરકારના અલ્ટીમેટમ સામે મુંબઈની ધારાસભાના સભ્યોએ વિરોધ કર્યો. તથા શ્રી રામચંદ્ર ભટ્ટે બારડોલીના ખેડૂતોનું વધારાનું મહેસૂલ ડિપોઝિટ તરીકે મુકવાની ઈચ્છા દર્શાવી.

તા. ૨૬-૦૭-૧૯૨૮ :        સરકારે શ્રી રામચંદ્ર ભટ્ટને વળતા જવાબમાં જણાવ્યુ કે તમારી ઓફર ધારાસભામાં સુરતના સભ્યો દ્વારા કરો.

તા. ૦૨-૦૮-૧૯૨૮ :        ગાંધીજીનું બારડોલીમાં આગમન

તા. ૦૨-૦૮-૧૯૨૮ :        ધારાસભાના ગુજરાતના સભ્યોના આમંત્રણના કારણે શ્રી વલ્લભભાઈ પૂના ગયા

તા. ૦૩-૦૮-૧૯૨૮ :        શ્રી વલ્લભભાઈ પટેલ સાથે પૂનામાં સર ચૂનીલાલ મહેતાને ઘેર સમાધાનની ગંભીર વાતો ચાલી.

તા. ૦૪-૦૮-૧૯૨૮ :        પૂનામાં સમાધાનની વાતો ચાર વાગ્યા સુધી ચાલી અને ત્યારબાદ શ્રી વલ્લભભાઈ સુરત પરત જવા નિકળ્યા

તા. ૦૫-૦૮-૧૯૨૮ :        આખરે સુરતમાં સમાધાન થયુ

તા. ૦૬-૦૮-૧૯૨૮ :        સુરતના સભ્યોએ રેવેન્યુ મેમ્બરને પત્ર લખીને સરકાર શરતો બર આવશે તેમ જાહેર કર્યુ અને સરકારે જાહેરનામુ બાહર પાડી સંપુર્ણ સ્વતંત્રને ખુલ્લી તપાસ કમિટી નીમવા જણાવ્યું

તા. ૦૯-૦૮-૧૯૨૮ :        મહાત્મા ગાંધી અને શ્રી વલ્લભભાઈએ યાદી બહાર પાડી, લડતની પૂર્ણાહુતિ જાહેર કરી અને પ્રજાને વધારો ભરવા, ભૂલેલાનો બહિષ્કાર છોડવા અને તપાસ માટે પુરાવાઓ ભેગા કરવા અને રચનાત્મક કાર્યો કરવા અપીલ કરી.

 

લાજ રાખી પ્રભુએ આપણી રે,

            જીત આપી પળાવી ટેક

શસ્ત્રધારી શસ્ત્ર બૂઠાં થયા રે,

            શસ્ત્રધારી થયા છે ફજેત

એક ટીપુ પાડ્યુ નથી લોહીનું રે,

            યુધ્ધ જીત્યા દાનત કરી નેક

શસ્ત્ર દૈવી લીધાં છે હાથમાં રે,

            નથી છોડ્યો લગારે વિવેક

પૂરણ પુણ્યે વલ્લભભાઈ પામીઆ રે,

            લીધો તાલુકા કાજે ભેખ

બારડોલીનો ડંકો વાગીઓ રે,

            બધી કોમો ઝૂઝી બની એક

ગયા થંભી આકાશમાં દેવતા રે,

            પુષ્પવૃષ્ટિ કરે ધરી હેત

                                    ફુલચંદ શાહ (વઢવાણ)

સંદર્ભ : બારડોલી સત્યાગ્રહ – સંપાદક – ઈશ્વરલાલ દેસાઈ. 

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

The Miracle that Sardar Wrought

The Miracle that Sardar Wrought



Shri Mahadev Desai, in his famous book The Story of Bardoli gives this fascinating account of the extraordinary forbearance of an illiterate old woman who was ready to lose her all at the call of the Sardar :
One of the japti officers ordered his men to lay siege to a village. Apparently it was a single house, but really, it was one whole street that was besieged, as the armed policemen posted in front of the house with a Circle Inspector and the two Pathans who guarded the back door were ready to pounce upon any door that opened within their beat. These men were posted there at 2.30 am and were there until 6 pm when we visited the place. The house belonged to an old Government pensioner aged about 75. He had not even signed the Satyagraha pledge. But the officer thought that the best way to coerce the prisoner was to put his house under siege. The old man's wife was sitting at a window on the storey of the house, rosary in hand, and repeating Ramanama. 'I hope, old mother, you are not afraid,' asked the Sardar from outside her house. 'Why should I be afraid, when you are there to protect us?' she replied. 'Not I, but Rama,' said the Sardar correcting her.'Indeed Ramji is Merciful,' she said nodding assent. 'But how do you like these Pathans and Policemen at your doors?' asked one of us. 'The are quite welcome. But for them the Sardar would not have graced my house.'
Not an ill word, nor one of anger, though the old woman had not been able to go out of her house for those fifteen hours!

સરદારે ઘડેલ ચમત્કાર

શ્રી મહાદેવ દેસાઇએ તેમના પ્રખ્યાત પુસ્તક ધ સ્ટોરી ઓફ બારડોલીમાં એક અભણ વૃદ્ધ મહિલાની અસાધારણ મૌનનો આ રસપ્રદ અહેવાલ આપ્યો છે જે સરદારના કહેવાથી પોતાનું બધુ ગુમાવવા તૈયાર હતી:

જપ્તીના એક અધિકારીએ તેના માણસોને આદેશ આપ્યો કે તે ગામને ઘેરો ઘેરે. દેખીતી રીતે તે એક જ મકાન હતું, પરંતુ ખરેખર, તે એક આખી શેરી હતી જેને ઘેરી લેવામાં આવી હતી, કારણ કે ઘરની સામે સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ એક સર્કલ ઇન્સ્પેક્ટર અને પાછળના દરવાજા પર રક્ષક બનેલા બે પઠાણ કોઈપણ દરવાજાને પછાડીને અંદર ખોલવા તૈયાર હતા. આ માણસો ત્યાં સવારે ૨ વાગ્યે તૈનાત કરવામાં આવ્યા હતા અને અમે સ્થળની મુલાકાત લીધાં ત્યાં સુધી સાંજના ૬ વાગ્યા સુધી ત્યાં હતા. આ ઘર લગભગ ૭૫ વર્ષના વૃદ્ધ સરકારી પેન્શનરનું હતું. તેમણે સત્યાગ્રહના પ્રતિજ્ઞાપત્ર પર સહી પણ કરી ન હતી. પરંતુ અધિકારીએ વિચાર્યું કે કેદીને મજબૂર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેના ઘરને ઘેરા હેઠળ રાખવું. વૃદ્ધાની પત્ની ઘરની બારી પર એક બારી પાસે બેઠેલી હતી, હાથમાં ગુલાબ અને રામનું  નામ જપન કરતી હતી. 'મને આશા છે કે વૃદ્ધ માતા, તમે ડરશો નહીં,' સરદારને તેના ઘરની બહારથી પૂછ્યું. 'જ્યારે તમે અમારી રક્ષા કરવા માટે હોવ ત્યારે મારે કેમ ડરવું જોઈએ?' તેણીએ જવાબ આપ્યો. 'હું નહીં, રામ,' સરદારે તેને સુધારતા કહ્યું, 'રામ ભગવાન દયાળુ છે,' તેણીએ સંમતિ આપતા કહ્યું. 'પણ તમને તમારા દરવાજા પર આ પઠાણ અને પોલીસકર્મી કેવી ગમશે?' અમને એક પૂછ્યું. 'તેમનું ખૂબ સ્વાગત છે. પણ જો તેઓ ન હોત તો સરદારે મારા ઘર પર કૃપા કરી ન હોત.'


કોઈ હતાશાના શબ્દો ન હતા, કે કોઈ ગુસ્સો નથી, તેમ છતાં વૃદ્ધ સ્ત્રી તે પંદર કલાકથી ઘરની બહાર જઇ શક્યા ન હતા!
© all rights reserved
SardarPatel.in