Showing posts with label patel sardar. Show all posts
Showing posts with label patel sardar. Show all posts

Funny Facts of Sardar Patel

Funny Facts of Sardar Patel - સરદાર પટેલના રમૂજી કિસ્સાઓ

સરદાર પટેલને હુક્કો પીવાની ટેવ અને આથી, બેરિસ્ટર થવા જ્યારે તેઓ લંડન ગયા ત્યારે હુક્કાની તમાકુ સાથે લઈ ગયેલા. સ્ટીમરમાંથી ઊતર્યા એટલે તેમના સામાનની તપાસ થઈ અને હુક્કાની તમાકુ જોઈ અધિકારી પૂછ્યું કે આ શું છે? હાજર જવાબી સરદાર પટેલે કહ્યું આ તો "Indian Sweets : You can taste it : આ તો હિન્દુસ્તાનની મીઠાઈ છે તમે ચાખી શકો છો." સામાન્ય રીતે હુક્કાની તમાકુમાં ગોળ મેળવેલ હોય એટલે ગળ્યું લાગે. અધિકારી એ ચાખ્યા બાદ કહયું "Very nice, Very nice." આમ સરદાર પટેલ ગમે ત્યારે મજાક કરી લેતા.




Responsible Monarchy is not a Puppet Show, It is a bargain of death. - Sardar Patel

Responsible Monarchy is not a Puppet Show, 

It is a bargain of death. - Sardar Patel


  • જવાબદાર રાજતંત્ર એ બચ્ચાના ખેલ નથી, મરણના સોદા છે. – સરદાર પટેલ
  • નવા વાઘા પહેરાવી પ્રજાતંત્રના ખોટા નામથી જેમ ચાલતું આવ્યું છે તેમનું તેમ ચલાવ્યું છે. – સરદાર પટેલ
  • જુલ્મી રાજાઓને પદભ્રષ્ટ કરવાનો અધિકાર અનાદિ કાળથી સ્વીકારાયેલ છે. – સરદાર પટેલ
  • હિંદુસ્તાનના રાજાને જો કોઈ બગાડનાર હોય તો તે ખુશામતખોરો છે. – સરદાર પટેલ
  • રાજતંત્રમાં ઉપર ચોટિયા ફેરફાર કરવાની મોટા આડંબરવાળી યોજના ઘડી કાઢવી એવી વ્યવસ્થા રચવામાં પોતાની સઘળી શક્તિ ખર્ચી રહ્યા છે. – સરદાર પટેલ

૧૧ અપ્રિલ ૧૯૪૭ – ફુલછાબમાં લખાયેલ સરદાર પટેલનો લેખ ખુબજ રસપ્રદ છે. આ લેખ જો આજના સંદર્ભ કે આઝાદી પછીના સંદર્ભને ધ્યાનમાં રાખીને વાંચીએ તો સરદાર સાહેબે જે કહ્યું તે આજે પણ થઈ રહ્યું છે રાજાઓની જગ્યા ફક્ત નેતાઓએ લીધી છે. સરદાર સાહેબે જણાવ્યું કે કાઠિયાવાડની પ્રજાને થયેલ કે હાશ હવે આપણો છુટકારો થયો પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ લાગ્યું કે સત્તાઓ સરી જવા માંડી છે અને આથી તેમણે અને તેમના સાથીઓએ શક્તિ ભેગી કરવા માંડી. જુલમ, ત્રાસ, મારકૂટ કરી ઝેરી વાતાવરણ ઊભુ કર્યુ. અત્યારે બધે જ જાગૃતિ આવી છે અને પ્રજા સફાળી ઊઠી તેથી ઘણા બઘવાયા બન્યા છે, ઈશ્વરને સાથે રાખીને ભેદભાવ સિવાય કામ કરવાનું છે. ત્યાગ અને બલિદાન જેટલા અપાય તેટલા આપવા પડશે. હાડકાના હાર મળે તો પણ ફૂલના હાર માનજો.

કોઈને સત્તા છોડવી ગમતી નથી. દરેક રાજ્યો પ્રજાને કેમ રાજી રાખવી તેના ઉપાયો શોધે છે. પરંતુ તેમને એમ નથી થતુ કે રાજ પુરૂ આપ્યા સિવાય રીઝરો નહી ત્યારે શા માટે તેઓ ઉપાયો શોધે છે? ઘણા રાજાઓને તો ગમ પણ નથી કે તેમના રાજમાં અમલદારો જ સત્તા ભોગવે ચે. અને સારા ખોટાનો બોજ રાજા પર છે.

જવાબદાર રાજ તંત્ર એ કાંઈ બચ્ચાના ખેલ નથી. સમશેરના ખેલ આવડતા હોય તે પટ્ટાના દાવ ખેલી શકે. નાટકના ખેલ જેવી ભવાઈની આ રમત નથી. આ તો મરણના સોદા છે.

રાજાઓમાં લાયકાત કેટલી?

પ્રજાની લાયકાતની વાતો કરનારાઓએ એક એવો વિચાર કર્યો છે, ખરો કે આ દેશમાં છ્સ્સો જેટલા રજવાડાં છે તેમાથી કેટલા નરેશો પોતાની પ્રજા કરતા વધારે લાયકાત ધરાવનારા છે? શું રાજકુટુંબના જન્મ લેનારા સઘળા લાયકાતના વારસા સાથે જ જન્મે છે? અને જો રાજાઓમાંથી કેટલાક તો રાજ્ય કરવાને નાલાયક હોવા જ જોઈએ એ વાત કબુલ હોય તો એવા સંજોગોમાં પ્રજાએ શું કરવું એનો કાંઈ ઉપાય બતાવશે ખરા? જુલ્મી રાજાઓને પદભ્રષ્ટ કરવાનો અધિકાર અનાદિ કાળથી સ્વીકારાયેલ છે.

પ્રજાને વહીવટ-ભાર આપો

આથી જ મારી રાજામહારાજાઓને તો અતિશય નમ્રતાપૂર્વક વિનંતિ કે પ્રજાનો માર્ગ મોકળો કરી આપે. પ્રજાના સાચા રક્ષક બની એને આગળ દોરે અને ખુદ શહેનશાહને પગલે ચાલી રાજા પ્રજા વચ્ચેની અથડામણના ભયમાંથી કાયમને માટે નીકળી જવાની રચના કરી નિર્ભય બની જાય. રાજાઓ પરદેશીઓની ભાગલા પાડીને સત્તા ચલાવવાની નીતિનું અનુકરણ કરી એમાં જ સત્તાની સલામતી માની બેઠેલા છે. એક તરફથી પ્રજાને ઘાતકી, અમાનુષી અને જંગલી રીતે દબાવવા સઘળા પ્રયત્નો કરવામાં આવે છે અને ધાકધમકીઓ વગેરે અયોગ્ય સાધનોનો ઉપયોગ કરી વફાદારીના પત્રો ઉપર જબરજસ્તીથી સહીઓ લેવામાં આવે છે, જ્યારે બીજી તરફથી નામના અને નકલી સુધારા દાખલ કરી દુનિયાની આંખે પાટા બાંધી કોઈ પણ જાતની ખરી સત્તા ન છોડતા ચાલતા આવેલા સડેલા તંત્રને નવા વાઘા પહેરાવી પ્રજાતંત્રના ખોટા નામથી જેમ ચાલતું આવ્યું છે તેમનું તેમ ચલાવ્યું છે. આજે તો કેટલાક રાજાઓ એક્ત્ર થઈ સંગઠિત રૂપે પ્રજાને દબાવવાનાં પગલાં લેવામાં પોતાનું શ્રેય માનતા જોવામાં આવે છે અને ઓછમાં ઓછી પણ સત્તા છોડ્યા સિવાય રાજતંત્રમાં ઉપર ચોટિયા ફેરફાર કરવાની મોટા આડંબરવાળી યોજના ઘડી કાઢી એથી આગળ કોઈ રાજ્યે જવું જ નહી એવી વ્યવસ્થા રચવામાં પોતાની સઘળી શક્તિ ખર્ચી રહ્યા છે.

પ્રજા લાયક ન થાય ત્યાં સુધી જવાબદારી સોંપાય નહી અને જવાબદારી મળ્યા સિવાય લાયકાત આવે નહીં એવા અવળ સવળ સૂત્રોનાં આધાર લઈ ઘાણીના બળદની માફક ગોળ ચકરાવામાં ફર્યા કરવાથી કોઈ દિવસ અંત ન આવે. 

ખુશામતખોરો

હિંદુસ્તાનના રાજને જો કોઈ બગાડનાર હોય તો તે ખુશામતખોરો છે. ખુશામત એ મહા પાપ છે. ખુશામતીઆઓએ સમજી લેવું જોઈએ કે તેઓ પ્રજાનો દ્રોહ કરે છે. ખુશામત કરવી છોડી રાજાને સીધી વાત કરવી તેનું નામ સાચો પ્રજાધર્મ અને તે જ રાજ્યની સાચી સેવા છે.


sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Swarajya - Sardar Patel

Swarajya - Sardar Patel


Swarajya :-

The animosity between each other should be forgotten. Discreminition of high and low, and untouchability, etc., should be discarded. People should now live as children of the one father. Swaraj as it was before in India - all the disputes were settled by the village panchayat, and to protect people the village elders used to kept the people of the village near their chest - the same swaraj will have to be brought now.

સ્વરાજ્ય :-

પોતપોતાના વેરભાવ ભુલી જવા જોઈએ. ઊંચનીચના ભેદભાવ અને છૂત-અછૂતના ભેદ છોડો. લોકોએ હવે એક બાપની ઓલાદ બની ને રહેવું જોઈએ. હિંદુસ્તાનમાં પહેલા જેવુ સ્વરાજ્ય હતું-બધાજ ઝગડા ગામની પંચાયતથી સુલઝાવતા, અને ગામના વડીલો ગામના લોકોને પોતાની છાતીસરસા રાખતા, અને તેઓની રક્ષા કરતા-એજ સ્વરાજ્ય હવે લાવવું પડશે. 
(પટેલને કહા થા - ડો. ગિરિરાજ શરણ - પેજ નં : ૧૪૦)



sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Princely States - Nagpur University

Princely States - Nagpur University 



On Princely States : -
There were 562 states, all separate units. When alien rulers left us we could settle that problem smoothly and without bloodshed.
All this happened by mutual consultations and goodwill. There was no heart-burning, no discontent and no compulsion.
(Date : 3 November 1948, Occasion : Addressing Nagpur University.)
रियासतो पर : -
देशमे ५६२ अलग-अलग रियासतें थी। जब विदेशी शासक (अंग्रेज) हमें गुलामी से मुक्त करके जा रहे थे, तब हम उस समस्या को सुचारू रूप से और बिना रक्तपातके सुलझा सकते थे।
यह सब आपसी विचार-विमर्श और सद्भावना से हुआ। कोई दिल दहलाने वाला नहीं था, कोई असंतोष नहीं था और कोई मजबूरी नहीं थी।
(दिनांक: ३ नवम्बर १९४८, अवसर: नागपुर विश्वविद्यालय को संबोधन करते समय )
રજવાડાંઓ : -
દેશમાં ૫૬૨ અલગ-અલગ રજવાડાં હતા. જ્યારે વિદેશી શાસકો (અંગ્રેજો) આપણને ગુલામીમાંથી મુક્ત કરી જઈ રહ્યા હતા ત્યારે, આપણે તે સમસ્યાને સરળૅતાથી અને રક્તપાત વગર ઉકેલી શકીએ છીએ.
આ બધું પરસ્પર પરામર્શ અને સદ્ભાવનાથી થયું. તે સમયે ન કોઈનું દિલ દુ:ખ્યું, ન કોઈ અસંતોષ હતો કે ન કોઈ મજબૂરી હતી.
(તારીખ: ૩ નવેમ્બર ૧૯૪૮, પ્રસંગ: નાગપુર વિશ્વવિદ્યાલયને સંબોધન કરતા સમયે.)

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Sabarmati na Sant - સાબરમતીના સંત - Gandhi Jayanti | Salt Satyagrah

Sabarmati na Sant - સાબરમતીના સંત - Gandhi Jayanti | Salt Satyagrah





મીઠું આપણા જીવનમાં શું ભાગ ભજવે છે? સામાન્ય રીતે મીઠું જો શરીરમાં જરૂર કરતા વધારે માત્રામાં હોય તો હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશરથી પરેશાન થઈ જવાય કે પછી જીવલેણ પણ સાબિત થાય છે, એટલે કહી શકાય કે મીઠું માનવ શરીરમાં એક અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ ક્યારેય કોઈએ વિચાર્યુ કે મીઠાથી કોઈ સરકારના પાયા હચમચી ગયા હોય, કલ્પના પણ ન કરી શકાય એવો એક સત્યાગ્રહ એક પોતડી પહેરેલ સાબરમતીના સંતે કર્યો અને અંગ્રેજ કે બ્રિટિશ હકુમતોના પાયા હચમચાવી દીધા. અને અંગ્રેજોએ પણ ક્યારેય કલ્પના નહોતી કરી કે જે મીઠા પર તેઓ વેરો લાદી રહ્યા છે તેજ મીઠું તેમની સરકાર માટે હાઈ બ્લડ પ્રેશરની બીમારી જેવું સાબિત થશે. આજે એ પોતડી ધારી સાબરમતીના સંત ગાંધીજીની જન્મ તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ તેમના મીઠા સત્યાગ્રહના અમુક પ્રસંગો વાગોળીએ. 

ખેડા, સુરત, તીથલ, ધરાસણા અને લસુંદ્રા જેવા નામો ચર્ચામાં હોય અને સરદાર પટેલ પણ બોરસદ જઈ ઝીણવટ ભરી તપાસ કરતા અને મીઠાના અગારોની પણ તપાસ કરી રહ્યા હતા તેમ છતાં દાંડી પર પસંદગીનો કળશ કેવી રીતે ઢોળાયો તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. ફેબ્રુઆરીના અંતમાં મહાદેવભાઈ દેસાઈએ બારડોલી અને ત્યારબાદ ધરાસણામાં મીઠાના વખાર કે ડેપોની તપાસ કરી હતી. શરુઆતમાં તો ગાંધીજી સાબરમતીથી નીકળી મહીસાગર સુધી પોતાના સાથીદારો કે સત્યાગ્રહીઓ સાથે બદલપુર પહોચે અને ત્યાં પાણી ઉકાળી મીઠું બનાવવાની યોજના હતી. પરંતુ કલ્યાણજીભાઈ મહેતાને વિચાર આવ્યો કે ગુજરાતની વચ્ચે થી જો આ યાત્રા પસાર થાય તો સમગ્ર ગુજરાત જ નહી પરંતુ ભારતભર અને વિશ્વની નજરે આ યાત્રા આવશે. અને ખુબ મોટો પ્રચાર થશે. આ વાતની જાણ કલ્યાણજીભાઈ એ પોતાના સાથી મિત્રો દયાળજીભાઈ, કુંવરજીભાઈ, મીઠુબેન વગેરેને કરી અને આ વાત બધાને પસંદ પડી, એટલે કલ્યાણજીભાઈ અમદાવાદ જઈ ખમાસા ચોકી પાસે સરદાર સાહેબ રહેતા હતા, તેમની સમક્ષ વિચાર મુક્યો, સરદાર સાહેબને આ વાત ગળી ઉતરી અને તેઓ કલ્યાણજીભાઈ સાથે આશ્રમમાં બાપુને મળવા ગયા. અને બાપુએ પણ આ વાત સહર્ષ સ્વીકારી, પરંતુ સ્થળ કયું પસંદ કરવુ તે બાબતે કલ્યાણજીભાઈને પુછતાં તેમણે કહ્યુ કે યાત્રાના અંતિમ સ્થળો તો ઘણા છે પરંતુ મહાદેવભાઈનું જન્મસ્થાન દિહેણ, પાંચા પટેલનું કરાડી, અને તેની પાસેનું દાંડી, મીઠાના અગારોવાળું ધરાસણા અને પારસીઓનું પવિત્ર ધામ ઉદવાડા પણ સમુદ્ર કિનારે જ છે. ત્યારબાદ આ દરેક ગામોની મુલાકાત લેવાઈ અને નવસારીના કાર્યકર્તાઓના ઉત્સાહથી દાંડી પર પસંદગીનો કળશ ઢોળાયો. 

ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક પહેલા તમામ આગેવાનોની હાજરીમાં સત્યાગ્રહની લડત માટે સરદાર પટેલને પ્રમુખ અને મંત્રી તરીકે મહાદેવભાઈને ચુંટવામાં આવ્યા. જમનાલાલજી ગાંધીજીની પહેલી ટુકડીને વ્યવસ્થા કરવા આશ્રમમાં જ રહે અને પુનાથી ૫૦૦ સ્વયંસેવકોએ, દિલ્હીથી ૨૦૦ સ્વયંસેવકોએ જોડાવાની તૈયારી સાથે સંદેશો પાઠવ્યો. તામીલનાડમાં રાજાજીએ હાકલ કરી. આમ ભારત ભરમાં આ યાત્રાની વાતો થવા લાગી આથી વાઈસરોય પણ મુઝવણમાં મુકાય, અને અંગ્રેજ અમલદારો અને વાઈસરોયની મસલતોનો દોર શરૂ થયો, પ્રશ્ન એક જ કે ગાંધીજીને ગિરફ્તાર કરવા કે નહી. અને ગિરફ્તાર કરવા તો ક્યારે કરવા સાબરમતીથી યાત્રા શરૂ થાય ત્યારે કે સત્યાગ્રહ કરી કાયદો ભંગ કરે ત્યારે, કે પછી ગાંધીજીને ગિરફ્તાર ન કરી સ્વયંસેવકોને ગિરફ્તાર કરવા. વગેરે વાતો આ મીટીંગોમાં થઈ.

ચૌરીચોરા અને બારડોલી સત્યાગ્રહની લડત બંધ રાખી તે સમયેજ બ્રિટિશ સરકારે પીઠ પાછળ ઘા કરી ગાંધીજીની ધરપકડ કરીને ૬ વર્ષની સજા ફટકારી. અને લોર્ડ બર્કનહેડે પાર્લામેંટમાં અભિમાન સાથે કહ્યુ કે “ગાંધીજીને પક્ડ્યા અને હિંદુસ્તાનમાં કુતરુ પણ ભસ્યુ નહી. અમારી સરકાર સુખેથી ચાલી રહી છે.” આ તરફ સરદાર પટેલ બ્રિટિશ સરકારને જડ્બાતોડ જવાબ આપવાનો વિચાર મનમાં સતત ઘોળાયા કરતો હતો. અને ગાંધીજીને ધરપકડ મીઠા સત્યાગ્રહમાં થાય અને તરત જ સત્યાગ્રહનો જ્વાળામુખી ભભુકી ઉઠે અને સત્યાગ્રહીઓ બધી જ જેલો ભરી દે અને સરકારને જમીન મહેસૂલની એક પાઈ પણ ન મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની યોજના સરદાર સાહેબના મનમાં ચાલી રહી હતી. અને આ વાત તેમના ભરુચના ભાષણમાં પણ જણાઈ આવે છે. ૧૨મી માર્ચે સાબરમતીથી ગાંધીજી કૂચનો આરંભ કરે તે પહેલાં સરદાર પટેલ દરેક કૂચના માર્ગમાં આવતા દરેક ગામો કે નગરોની મુલાકાત લેવી તેમ તેમણે વિચાર્યું હતુ અને તેના ભાગરૂપે તેમણે પાટણવાડિયા-ક્ષત્રિય ભાઈઓને શાંતિપુર્વક સત્યાગ્રહમાં ભાગ લેવા મહીસાગર કાંઠે આવેલ કંકાપુરા ગામમાં મળનારી જાહેરસભામાં ભાષણ કરવા ૭મી માર્ચ રવિવારનો દિવસ નકકી થયો, અને તે માટે સરદાર પટેલ સવારમાં બોરસદ આવ્યા અને ત્યાથી એક બસમાં કાર્યકર્તાઓ સાથે કંકાપુરા ગામે જવા નીકળ્યા, રસ્તામાં રાસ ગામે જમી બપોરે કંકાપુરા જવાનું હતું પરંતુ રાસ ગામના લોકોને લાગ્યું કે અમારો એવો કયો ગુનો કે સરદાર સાહેબ ગામમાં પધારે અને ગામના લોકોને સત્યાગ્રહ વિશે એક વાત પણ ન કરે? પરંતુ સરદાર સાહેબે સ્વાભાવિક રીતે મીઠા સત્યાગ્રહ બાબતે ગામની તૈયારી વિશે પુછતા, ગામના આશાકાકા (આશાભાઈ લલ્લુભાઈ પટેલ)એ કહ્યું કે રાસ ગામ આખું આ લડતમાં જોડાશે અને જેલમાં જવા માટે ૨૦૦ જેટલા સ્વયંસેવકોએ તૈયારી દર્શાવી. અને બહેનોએ પણ સ્વેચ્છાએ સત્યાગ્રહની લડતમાં જોડાવા તૈયારી બતાવી. ગામનો જુસ્સો જોતા સરદાર પટેલે ગામની ભાગોળે વડ નીચે જાહેરસભા કરવાની તૈયારી દર્શાવી. સભા તો કંકાપુરામાં જ હતી એટલે સરકારી પોલીસનો કાફલો કંકાપુરામાં ખડકાયો હતો, રાસની સભાની ખબર મળતા પોલીસો મેજીસ્ટ્રેટ સાથે મારતી મોટરે રાસ પહોચ્યાં, સભાનો સમય થતા મેજિસ્ટ્રેટે સરદારને ભાષણ નહી કરવાનો હુકમ કર્યો. અને આ હુકમની નાફરમાની કરવાની સરદાર પટેલે જાહેરાત કરી આથી મેજિસ્ટ્રેટે સરદાર સાહેબની ધરપકડ કરવાનો હુકમ જાહેર કર્યો. અને પોલીસ સુપરિંટેંડંટ બીલીમોરીઆએ સરદાર પટેલની ધરપકડ કરી. ૧૨મી માર્ચ પહેલાં જ રાસ ગામે લડત શરૂ થઈ ગઈ તેમ સરદાર સાહેબે જણાવી રાસને અભિનંદન પાઠવ્યા અને રાસમાં સભા ન હોવા છતા સરદાર સાહેબે ગામના આગ્રહથી સભા કરવાની તૈયારી બતાવી આથી રાસ ગામે પોતાની જવાબદારી સ્વીકારી લડતમાં ઝુકાવવાની ગાંઠ વાળી. ફુલચંદભાઈ અને રાવજીભાઈ વગેરે કંકાપુરા પહોચ્યા અને હજારોની સંખ્યામાં એકત્ર થયેલા ક્ષત્રિયભાઈઓને સંબોધ્યા. અને આમ સરદાર સાહેબનું કંકાપુરાનું અધુરુ કાર્ય પુરુ કર્યુ. એક તરફ સરદાર પટેલની ધરપકડ, ખટલાની સુનવણી અને ૩ માસની સજાના સમાચાર અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ફેલાયા એટલે ૮મી ની સાંજે સાબરમતીના તટ પર ગાંધીજીના પ્રમુખપદે ૫૦ થી ૭૫ હજાર લોકોની વિરાટ સભા મળી અને ઠરાવ થયો કે અમે અમદાવાદના શહેરીઓ અમારો નિર્ણય જાહેર કરીએ છીએ કે, વલ્લભભાઈને જ્યા લઈ જવામાં આવ્યા છે ત્યાં અમે જવા તૈયાર છે. જ્યા સુધી દેશને સ્વાધીનતા પ્રાપ્ત ન થાય ત્યા સુધી જંપીને બેસીશું નહી, અને સરકારને પણ શાંતિથી બેસવા નહી દઈએ. અમે અંતઃકરણથી માનીએ છે કે હિંદુસ્તાનની મુક્તિ સત્ય અને અહિંસાના પાલનમાં રહેલી છે.” આ ઠરાવ થતાં જ મહાત્મા ગાંધીજીની જય અને સરદાર વલ્લભભાઈની જય ના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા.

સરદાર પટેલની ધરપકડ થયા બાદ ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ અટકાવ્યો નહી અને સાબરમતી થી દાંડી કૂચ કરી બ્રિટિશ સરકારના પાયા હચમચાવી દીધા. દાંડીમાં ૦૫-૦૫-૧૯૩૦ના રાત્રે ૧ વાગ્યે ગાંધીજીની ધરપકડનું વોરંટ બહાર પડ્યુ. જે મુજબ મોહનદાસ કરમચંદ ગાંધીને સરકારની ઈચ્છા હોય ત્યાં સુધી યરવડા મધ્યસ્થ જેલમાં કેદ રાખવા. ગાંધીજી સહિત તેમના દાંડીકૂચના ૮૧ સાથીદારો તથા દરેક સત્યાગ્રહીઓને નમન. 






sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Vithalbhai Patel - "Janak" of Parliamentary Practice

Vithalbhai Patel - "Janak" of Parliamentary Practice

વિઠ્ઠલભાઈ પટેલ – સંસદીય પ્રથાના “જનક”

આજે ૨૭-૦૯-૨૦૨૧ સંસદીય પ્રથાના જનક એવા શ્રી વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ દિવસ, સામાન્ય રીતે શ્રી વિઠ્ઠલભાઈ પટેલને આપણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ તરીકે જ ઓળખીએ છે, પરંતુ શ્રીયુત શ્રી વિઠ્ઠલભાઈ પટેલ“સંસદીય પ્રથાના જનક” તરીકે વધારે સારી રીતે ઓળખ આપી શકાય, શ્રી વિઠ્ઠલભાઈ પટેલના કાર્યો થી આપણે ઘણા અજાણ છે કદાચ આઝાદી થી આજ સુધી તેમના કાર્યોને જાહેરજનતા સુધી કદાચ કોઈ રાજકીય પક્ષોએ ઉજાગર નથી કર્યા કે તેમની વિગતો જાહેર જનતા સુધી પહોચડવામાં ઉદાસીનતા દાખવી છે.

વર્ષ ૧૯૦૮માં ઈંગ્લેંડથી પરત ફર્યા બાદ તેમનો કાનુની બાબતોનો રસ હોવાથી એક વાત સ્પષ્ટ હતી કે તેઓએ એક પ્રખ્યાત વકીલ બનવાનો નિર્ણય કરી લીધો હતો. આશરે એક વર્ષની મુંબઈમાં પ્રેક્ટિસ ના સમયગાળામાં વર્ષ ૧૯૧૦ દરમ્યાન એવી બે ઘટનાઓ ઘટી કે તેમના જીવન પ્રત્યેના વિચારો બદલાયા જેમાં તેમના પત્ની દિવાળીબેનના મૃત્યુ, અને તેમની પોતાની માંદગી દરમ્યાન ગ્રામ્ય લોકોના વધુ સંપર્કમાં આવ્યા અને આ દરમ્યાન શ્રી વિઠ્ઠલભાઈને બ્રિટિશ રાજ હેઠળ ગામડાઓની દુર્દશાની માહીતે મળી અને ગામડાઓની સમસ્યા સમજ્યા બાદ જ તેમણે પોતાનું જીવન દેશસેવાને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો.

૬ઠ્ઠી જાન્યુઆરી, ૧૯૧૩ના દિવસે શ્રી વિઠ્ઠલભાઈએ ગવર્નર ઓફ બોમ્બેની લેજિસ્લેટિવ કાઉંસિલના શપથ ગ્રહણ કરી તે પદ શોભાવ્યું અને આ પ્રસંગ પછી તેઓ *“માનનીય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ”* તરીકે ઓળખાયા. શ્રી વિઠ્ઠલભાઈ પટેલે વર્ષ ૧૯૧૪ના સત્રના સૌથી વિવાદાસ્પદ વિધેયકોમાં મહત્વનો ફાળો આપ્યો જેમાં મુખ્યત્વે ધ બોમ્બે ડિસ્ટ્રીક્ટ મ્યુનિસિપલ એક્ટ એમેંડમેંટ બિલ, ટાઉન પ્લાનિંગ બિલ, બોમ્બે લેંડ રેવન્યુ કોડ એમેંડમેંટ બિલ, બોમ્બે પોર્ટ ટ્રસ્ટ બિલ, કરાંચી પોર્ટ ટ્રસ્ટ બિલ માં મહત્વની ભુમિકા અદા કરી, સાથે સાથે પંચમહાલ જિલ્લાના તાલુકા અને જિલ્લા બોર્ડમાં નામાંકન પધ્ધતિના સ્થાને ચુટણી પ્રથાને અમલમાં લાવવા માટેનો ઠરવ પણ સફળતા પુર્વક પસાર કર્યો. અને આથી જ તેઓ *“ગ્રામ સ્વરાજના પ્રણેતા”* તરીકે ઓળખાયા.

આ સિવાય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મેડિકલ એમેંડમેંટ બિલ, પ્રાથમિક શિક્ષણ કાયદો, આયુર્વેદ અને યુનાની ચિકિત્સકોના રક્ષક, રોલેટ એક્ટ, ઈંગલેંડમાં કોંગ્રેસનો પ્રચાર, અસહકાર આંદોલન અને સવિનય કાનુનભંગ, બોમ્બે મ્યુનિસિપલ કાઉંસિલનો કાર્યકાળ, બોમ્બેના મેયર, સ્વરાજ પક્ષની રચના, હિંદુ મેરેજ એક્ટ, પેશાવર ઈંક્વાયરી કમિટી, કે પછી અમેરીકામાં વિઠઠલભાઈ પટેલના ભાષણો હોય, વગેરે બાબતોમાં જરુર જણાય ત્યાં તેઓએ દેશહિતમાં આક્રમક વલણો પણ અપનાવ્યા છે અને ક્યારેક નરમાશથી પણ કાર્યો કરેલ છે. એક કિસ્સામાં પોતાના જ સ્વરાજ પક્ષના નેતા શ્રી મોતીલાલ નહેરુનો ખોફ પણ એમણે વહોરી લીધેલો, સ્પીકર તરીકે ચુંટાયા એટલે એમને કરવેરા જતાં માસિક રુ. ૩,૬૨૫નો પગાર મળતો થયો શ્રી વિઠ્ઠલભાઈ પટેલજે સાદા અને નિ:સંતાન વિધુરને આટલી મોટી પગારની રકમનું શુ કરવું એમ પ્રથમ નજરે લાગે આથી નેતા શ્રી મોતીલાલ નહેરુની ઈચ્છા હતી કે શ્રી વિઠ્ઠલભાઈ પોતાના પગરનો અર્ધો હિસ્સો પક્ષના ફંડમાં આપે. શ્રી વિઠ્ઠલભાઈ એ જે પળે પ્રમુખપદ સ્વીકાર્યું તે જ પળે, મન સાથે જ નિશ્ચય કરેલ કે પક્ષની વિચારસરણીને પોતે વરેલા ખરા, ભારતના સ્વાતંત્ર્યના સેનાની પણ પોતે અચૂક, પણ પક્ષ તરીકે કોઈ પક્ષ સાથે, કોઈ સંબંધ ચિન્હ ટકાવવા નહી. આથી જ તેઓએ પક્ષના સભ્યપદે થી મુક્ત થયા, આવી પરિસ્થિતિમાં તેઓ પોતે ફાળો કેવી રીતે આપી શકે તે સવાલ સ્વાભાવિક પેદા થયો. આ ઉપરાંત વિઠ્ઠલભાઈ નું દિલ્હીનું ઘર એટલે સરોજીની નાયડુંથી માંડી મહાદેવભાઈ દેસાઈ જેવા કેટલાય રાષ્ટ્રીય કાર્યકરોનું વિરામ સ્થળ. બહોળી મહેમાન ગતિ અને વિશાળ નિવાસસ્થાન જે ૨૦, અકબર રોડ, દિલ્હીમાં આવેલ જ્યાં આજે લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાનું નિવાસસ્થાન છે. 

આ નિવાસસ્થાનમાં શરુઆતમાં શ્રી વિઠ્ઠલભાઈને સારી એવી રકમ રાચરચીલામાં ખર્ચવી પડી હતી અને છ માસને અંતે એમને સમજાયુ કે માળી, નોકરોના મોટા કાફલા અને પોતાના મોભાને યોગ્ય સામાજિક ખાણી પીણીને નિભાવવા, માસિક બે હજાર જોઈએ. એટલે બાકીના માસિક રૂ. ૧૬૨૫ એમણે મહાત્મા ગાંધીને મોકલી આપ્યા. એમને ઈચ્છા થાય તે રીતે જનકલ્યાણની પ્રવૃત્તિમાં વાપરવા માટે અને આ વાત મોતીલાલ નહેરૂને પસંદ નહોતી અને આથી જ તેમણે આ રકમ પર પક્ષનો દાવો પોતાના રોષ સાથે કર્યો. અને આ તરફ મહાત્મા ગાંધીજી એ આ રકમ કેટલાય સમય સુધી વાપરી નહોતી આ કારણે પણ મોતીલાલ નહેરૂનો રોષ યથાવત રહ્યો. પરંતુ સમયાંતરે ગાંધીજીએ મોતીલાલ નહેરૂની સંમતિથી આ રકમ રાષ્ટ્રહિતમાં વાપરી અને પ્રતિમાસ વિઠ્ઠલભાઈ રૂ. ૧૬૨૫ ગાંધીજીને મોકલાવતા રહ્યા. 

આજે આપણે “બંધુ બેલડી” એટલે કે શ્રી વિઠ્ઠલભાઈ પટેલઅને શ્રી શ્રી સરદાર પટેલના પ્રસંગો વાગોળીએ. બંને ભાઈઓમાં શ્રી વિઠ્ઠલભાઈ પટેલમોટા અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નાના તેમની સમજશક્તિ અને રમૂજ માટે જાણીતા હતા. તે એક કુદરતી ભેટ હતી અને બંનેએ તેમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને આ સુંદર કલાનો ઉપયોગ કર્યો, તેનો ઉપયોગ વિદેશી શાસકો અને તેમના યુરોપિયન અધિકારીઓ સામે સફળતાપૂર્વક કર્યો. ડીસ્ટ્રીક પ્લીડરની પરીક્ષા પાસ કરી શ્રી વિઠ્ઠલભાઈ પટેલે પંચમહાલ જિલ્લાના ગોધરામાં વકીલાત શરૂ કરી. શ્રી વિઠ્ઠલભાઈને શરૂઆતમાં ખુબજ કઠીણાઈનો સામનો કરવો પડ્યો પરંતુ પોતાની કુનેહથી અને કાયદાના ઝીણવટ ભર્યા અભ્યાસના કારણે સફળતા મળવા લાગી અને ફોજદારી વકીલ તરીકે તેઓ પ્રખ્યાત થઈ ગયા. જવાબદાર વકીલ હોવાની સાથે સાથે તેઓ નીડર પણ એટલા જ હતા.

વિઠઠલભાઈ એ જ્યારે બોરસદમાં પોતાની વકીલાત શરૂ કરી ત્યાં પણ તેમને સફળતા અને ખ્યાતી મળતા વાર ન લાગી. તેમની ગોધરાની કારકીર્દી અગાઉથી જ બોરસદમાં પ્રસરી ગયેલ આથી ફોજદારી કેસોનો જમાવડો વધવા લાગ્યો આથી તેમણે વલ્લભભાઈને પણ બોરસદ બોલાવી લીધા. તેમના અભ્યાસ અને આવડતના કારણે મુશ્કેલ જણાતા કેસો પણ પલકવારમાં જીતી જતા. આમ બન્ને ભાઈની જુગલજોડીએ સરકારી તંત્ર અને પોલીસખાતાને રાડ પડાવી દીધી. ક્યારેક તો બન્ને ભાઈઓ સામ સામે પક્ષકારોના વકીલ તરીકે ઊભા રહેતા અને તે સમયે તેઓની રજુઆત અને દલીલો સાંભળવા વકીલમંડળ ઉપરાંત જનસમૂહના કારણે કોર્ટનો રુમ ભરાઈ જતો. એક સમયે તો સરકારને લાગ્યું કે તાલુકાનું પોલીસતંત્ર બન્ને ભાઈઓથી પરાસ્ત થયેલ છેએમની શેહમાં દબાઈ ગયુંએટલે બોરસદની ફોજદારી કોર્ટ આણંદ ખસેડીપણ આ સ્થળફેરની યોજના પણ કારગત ન નીવડી. બન્ને ભાઈઓ બોરસદથી આણંદ પહોચી કેસ લડી જીતી જતા. અને સરકારને પણ બોરસદથી આણંદનો ખર્ચો, ભાડા ભથ્થાવધવા લાગ્યા એટલે વળી પાછા થાકીને આણંદથી કોર્ટ બોરસદ બદલી અને આ રીતે બન્ને ભાઈઓની વચ્ચે સરકાર પીસાતી જ રહી.

            શ્રી સરદાર પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલના આગમન પછી નાગપુર સત્યાગ્રહનો વ્યાપ વધવા લાગ્યોશ્રી વિઠ્ઠલભાઈએ તે સમયે બધી જ પરિસ્થિતિનો તાગ મેળવી સરઘસ કાઢવાની યોજના બનાવી, ૧૮ ઓગષ્ટના રોજ આ યોજના અમલમાં મુકવા ૨ શર્તો મુકી જેમા ૧) ૧૭ ઓગષ્ટ સુધી નાગપુરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ૨) સરઘસ યોજવા સરકારની આગોતરી મંજુરી મેળવવી. એ સમયે સર ફ્રેંક સ્લાય સેંટ્રલ પ્રોવિન્સિઝ્ના ગવર્નર હતા અને તેઓ શ્રી વિઠ્ઠલભાઈના લંડનમાં સહાધ્યાયી હતા. આથી શ્રી વિઠ્ઠલભાઈ પટેલસર સ્લાયને અનેક વખત મળેલા અને આ મુલાકાતોની ગુપ્તતા જળવાઈ રહેલ હતી. શ્રી વિઠ્ઠલભાઈના રાજદ્વારી પ્રયત્નોને કારણે ૧૮ ઓગષ્ટે સરઘસ વિના અવરોધે સફળ રહ્યુ. શ્રી સરદાર પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલે સાથે મળીને સફળતા મેળવી હોય તેવા પ્રસંગોમાં નાગપુર સત્યાગ્રહ ખુબજ મહત્વનો છે. શ્રી વિઠ્ઠલભાઈના કારણે જ આપણને શ્રી સરદાર પટેલ જેવા રાજપુરુષ મળ્યાં તે ક્યારેય ભુલી ન શકાય.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

હિંદુ – મુસ્લિમ અને સરદાર પટેલ

હિંદુ – મુસ્લિમ અને સરદાર પટેલ

 

૧૫ ઓગષ્ટ ૨૦૨૧, સ્વતંત્ર દિવસ 

૧)        શું સરદાર પટેલને અન્યાય થયો?

૨)        કોમવાદી સરદાર પટેલ – હિંદુવાદી સરદાર પટેલ – સરદાર પટેલ પર લાગેલ આ આરોપોનું સત્ય શું છે?

૩)        મુસ્લિમો પાકિસ્તાન જઈને શું કરશે? – સરદાર પટેલ

૪)        લિયાકત પેક્ટ અને જસ્ટિસ બશીર અહેમદ

 

આપણો રાષ્ટ્ર દ્વજ નક્કી કરવા એક કમીટીનું ગઠનનો ઠરાવ ૦૨ એપ્રિલ ૧૯૩૧ના રોજ કરાંચી અધિવેશનમાં થયો. અને આ કમીટીએ રાષ્ટ્ર દ્વજ બાબતે જરૂરી સુચનો અને રીપોર્ટ ૩૧ જુલાઈ ૧૯૩૧ ના દિવસે કે તે પહેલાં આપવા તેવું નકકી કરવામાં આવ્યુ. 

૧)        શું સરદાર પટેલને અન્યાય થયો? 

                        સૌ પ્રથમ તો સરદાર પટેલને અન્યાય થયો કહેનાર જ સરદાર પટેલને અન્યાય સહન કરનાર વ્યક્તિ સમજે છે ત્યારે જ આ પ્રશ્ન ઉદ્ભભવે ... સરદાર પટેલને અન્યાય થયો તેવું અન્યો નહી પરંતુ હું પોતે પણ માનતો હતો, પરંતુ ૨૦૧૨ પછી જેમ જેમ સરદાર પટેલ વિશે જાણતો થયો, તેમ તેમ હું તે સમજી ગયો કે સરદાર પટેલને કોઇ અન્યાય કરીજ ન શકે. અને આ બાબતે એક સ્પષ્ટ સવાલ હંમેશા દરેકને પુછું કે સરદાર પટેલને અન્યાય થયો તેવું સરદાર પટેલે કોઈને કહ્યું ખરું (કારણકે સરદાર પટેલ પોતે બેરિસ્ટર હતા અને સ્પષ્ટ વાત કહેનારા હતા, પીઠ પાછળ તો વાત કરતા નહી), સરદાર પટેલે આ વિશે બીજા કોઈને ન કહ્યું હોય તેવું પણ માની લઈએ, તો તેમના દિકરી કું. મણીબેન પટેલ જેઓએ સરદાર પટેલ માટે આયખું અર્પણ કર્યુ શું સરદાર પટેલે તેમને પણ ક્યારેય કહ્યું કે કું મણીબેન પટેલે પણ ક્યારેય આ વાતનો ઉલ્લેખ સરદાર પટેલના મૃત્યુ પછી કહ્યું? “ના” 

                        તમારા મુજબ જેને અન્યાય થયો તેમણે ક્યારેય નથી કહ્યુ અને તેમના વારસદારો નથી બોલ્યા કે અન્યાય કર્યો. તો પછી આ વાતને તુલ આપનાર હું કે તમે કોણ? 

ઈતિહાસમાં જે સમયે જે નિર્ણયો લેવાયા તે હકીકતમાં સમયને આધીન નિર્ણયો લેવાયા અને આ મુદ્દાને એક બીજી દ્રષ્ટિએ જોઈએ તો સરદાર પટેલ વડાપ્રધાન બન્યા અને નહેરુ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બને તો શું ભારત નો જે નક્શો આજે આપણી જોઈએ છે તે શક્ય બની શકે ખરો? શું નહેરુ હૈદ્રાબાદ, જામનગર, ભોપાલ, ના નવાબો સાથે ભારતમાં ભેળવી શક્યા હોત ખરા? મારા મંતવ્ય મુજબ તો આ શક્ય ન બન્યું હોત, અને એટલે જ માનવું રહ્યુ કે સરદાર પટેલની કુનેહથી જ અખંડ ભારતની રચના શક્ય બની.           

            વર્ષ ૧૯૪૭ ના અંતમાં (એટલે કે આઝાદી ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે મળી) એટલે કે ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ અને ડિસેમ્બર ૧૯૪૭ના સમયગાળાની વાત જ્યારે સરદાર અને જવાહરલાલ વચ્ચે મતભેદો ઉભા થયા ત્યારે બન્ને અવારનવાર ગાંધીજી સાથે રજુઆત કરતા, એક સમયે ગાંધીજીએ સરદાર સાહેબને કહ્યું પણ હતું કે 

“તમારી આજની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરતા મને લાગે છે કે તમારે પ્રધાનમંત્રી પદનો સ્વીકાર કરવો જોઈએ.”           

            ત્યારે સરદાર સાહેબે ગાંધીજીને કહ્યું કે “પ્રધાનમંત્રી તો જવાહર જ રહે, માત્ર મને રાજકાજથી મુક્ત કરો એટલું જ પ્રાર્થુ છું. જો હું આ પદનો સ્વીકાર કરુ તો જે લોકો મારી સામે અવળી વાતો ફેલાવી રહ્યા છે તેમની વાતોને નાહકની પુષ્ટિ મળશે” (આ પ્રસંગની વાત મણીબેનની ડાયરીમાં લખેલ છે અને જેની નોંધ સરદાર પટેલ જન્મ શતાબ્દી ગ્રંથમાળામાં પણ કરેલ છે.) 

આ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે અને જેમ સરદાર પટેલ પર મુસ્લિમ વિરોધી છે તેવો આરોપ લગાવે છે તેવા જ એક સેનાની મૌલાના આઝાદ કે તેમના અને સરદાર સાહેબના મતભેદો તીવ્ર હતા તેઓ પોતાના મરણોત્તર પુસ્તક “ઈન્ડિયા વિન્સ ફ્રીડમ” માં અનેક આકરા પ્રહારો સરદાર સહેબ પર કરેલા છે, અને તેમના જ સહકાર્યકર્તા હુમાયુ કબીરે “ધ સ્ટેટ્સમેન”ને  ૨૫ જુલાઈ ૧૯૬૯ ના રોજ કહ્યુ કે પોતાના અંતિમ દિવસોમાં આઝાદ એવા તારણ પર આવ્યા હતા કે પોતે પટેલની બાબતમાં ગલત હતા. તેમણે કહ્યું હતું કે પોતે ૧૯૪૬માં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પટેલનું સુચન કરવું જોઈતું હતું. (એટલે કે જે ચુંટણીની વાત થઈ રહી છે કે સરદાર પટેલને ૧૯૪૬માં પ્રધાનમંત્રી પદ માટે અન્યાય થયો તે હકીકતમાં કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણી હતી નહી કે પ્રધાનમંત્રી પદની) 

૨)        કોમવાદી સરદાર પટેલ – હિંદુવાદી સરદાર પટેલ – સરદાર પટેલ પર લાગેલ આ આરોપોનું સત્ય શું છે?

                        ભારતની એકતા અને અખંડિતતા તથા હિંદુ-મુસ્લિમ બંધુત્વ વિશે સરદારનો હઠાગ્રહ હંમેશા રહ્યો. તેમના રાષ્ટ્રવાદ અને દેશદાઝ વિશે કોઈ શંકા કે વિવાદ નહોતો તેમ છતાં તેમના પર કહેવાતા બનાવટી બિનસાંપ્રદાયિકતાવાદીઓએ ખુલ્લેઆમ કોમવાદી અને હિંદુ તરફી પક્ષપાતી વલણ ધરાવતા હોવાનો અક્ષેપ કરેલ અને આવા આક્ષેપો પર ખરાઈ અન્ય કોઈ નહી પણ તેમના સાથીઓ મૌલાના અબુલ કલામ આઝાદ અને જયપ્રકાશ નારાયણ જેવાએ પણ કરેલ. અને તેઓએ જ પાછળથી કબુલાત કરેલ કે તેમણે સરદાર પટેલને સમજવામાં ભુલ કરેલ.

                        ગાંધીજીએ તેમના વિશે કહ્યું કે “સરદારને મુસ્લિમ-વિરોધી કહેવા એ તો સત્યનો ઉપહાસ કરવા જેવુ લેખાશે.” 

૩)        મુસ્લિમો પાકિસ્તાન જઈને શું કરશે? – સરદાર પટેલ 

                        આઝાદી બાદ ભાગલા દરમ્યાન જ્યારે ભારતીય મુસ્લિમો પાકિસ્તાન હિજરત કરી રહ્યા હતા ત્યારે સરદાર પટેલ દેશના ભાગલા પડવાના નિર્ણય અયોગ્ય હતો તે હકીકતથી દુ:ખી હતા તેમણે કહ્યું કે “સમુદ્ર કે નદીઓની જળરાશિના કંઈ ભાગ પાડી શકાતા નથી. જ્યા સુધી મુસ્લિમોનો સવાલ છે, એમના મૂળિયાં, એમના પવિત્ર સ્થાનો અને ધાર્મિક કેંદ્રો અહીં જ છે. મને નથી ખબર કે તેઓ પાકિસ્તાન જઈને શું કરશે?

                        અમે જ્યારે ભાગલાનો સ્વીકાર કર્યો ત્યારે એવી ઈચ્છાથી કરેલો કે કદાચ તેમ કરવાથી પ્રગતિને અશક્ય બનાવી દેનાર બાબતોથી અવરોધ પામ્યા વિના બન્ને દેશ પોતપોતાની રીતે મુક્તપણે વિકાસ સાધી શકશે. અને સાથે સાથે પાકિસ્તાનને અમે શુભેચ્છાઓ પાઠવી હતી અને અમે આશા સેવતા હતા કે પરિસ્થિતિ થાળે પડતા, જ્યારે તેઓને ખ્યાલ આવે કે ખરેખર આપણે ભાઈઓ છીએ અને ભિન્ન ધાર્મિક વિચારો અને આદર્શોમાં વહેચાયેલા બે અલગ રાષ્ટ્રો નથી, ત્યારે તેઓ આપણી પાસે પાછા ફરશે. 

૪)        લિયાકત પેક્ટ અને જસ્ટિસ બશીર અહેમદ 

            લિયાકત પેક્ટ કેમ થયો તેની પાછળ સરદાર પટેલની દેશભક્તિ હતી અને નેહરુ પ્રત્યેની વફાદારીની કસોટી હતી. 

                        જ્યારે પાકિસ્તાન દ્વારા હજારો હિંદુઓને પૂર્વ બંગાળમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને પાકિસ્તાન સરકારના આવા અસહકારી વલણથી સરદાર સાહેબ અત્યંત ક્ષુબ્ધ થયા હતા, હિંદુ અને મુસ્લિમો વચ્ચેના સંબંધો બગાડવાની પ્રવૃત્તિ પાકિસ્તાને કોઈ પણ રીતે છોડી નહોતી. 

                        ડિસેમ્બર ૧૯૪૮ના જયપુર અધિવેશનમાં પટેલે પાકિસ્તાનને ચીમકી આપી કે જો તે આ રીતે હિંદુ નિર્વાસિતોનો પ્રવાહ ભારતમાં ધકેલવાનું, ખાસ કરીને પૂર્વ બંગાળથી બંધ નહી કરે તો, અમારી પાસે એટલી જ સંખ્યામાં મુસ્લિમોને તગેડી મૂકવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહી રહે.” આ વાતથી સરદાર પટેલના ટીકાકારો એમના પર ટુટી પડ્યા અને સરદાર પટેલ પર ભારતીય મુસ્લિમોના વિરોધી અને દુશ્મન હોવાના આરોપો થયા. આ વાતને રદિયો આપતા નહેરુ સરદાર સાહેબના બચાવ માટે આગળ આવ્યા અને તેમણે કહ્યુ કે નાયબ વડાપ્રધાનનું વિધાન પાકિસ્તાનને અનુલક્ષીને કરવામાં આવેલ હતુ; એ કાંઈ ભારતના મુસ્લિમોને આપેલ ધમકી નહોતી. અને આ વિધાન અનુસાર રાજસ્થાનમાં શાંતિ અને સંવાદિતાપૂર્ણ વાતાવરણ સ્થાપી ભારત તરફ ધસી આવતા નિરાશ્રિતોનો પ્રવાહ અટકાવવાનો અનુરોધ કરેલ છે.

                        જયપુર અધિવેશન દરમ્યાન સરદાર સાહેબે અપનાવેલ કડક વલણને પરિણામે, લિયાકત અલી ખાન એપ્રિલ ૧૯૫૦ના પહેલા સપ્તાહમાં દિલ્હી દોડી આવ્યા અને તેમની સાથે વાટાઘાટો બાદ કરાર કરવામાં આવ્યો જે નહેરુ લિયાકત સમજુતિ તરીકે જાણીતો થયો. આના કારણે બન્ને રાષ્ટ્રોએ હિંદુઓ અને મુસ્લિમોને સમાન નાગરિક્ત્વ અપાશે તેમ નક્કી થયુ અને સુરક્ષાની ખતરી આપી. આ કારણે નારાજ થઈ નહેરુ મંત્રી મંડળના ૨ મંત્રીઓ શ્યામા પ્રસાદ મુખર્જી અને કે. સી. નિયોગીએ રાજીનામા ધરી દીધા. સરદાર પટેલ તેમ છતાં પણ નહેરુની પડખે અડગ રહ્યા. એમણે ખાસ કરીને પશ્ચિમ બંગાળના ઉશ્કેરાયેલા સંસદસભ્યોને કહ્યુ, કે પ્રવર્તમાન સંજોગોમાં આ કરાર શ્રેષ્ઠ છે અને જે સારા હેતુ અને જુસ્સા સાથે તે સ્વીકારેલ છે, તેનુ વચન પણ લિયકતે પાળ્યું છે. ત્રણ મહિનામાં જ એક લાખથી વધુ હિંદુ નિરાશ્રિતોને પરત લઈ લીધા. અને આ કારણે નહેરુની પ્રતિષ્ઠામાં વધારો થયો. અને સરદાર પટેલનો વિશ્વાસ પણ જળવાયો.           

          જસ્ટિસ બશીર અહેમદ

સરદાર પટેલ મુસ્લિમ વિરોધી ન હતા તે ફરી એક વાર સરદાર પટેલના અંતિમ દિવસોમાં પુરવાર થયુ. મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ બશીર અહેમદને કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની દરખાસ્ત ભારત સરકારે કરી પરંતુ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ કાનિઆએ આ પ્રસ્તાવને નકારી દીધો અને આ ફાઈલ વડાપ્રધાન નહેરૂ પાસે પહોચી, ત્યારે નહેરૂ ખુબ ક્રોધિત થયા અને સરદાર પટેલ કે જેઓ ગૃહમંત્રી તરીકે આ બધી નિમણૂકોનો સીધો હવાલો સંભાળતા હતા, તેમને કાનિઆના આવા વલણ વિશે ફરીયાદનો પત્ર ૨૩ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ લખ્યો, સરદાર પટેલે તેજ દિવસે વળતા જવાબમાં જણાવ્યું કે તેમણે ગૃહસચિવ આયંગરને કાનિઆના વિરોધની ઉપેક્ષા કરીને બશીર અહેમદની નિયુક્તિ કરી દેવા જરૂરી સુચનાઓ આપી દીધી છે અને આ બાબતે મુખ્ય ન્યાયાધિશ કાનિઆને ટેલિફોન પર કહ્યુ કે જસ્ટિસ બશીર અહેમદની નિમણૂકની દરખાસ્તનો અસ્વીકાર કરીએ તો તે કોમી પક્ષપાતને લીધે છે તેમ સહેલાઈથી માનવાને કારણ મળી જશે.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Borsad Satyagrah Sardar Patel's Appeal

Borsad Satyagrah Sardar Patel's Appeal 

શ્રી વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહ વખતે પ્રજાજોગ જે અપીલ કરેલ તેના પરથી ખ્યાલ આવે કે સરદાર પટેલના જાહેરજીવનમાં બોરસદ સત્યાગ્રહે એક મહત્વનો ભાગ ભજ્વ્યો, આ સત્યાગ્રહ થકી વલ્લભભાઈ પટેલે જાહેર જનતા ને કેવી રીતે પીઠબળ પૂરું પાડ્યું તથા તેમણે બોરસદના લોકોને અંગ્રેજ શાસન સામે લડવાની  હિંમત પણ આપી અને આ લડત એટલા માટે વિશેષ છે કારણકે સરદાર શ્રી બોરસદ તાલુકાના આશરે દોઢેક લાખ લોકોને આ લડત લડવા માટે જાગૃત કર્યા.  તથા આ લડત અસહકાર ની પડતી ના સમયે યોજાઇ હતી જે સમયે ગાંધીજી લાંબો જેલવાસ ભોગવી રહ્યા હતા અને મહાસભાના મંચ ઉપર અસહકાર કે ધારાસભા પ્રવેશ એવું સંઘર્ષણ ચાલી રહ્યું હતું. સરકારે આ લડત ને  પ્રજાની વાત સાચી ગણી માન્ય રાખી જે તે સમયની ઘટનામાં અભૂતપૂર્વ કહેવાય!

બોરસદ સત્યાગ્રહનો પ્રારંભ તારીખ ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે થયો.  તથા તેની યશસ્વી પૂર્ણાહુતિ ૧૨ જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે ઉજવવામાં આવી. આ લડત ના કારણો પરિસ્થિતિઓ જાણવી ચરોતરના નાગરિકો તથા દેશના નાગરિકો માટે  અગત્યની છે. આ લડત પૂરી થયાના ચારેક માસ પછી બોરસદમાં સાતમી ગુજરાત રાજકીય પરિષદ ભરાઈ. આ પરિષદમાં ગાંધીજી દ્વારા મોકલવામાં આવેલ સંદેશો ખૂબ જ મહત્વનો હતો,  તેમણે કહ્યું કે” બોર્ડ સાથે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદ સત્યાગ્રહ કરી, ભોગ ત્યાગ કરી, પોતાની જાતને હિન્દુસ્તાનની સેવા માટે અર્પણ કરી છે. બોરસદ જમીન સાફ કરી; ચણતર કરવાનું બાકી છે ને તે કઠણ છે. તે કામ થઈ રહ્યું છે, કેમ હું જાણું છું.”

બોરસદ સત્યાગ્રહ બાદ ચારેક વર્ષ પછી બારડોલીનો સત્યાગ્રહ થયો અને બારડોલી સત્યાગ્રહ સમયે જ મકોટી ગામના ભીખીબેને વલ્લભભાઈને સરદાર કહી સંબોધ્યા. પરંતુ બારડોલી સત્યાગ્રહના બીજ કદાચ બોરસદ સત્યાગ્રહ વખતે રોપાયા હશે. વલ્લભભાઈએ લોકોને બોરસદ સત્યાગ્રહ સમયે જે અપીલ કરી છે તે જાણીએ તો સાચેજ સમજ પડે કે સત્યાગ્રહનો સુત્રધાર કે પડદા પાછળ કામ કરનાર કર્મવીર કોણ? ગાંધીજીના સત્યાગ્રહોનું આયોજન સરદાર સાહેબ કરતા અને દરેક સત્યાગ્રહે જન માનસ પર એક છાપ છોડી હતી.

શ્રી વલ્લભભાઈ પટેલની બોરસદની જનતાને અપીલ

બોરસદ અને આણંદ તાલુકાની નિર્દોષ પ્રજા પર અઢી લાખ રૂપિયા જેટલી ભારે રકમનો દંડ ઠોકી બેસાડી સરકારે લગભગ એકસો ગામો પર વધારાની પોલીસ બેસાડી છે. તેની સામે તે ગામના લોકોએ સત્યાગ્રહ કરવાનો નિશ્ચય કર્યો છે.

ગામેગામ જે પોલીસ મુકવામાં આવી છે તે બહારથી આણેલી છે. તેમાંના કેટલાક પોલીસોએ લોકો પર અનેક અત્યાચારો શરૂ કર્યા છે. બહારવટિયાના ત્રાસથી કચડાયેલી પ્રજા હવે પોલીસના ત્રાસમાં સપડાઈ છે. ગામડામાં પોલીસના અત્યાચાર સામે થવાની પ્રજામાં તાકત નથી. સ્ત્રીઓની ઈજ્જત પર હાથ નંખાય છે છતાં, શરમના માર્યા લોકો એવી વાત પ્રસિધ્ધ થાય એ ઈચ્છતા નથી.

વળી તલાટીઓને તાકીદે જપ્તીઓ કરી દેવાનો હુકમો મળી ચુક્યા છે. જલ્દીથી વસૂલ કરનારને પાઘડીની લાલચો અપાય છે. દુષ્કાળનું જ વર્ષ હોવાથી લોકો પર બેવડો માર પડ્યો છે.

સરકાર તો રૂઠેલી જ હતી, અને ઈશ્વર પણ રૂઠ્યો.

આ દુ:ખી સ્થિતિમાં લોકોની પડખે ઊભા રહેવાની અને તેમના દુ:ખ્માં ભાગ લેવાની ખાસ જરૂર છે. ગુજરાતના નવ જુવાનોને પ્રજાની સેવા કરવાની આ તક મળેલી છે. નાગપુર સુધી વહારે દોડનારા ગુજરાતના જુવાનો પોતાના જ પ્રાંતમાં પીડાતા ભાઈઓને વીલા મૂકી ન શકે. દરબારશ્રી ગોપાળદાસભાઈ બોરસદમાં સત્યાગ્રહ છાવણી નાખીને પડ્યા છે. જે સૈનિકો બોરસદ તાલુકામાં કામ કરવા ઈચ્છતા હોય તેમણે પ્રાંતિક સમિતિના મંત્રીને તાકીદે પોતાની અરજી મોકલી આપવી.

આ લડતમાં નાણાંની પણ જરૂર પડશે. મારી ઉમ્મીદ છે કે ગુજરાત જ બોરસદની લડતમાં જોઈતા નાણાં પુરા પાડશે. જે ભાઈઓ મદદ કરવા ઈચ્છતા હોય તેમણે ગુજરાત પ્રાંતિક સમિતિને પોતાનો ફાળો મોકલી આપવો. લડત શરૂ થઈ ચૂકી છે એટલે ઉતાવળથી મદદ કરવાની જરૂર છે.

સરદાર ખુબજ સારી રીતે જાણતા હતા કે લડતમાં જુસ્સો, લોકોનો આત્મવિશ્વાસ અને નાણાં ત્રણેય ની જરૂર છે. આ ત્રણમાંથી એક પણ નબળુ પડે કે લડત ભાંગી પડે પરંતુ તેમણે તેમની વાત કે અપીલમાં નાણાંને વધુ ભાર ન આપતા લોકોનો આત્મવિશ્વાસ અને જુસ્સો વધે તેના પર વધુ ધ્યાન આપ્યું.

આવા તો આપણા સરદાર .. સરદાર તમને કેવી રીતે અમે ભુલી શકીએ...!!!

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Today That Day - Dandi March - 05-04-1930

દાંડી માર્ચ અંતિમ દિવસ ૦૫-૦૪-૧૯૩૦



દાંડી માર્ચની શરુઆત ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ થયેલ અને ૫ અપ્રિલ ૧૯૩૦ના રોજ આ સફળ સત્યાગ્રહે અંગ્રેજોના પાયા હચમચાવી દીધેલા, આજે તા ૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ આ લેખ દ્વારા આ સફળતાની યાદોને વાગોળવી જોઈએ.

ખેડા જીલ્લાના કાર્યકરો હવે દાંડી કૂચમાં ટોળે ટોળાંમાં દેખાતા હતાં. રાસ ગામે સરદારની ધરપકડ થયા બાદ એક વાત તો નકકી થઈ ગયેલ કે રાસ અથવા દાંડી બન્નેમાંથી એક તો આ લડતનું કુરુક્ષેત્ર બનવાનું હતું. સરદાર પટેલને પકડીને રાસ ગામનું સન્માન સરકારે જ એક પ્રકારે કરી દીધેલ અને એક રીતે તો રાસ ગામને દેશ અને પરદેશમાં પ્રખ્યાત કરી દીધેલ હતુ. ગાંધીજીની યાત્રા રાસ ગામે પહોચી. બોરસદ થી રાસનો રસ્તો માણસોથી ભરાઈ ગયો હતો. અને ભાગોળ પાસે આવનાર દરેક ને જણાવતાં કે “ આ એ વડ જ્યાં સરદારને સરકારે ગિરફ્તાર કર્યા હતા” સરદાર તો બાપુની યાત્રાનો રસ્તો જોવા આવેલ અને ભાષણ આપવાની કોઈ વાત જ નહોતી. પરંતુ લોકોના આગ્રહને વશ થઈ કાંઈક કહેવાનો વિચાર કરેલ પણ સરકારે નાટક ભજવી સરદારને ન બોલવાનો હુકમ આપ્યો. આમ કાંઈ સરદાર માને તેવા નહોતા અને તેમણે સરકારના હુકમને ફગાવી દીધો. આથી સરકારે વલ્લભભાઈ પટેલ (સરદાર પટેલ)ને પકડ્યા અને બોરસદ જેલ લઈ ગયા ત્યાથી તેમને ત્રણ માસની સજા કરી સાબરમતી જેલ મોકલવામાં આવ્યા. રાસમાં ગાંધીજીએ કાંઈ વધારે કહેવા જેવું હતુ જ નહી સરદારની ધરપકડે જ માહોલ બનાવી દીધેલો. સરદારને  પકડ્યા તે વડ નીચેથી જ ગાંધીજીએ સરકારને પડકારતું ભાષણ કર્યુ. :

        આજે અમે એ તાલુકામાં પ્રવેશ્યા કે જે તાલુકામાં સરદાર વલ્લભભાઈને પકડવામાં આવ્યા હતા અને કેદની સજા થઈ હતી. અને જે તાલુકામાં સરદારે ૧૯૨૪માં એક જંગી લડત ચાલાવી હતી જેને સરકારે પોતાની ભુલ કબુલી હતી,

        સરદારને ત્રણ માસની જેલ આપવાથી લોકો ડરી જશે અને દબાઈ જશે તેમ સરકારે માન્યું હશે પણ હજારોની સંખ્યામાં અહી તમે લોકો આવ્યા છો તે ઉત્સવને મનાવવા આવ્યા હોય તેમ લાગે છે. મને અને મારા સાથીઓને પકડી જાય તો ઉત્સવ માનજો. બોરસદની હાઈસ્કુલમાં તો સરકારનો ગઢ તુટ્યો છે. અનેક મુખીઓ એ થોકબંધ રાજીનામાં આપ્યા છે.

૧૨ માર્ચ, ૧૯૩૦ ના રોજ, ગાંધી અને આશરે ૭૮ પુરૂષ સત્યાગ્રહીઓ સાબરમતી આશ્રમમાં તેમના પ્રારંભિક સ્થાનથી ૩૯૦ કિલોમીટરના અંતરે, દાંડી, કાંઠાના ગામ માટે પગપાળા નીકળ્યા. ધ સ્ટેટસમેનના જણાવ્યા મુજબ, સત્તાવાર સરકારી અખબાર જે સામાન્ય રીતે ગાંધીના કાર્યોમાં હંમેશા લોકોના ટોળા પોતાનો ભાગ ભજવે છે, આશરે ૧૦૦૦૦૦ લોકોએ રસ્તા પર ભીડ ઉભી કરી હતી જેણે સાબરમતીને અમદાવાદથી અલગ કરી દીધી હતી. ૨૧ કિલોમીટરના પ્રથમ દિવસની કૂચ અસ્લાલી ગામમાં સમાપ્ત થઈ હતી, જ્યાં ગાંધીએ આશરે ૪૦૦૦ લોકોની ભીડ સાથે વાત કરી હતી. અસ્લાલી ખાતે, અને માર્ચમાંથી પસાર થતાં અન્ય ગામોમાં સ્વયંસેવકોએ દાન એકત્રિત કર્યું, નવી સત્યાગ્રહી નોંધણી કરી અને ગામમાંથી રાજીનામું મેળવ્યું અધિકારીઓ કે જેમણે બ્રિટિશ શાસન સાથે સહકાર અંત કરવાનું પસંદ કર્યું.

તેઓ દરેક ગામમાં પ્રવેશતા જ, ટોળાએ ઢોલ, નગારા અને તોરણ પટ્ટીઓ મારી સત્યાગ્રહીઓને આવકાર્યા. ગાંધીએ મીઠાના કરને અમાનુષી ગણાતા ઘણા ભાષણો આપ્યા હતા, અને મીઠા સત્યાગ્રહને "ગરીબ માણસની લડાઇ" ગણાવી હતી. દરરોજ રાત્રે તેઓ ખુલ્લામાં સૂતા, ગ્રામજનોને સરળ ખોરાક અને આરામ કરવા અને ધોવા માટેના સ્થળ સિવાય કશું પૂછતા. ગાંધીને લાગ્યું કે આ ગરીબોને આઝાદીની લડાઇમાં લાવશે, જે અંતિમ વિજય માટે જરૂરી છે.

હજારો સત્યાગ્રહીઓ અને સરોજિની નાયડુ જેવા નેતાઓ તેમની સાથે જોડાયા. દરરોજ, વધુને વધુ લોકો કૂચમાં જોડાયા હતા. સુરતમાં તેઓને ૩૦૦૦૦ લોકોએ શુભેચ્છા પાઠવી હતી. જ્યારે કેટલાય લોકો તો દાંડી ખાતે ટ્રેનમાં બેસવાની જગ્યા ન હોવાના કારણે ટ્રેનના ડબ્બા પર બેસીને પહોંચ્યા ત્યારે ૫૦૦૦૦ થી વધુ લોકો એકઠા થયા હતા. ગાંધીએ ઇન્ટરવ્યુ આપ્યા અને રસ્તામાં લેખ લખ્યા. વિદેશી પત્રકારોએ યુરોપ અને અમેરિકામાં આ સત્યાગ્રહ વિશે ઘણું લખ્યું. ન્યુ યોર્ક ટાઇમ્સે મીઠા સત્યાગ્રહ વિશે લગભગ દરરોજ લખ્યું હતું, જેમાં ૬ઠ્ઠી એપ્રિલ અને ૭મી એપ્રિલના બે લેખ જે મુખ્ય પાન પર છપાયેલ  છે. કૂચના અંતમાં ગાંધીએ ઘોષણા કરી હતી કે, આ હક્ક્ની લડાઈમાં મને વિશ્વની સહાનુભૂતિ જોઈએ છે.

૫મી એપ્રિલના રોજ દરિયા કિનારે પહોંચ્યા પછી, એસોસિએટેડ પ્રેસના પત્રકાર દ્વારા ગાંધીની મુલાકાત લેવામાં આવી હતી:

માર્ચ દરમ્યાન તેઓ દ્વારા અપનાવવામાં આવેલી સંપૂર્ણ બિન-દખલની નીતિ માટે હું સરકાર તરફથી મારી ખુશામત રોકી શકતો નથી. હું ઇચ્છું છું કે હું માનું છું કે આ બિન-દખલ હૃદય અથવા નીતિના કોઈ વાસ્તવિક પરિવર્તનને કારણે હતી. વિધાનસભાની લોકપ્રિય લાગણી પ્રત્યેના તેમના દ્વારા બતાવવામાં આવેલી અણગમો અને તેમની ઉચ્ચતર પગલાથી શંકાની કોઈ જગ્યા નથી કે ભારતના શોષણની નીતિને કોઈપણ કિંમતે ટકાવી રાખવામાં આવે છે, અને તેથી માત્ર એક જ અર્થઘટન હું મૂકી શકું. આ બિન-દખલ એ છે કે બ્રિટીશ સરકાર, શક્તિશાળી હોવા છતાં, તે વિશ્વના અભિપ્રાય પ્રત્યે સંવેદનશીલ છે, જે આત્યંતિક રાજકીય આંદોલનનું દમન સહન કરશે નહીં, જે નાગરિક અસહકાર નિ:શંકપણે છે, જ્યાં સુધી અવગણના નાગરિક રહે છે અને તેથી તે અહિંસક છે. એ જોવાનું બાકી છે કે આવતીકાલથી અસંખ્ય લોકો દ્વારા મીઠાના કાયદાઓનો વાસ્તવિક ઉલ્લંઘન તેઓએ સત્યાગ્રહને સહન કર્યું હોવાથી સરકાર સહન કરશે કે કેમ તે એક પ્રશ્ન છે.

બીજા દિવસે સવારે, પ્રાર્થના પછી, ગાંધીએ ખારા(મીઠાના) કાદવનો ગઠ્ઠો હાથમાં લીધો અને જાહેર કર્યું કે, "આની સાથે, હું બ્રિટીશ સામ્રાજ્યનો પાયો હલાવી રહ્યો છું." તેમણે તેમના હજારો અનુયાયીઓને દરિયા કિનારે મીઠું બનાવવાનું શરૂ કરવા જણાવ્યું, “જ્યાં પણ અનુકુળ હોય ત્યાં” અને ગામલોકોને જરૂર પડે તો ગેરકાયદેસર રીતે પણ મીઠું બનાવવાની સૂચના આપતી વિનંતી કરી.

આ સાથે સાથે દાંડી કૂચ વખતે વાઈસરોય ઈરવીનની શું હાલત હતી તે વર્ણવતો એક હાસ્યાસ્પદ વિઠ્ઠલભાઈ પટેલ સાથે પણ જોડાયેલ છે. જેમાં સવાર સવારમાં વાઈસરોયનો નોકર વાઈસરોય પથારીમાંથી ઉઠતાની સાથે જ છાપું તેમના હાથમાં મુક્યું જેમાં મથાળું હતું કે : “ગાંધીજીની દાંડી કૂચ, જગતનો અદ્દ્ભુત બનાવ. મુખીઓએ ફગાવી દીધા મુખી પદ. ડોલી રહેલ અંગ્રેજ રાજ્ય” 

આવા મથાળાં વાંચતાં વાઈસરોયની અંદર છુપાયેલ સામ્રાજ્યવાદી અંગ્રેજ ઝબ્ક્યો અને પોતાનો અહંમ ઘવાયેલ સ્થિતિમાં લાલઘુમ થઈ ચપરાસી રોબર્ટ્સને બુમ મારી બોલાવ્યો અને કહ્યું અંગત મંત્રી, રાજદ્વારી મંત્રી અને ગૃહમંત્રીને બોલાવો. અને સાથે સાથે ઈવાન્સ નામના ચપરાસીને બોલાવીને કહ્યું હમણાંને હમણાં પ્રેસીડેન્ટ પટેલ (વિઠ્ઠલભાઈ પટેલ)ને બોલાવો. અને ત્યારબાદ વાઈસરોય ખુરશીમાં બેસી છાપાં વાંચવા લાગ્યા. જ્યાં જુઓ ત્યાં જે છાપું ખોલો ત્યાં બસ ગાંધી જ ગાંધી જ તેના સિવાય બીજી વાત નહોતી. આશરે કલાક પછી વિઠ્ઠલભાઈ પટેલ ઈરવીનના ખંડમાં આવ્યા અને તરત વાઈસરોય બોલ્યાં “મિ. પટેલ, આ ગાંધીએ તો દેશને સળગાવી મૂક્યો. જગતના બધાં જ સમાચાર પત્રો એજ સમાચારથી ભરેલાં છે. મારે હવે સત્તા વાપર્યા વિના છૂટકો જ નથી. એ માણસ તો અંગ્રેજી સામ્રાજ્યની જડ ખોતરવાની વાતો કરી રહ્યો છે.”

વિઠ્ઠલભાઈ તો સઘળી હકીકતથી વાકેફ તો હતાં જ આથી તેમણે ઠંડે કલેજે ઠાવકે મોઢે કહ્યુ “નામદાર, તમે નાહક ગભરાઓ છો. આ તો એ ડોસાનો પોતાના બળનું પ્રદર્શન છે. આ મહિનો રખડી ખાશે. નાનાં નાનાં પડીકામાં મીઠું વેચશે. દાંડી જશે. બીજું કરશે શું? અને તેમાંય કાંઈક ચૌરીચોરા જેવું છમકલું થયુ કે પાછી પીછેહથ નક્કી.. એમ તે કાંઈ સામ્રાજ્યો ઊથલ્યા છે? સામ્રાજ્યો તો અહીં ધારાસભામાં ઊથલે કે રણમેદાને ઊથલે.”

આવા શબ્દોથી વાઈસરોયને ટાઢક વળી અને થયું કે બે ભાઈઓમાંથી એક તો આપણી પડખે છે! એમ વિચારી વળતું વિઠ્ઠલભાઈ ને પુછ્યું પટેલ તમારી શું સલાહ છે.?

વિઠ્ઠલભાઈ એ કહ્યુ મારી સલાહ તો છાનામાના બેસીને જોયા કરવું. છાપાં વાંચીને તેમના દોરાયા દોરાવું નહી. આમ આ વાત પછે ગપ્પા ગોષ્ટી થઈ અને બન્ને છુટાં પડ્યા. 


sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

© all rights reserved
SardarPatel.in