Showing posts with label ગાંધીજી. Show all posts
Showing posts with label ગાંધીજી. Show all posts

Sabarmati na Sant - સાબરમતીના સંત - Gandhi Jayanti | Salt Satyagrah

Sabarmati na Sant - સાબરમતીના સંત - Gandhi Jayanti | Salt Satyagrah





મીઠું આપણા જીવનમાં શું ભાગ ભજવે છે? સામાન્ય રીતે મીઠું જો શરીરમાં જરૂર કરતા વધારે માત્રામાં હોય તો હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશરથી પરેશાન થઈ જવાય કે પછી જીવલેણ પણ સાબિત થાય છે, એટલે કહી શકાય કે મીઠું માનવ શરીરમાં એક અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ ક્યારેય કોઈએ વિચાર્યુ કે મીઠાથી કોઈ સરકારના પાયા હચમચી ગયા હોય, કલ્પના પણ ન કરી શકાય એવો એક સત્યાગ્રહ એક પોતડી પહેરેલ સાબરમતીના સંતે કર્યો અને અંગ્રેજ કે બ્રિટિશ હકુમતોના પાયા હચમચાવી દીધા. અને અંગ્રેજોએ પણ ક્યારેય કલ્પના નહોતી કરી કે જે મીઠા પર તેઓ વેરો લાદી રહ્યા છે તેજ મીઠું તેમની સરકાર માટે હાઈ બ્લડ પ્રેશરની બીમારી જેવું સાબિત થશે. આજે એ પોતડી ધારી સાબરમતીના સંત ગાંધીજીની જન્મ તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ તેમના મીઠા સત્યાગ્રહના અમુક પ્રસંગો વાગોળીએ. 

ખેડા, સુરત, તીથલ, ધરાસણા અને લસુંદ્રા જેવા નામો ચર્ચામાં હોય અને સરદાર પટેલ પણ બોરસદ જઈ ઝીણવટ ભરી તપાસ કરતા અને મીઠાના અગારોની પણ તપાસ કરી રહ્યા હતા તેમ છતાં દાંડી પર પસંદગીનો કળશ કેવી રીતે ઢોળાયો તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. ફેબ્રુઆરીના અંતમાં મહાદેવભાઈ દેસાઈએ બારડોલી અને ત્યારબાદ ધરાસણામાં મીઠાના વખાર કે ડેપોની તપાસ કરી હતી. શરુઆતમાં તો ગાંધીજી સાબરમતીથી નીકળી મહીસાગર સુધી પોતાના સાથીદારો કે સત્યાગ્રહીઓ સાથે બદલપુર પહોચે અને ત્યાં પાણી ઉકાળી મીઠું બનાવવાની યોજના હતી. પરંતુ કલ્યાણજીભાઈ મહેતાને વિચાર આવ્યો કે ગુજરાતની વચ્ચે થી જો આ યાત્રા પસાર થાય તો સમગ્ર ગુજરાત જ નહી પરંતુ ભારતભર અને વિશ્વની નજરે આ યાત્રા આવશે. અને ખુબ મોટો પ્રચાર થશે. આ વાતની જાણ કલ્યાણજીભાઈ એ પોતાના સાથી મિત્રો દયાળજીભાઈ, કુંવરજીભાઈ, મીઠુબેન વગેરેને કરી અને આ વાત બધાને પસંદ પડી, એટલે કલ્યાણજીભાઈ અમદાવાદ જઈ ખમાસા ચોકી પાસે સરદાર સાહેબ રહેતા હતા, તેમની સમક્ષ વિચાર મુક્યો, સરદાર સાહેબને આ વાત ગળી ઉતરી અને તેઓ કલ્યાણજીભાઈ સાથે આશ્રમમાં બાપુને મળવા ગયા. અને બાપુએ પણ આ વાત સહર્ષ સ્વીકારી, પરંતુ સ્થળ કયું પસંદ કરવુ તે બાબતે કલ્યાણજીભાઈને પુછતાં તેમણે કહ્યુ કે યાત્રાના અંતિમ સ્થળો તો ઘણા છે પરંતુ મહાદેવભાઈનું જન્મસ્થાન દિહેણ, પાંચા પટેલનું કરાડી, અને તેની પાસેનું દાંડી, મીઠાના અગારોવાળું ધરાસણા અને પારસીઓનું પવિત્ર ધામ ઉદવાડા પણ સમુદ્ર કિનારે જ છે. ત્યારબાદ આ દરેક ગામોની મુલાકાત લેવાઈ અને નવસારીના કાર્યકર્તાઓના ઉત્સાહથી દાંડી પર પસંદગીનો કળશ ઢોળાયો. 

ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક પહેલા તમામ આગેવાનોની હાજરીમાં સત્યાગ્રહની લડત માટે સરદાર પટેલને પ્રમુખ અને મંત્રી તરીકે મહાદેવભાઈને ચુંટવામાં આવ્યા. જમનાલાલજી ગાંધીજીની પહેલી ટુકડીને વ્યવસ્થા કરવા આશ્રમમાં જ રહે અને પુનાથી ૫૦૦ સ્વયંસેવકોએ, દિલ્હીથી ૨૦૦ સ્વયંસેવકોએ જોડાવાની તૈયારી સાથે સંદેશો પાઠવ્યો. તામીલનાડમાં રાજાજીએ હાકલ કરી. આમ ભારત ભરમાં આ યાત્રાની વાતો થવા લાગી આથી વાઈસરોય પણ મુઝવણમાં મુકાય, અને અંગ્રેજ અમલદારો અને વાઈસરોયની મસલતોનો દોર શરૂ થયો, પ્રશ્ન એક જ કે ગાંધીજીને ગિરફ્તાર કરવા કે નહી. અને ગિરફ્તાર કરવા તો ક્યારે કરવા સાબરમતીથી યાત્રા શરૂ થાય ત્યારે કે સત્યાગ્રહ કરી કાયદો ભંગ કરે ત્યારે, કે પછી ગાંધીજીને ગિરફ્તાર ન કરી સ્વયંસેવકોને ગિરફ્તાર કરવા. વગેરે વાતો આ મીટીંગોમાં થઈ.

ચૌરીચોરા અને બારડોલી સત્યાગ્રહની લડત બંધ રાખી તે સમયેજ બ્રિટિશ સરકારે પીઠ પાછળ ઘા કરી ગાંધીજીની ધરપકડ કરીને ૬ વર્ષની સજા ફટકારી. અને લોર્ડ બર્કનહેડે પાર્લામેંટમાં અભિમાન સાથે કહ્યુ કે “ગાંધીજીને પક્ડ્યા અને હિંદુસ્તાનમાં કુતરુ પણ ભસ્યુ નહી. અમારી સરકાર સુખેથી ચાલી રહી છે.” આ તરફ સરદાર પટેલ બ્રિટિશ સરકારને જડ્બાતોડ જવાબ આપવાનો વિચાર મનમાં સતત ઘોળાયા કરતો હતો. અને ગાંધીજીને ધરપકડ મીઠા સત્યાગ્રહમાં થાય અને તરત જ સત્યાગ્રહનો જ્વાળામુખી ભભુકી ઉઠે અને સત્યાગ્રહીઓ બધી જ જેલો ભરી દે અને સરકારને જમીન મહેસૂલની એક પાઈ પણ ન મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની યોજના સરદાર સાહેબના મનમાં ચાલી રહી હતી. અને આ વાત તેમના ભરુચના ભાષણમાં પણ જણાઈ આવે છે. ૧૨મી માર્ચે સાબરમતીથી ગાંધીજી કૂચનો આરંભ કરે તે પહેલાં સરદાર પટેલ દરેક કૂચના માર્ગમાં આવતા દરેક ગામો કે નગરોની મુલાકાત લેવી તેમ તેમણે વિચાર્યું હતુ અને તેના ભાગરૂપે તેમણે પાટણવાડિયા-ક્ષત્રિય ભાઈઓને શાંતિપુર્વક સત્યાગ્રહમાં ભાગ લેવા મહીસાગર કાંઠે આવેલ કંકાપુરા ગામમાં મળનારી જાહેરસભામાં ભાષણ કરવા ૭મી માર્ચ રવિવારનો દિવસ નકકી થયો, અને તે માટે સરદાર પટેલ સવારમાં બોરસદ આવ્યા અને ત્યાથી એક બસમાં કાર્યકર્તાઓ સાથે કંકાપુરા ગામે જવા નીકળ્યા, રસ્તામાં રાસ ગામે જમી બપોરે કંકાપુરા જવાનું હતું પરંતુ રાસ ગામના લોકોને લાગ્યું કે અમારો એવો કયો ગુનો કે સરદાર સાહેબ ગામમાં પધારે અને ગામના લોકોને સત્યાગ્રહ વિશે એક વાત પણ ન કરે? પરંતુ સરદાર સાહેબે સ્વાભાવિક રીતે મીઠા સત્યાગ્રહ બાબતે ગામની તૈયારી વિશે પુછતા, ગામના આશાકાકા (આશાભાઈ લલ્લુભાઈ પટેલ)એ કહ્યું કે રાસ ગામ આખું આ લડતમાં જોડાશે અને જેલમાં જવા માટે ૨૦૦ જેટલા સ્વયંસેવકોએ તૈયારી દર્શાવી. અને બહેનોએ પણ સ્વેચ્છાએ સત્યાગ્રહની લડતમાં જોડાવા તૈયારી બતાવી. ગામનો જુસ્સો જોતા સરદાર પટેલે ગામની ભાગોળે વડ નીચે જાહેરસભા કરવાની તૈયારી દર્શાવી. સભા તો કંકાપુરામાં જ હતી એટલે સરકારી પોલીસનો કાફલો કંકાપુરામાં ખડકાયો હતો, રાસની સભાની ખબર મળતા પોલીસો મેજીસ્ટ્રેટ સાથે મારતી મોટરે રાસ પહોચ્યાં, સભાનો સમય થતા મેજિસ્ટ્રેટે સરદારને ભાષણ નહી કરવાનો હુકમ કર્યો. અને આ હુકમની નાફરમાની કરવાની સરદાર પટેલે જાહેરાત કરી આથી મેજિસ્ટ્રેટે સરદાર સાહેબની ધરપકડ કરવાનો હુકમ જાહેર કર્યો. અને પોલીસ સુપરિંટેંડંટ બીલીમોરીઆએ સરદાર પટેલની ધરપકડ કરી. ૧૨મી માર્ચ પહેલાં જ રાસ ગામે લડત શરૂ થઈ ગઈ તેમ સરદાર સાહેબે જણાવી રાસને અભિનંદન પાઠવ્યા અને રાસમાં સભા ન હોવા છતા સરદાર સાહેબે ગામના આગ્રહથી સભા કરવાની તૈયારી બતાવી આથી રાસ ગામે પોતાની જવાબદારી સ્વીકારી લડતમાં ઝુકાવવાની ગાંઠ વાળી. ફુલચંદભાઈ અને રાવજીભાઈ વગેરે કંકાપુરા પહોચ્યા અને હજારોની સંખ્યામાં એકત્ર થયેલા ક્ષત્રિયભાઈઓને સંબોધ્યા. અને આમ સરદાર સાહેબનું કંકાપુરાનું અધુરુ કાર્ય પુરુ કર્યુ. એક તરફ સરદાર પટેલની ધરપકડ, ખટલાની સુનવણી અને ૩ માસની સજાના સમાચાર અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ફેલાયા એટલે ૮મી ની સાંજે સાબરમતીના તટ પર ગાંધીજીના પ્રમુખપદે ૫૦ થી ૭૫ હજાર લોકોની વિરાટ સભા મળી અને ઠરાવ થયો કે અમે અમદાવાદના શહેરીઓ અમારો નિર્ણય જાહેર કરીએ છીએ કે, વલ્લભભાઈને જ્યા લઈ જવામાં આવ્યા છે ત્યાં અમે જવા તૈયાર છે. જ્યા સુધી દેશને સ્વાધીનતા પ્રાપ્ત ન થાય ત્યા સુધી જંપીને બેસીશું નહી, અને સરકારને પણ શાંતિથી બેસવા નહી દઈએ. અમે અંતઃકરણથી માનીએ છે કે હિંદુસ્તાનની મુક્તિ સત્ય અને અહિંસાના પાલનમાં રહેલી છે.” આ ઠરાવ થતાં જ મહાત્મા ગાંધીજીની જય અને સરદાર વલ્લભભાઈની જય ના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા.

સરદાર પટેલની ધરપકડ થયા બાદ ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ અટકાવ્યો નહી અને સાબરમતી થી દાંડી કૂચ કરી બ્રિટિશ સરકારના પાયા હચમચાવી દીધા. દાંડીમાં ૦૫-૦૫-૧૯૩૦ના રાત્રે ૧ વાગ્યે ગાંધીજીની ધરપકડનું વોરંટ બહાર પડ્યુ. જે મુજબ મોહનદાસ કરમચંદ ગાંધીને સરકારની ઈચ્છા હોય ત્યાં સુધી યરવડા મધ્યસ્થ જેલમાં કેદ રાખવા. ગાંધીજી સહિત તેમના દાંડીકૂચના ૮૧ સાથીદારો તથા દરેક સત્યાગ્રહીઓને નમન. 






sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Vallabhbhai's Patriotism - Sardar Patel - सरदार पटेल - સરદાર પટેલ

Vallabhbhai's Patriotism

Sardar Patel - सरदार पटेल - સરદાર પટેલ 

શ્રી અમૃતલાલ યાજ્ઞિકે સરદારની ઝાંખી ખુબ સરસ રીતે વર્ણવી છે. સરદાર પટેલ રાષ્ટ્રપ્રેમી, અનોખી વ્યવસ્થાશક્તિવાળા અને વ્યવહારુ દ્રષ્ટિએ સ્થિતિ પારખી લઈ તુરત નિર્ણય લેનાર રાજપુરુષ હતા. કાશ્મીર, જુનાગઢ અને હૈદ્રાબાદ સામે જે પગલાં લેવાની જે હિંમત તેમણે દેખાડી તેના લીધે રાષ્ટ્રના ઇતિહાસમાં તેઓ હંમેશા અમર થયા.

સરદાર ગાંધીજીના વફાદાર સેવક હતા ને ગાંધીજીની ભાવનાના રંગે રંગાયા હતા, છતાં તેમની નિજી પ્રતિભા કાર્યશીલ રહેતી હતી તે હકીકત છે. પાકિસ્તાન વિશે ગાંધીજી સિધ્ધાંતોને વળગીને વિચારતા જ્યારે સરદાર વ્યવહારુ નજરે વિચારતા, આથી મતભેદને અવકાશ મળે જ, છતાં સમગ્ર જીવન ગાંધીજીના મૂલ્યોના રંગે રંગાયેલા રહ્યા. તેમણે તેમના પુત્ર ડાહ્યાભાઈને એક પત્ર લખેલ તે આ બાબતને સ્પષ્ટ કરે છે.

તેઓ લખે છે કે : “તમે ઓફિસમાં જે પત્રો લખો છો તેમાં ભાષા ઉગ્ર અને સામાને માઠું લાગે તેવી હોય છે. હકીકતમાં તો આપણાથી નાના માણસો હોય તેમની સાથે મીઠાશથી અને આદર પુર્વક કામ લેવું જોઈએ. કોઈને માઠું લાગવા જેવું કાંઈ લખેલ હોય તો માફી માંગજો અને તેમને પ્રેમ સંપાદન કરજો. મારો સ્વભાવ પણ કડક હતો, પણ મને એ વિશે ખુબ પસ્તાવો થયો છે. અનુભવથી તમને લખું છુ.”

આ પત્રમાં સરદારનું પોતાનાથી નાન વ્યક્તિઓ કે માણસો પ્રત્યેનો આદર અને પ્રેમાળ દિલની ઝાંખી થાય, સાથે સાથે તેઓ પોતાના પુત્રને પણ આજ રીતે વર્તવું તે સમજાવે છે. આમ એક વાત તો ચોક્કસ પણે કહી શકાય કે સરદાર પટેલનું વ્યક્તિત્વ કડક હોવા છતાં તેઓ કોમળ હ્રદયના પણ હતા.

સરદાર પટેલ કર્મવીર હતા, ફક્ત મોટી મોટી વાતો કર્યા કરનાર પ્રત્યે તેમને હંમેશા અનાદર રહ્યો. ગાંધીજી ૧૯૧૫માં હિંદુસ્તાન આવ્યા ત્યારે તેમની ઘણી પ્રતિષ્ઠા હતી. ગાંધીજી આશ્રમ કાઢવાના હતા, ત્યારે ગુજરાત કલબમાં તેમનું પ્રવચન હતું તે સમયે સરદાર ગુજરાત ક્લબમાં જ બ્રિજ રમતા હતાં. કોઈએ કહ્યુ કે ગાંધીજીનું પ્રવચન સાંભળવા જઈએ તો સરદાર પટેલે કહ્યુ એમાં શું સાંભળવાનું છે? તે સમયે ત્યાંના લોકોને ક્યાં ખબર હતી કે વલ્લભભાઈ ગાંધીજીના શિષ્ય બનશે? કોઈએ પણ ધાર્યુ નહોતું તેઓ સ્વાતંત્ર્યસંગ્રામના સેનાપતિ અને સરદાર બનશે? જ્યારે સરદારે જાતે જોયું કે ગાંધીજી અન્યાય સામે લડનાર વીરપુરુષ છે ત્યારે સરદારે પોતાની ખુમારી અને ખમીર સાથે ગાંધીજી સાથે જોડાયા અને પોતાની ઠાઠની જીંદગીને અલવિદા કહી એક સામાન્ય પુરુષ બની ગાંધીજીના અનુયાયી બન્યા.

બારડોલી સત્યાગ્રહની લડત પછી ગાંધીજીએ કહ્યું કે : “સેનાપતિની ચતુરાઈ પોતાનુ કારભારીમંડળ પસંદ કરવામાં રહી છે. મને વિચાર આવ્યો કે ઉપસેનાપતિ કોણ થશે? ત્યાં મારી નજર વલ્લભભાઈ પર પડી. મેં તેમની પહેલી મુલાકાત લીધી ત્યારે એમ થયું કે આ અક્કડ પુરુષ તે કોણ હશે? એ શું કામ કરશે? પણ જેમ જેમ હું એમના વધારે પરિચયમાં આવ્યો તેમ તેમ મને લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ. વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત.”

સરદારે બારડોલી સત્યાગ્રહ વખતે કરેલ ભાષણોએ ખેડુતોના ખમીર જગાડી દીધા. જે રીતે બહારવટિયા બાબર દેવાને સંદેશો આપ્યો તેવો સંદેશો કોઈ ઢીલા વ્યક્તિનું કામ નહોતુ. તેમણે બાબર દેવાને જાહેરમાં ભાષણ દરમ્યાન સંદેશો આપ્યો કે “બાબર દેવાને તમારામાંનો કોઈ પણ જાણતો હોય, કોઈને પણ તેની સાથે ભેટો કરવાનો કે વાતો કરવાનો પ્રસંગ આવે તો તેને કહેજો કે તારું બહારવટું એ બહારવટું નથી. બંદૂકડી લઈને ભાગતા ફરવું અને નિર્દોષોને લૂંટવા અને મારવા એમાં બહારવટું નથી. સાચા બહારવટિયાને તો હથિયારની જરૂર નથી. બહારવટું તો ઢસાના દરબારનું છે. બહારવટું તો ગાંધીજીનું છે. જે માણસ નિશસ્ત્રને સતાવે, લોકોને લૂટે અને ખૂનો કરે તે તો માણસકોમને કલંકરુપ છે.” આવુ હિંમતભર્યુ ભાષણ સાંભળીને તો લોકોમાં અનેરી શક્તિનું સિંચન થયુ.

આવા સરદાર આપણા હતા.

સરદાર શતાબ્દી સ્મારક ગ્રંથ – જશવંત શેખડીવાલા




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

Does Vallabhbhai Patel opposes Gandhiji's move for Postponement of Satyagraha?

Does Vallabhbhai Patel opposes Gandhiji's move for Postponement of Satyagraha?

શુંં સત્યાગ્રહ મુલતવી રાખવા માટે ગાંધીજીની વાતનો વલ્લભભાઇ વિરોધ કરે છે?


Home Deptt. (Sp.) F. No. 584/1921-22, Bombay Archives - 23-11-1921
બોમ્બે પોલીસ કમિશનર - 23-11-21
ગઈકાલે સાંજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિની કાર્યકારી સમિતિની બેઠક ગાંધીના ઘરે મળી હતી. આ બેઠક 17 મી ત્વરિત સમયે સુરતમાં યોજાવાની હતી પરંતુ સી.આર.દાસ, લાલા લાજપતરાય, પંડિત મોતીલાલ નેહરુ વગેરે બોમ્બેમાં હતા. ગાંધીએ તેને બોમ્બેમાં રાખવાનું નક્કી કર્યું. નીચેની બેઠકમાં હાજર હતા:
એમ.કે.ગાંધી, મોતીલાલ નહેરુ, લાલા લાજપતરાય, સી.આર.દાસ, કોંડા વેંકટપ્પૈયા, શ્રીમતી સરલાદેવી ચૌધરી, એન.સી. કેલકર, વલ્લભભાઇ જે પટેલ, વિઠ્ઠલદાસ જે.પટેલ અને અન્ય બે.
ગાંધીએ પ્રસ્તાવ મૂક્યો હતો કે સામાજિક અસહકારની ચળવળ મોકૂફ રાખવી જોઈએ. વલ્લભભાઇ પટેલ, એન. સી. કેલકર, કોન્ડા વેંકટપ્પૈયા અને વી.જે.પટેલ મુલતવીની વિરુદ્ધ હતા અને દલીલ કરી હતી કે કારોબારી સમિતિની સલાહ લીધા વિના સામાજિક અસહકાર મુલતવી રાખેલા જાહેર કાગળોમાં ગાંધીજીને કોઈ જાહેરાત કરવાનો અધિકાર નથી. આ નિર્ણય કોઈ નિર્ણય પર આવ્યા વિના મુલતવી રાખવામાં આવ્યો હતો અને આગળ ચર્ચા આજે થવાની છે અને બાદમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે.
એવી અપેક્ષા છે કે સી. આર દાસ અને નહેરુના સમર્થન સાથે ગાંધી આ દિવસનો ઉપાય કરશે.

86th Death Anniversary of Vithalbhai Patel

86th Death Anniversary of Vithalbhai Patel


જીવન માટે જરૂરી તાલીમ પ્રાપ્ત કરી, આપ મહેનત અને પોતાનો માર્ગ જાતે શોધવાની કળાથી દરેક મુશ્કેલીઓ પાર પાડી. વકીલાતનો ધીકતો ધંધો છોડીને દેશની આઝાદી માટે પોતાની જાતને ઝોકી દીધી. દેશની ગરીબ લોકોની તથા સ્વાતંત્ર્ય સંગ્રામ માટે અંગ્રેજો સામે વકીલાત આદરી. પોતાની દરેક સુખ સાહ્યબી, સગવડ અને એશઆરામ ભરી જીંદગીને તિલાંજલી આપી.

મુંબઈ ધારાસભાના સભ્ય તરીકે, મુંબઈ કોર્પોરેશનના મેયર તરીકે, વડી ધારાસભાના સભાસદ અને પ્રમુખ તરીકે એમણે જે કાર્યો દેશહિત માટે કર્યા તે માટે તેઓ હંમેશા અંગ્રેજ સરકાર માટે સિરદર્દ સાબિત થયા. પાર્લામેંટરી અવરોધનો અભ્યાસ અને ઉત્તમ આચરણ તેમણે હંંમેશા કર્યા. પરીણામે તેઓ ના દરેક કાર્યોમાં વિધ્નો નો વરસાદ રહેતો પરેંતુ તેમણે દરેક મુશ્કેલીઓ પાર કરી પોતાના કાર્યો પુરા કર્યા. આખુ સરકારીતંત્ર તેમને ચારેકોરથી સંકટોથી ઘેરી રાખતુ તેમ છતાં તેઓ અજેય રહ્યા, અને સૌ વિરોધીઓને તેમણે પરાસ્ત કર્યા. પરંતુ આ બધાની અસર તેમની તબિયત પર પણ પડી અને તેમનું સ્વાસ્થ કથળી ગયું. ચારેક વાર તેઓએ જીવજોખમી ઓપરેશન કરાવ્યા, તેમ છતાં દેશના સ્વાતંત્ર્યનો કેસ સ્વતંત્ર રાષ્ટ્રો સમક્ષ રજુ કરવા તેમણે શ્રમયુક્ત પ્રવાસો પણ કર્યા. પોતાના છેલ્લાં શ્વાસ સુધી દેશહિત, દેશની પ્રગતિ અને તેનુ ગૌરવ જ એક માત્ર ઝંખના રહી.

હજારો રુપિયાની વકીલાત છોડી તેમણે દેશ ખાતર ફકીરી અપનાવી ત્યારે તેમના ખર્ચની સંપુર્ણ જવાબદારી તેમના નાના ભાઈ સરદાર પટેલે ઉઠાવી, અને વિઠ્ઠલભાઈના થકી જ વલ્લભભાઈ પટેલ ગાંધીજીને અમદાવાદ સ્થિત ગુજરાત ક્લબમાં મળ્યા અને ત્યાર પછી વલ્લભભાઈએ સ્વરાજ્યની લડતમાંં ઝંપલાવ્યું, વિઠ્ઠલભાઈ ના કારણે જ આજે આપણા દેશને એક કરનાર સરદાર પટેલ જેવા આઝાદીના લડવૈયા મળ્યા. મહાદેવભાઈ દેસાઈના શબ્દોમાં કહીએ તો બન્ને ભાઈઓ બ્રિટિશ સરકાર સામે બહારવટે ચડ્યા હતા અને આ બહારવટુ એટલુંં અસરકારક હતું કે સરકાર હંમેશા આ બન્ને ભાઈઓથી ભડકેલી રહેતી.

મધ્યસ્થ ધારાસભાના પ્રમુખ તરીકે એમને સારો એવો પુરસ્કાર મળતો થયો ત્યારે તેઓ પોતાના ઘર ખર્ચમાંથી બચતી રકમ આશરે દોઢેક હજાર દર માસે તેઓ ગાંધીજીને મોકલતા. ગુજરાતની જળસંકટ સમયે તો તેમનો અંગત ફાળો આશરે દસેક હજાર નોંધાવી પ્રમુખ રેલરાહતફંડ ઊભું કરેલ.

તન મન ધન સર્વસ્વની દેશોન્નતિ માટે વિઠ્ઠલભાઈની યશકલગી એટલે તેમનું વસિયતનામું. તેમણી પોતાના ચાર ભાઈઓ અને તેમનો પરિવાર હોવા છતાં તેમણે આખા દેશના સંતાનોને પોતાના ગણી પોતાની સમગ્ર મિલ્કત દેશને વસિયતનામા થકી સમર્પિત કરી. આ વસિયત થકી થોડો વિવાદ ઉભો થયેલ અને કોર્ટ કેસ પણ થયેલ આ કારણે સરદાર પટેલ વિશે થોડી ગેરસમજો પણ પ્રજામાનસમાં પેદા થયેલ, પરંતુ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર મિલ્કત વિઠ્ઠલભાઈની વસિયત મુજબ દેશ્ને સમર્પિત કરવામાં આવી.

તારીખ ૨૨ ઓક્ટોબર ૧૯૩૩ના રોજ તેમનુ જીનીવામાં અવસાન થયું અને તેમને જે કોફીન દ્વારા ભારત લાવવામાં આવ્યા તે કોફીન આજે પણ કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલમાં જાહેર જનતા માટે સાચવીને રાખવામાં આવેલ છે. 

વિઠ્ઠલભાઈએ જીવતાં અને મરતા દેશભક્તિ અને દેશદાઝની ધૂણી ધખાવી રાખી તેમના જેવા અનેક દેશસેવકોના કારણે જ આજે દેશ સ્વતંત્ર બની શક્યો. 

સરદાર પટેલ અને સુભાષ ચંદ્ર બોઝ વચ્ચેનો વિવાદની હકીકત - The fact of the dispute between Sardar Patel and Subhash Chandra Bose

સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચેનો વિવાદની હકીકત 

The fact of the dispute between Sardar Patel and Subhash Chandra Bose

Vithalbhai Patel and Subhash Chandra Bose

વર્ષ ૧૯૩૯ના કોંગ્રેસ અધિવેશન માટે જ્યારે પ્રમુખપદનો પ્રશ્નન વિચાર માટે મુકાયો ત્યારે ગાંધીજીએ સમાજવાદીઓના ઉગ્ર વલણો તથા વિચારોને શાંત પાડી શકે તેવા પ્રમુખ તરીકે જવાહરલાલ ઉપર આંખ ઠેરવી હતી. અને જવાહરલાલ જો કોંગ્રેસ પ્રમુખ બને તો ઉદ્દામવાદીઓને પણ નિયંત્રણમાં રાખી શકાય સાથે સાથે બ્રિટિશ સરકાર દ્વારા પ્રાંતિજ સ્વરાજ આપવાનું સ્વીકારેલ તે માટે કોંગ્રેસ એક જુથ હોવુ ખુબ જ જરૂરી હતું. ગાંધીજીના મનમાં જવાહરલાલનું નામ વિચારમાં આવેલ છે આ જાણીને કેટલાય કોંગ્રેસી નેતાઓએ તથા કારોબારી સમિતિના સભ્યો સુધ્ધાએ લખનૌ અધિવેશન માટે સરદાર પટેલનું નામ પણ સુચવ્યું. અને જો આમ સુચનો આવતા રહે અને ચર્ચાઓ ચાલતી રહે તો મતભેદ સપાટી પર આવ્યા વિના રહે નહી આ સરદાર પટેલ બરાબર જાણતા અને સમજતા હતા કે ગાંધીજીના મનમાં પ્રમુખપદ માટે જવાહરલાલનું નામ છે અને સરદાર પટેલ ગાંધીજીની ઈચ્છા વિરુધ્ધ કાર્ય કરવા માટે વિચાર સુધ્ધાં પણ મનમાં નહોતો. આથી તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ કે: 
જોકે કેટલાક મિત્રોએ મારુ નામ લખનૌ અધિવેશનના પ્રમુખપદ માટે સુચવ્યુ છે પરંતુ આ ચુંટણી સર્વાનુમતે થાય તેવુંં હું ઈચ્છું છું અને આથી મારુ નામ હું પાછું ખેચી લઉ છું. પરંતુ એનો અર્થ એ નથી કે જવાહરલાલના દરેક વિચારો સાથે હું સહમત છું. દેશ આખો જાણે છે કે કેટલીક મહત્વની બાબતોમાં મારા અને જવાહરલાલના વિચારો જુદા છે; આમ છતાં હું સૌને વિનંતી કરુ છું કે અત્યારે તેઓ જવાહરલાલને સર્વાનુમતે પ્રમુખ તરીકે ચૂંટી કાઢે. એનો અર્થ એ પણ નથી થતો કે કોંગ્રેસ સમાજવાદી વિચારસરણીનો સ્વીકાર કરે છે.
લખનૌ કોંગ્રેસ અધિવેશનમાં પ્રાંતિક સ્વરાજ માટેની ચૂંટણીઓમાં સમગ્ર તંત્રની જવાબદારી સરદારને સોંપવામાં આવી, વર્ષ ૧૯૩૭ની ચુંટણીઓના પરિણામ જ્યારે જાહેર થયા ત્યારે દેશભરમાં કોંગ્રેસપક્ષ બહું મોટી બહુમતીએ જીત્યો.ફેબ્રુઆરી ૧૯૩૮ના હરીપુરા (બારડોલી તાલુકાના) કોંગ્રેસ અધિવેશન યોજાયું ત્યારે જવાહરલાલના કોંગ્રેસ પ્રમુખ તરીકેના સમયગાળામાં ઉદ્દામવાદી તત્વોએ કોંગ્રેસને સાથ સહકાર આપ્યો, આથી ગાંધીજી એવા તર્ક ઉપર આવ્યા કે જો હજી એક-બે વર્ષ કોંગ્રેસ એક્જુથ રહે તો અંગ્રેજો ઉપર વધુ સારી રીતે દબાવ બનાવી શકાય તેમ છે. સુભાષચંદ્ર બોઝ વર્ષ ૧૯૩૭ની ચુંટણીઓ દરમ્યાન જેલમાં હતા, પરંતુ ચુંટણીઓ બાદ તેઓ મુક્ત થયા હતા, અને આ મુક્તિને કોંગ્રેસના સમાજવાદીઓએ ખુબજ ઉત્સાહભેર વધાવી. જો સુભાષબાબુ જવાહરલાલના અનુગામી તરીકે કોંગ્રેસપ્રમુખ બને તો કોંગ્રેસના ઉદ્દામવાદીઓ આપોઆપ શાંત થઈ જાય તેમ ગાંધીજીનુંં માનવું હતુ આથી તેમણે નવા પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝના નામનું સુચન કર્યુ. અને આ સુચનને કોંગ્રેસપક્ષે સર્વાનુમતે સ્વીકાર કર્યો. 

પરંતુ આ સાથે સાથે એક નવી મુસીબત આકાર લઈ રહી હતી. નવા પ્રમુખ સુભાષચંદ્ર બોઝની સર્વાનુમતે વરણી થઈ જેમાં સમાજવાદીઓએ પોતાનો વિજય માનીને કોંગ્રેસની જમણેરી નીતિઓને જાહેરમાં વખોડવાની શરુઆત કરી. અને કોંગ્રેસની આ જમણેરી નીતિના સૌથી વધુ સક્રિય વ્યક્તિ તરીકે સરદાર પટેલ હતા તેવુંં તેઓ માનવા લાગ્યા. અને આથી તેઓએ સરદારને વગોવવા કે સરદાર વિરુધ્ધ ઝુંબેશ શરુ કરી. અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝે તેઓને રોક્યા પણ નહી આથી સરદાર પટેલ ખુબ જ નારાજ થયા અને એમણે પોતાના એક ભાષણમાં સમાજવાદીઓને વાતોમાં શુરા, બિનજવાબદાર અને તેઓ કોઈ નક્કર કામ કરવાને અસમર્થ છે તેમ કહી જાહેરમાં ખુબજ ઝાટકણી કાઢી. આથી સુભાષચંદ્ર બોઝ અને અન્ય સૌ ઉદ્દામવાદીઓ સરદાર ઉપર રોષે ભરાયા.

કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝ યોગ્ય નથી અને ગાંધીજીના વિચારો સાથે બંધ બેસતા નથી થઈ શકે તેવી પ્રતિતી ગાંધીજીને થોડાજ સમયમાં થઈ ગઈ. સુભાષચંદ્ર સમાજવાદી નહોત પરંતુ સરદાર વિષે ઉગ્ર ટીપ્પણીઓ કરનાર જયપ્રકાશ તથા અન્ય સમાજવાદીઓ સાથે તેમનો ઘરોબો હતો. જવાહરલાલ ગાંધીજીની સરખામણીએ તદ્દન જુદા પડતા તેમ છતાં તેઓ ગાંધીજીની મર્યાદા અને વિવેક જાળવતા તેવુ વર્તન સુભાષચંદ્રના સ્વભાવમાં નહોતુ. સુભાષચંદ્ર બોઝને ગાંધીજી પ્રત્યે માન અને આદરભાવ હોવા છતાં ક્યારેક તેઓ ગાંધીજી સાથે અસહમત હોય ત્યારે મર્યાદાઓ વટાવી તઓ પોતાની અસંંમતિ દર્શાવી દેતા.

પરિણામે વર્ષ ૧૯૩૯ના ત્રિપુરા અધિવેશનમાં ગાંધીજી અને તેમના સાથીઓએ સુભાષચંદ્રના પ્રમુખપદનો અંત લાવવાનો મનોમન નિર્ણય કરી લીધો અને આથી વિપરીત સુભાષચંદ્ર બોઝે બીજા વર્ષે પણ પ્રમુખપદની ઉમેદવારી જાહેર કરી. સરદાર પટેલ, મૌલાના તથા ગાંધીજીએ પણ આ ચુંટણી બિનહરીફ થાય તેવા પ્રયત્નો કર્યા પરંતુ સુભાષચંદ્ર બોઝ ટસથી મસ ન થયા. આથી ડો. પટ્ટાભિ સીતારામૈયાએ ગાંધીજી, સરદાર પટેલ તથા અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓના આશીર્વાદથી સુભાષચંદ્ર બોઝના પ્રતિસ્પર્ધી તરીકે ઉમેદવારી જાહેર કરી. સુભાષચંદ્ર બોઝ પોતાની જોશીલી કાર્યપધ્ધતિના કારણે યુવાનોમાં ખાસ્સા લોકપ્રિય બન્યા હતા અને કોંગ્રેસ પ્રતિનિધિઓમાં પણ લોકપ્રિય બન્યા હતા આ કારણે પટ્ટાભિ હારી ગયા અને સુભાષચંદ્ર બોઝ ગાંધીજી તથા સરદાર પટેલની ઈચ્છા વિરુધ્ધ કોંગ્રેસ પ્રમુખ તરીકે બીજી વાર ચુંટાયા.

આ કારણોસર સુભાષચંદ્ર અને ગાંધીજીના અનુયાયીઓ વચ્ચે સાંધી ન શકાય તેવી તિરાડ પડી. મહાસમિતિમાં બહુમતી હોવા છતાં સુભાષચંદ્ર પાસે કારોબારીમાં બહુમતી નહોતી, અને કારોબારીની બહુમતી ગાંધીજી તરફી હતી, આથી સૌ ગાંધીવાદી કારોબારી સભ્યોએ એવો ઠરાવ કર્યો કે નવી કારોબારીની નિમણૂંક ગાંધીજીની સહમતિથી કરવી અને આ ઠરાવ બાદ બધાએ એક સાથે રાજીનામાં આપી દીધા. પરિણામે સુભાષચંદ્ર બોઝના હાથ બંધાઈ ગયા. સુભાષચંદ્ર બોઝ સમજી ગયા હતા કે ગાંધીજી અને સરદારના સહકાર વગર કોંગ્રેસ પ્રમુખનો તાજ કપરી કસોટીનો છે. નવી કારોબારીમાં જો ગાંધીજી તરફી બહુમતી થાય તો ડગલેને પગલે કોંગ્રેસપ્રમુખના હાથ બંધાઈ જાય અને બીજી તરફ અત્યાર સુધીના તમામ કોંગ્રેસપ્રમુખો કારોબારીની નિયુક્તિ સ્વતંત્ર રીતે કરી શકતા હતા તે પરંપરા કારોબારીના એક ઠરાવથી અટકી ગયી. આથી સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસપ્રમુખ પદ છોડવું પડ્યુ.

ઉપરાછપરી રાજકીય ધરતીકંપોના કારણે વર્ષ ૧૯૩૩ દરમ્યાન સરદાર પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું અવસાન થયેલ અને તેમના વસીયતનામાનો અમલ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો આથી વિઠ્ઠલભાઈ પટેલની વસીયતનામાના વહીવટકર્તા તરીકે વિઠ્ઠલભાઈએ ડો. ગોરધનભાઈ પટેલ કે જેઓ કલકત્તાના ધારાશાસ્ત્રી હતા અને બીજા સુભાષચંદ્ર બોઝ કે જેઓ વિઠ્ઠલભાઈના મિત્ર પણ હતા એમ બે વ્યક્તિઓની નિમણૂંક કરી. બીજા વહીવટકર્તા તરીકે ડો. ગોરધનભાઈ પટેલ અવારનવાર સુભાષચંદ્ર બોઝને વસીયતનામાના અમલ કરવા માટે યાદ અપાવતા પરંતુ સુભાષચંદ્ર બોઝે આ બાબતે પુરતુ ધ્યાન આપ્યુ નહોતુ. પરીણામે ડો. ગોરધનભાઈ પટેલે સુભાષચંદ્ર બોઝ્ને વસીયતનામાની અસલ નકલ આપવા બાબતે જણાવ્યુ અને જો તેમ ન થાય તો વહીવટકર્તા તરીકે તેઓ પોતે અદાલતમાં જઈ આ નકલ મેળવવા કાનુની કાર્યવાહી કરશે. આથી સુભાષચંદ્ર બોઝે ડો. પટેલને અસલ વસીયતનામું મોકલી આપ્યુ. વસીયતનામાની મુળ નકલ હાથ આવતા જ ગોરધનભાઈ વલ્લભભાઈને મળ્યા. અને વિઠ્ઠલભાઈના વસીયતની વિગત જણાવી, અત્યારસુધી સરદાર પટેલ વિઠ્ઠલભાઈની વસીયતથી અજાણ હતા આથી તેમણે કાંઈ ખાસ રસ ન લીધો જેનુ મુખ્ય કારણ એ હતુંંકે વિઠ્ઠલભાઈને સુભાષચંદ્ર પર વિશ્વાસ હોવાના કારણે તેમણે પોતે સુભાષચંદ્રને આ કામ સોંપ્યુ હોય તો સુભાષચંદ્ર તે યોગ્ય લાગે તે રીતે કરે અને તેમાં ક્યાય પોતે વચ્ચે ન પડવું તેમ તેઓ માનતા હતા. પરંતુ ગોરધનભાઈએ જ્યારે મુળ નકલ સરદાર પટેલ સમક્ષ મુકી અને સરદાર પટેલે આખું લખાણ ધ્યાનપુર્વક વાંચ્યુ. વિલના સાક્ષી તરીકે જેમની સહી લેવામાં આવી હતી તેઓ ત્રણેય બંગાળીઓ હતા. જ્યારે વિઠ્ઠલભાઈ પટેલ જીનીવામાં અવસાન પામ્યા ત્યારે જીનીવામાં જ વિઠ્ઠલભાઈના ગુજરાતી મિત્રો ભુલાભાઈ દેસાઈ, વાલચંદ હીરાચંદ તથા અંબાલાલ સારાભાઈ જેવા મિત્રો વસતા હતા. તેમ છતાં તેઓને જાણ કર્યા વગર વિલના સાક્ષી તરીકે ત્રણ બંગાળીઓને શા માટે પસંદ કર્યા તેવી શંકા સરદાર પટેલના મનમાં જાગી. આ ઉપરાંત વિલની છેલ્લી કલમમાં સુભાષચંદ્રને જે રકમ સુપરત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે રકમથી સુભાષચંદ્રને સોંપાયેલ હિંદના રાજકીય ઉત્કર્ષ તથા વિદેશ વસતા હિંદીઓમાં રાજકીય જાગરૂકતા લાવવાના ઉદ્દેશ માટે વાપરવી તે ભારે અસ્પષ્ટ લાગ્યુ અને સાથે સાથે તેઓએ મનોમન વિચારીને આ વિલના વહીવટકર્તા તરીકે ડો. પટેલને  અદાલતમાં આ વસીયતને પડકારવા માટે જવાબદારી સોંપી આ વસીયત આખરે ખોટી સાબિત થઈ. 

આમ સરદાર પટેલ અને સુભાષ ચંદ્ર બોઝ વચ્ચે વિવાદ વકરતો જ રહ્યો. 
© all rights reserved
SardarPatel.in