Showing posts with label વિઠ્ઠલભાઈ પટેલ. Show all posts
Showing posts with label વિઠ્ઠલભાઈ પટેલ. Show all posts

The mobile office of Assembly President Vithalbhai Patel

એસેમ્બલી પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલની હરતી ફરતી ઓફિસ


એસેમ્બલીની બેઠક પૂરી થાય એટલે શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈ પરત ફરે એટલે પ્રમુખ પોતાની ઓફિસ સાથે લઈને ફરતા. આ ઓફિસ લોટવાળાના મકાનમાં રાખવામાં આવતી અને તેનું ભાડું સરકાર લોટવાળાને આપતી. પહેલા પ્રમુખ બેઠક પૂરી થાય એટલે પોતાની ઓફિસ ક્યારેય દિલ્હી કે સિમલાથી ખસેડતા નહી. પરંતુ વિઠ્ઠલભાઈ પટેલે આ પ્રણાલીનો ભંગ કર્યો, તેમનું માનવું હતું કે પ્રમુખની ઓફિસ તો પ્રમુખની સાથે જ હોવી જોઈએ. તેઓ માન્યતા કે પ્રમુખ જ્યાં સુધી દિલ્હી કે સિમલા માં હોય ત્યાં સુધી જ કામ કરવું અને અલગ શહેરમાં જાય એટલે કામ અટકી પડતું જે વિઠ્ઠલભાઈને પસંદ નહોતું.

વિઠ્ઠલભાઈ પટેલ ઓફિસ મુંબઈ લાવે એટલે તેમના વાંદરા નિવાસસ્થાને કોંગ્રેસ કમિટીનું કામ ચાલતું, આ સમયે પોતાના યુરોપિયન સેક્રેટરી અને કોંગ્રેસ કમિટીના સેક્રેટરીને જાણી જોઈને નજીક સામસામે બેસાડતા અને તેમની પાસે કામ પણ કરાવતા. વિઠ્ઠલભાઈ બતાવવા માંગતા કે કામની દ્રષ્ટિએ પ્રમુખનો સેક્રેટરી અને કોંગ્રેસ કમિટીના સેક્રેટરીનો દરજ્જો સમાન છે અને યુરોપિયન સેક્રેટરીને આ ચૂપચાપ માન્ય રાખી કામ કરવું પડતું.

આવો વિરલો વિઠ્ઠલભાઈ પટેલ 




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

08 DO YOU KNOW ABOUT VITHALPURA - શું તમે જાણો છો મહેમદાવાદ પાસે આવેલ દંતવા ગામનું નામ વિઠ્ઠલપુરા કેમ પડ્યું?

શું તમે જાણો છો મહેમદાવાદ પાસે આવેલ દંતવા ગામનું નામ વિઠ્ઠલપુરા કેમ પડ્યું?


૨૫ જુલાઈ ૧૯૨૭ થી ૨૯ જુલાઈ ૧૯૨૭ ચાર દિવસમાં વરસાદે આશરે ૧૦૦૦૦ ચોરસ માઈલમાં ૪૦૦૦ ગામોમાં જળબંબાકાર મહાવિનાશ વેરેલો અને આ જોઈ વિઠ્ઠલભાઈ ખૂબજ દુ:ખી થયા હતા. ૧૮ ઓગષ્ટ ૧૯૨૭ના દિવસે વડી ધારાસભા ની બેઠક હોવાના કારણે મને-કમને વિઠ્ઠલભાઈ પટેલે સિમલા તો જવું પડ્યું પરંતુ દિલ દિમાગ તો રેલ સંકટ અને રેલ પીડિતોના કારણે દુ:ખી હતું. તેમણે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલની પરવાનગી લઈ રેલપીડિતોના લાભાર્થે ફંડ શરૂ કર્યું અને તેમાં પોતાના જ રૂ. ૧૦૦૦૦/- આપ્યા અને વાઈસરોયે પણ રૂ. ૫૦૦/- નો ફાળો નોંધાવ્યો. આ ફાળાનો આંક એક લાખ વટાવી ગયો. નાભાના નરેશ રૂ. ૫૦૦૦૦/- આપવા તૈયાર થયા હતા પરંતુ તેમની શરત હતી કે વડી ધારાસભામાં કેટલાક પ્રશ્નો પૂછવાની છૂટ મળે. આ દરખાસ્ત વિઠ્ઠલભાઈ પટેલ સ્પીકર તરીકે સ્વીકારી ના શક્યા. અને બેધડક નાભા નરેશની દરખાસ્ત ફગાવી દીધી. વિઠ્ઠલભાઈ ના પ્રયાસોને કારણે મુંબઈ સરકારે રૂ. દોઢ કરોડ ઉપરાંતની રકમની ગ્રાન્ટની સાથે અન્ય મદદ પણ પહોંચાડી.

૨૦ સપ્ટેમ્બરે ધારાસભા પૂર્ણ થઈ અને પોતાનું કામ સમેટી ૨૭ સપ્ટેમ્બરે તેઓ નડીઆદ પહોંચ્યા અને નડિયાદ વડુમથક બનાવી રાહત કાર્યોમાં જોડાયા. સરકારી રાહત કાર્યો મિ. ગેરેટના હસ્તક હતી અને પ્રજાકીય રાહત કાર્યો વલ્લભભાઈ કરતાં હોવાથી બંને સંગઠનોનો સમન્વય કરી સરસ પરિણામ લાવવા માટે તેમણે નવા બાંધકામ કરવાનું શરૂ કર્યું. ૨૬ નવેમ્બરે આદર્શ ગામની રચના કરી, મહેમદાવાદ તાલુકામાં આવેલ દંતવા ગામ પૂરે પૂરું ખતમ થઈ ગયું હતું તેનું કોઈ નિશાન નહોતું રહ્યું તે ગામનું નવસર્જન વિઠ્ઠલભાઈ પટેલે કર્યું અને ગામના લોકો અને કાર્યકરોએ આ ગામનું નામ વિઠ્ઠલ પૂરા રાખ્યું. 





Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

What happened when Bipinchandra Pal mistakenly addressed Vitthalbhai Patel as “Pandit Patel”?

What happened when Bipinchandra Pal mistakenly addressed Vitthalbhai Patel as “Pandit Patel”?

૩૦મી જાન્યુઆરી ૧૯૨૪ના રોજ જ્યારે બિપિનચંદ્ર પાલે જ્યારે ભૂલથી વિઠ્ઠલભાઈ પટેલને “પંડિત પટેલ” તરીકે સંબોધ્યા ત્યારે શું થયું?



૩૦મી જાન્યુઆરી ૧૯૨૪ના રોજ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા (સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી) માં પ્રવેશ કર્યો, અને ત્યારબાદ ૪૪ અન્ય સ્વરાજવાદીઓ સાથે શપથ લીધા. સ્વરાજવાદીઓ સરકારને સતત અવરોધની નીતિને અનુસરવાના ચોક્કસ ઉદ્દેશ્ય સાથે વિધાનસભામાં પ્રવેશ્યા હતા. પંડિત મોતીલાલ નહેરૂ પક્ષના નેતા હતા અને વિઠ્ઠલભાઈ નાયબ નેતા હતા.

પંડિત મોતીલાલ નહેરૂ જેવા સ્વરાજવાદીઓ પર વિઠ્ઠલભાઈનો પૂરતો પ્રભાવ હતો. એક પ્રસંગે શ્રી બિપિનચંદ્ર પાલે ભૂલથી કે અજાણતા વિઠ્ઠલભાઈને 'પંડિત પટેલ'  કહી સંબોધ્યા અને મોતીલાલજીએ તરત જ તેમને સુધારીને કહ્યું કે 

તે પંડિત નથી

બિપિનચંદ્ર પાલે વળતાં જવાબ માં કહ્યું કે 'પરંતુ એકંદરે તો તેઓ છે જ' હતો. સર મોહમ્મદ અલી ઝીણાએ ટીપ્પણી સાથે મધ્યસ્થી કરતા કહ્યું કે : 

તેઓ એક પંડિત કરતાં વધુ છે.

ટ્રેઝરી બેન્ચે વારંવાર વિઠ્ઠલભાઈને ગરીબ સ્વરાજવાદી, અવરોધક તરીકે ગણાવ્યા હતા અને વિઠ્ઠલભાઈએ ક્યારેય આ વાતને નકારી ન હતી.

ત્યારબાદ તેમણે સંરક્ષણ વિશે બોલતા, વિઠ્ઠલભાઈએ તાત્કાલિક સ્વ-સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો જે જવાબદાર સરકાર હશે અને કહ્યું કે

હાલમાં સૈન્ય પર કોણ નિયંત્રણ કરે છે અને તેના માટે કોણ ચૂકવણી કરે છે.

તેમણે ખૂબ જ સ્પષ્ટ પણે કહ્યું:

કમાન્ડર-ઇન-ચીફ કેબિનેટ સભ્યોમાંના એક હતા અને સામાન્ય નીતિઓ આખી કેબિનેટ દ્વારા નક્કી કરવામાં આવતી હતી અને તે કેબિનેટ તેના માટે જવાબદાર બનવાને બદલે સંસદ ભારતના લોકો માટે જવાબદાર હોવી જોઈએ.

જ્યારે વિઠ્ઠલભાઈએ કહ્યું કે ઈમરજન્સીમાં હાલનું સૈન્ય છે, તે જ સમયે માલ્કમ હેલીએ પૂછપરછ કરી અને પૂછ્યું,

શું ત્યાં બ્રિટિશ સૈનિકો પણ છે?

વિઠ્ઠલભાઈનો ત્વરિત જવાબ હતો કે

મને ક્ષણભર માટે વિશ્વાસ નહોતો કે બ્રિટિશ અધિકારીઓ અને બ્રિટિશ સૈનિકો ભારત છોડીને જતી રહેશે અને અમે સૈન્ય પર અંકુશ ફરી શરૂ કરીશું, જેઓ ભારતના લોકોની કાયદેસરની આકાંક્ષાઓ અને તેમની રાજકીય સ્વતંત્રતાનો વિરોધ કરે છે તેઓ ઇચ્છતા નથી. અમને છોડીને ઈંગ્લેન્ડમાં બેરોજગારોની સેનામાં જોડાવા માટે તેઓનું સ્વાગત છે.

હેલી ફરી એકવાર વિઠ્ઠલભાઈને પૂછીને તેમને ઘેરવાનો પ્રયાસ કરે છે:

અને તમારે અહીં સૈન્ય જોઈએ છે?

અને જ્યારે વિઠ્ઠલભાઈએ જવાબ આપ્યો:

ચોક્કસપણે, અમારે સૈન્ય જોઈએ છે.

પછી હેલીએ વિઠ્ઠલભાઈને પૂછ્યું કે

શું તેઓ બોમ્બેમાં આપેલા નિવેદન પર હજુ પણ અડગ છે?  કે એક વર્ષની અંદર, જે થાય તે થાય, અમે બ્રિટિશ વહીવટીતંત્રને હટાવવા જઈ રહ્યા છીએ અને ભારતીયો માટે ભારતીયો દ્વારા ભારત સરકારને બદલીશું.

વિઠ્ઠલભાઈએ હેઈલીને રોકડું પરખાવતા સુધારીને કહ્યું:

અમે સરકારની વર્તમાન વ્યવસ્થાને જડમૂળથી ઉખેડી નાખવા માંગીએ છીએ અને તેની જગ્યાએ અમારી પોતાની વ્યવસ્થા કરવા માંગીએ છીએ.

 

Reference: Vithalbhai Patel Patriot and President & Vithalbhai Patel Life & Time

Rashesh Patel


Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Vithalbhai Patel - "Janak" of Parliamentary Practice

Vithalbhai Patel - "Janak" of Parliamentary Practice

વિઠ્ઠલભાઈ પટેલ – સંસદીય પ્રથાના “જનક”

આજે ૨૭-૦૯-૨૦૨૧ સંસદીય પ્રથાના જનક એવા શ્રી વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ દિવસ, સામાન્ય રીતે શ્રી વિઠ્ઠલભાઈ પટેલને આપણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ તરીકે જ ઓળખીએ છે, પરંતુ શ્રીયુત શ્રી વિઠ્ઠલભાઈ પટેલ“સંસદીય પ્રથાના જનક” તરીકે વધારે સારી રીતે ઓળખ આપી શકાય, શ્રી વિઠ્ઠલભાઈ પટેલના કાર્યો થી આપણે ઘણા અજાણ છે કદાચ આઝાદી થી આજ સુધી તેમના કાર્યોને જાહેરજનતા સુધી કદાચ કોઈ રાજકીય પક્ષોએ ઉજાગર નથી કર્યા કે તેમની વિગતો જાહેર જનતા સુધી પહોચડવામાં ઉદાસીનતા દાખવી છે.

વર્ષ ૧૯૦૮માં ઈંગ્લેંડથી પરત ફર્યા બાદ તેમનો કાનુની બાબતોનો રસ હોવાથી એક વાત સ્પષ્ટ હતી કે તેઓએ એક પ્રખ્યાત વકીલ બનવાનો નિર્ણય કરી લીધો હતો. આશરે એક વર્ષની મુંબઈમાં પ્રેક્ટિસ ના સમયગાળામાં વર્ષ ૧૯૧૦ દરમ્યાન એવી બે ઘટનાઓ ઘટી કે તેમના જીવન પ્રત્યેના વિચારો બદલાયા જેમાં તેમના પત્ની દિવાળીબેનના મૃત્યુ, અને તેમની પોતાની માંદગી દરમ્યાન ગ્રામ્ય લોકોના વધુ સંપર્કમાં આવ્યા અને આ દરમ્યાન શ્રી વિઠ્ઠલભાઈને બ્રિટિશ રાજ હેઠળ ગામડાઓની દુર્દશાની માહીતે મળી અને ગામડાઓની સમસ્યા સમજ્યા બાદ જ તેમણે પોતાનું જીવન દેશસેવાને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો.

૬ઠ્ઠી જાન્યુઆરી, ૧૯૧૩ના દિવસે શ્રી વિઠ્ઠલભાઈએ ગવર્નર ઓફ બોમ્બેની લેજિસ્લેટિવ કાઉંસિલના શપથ ગ્રહણ કરી તે પદ શોભાવ્યું અને આ પ્રસંગ પછી તેઓ *“માનનીય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ”* તરીકે ઓળખાયા. શ્રી વિઠ્ઠલભાઈ પટેલે વર્ષ ૧૯૧૪ના સત્રના સૌથી વિવાદાસ્પદ વિધેયકોમાં મહત્વનો ફાળો આપ્યો જેમાં મુખ્યત્વે ધ બોમ્બે ડિસ્ટ્રીક્ટ મ્યુનિસિપલ એક્ટ એમેંડમેંટ બિલ, ટાઉન પ્લાનિંગ બિલ, બોમ્બે લેંડ રેવન્યુ કોડ એમેંડમેંટ બિલ, બોમ્બે પોર્ટ ટ્રસ્ટ બિલ, કરાંચી પોર્ટ ટ્રસ્ટ બિલ માં મહત્વની ભુમિકા અદા કરી, સાથે સાથે પંચમહાલ જિલ્લાના તાલુકા અને જિલ્લા બોર્ડમાં નામાંકન પધ્ધતિના સ્થાને ચુટણી પ્રથાને અમલમાં લાવવા માટેનો ઠરવ પણ સફળતા પુર્વક પસાર કર્યો. અને આથી જ તેઓ *“ગ્રામ સ્વરાજના પ્રણેતા”* તરીકે ઓળખાયા.

આ સિવાય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મેડિકલ એમેંડમેંટ બિલ, પ્રાથમિક શિક્ષણ કાયદો, આયુર્વેદ અને યુનાની ચિકિત્સકોના રક્ષક, રોલેટ એક્ટ, ઈંગલેંડમાં કોંગ્રેસનો પ્રચાર, અસહકાર આંદોલન અને સવિનય કાનુનભંગ, બોમ્બે મ્યુનિસિપલ કાઉંસિલનો કાર્યકાળ, બોમ્બેના મેયર, સ્વરાજ પક્ષની રચના, હિંદુ મેરેજ એક્ટ, પેશાવર ઈંક્વાયરી કમિટી, કે પછી અમેરીકામાં વિઠઠલભાઈ પટેલના ભાષણો હોય, વગેરે બાબતોમાં જરુર જણાય ત્યાં તેઓએ દેશહિતમાં આક્રમક વલણો પણ અપનાવ્યા છે અને ક્યારેક નરમાશથી પણ કાર્યો કરેલ છે. એક કિસ્સામાં પોતાના જ સ્વરાજ પક્ષના નેતા શ્રી મોતીલાલ નહેરુનો ખોફ પણ એમણે વહોરી લીધેલો, સ્પીકર તરીકે ચુંટાયા એટલે એમને કરવેરા જતાં માસિક રુ. ૩,૬૨૫નો પગાર મળતો થયો શ્રી વિઠ્ઠલભાઈ પટેલજે સાદા અને નિ:સંતાન વિધુરને આટલી મોટી પગારની રકમનું શુ કરવું એમ પ્રથમ નજરે લાગે આથી નેતા શ્રી મોતીલાલ નહેરુની ઈચ્છા હતી કે શ્રી વિઠ્ઠલભાઈ પોતાના પગરનો અર્ધો હિસ્સો પક્ષના ફંડમાં આપે. શ્રી વિઠ્ઠલભાઈ એ જે પળે પ્રમુખપદ સ્વીકાર્યું તે જ પળે, મન સાથે જ નિશ્ચય કરેલ કે પક્ષની વિચારસરણીને પોતે વરેલા ખરા, ભારતના સ્વાતંત્ર્યના સેનાની પણ પોતે અચૂક, પણ પક્ષ તરીકે કોઈ પક્ષ સાથે, કોઈ સંબંધ ચિન્હ ટકાવવા નહી. આથી જ તેઓએ પક્ષના સભ્યપદે થી મુક્ત થયા, આવી પરિસ્થિતિમાં તેઓ પોતે ફાળો કેવી રીતે આપી શકે તે સવાલ સ્વાભાવિક પેદા થયો. આ ઉપરાંત વિઠ્ઠલભાઈ નું દિલ્હીનું ઘર એટલે સરોજીની નાયડુંથી માંડી મહાદેવભાઈ દેસાઈ જેવા કેટલાય રાષ્ટ્રીય કાર્યકરોનું વિરામ સ્થળ. બહોળી મહેમાન ગતિ અને વિશાળ નિવાસસ્થાન જે ૨૦, અકબર રોડ, દિલ્હીમાં આવેલ જ્યાં આજે લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાનું નિવાસસ્થાન છે. 

આ નિવાસસ્થાનમાં શરુઆતમાં શ્રી વિઠ્ઠલભાઈને સારી એવી રકમ રાચરચીલામાં ખર્ચવી પડી હતી અને છ માસને અંતે એમને સમજાયુ કે માળી, નોકરોના મોટા કાફલા અને પોતાના મોભાને યોગ્ય સામાજિક ખાણી પીણીને નિભાવવા, માસિક બે હજાર જોઈએ. એટલે બાકીના માસિક રૂ. ૧૬૨૫ એમણે મહાત્મા ગાંધીને મોકલી આપ્યા. એમને ઈચ્છા થાય તે રીતે જનકલ્યાણની પ્રવૃત્તિમાં વાપરવા માટે અને આ વાત મોતીલાલ નહેરૂને પસંદ નહોતી અને આથી જ તેમણે આ રકમ પર પક્ષનો દાવો પોતાના રોષ સાથે કર્યો. અને આ તરફ મહાત્મા ગાંધીજી એ આ રકમ કેટલાય સમય સુધી વાપરી નહોતી આ કારણે પણ મોતીલાલ નહેરૂનો રોષ યથાવત રહ્યો. પરંતુ સમયાંતરે ગાંધીજીએ મોતીલાલ નહેરૂની સંમતિથી આ રકમ રાષ્ટ્રહિતમાં વાપરી અને પ્રતિમાસ વિઠ્ઠલભાઈ રૂ. ૧૬૨૫ ગાંધીજીને મોકલાવતા રહ્યા. 

આજે આપણે “બંધુ બેલડી” એટલે કે શ્રી વિઠ્ઠલભાઈ પટેલઅને શ્રી શ્રી સરદાર પટેલના પ્રસંગો વાગોળીએ. બંને ભાઈઓમાં શ્રી વિઠ્ઠલભાઈ પટેલમોટા અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નાના તેમની સમજશક્તિ અને રમૂજ માટે જાણીતા હતા. તે એક કુદરતી ભેટ હતી અને બંનેએ તેમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને આ સુંદર કલાનો ઉપયોગ કર્યો, તેનો ઉપયોગ વિદેશી શાસકો અને તેમના યુરોપિયન અધિકારીઓ સામે સફળતાપૂર્વક કર્યો. ડીસ્ટ્રીક પ્લીડરની પરીક્ષા પાસ કરી શ્રી વિઠ્ઠલભાઈ પટેલે પંચમહાલ જિલ્લાના ગોધરામાં વકીલાત શરૂ કરી. શ્રી વિઠ્ઠલભાઈને શરૂઆતમાં ખુબજ કઠીણાઈનો સામનો કરવો પડ્યો પરંતુ પોતાની કુનેહથી અને કાયદાના ઝીણવટ ભર્યા અભ્યાસના કારણે સફળતા મળવા લાગી અને ફોજદારી વકીલ તરીકે તેઓ પ્રખ્યાત થઈ ગયા. જવાબદાર વકીલ હોવાની સાથે સાથે તેઓ નીડર પણ એટલા જ હતા.

વિઠઠલભાઈ એ જ્યારે બોરસદમાં પોતાની વકીલાત શરૂ કરી ત્યાં પણ તેમને સફળતા અને ખ્યાતી મળતા વાર ન લાગી. તેમની ગોધરાની કારકીર્દી અગાઉથી જ બોરસદમાં પ્રસરી ગયેલ આથી ફોજદારી કેસોનો જમાવડો વધવા લાગ્યો આથી તેમણે વલ્લભભાઈને પણ બોરસદ બોલાવી લીધા. તેમના અભ્યાસ અને આવડતના કારણે મુશ્કેલ જણાતા કેસો પણ પલકવારમાં જીતી જતા. આમ બન્ને ભાઈની જુગલજોડીએ સરકારી તંત્ર અને પોલીસખાતાને રાડ પડાવી દીધી. ક્યારેક તો બન્ને ભાઈઓ સામ સામે પક્ષકારોના વકીલ તરીકે ઊભા રહેતા અને તે સમયે તેઓની રજુઆત અને દલીલો સાંભળવા વકીલમંડળ ઉપરાંત જનસમૂહના કારણે કોર્ટનો રુમ ભરાઈ જતો. એક સમયે તો સરકારને લાગ્યું કે તાલુકાનું પોલીસતંત્ર બન્ને ભાઈઓથી પરાસ્ત થયેલ છેએમની શેહમાં દબાઈ ગયુંએટલે બોરસદની ફોજદારી કોર્ટ આણંદ ખસેડીપણ આ સ્થળફેરની યોજના પણ કારગત ન નીવડી. બન્ને ભાઈઓ બોરસદથી આણંદ પહોચી કેસ લડી જીતી જતા. અને સરકારને પણ બોરસદથી આણંદનો ખર્ચો, ભાડા ભથ્થાવધવા લાગ્યા એટલે વળી પાછા થાકીને આણંદથી કોર્ટ બોરસદ બદલી અને આ રીતે બન્ને ભાઈઓની વચ્ચે સરકાર પીસાતી જ રહી.

            શ્રી સરદાર પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલના આગમન પછી નાગપુર સત્યાગ્રહનો વ્યાપ વધવા લાગ્યોશ્રી વિઠ્ઠલભાઈએ તે સમયે બધી જ પરિસ્થિતિનો તાગ મેળવી સરઘસ કાઢવાની યોજના બનાવી, ૧૮ ઓગષ્ટના રોજ આ યોજના અમલમાં મુકવા ૨ શર્તો મુકી જેમા ૧) ૧૭ ઓગષ્ટ સુધી નાગપુરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ૨) સરઘસ યોજવા સરકારની આગોતરી મંજુરી મેળવવી. એ સમયે સર ફ્રેંક સ્લાય સેંટ્રલ પ્રોવિન્સિઝ્ના ગવર્નર હતા અને તેઓ શ્રી વિઠ્ઠલભાઈના લંડનમાં સહાધ્યાયી હતા. આથી શ્રી વિઠ્ઠલભાઈ પટેલસર સ્લાયને અનેક વખત મળેલા અને આ મુલાકાતોની ગુપ્તતા જળવાઈ રહેલ હતી. શ્રી વિઠ્ઠલભાઈના રાજદ્વારી પ્રયત્નોને કારણે ૧૮ ઓગષ્ટે સરઘસ વિના અવરોધે સફળ રહ્યુ. શ્રી સરદાર પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલે સાથે મળીને સફળતા મેળવી હોય તેવા પ્રસંગોમાં નાગપુર સત્યાગ્રહ ખુબજ મહત્વનો છે. શ્રી વિઠ્ઠલભાઈના કારણે જ આપણને શ્રી સરદાર પટેલ જેવા રાજપુરુષ મળ્યાં તે ક્યારેય ભુલી ન શકાય.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

86th Death Anniversary of Vithalbhai Patel

86th Death Anniversary of Vithalbhai Patel


જીવન માટે જરૂરી તાલીમ પ્રાપ્ત કરી, આપ મહેનત અને પોતાનો માર્ગ જાતે શોધવાની કળાથી દરેક મુશ્કેલીઓ પાર પાડી. વકીલાતનો ધીકતો ધંધો છોડીને દેશની આઝાદી માટે પોતાની જાતને ઝોકી દીધી. દેશની ગરીબ લોકોની તથા સ્વાતંત્ર્ય સંગ્રામ માટે અંગ્રેજો સામે વકીલાત આદરી. પોતાની દરેક સુખ સાહ્યબી, સગવડ અને એશઆરામ ભરી જીંદગીને તિલાંજલી આપી.

મુંબઈ ધારાસભાના સભ્ય તરીકે, મુંબઈ કોર્પોરેશનના મેયર તરીકે, વડી ધારાસભાના સભાસદ અને પ્રમુખ તરીકે એમણે જે કાર્યો દેશહિત માટે કર્યા તે માટે તેઓ હંમેશા અંગ્રેજ સરકાર માટે સિરદર્દ સાબિત થયા. પાર્લામેંટરી અવરોધનો અભ્યાસ અને ઉત્તમ આચરણ તેમણે હંંમેશા કર્યા. પરીણામે તેઓ ના દરેક કાર્યોમાં વિધ્નો નો વરસાદ રહેતો પરેંતુ તેમણે દરેક મુશ્કેલીઓ પાર કરી પોતાના કાર્યો પુરા કર્યા. આખુ સરકારીતંત્ર તેમને ચારેકોરથી સંકટોથી ઘેરી રાખતુ તેમ છતાં તેઓ અજેય રહ્યા, અને સૌ વિરોધીઓને તેમણે પરાસ્ત કર્યા. પરંતુ આ બધાની અસર તેમની તબિયત પર પણ પડી અને તેમનું સ્વાસ્થ કથળી ગયું. ચારેક વાર તેઓએ જીવજોખમી ઓપરેશન કરાવ્યા, તેમ છતાં દેશના સ્વાતંત્ર્યનો કેસ સ્વતંત્ર રાષ્ટ્રો સમક્ષ રજુ કરવા તેમણે શ્રમયુક્ત પ્રવાસો પણ કર્યા. પોતાના છેલ્લાં શ્વાસ સુધી દેશહિત, દેશની પ્રગતિ અને તેનુ ગૌરવ જ એક માત્ર ઝંખના રહી.

હજારો રુપિયાની વકીલાત છોડી તેમણે દેશ ખાતર ફકીરી અપનાવી ત્યારે તેમના ખર્ચની સંપુર્ણ જવાબદારી તેમના નાના ભાઈ સરદાર પટેલે ઉઠાવી, અને વિઠ્ઠલભાઈના થકી જ વલ્લભભાઈ પટેલ ગાંધીજીને અમદાવાદ સ્થિત ગુજરાત ક્લબમાં મળ્યા અને ત્યાર પછી વલ્લભભાઈએ સ્વરાજ્યની લડતમાંં ઝંપલાવ્યું, વિઠ્ઠલભાઈ ના કારણે જ આજે આપણા દેશને એક કરનાર સરદાર પટેલ જેવા આઝાદીના લડવૈયા મળ્યા. મહાદેવભાઈ દેસાઈના શબ્દોમાં કહીએ તો બન્ને ભાઈઓ બ્રિટિશ સરકાર સામે બહારવટે ચડ્યા હતા અને આ બહારવટુ એટલુંં અસરકારક હતું કે સરકાર હંમેશા આ બન્ને ભાઈઓથી ભડકેલી રહેતી.

મધ્યસ્થ ધારાસભાના પ્રમુખ તરીકે એમને સારો એવો પુરસ્કાર મળતો થયો ત્યારે તેઓ પોતાના ઘર ખર્ચમાંથી બચતી રકમ આશરે દોઢેક હજાર દર માસે તેઓ ગાંધીજીને મોકલતા. ગુજરાતની જળસંકટ સમયે તો તેમનો અંગત ફાળો આશરે દસેક હજાર નોંધાવી પ્રમુખ રેલરાહતફંડ ઊભું કરેલ.

તન મન ધન સર્વસ્વની દેશોન્નતિ માટે વિઠ્ઠલભાઈની યશકલગી એટલે તેમનું વસિયતનામું. તેમણી પોતાના ચાર ભાઈઓ અને તેમનો પરિવાર હોવા છતાં તેમણે આખા દેશના સંતાનોને પોતાના ગણી પોતાની સમગ્ર મિલ્કત દેશને વસિયતનામા થકી સમર્પિત કરી. આ વસિયત થકી થોડો વિવાદ ઉભો થયેલ અને કોર્ટ કેસ પણ થયેલ આ કારણે સરદાર પટેલ વિશે થોડી ગેરસમજો પણ પ્રજામાનસમાં પેદા થયેલ, પરંતુ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર મિલ્કત વિઠ્ઠલભાઈની વસિયત મુજબ દેશ્ને સમર્પિત કરવામાં આવી.

તારીખ ૨૨ ઓક્ટોબર ૧૯૩૩ના રોજ તેમનુ જીનીવામાં અવસાન થયું અને તેમને જે કોફીન દ્વારા ભારત લાવવામાં આવ્યા તે કોફીન આજે પણ કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલમાં જાહેર જનતા માટે સાચવીને રાખવામાં આવેલ છે. 

વિઠ્ઠલભાઈએ જીવતાં અને મરતા દેશભક્તિ અને દેશદાઝની ધૂણી ધખાવી રાખી તેમના જેવા અનેક દેશસેવકોના કારણે જ આજે દેશ સ્વતંત્ર બની શક્યો. 

Sardar Patel's Important Role in Borsad Satyagraha

Sardar Patel's Important Role in Borsad Satyagraha

બોરસદ  સત્યાગ્રહમાં સરદાર પટેલની મહત્વની ભૂમિકા - ૧


સરદારશ્રીના જીવન ચરિત્ર માં બોરસદ સત્યાગ્રહ એક મહત્વનો ભાગ ભજવ્યો છે,  આ સત્યાગ્રહ થકી સરદાર શ્રી જાહેર જનતા ને કેવી રીતે પીઠબળ પૂરું પાડ્યું તથા તેમણે બોરસદના લોકોને અંગ્રેજ શાસન સામે લડવાની  હિંમત પણ આપી. આ લડત એટલા માટે વિશેષ છે કારણકે સરદાર શ્રી બોરસદ તાલુકાના આશરે દોઢેક લાખ લોકોને આ લડત લડવા માટે જાગૃત કર્યા.  તથા આ લડત અસહકાર ની પડતી ના સમયે યોજાઇ હતી જે સમયે ગાંધીજી લાંબો જેલવાસ ભોગવી રહ્યા હતા અને મહાસભાના મંચ ઉપર અસહકાર કે ધારાસભા પ્રવેશ એવું સંઘર્ષણ ચાલી રહ્યું હતું. સરકારે આ લડત ને  પ્રજાની વાત સાચી ગણી માન્ય રાખી જે તે સમયની ઘટનામાં અભૂતપૂર્વ કહેવાય!

બોરસદ સત્યાગ્રહનો પ્રારંભ તારીખ ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે થયો.  તથા તેની યશસ્વી પૂર્ણાહુતિ ૧૨ જાન્યુઆરી ૧૯૨૦ના દિવસે ઉજવવામાં આવી. આ લડત ના કારણો પરિસ્થિતિઓ જાણવી ચરોતરના નાગરિકો તથા દેશના નાગરિકો માટે  અગત્યની છે. આ લડત પૂરી થયાના ચારેક માસ પછી બોરસદમાં સાતમી ગુજરાત રાજકીય પરિષદ ભરાઈ. આ પરિષદમાં ગાંધીજી દ્વારા મોકલવામાં આવેલ સંદેશો ખૂબ જ મહત્વનો હતો,  તેમણે કહ્યું કે” બોર્ડ સાથે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદ સત્યાગ્રહ કરી, ભોગ ત્યાગ કરી, પોતાની જાતને હિન્દુસ્તાનની સેવા માટે અર્પણ કરી છે. બોરસદ જમીન સાફ કરી; ચણતર કરવાનું બાકી છે ને તે કઠણ છે. તે કામ થઈ રહ્યું છે, કેમ હું જાણું છું.”

બોરસદની આ લડત બાદ આશરે ચારેક વર્ષ પછી બારડોલીનો સુપ્રસિદ્ધ  સત્યાગ્રહ થયો. આ સત્યાગ્રહથી શ્રી વલ્લભભાઈ ને સરદાર તરીકે દેશના ખૂણે ખૂણે લોકો જાણતા થયા તથા તેમનું નામ દેશના નેતાઓની પ્રથમ યાદીઓમાં ધડકવા લાગ્યું. બારડોલી સત્યાગ્રહ વિક્રમ સર્જ્યો તેના બીજ કદાચ બોરસદ સત્યાગ્રહ માં રોપાયા હશે અને આથી જ દેશને સરદાર મળ્યા.  બોરસદ સત્યાગ્રહ આશરે દોઢ માસ સુધી ચાલ્યો, અને આ સત્યાગ્રહનો ખૂબ ટૂંકો ગાળો હતો, જેથી તેને દેશમાં નહીં પરંતુ તે સમયના મુંબઇ રાજ્યમાં પણ પ્રસિદ્ધિ ન મળી. લોકો જાણે સમજે કે બોરસદમાં શું થઈ રહ્યું છે તે પહેલા તો લડત નો સંપૂર્ણ વિજય થયો.આ લડતનો વિજય કેટલો જ્વલંત હતો તે વિશે ગાંધીજીએ નવજીવન માં તારીખ ૬ એપ્રિલ ૧૯૨૪ ના રોજ લખેલ લેખ વાંચવા  જેવો છે. ગાંધીજી એ લખેલ આ લેખના અમુક મહત્વના મુદ્દા દરેક ગુજરાતીઓએ જાણવા જેવા ખરા. ગાંધીજી લેખની શરૂઆતમાં લખેલ કે ગુજરાતના છેલ્લા બે વર્ષના ઇતિહાસ ગુજરાતીને શોભાવે તેવા હતા, જે ગુજરાતને શોભાવે તે હિન્દુસ્તાનને શોભાવે. વલ્લભભાઈની કાર્યદક્ષતા દરેક જગ્યાએ જોઈ શકાય છે અને તેમના જેવા જ તેમના સાથીઓ. બોરસદ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ઘણેઅંશે ચડી જાય તેવી છે.  ખેડા સત્યાગ્રહ ની જીત માન ની હતી, જ્યારે બોરસદ સત્યાગ્રહ માં માન અને અર્થ બંને સચવાયા.

આ લડત પછી વલ્લભભાઈ પટેલ ગુજરાતના સૂબા તરીકે ઓળખાયા. તે સમયે તો બોરસદ તાલુકામાં ડાકુઓ નો ત્રાસ ખૂબ જ વધેલો હતો. સાંજના પાંચ વાગ્યા પછી કોઈ બહાર જવાની હિંમત પણ ન કરે, પરંતુ આ ત્રાસ વધારવામાં સરકારનો પણ એટલો જ હાથ હતો. સરકારે બાબરદેવા નામના ધાડપાડુને પકડવા  અલી નામના ધાડપાડુ ને બંદૂક અને કારતૂસો પૂરા પાડ્યા. અલી ને પોલીસ નું રક્ષણ મળ્યું અને ઉપરથી સરકાર લોકો ઉપર દોષારોપણ કરે કે લોકો બહારવટિયાઓને સંઘરે છે અને તે માટે સરકારી નોકરો ને બાદ કરતા ૧૬ વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો પર વેરો નાખી, અને એટલે જ લોકો આ વેરાને હૈડિયાવેરો કહેતા.

મહી સાગરના કાંઠે ઘણા  કોતરો બનેલા છે જેમાં ચોર અને બહારવટિયાઓ લોકોની નજરે આવ્યા વગર સહેલાઇથી સંતાઈ શકતા હતા, આ  કોતરો ના કારણે તેમને પકડવા પણ મુશ્કેલ હતા.જેમ જેમ અંગ્રેજ હકૂમત નો વ્યાપ આ દેશમાં વધતો ગયો તેમ તેમ રાજા રજવાડા અંગ્રેજ રાજ સામે શરણાગતિ સ્વીકારી  લીધી, તથા તેમાંના કેટલાક રાજવીઓએ અંગ્રેજોની આધીનતા સ્વીકારી અને પોતાના રાજપાટ સાચવી લીધા. આના લીધે રાજ રજવાડા માં સિપાઈ કે બીજી અન્ય રોજગાર નું કામ ઓછું થતું ગયું જેનો આંચકો પ્રજાને સહન કરવો પડ્યો.  તથા લોકોનું બીજુ ભરણપોષણના સાધન તરીકે ખેતી હતી, પરંતુ પ્રજા ઘણી ભોળી અને અભણ હોવાના કારણે તથા સિપાઈગીરી કરી હોવાના કારણે કેટલેક અંશે ખર્ચાળ અને આળસુ બની ગયેલા. અને દારૂ તથા અફીણની લતે ચડી ગયેલા જેથી ખેતીનું કામ ભાગ્યે જ સારું હતું પરિણામે દેવું  વધી જતું.


પ્રજાનું સાચું દુઃખ તો આર્થિક  સંકડામણ હતું, અને તેમાં બળતામાં ઘી હોમાતું હોય તેમ અંગ્રેજોનો ક્રિમિનલ ટ્રાઈબ એક્ટ, જેના કારણે બ્રિટિશ સરકારે ખેડા જિલ્લાની આખી ઠાકોર કોમને આ કાયદો લાગુ પડાયો, જેમાં તમામ પુખ્ત વયના લોકો પુરુષો તથા સ્ત્રીઓ બધા જ ને સવાર-સાંજ પોલીસ થાણે હાજરી આપવા જવું પડતું. કોઈ સ્થળે ગુરુઓ કે લૂંટફાટ થઈ હોય તો આ લોકોમાંથી કેટલાય લોકો પર કેસ કરવામાં આવતા. જે લોકો જામીન ન લાવી શકે તેવા નિર્દોષ લોકોને પણ જેલમાં જવાનો  વારો આવતો. આવી હેરાનગતિના કારણે લોકો નાસી છુટતા અને ચોરી તથા લૂંટફાટના રવાડે ચડી જતા.
ક્રમશ:


Tribute to Sardar Patel

Tribute to Sardar Patel - 15th December 2018

અતુલ્ય સરદાર

શુક્રવાર તારીખ ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સરદાર વલ્લભભાઈના દેહાંતના સમાચાર આખા દેશમાં પ્રસરી ગયા હતા. આ સમાચાર જાણી આખો દેશ આઘાતમાં સરી પડ્યો હતો. સરદાર પટેલે ૧૯૧૬-૧૭માં ગાંધીજીના એક અનન્ય સાથી તરીકે રાષ્ટ્રની સેવામાં અને તેમની આઝાદીની લડાઈમાં શામેલ થયા., ત્યારથી વિદેશી હુકુમતોને દેશમાંથી હટાવવા માટે ગાંધીજીની સાથે રહીને તેમણે સત્યાગ્રહની એક એવી આંધી ચલાવી કે આ આંધીએ બ્રિટિશ સરકારના મુળિયા ઉખેડી નાખ્યા. સરદાર પટેલની આજે ૬૮મી પુણ્ય તિથીના દિવસે સરદાર પટેલે લીલાવતીબેન આસરને જે રીતે આશ્વાસન આપેલ તે સાચે જ દરેકે સમજવા લાયક છે. લીલાવતીબેને તા ૧૬-૫-૧૯૪૯ના રોજ સરદાર પટેલને પોતાનું દુ:ખ સરદાર સાહેબ સમક્ષ પત્ર દ્વારા રજુ કરેલ. લીલાવતીબેનને પત્રમાં જણાવેલ કે મારા ભાઈ જેઓ ઘણા લાંબા સમયથી માંદા રહેતા હતા તેઓ આખરે ગુજરી ગયા. મારી છેલ્લી એમ.બી.બી.એસની પરિક્ષાને આગલે દિવસે ગુજરી ગયા. આ અઘાતને સહન કરી પરીક્ષા આપેલ. મારી સફળતાનું જેમને કૌતુક હતુ તેવા ભાઈ સરખા મહાદેવભાઈ પણ ખોયા. મા-બાપ જેવા બા-બાપુને ખોયા. અને હવે બાકી હતુ તે ભાઈએ પુરુ કર્યુ. હવે બાકી શુ રહ્યુ છે? કોને માટે હવે કરુ? જન્મીને દુ:ખ સિવાય કદી કાંઈ જોયુ નથી. બાળપણમાં માતાપિતા ખોયા, બાળવયે વૈધવ્ય, ત્યાર બાદ પૂ. બાપુને ખોળે આવીને પડી. બધાનો પ્રેમ પામીને બધાને ખોયા. ઘર તરફ નજર વાળી તો જે ભાઈ જે મારા જ વિચારોના અને મને ચાહનાર હતા તેને ખોયા. હજી પણ પથ્થરની થઈ જીવું છું.


આ પત્ર બાદ સરદાર સાહેબે તા. ૧૯-૫-૧૯૪૯ના રોજ પત્ર લીલાવતીબેન આસરને પાઠવ્યો તે સાચે જ હિમ્મત આપનારો હતો. સરદાર લખે છે કે.


ચિ. લીલાવતી,


તારો તા. ૧૬મીનો પત્ર મળ્યો. કાગળ દુ:ખ અને વેદનાથી ભરેલો છે. એટલે તારા મનની સ્થિતિ હું સમજી શકુ છુ. બાપુની ખોટ તો સૌને થોડેઘણે અંશે લાગે જ અને તારા જેવીને તો વિશેષ લાગે! પૂ. બાપુએ આપણને શું શીખવ્યું તેનો ખ્યાલ રાખવો જોઈએ અને એમણે જ શીખ્વ્યું તે યાદ રાખીએ તો અનેક સંકટોમાંથી રસ્તો કાઢવાની સુઝ પડે. તારા ઉપર એક પછી એક મુસીબતો આવી પડી. પણ ઈશ્વર મુસીબતોથી જ કસોટી કરે છે ને સોનું જેમ તપે તેમ શુધ્ધ થતું જાય તેમ માણસના મન ઉપર જેમ દુ:ખ પડતુ જાય તેમ ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન કરે ને હિંમત હારે નહીં- તો જ બાપુનો માર્ગ પકડેલો ગણાય.


તારા ભાઈ તો ઘણા વર્ષોથી માંદા હતા અને છેવટના ભાગમાં તો અતિશય દુ:ખી થતા હતા. એટલે તે દુ:ખમાંથી છુટી ગયા. તેને માટે તારે શોક ન કરવો જોઈએ. નાનામોટા સૌને જવાનું તો છે જ અને આ જગતમાં

દુ:ખી થઈને રહેવુને પોતાનું ને પારકાનું ભલુ ન કરી શકાય તેવી સ્થિતિમા બીજાના ઉપર બોજારૂપ થઈને દુ:ખ્માં સડ્યા કરવુ તેના કરતા છુટી જવુ તે જ સારુ ગણાય. બાકી મરણ એ તો મુક્તિનું દ્વાર છે ને બાપુએ આપણને વારંવાર શીખવ્યું છે, તે ભુલવુ ન જોઈએ.


તું આ વખતે હિમ્મત હારી ગઈ તેથી મને દુ:ખ થયુ છે. હજી થોડો વખત વિચાર કરજે ને હવે છેલ્લા એક વરસ માટે ફરીથી હિમ્મત કરીને જો. તુ તારો અભ્યાસ પૂરો કરી શકે તો ઘણું સારુ ગણાય. તારી પ્રતિજ્ઞા પણ પૂરી થશે. (ઉલ્લેખનીય છે કે લીલાવતીબેનને બાપુની સેવા કરવાની ઘણી જ હોશ હતી અને આ જ કારણે તેમણે એમ.બી.બી.એસ. થવાની પ્રતિજ્ઞા લીધી હતી.), અને ભવિષ્યમાં પણ તારે જે કામ કરવાનું છે તેમાં તને સંતોષ રહે. તું આવતે વર્ષે જરૂર પાસ થઈ જઈશ ને પછી નિરાંતે તુ સેવાગ્રામમાં જઈને બાપુના સ્થાનમાં જે કામ કરવાનું છે તે પુરુ કરી શકીશ. તારી જિંદગી ત્યાં સફળ થશે.


તારી ભાભી બહુ ઉદાર દિલની છે. તેણે હિમ્મતથી તને ભણવા માટે રજા આપી તે માટે તેને ધન્યવાદ ઘટે છે. તારી મદદની તો તેને જરૂર પડવાની જ. પણ તેની બહાદુરીમાંથી તારે પણ શીખવાનું છે. હવે તુ તારુ કામ પુરૂ કરી લે ને સેવાગ્રામ જવાની ઉતાવળ ન કર.



તું જાણે છે કે મને પણ ઘણાં વર્ષથી આંતરડાનો રોગ લાગુ પડ્યો છે જે તારા ભાઈને પ્રાણઘાતક નીવડ્યો.
હું સંભાળી સંભાળીને ચલાવી રહ્યો છું અને એ ઉપર વળી હ્રદયનું દરદ પણ થયેલું છે. અહીયા આરામને માટે આવ્યો છું. થોડોઘણો આરામ અહીં મળી શકે છે. બાકી કામનો પાર નથી.


સુશીલાના કાગળો મારા પર આવે છે. તે આ વર્ષની આખર સુધી ત્યાં રહેવાનો વિચાર કરે છે.


તું. હિમ્મત હારતી નહી. અમતુસ્સલામ તેના કામમાં ઊંડી ઉતરી ગયેલી છે. ભારે બહાદુરી બતાવી રહી છે. ભઠ્ઠીમાં પડેલી છે.



તારા સમાચાર લખતી રહેજે.


લિ.
વલ્લભભાઈનાઆશિર્વાદ

સરદાર પટેલ તો મરતાને પણ જીવન જીવવાની હિમ્મત આપતા, આવા સરદાર જેઓ  કહે છે કે મરણ તો મુક્તિનું દ્વાર છે! 

સરદાર પટેલ અમર રહો.

Vallabhbhai Patel on Importance of Faizpur Session

Vallabhbhai Patel on Importance of Faizpur Session


“The Maharashtra Provincial Congress had to work against heavy odds, both nature and some anti-Congress elements in that province putting obstacles in their way, but Faizpur was a tremendous success of the first experiment of the village Congress, and all those who scoffed have been effectively silenced” said Sardar Vallabhbhai Patel, Chairman of the Parliamentary Board, in an interview (1st January 1937), summing up his impression of the Faizpur session.


“Its effect in rural areas in Maharashtra will last for years-- millions of villages have taken active interest in the great national organisation which they had worshiped in the past from a distance and for whose cause they had made tremendous sacrifices. Maharashtra has reasons to be proud of the splendid organising capacity disclosed during the Congress week by a number of willing workers, both men and women, which is an eye opener. That Maharashtra is thoroughly Congress minded has been effectively demonstrated, and I have no doubt that the successful demonstration will be repeated at the polls in February on the polling day.”

Problems after Independence

Problems after Independence


ભારત જ્યારે સ્વતંત્ર થયુ ત્યારે ખરા અર્થમાં તો બ્રિટિશ હકુમતોના પ્રદેશો સ્વતંત્ર બન્યા હતા. ભારતના વિભાજન તથા ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે બ્રિટિશ શાસનમાંથી મુક્તિની મોહર માઉંટબેટને ૩ જુન ૧૯૪૭ના રોજ જાહેર થતાં કરેલ.


મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ અને તે સમયના કોંગ્રેસના પ્રમુખ આચાર્ય જે. બી. કૃપલાણી અને બંધારણ સભાના પ્રમુખ ડો. રાજેંદ્ર પ્રસાદ ભારતના પ્રતિનીધીઓ હતા. સ્વતંત્રતાનો ખરડો જ્યારે જાહેર થયો ત્યારે જ સૌને એક મોટો ઝટકો લાગ્યો અને બ્રિટીશ સરકારે જે રીતે આ ખરડો તૈયાર કરેલ તે મુજબતો ભારત ટુકડાઓમાં વહેચાઈ જાય. આ ખરડા મુજબ બ્રિટિશ પાર્લામેંટૅ બ્રિટીશ તાજે લડાઈ કે કુટનીતી ધ્વારા રજવાડા ઉપર સર્વોપરિત્વ મેળવ્યુ હતુ. અને જ્યારે ભારતને સ્વતંત્રતા આપવાનો સમય આવ્યો ત્યારે રજવાડાના રાજાઓને બ્રિટિશ તાજની વફાદારીના બદલામાં મુક્તિ તથા સર્વભૌમત્વ આપવાનો ઉલ્લેખ હતો.


ભારતને આ રાજ્યો સામે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ તથા આ ખરડા મુજબ ભારત ટુકડાઓમાં વહેચાઈ જાય તેવી યોજના વ્યવસ્થિત રીતે ગોઠવીને રજુ કરેલ હતી. ૧૯૩૫માં ગવર્ન્મેંટ ઓફ ઈંડીયા એક્ટ પસાર થયો. ભારતમાં ૫૫૯ રજવાડા હતા જેમા આશરે ૧૧૮ રજવાડાઓને ૨૧ થી ૯ તોપોની સલામી મેળવવાનું સન્માન ધરાવતા હતા. જેમા હૈદરાબાદ પણ એક હતુ જેનો ૮૨૬૮૯ ચો. માઈલ નો વિસ્તાર હતો. અને ફક્ત ૪૯ ચો. માઈલ ધરાવતું સચીન રાજ્ય પણ હતુ. તોપોની સલામી વિનાના ૪૪૧ નાના મોટા રાજ્યોમાં ૨૩૧ રાજ્યો મુંબઈ પ્રાંતમાં હતા અને લગભગ ૧૮૯ રાજ્યો ઉત્તર ગુજરાત અને કાઠીયાવાડ / સૌરાષ્ટ્રમાં હતા. બાકીના ૧૨૧ રાજ્યો મધ્યપ્રાંત, મધ્ય ભારત, બિહાર, અને ઓરિસ્સામાં હતા.


રજવાડાઓ સિવાય પશ્ચિમ ભારતમાં અસંખ્ય જાગીરદારો પણ હતા. વડોદરા, ગ્વાલિયર, હૈદરાબાદ, કાશ્મીર, મૈસુર, અને સિક્કીમ ભારત સરકાર સાથે રેસીડંટ દ્વારા સીધા સંબંધમાં હતા. સર્વોપરીતાના સિધ્ધાંત મુજબ બ્રિટીશ તાજના પ્રતિનિધી તરીકે વાઈસરોયની આ બધા રાજ્યો ઉપર અબાધિત સત્તા હતી. બ્રિટિશ તાજની સર્વોપરિતાનો અંત આવે એટલે તેની સાથે સાથે રજવાડાઓને બાકીના ભારત સાથે કોઈ બંધારણીય કે કાયદેસરનો સંબંધ ન રહે, તે બધા રાજ્યો સર્વભૌમ રાજ્યો બને.આ રાજ્યોમાં થોડા વારસાગત કુટુંબો દ્વારા શાસિત હતા. ત્રાવણકોર સિવાય ગુહિલપુત્રો અથવા ઘેલોતોનું કુટુંબ મુખ્ય હતું. આ કુટુંબમાંથી જ પ્રતાપગઢ, વાંસવાડા, અને ડુંગરપુરના રાજાઓ આવ્યા હતા. ગુહિલપુત્રો બાપ્પા રાવળના વંશજો હતા અને ગુપ્ત સામ્રાજ્યના વિસર્જન પછી મેવાડને પોતાનું રાજ્ય  બનાવ્યુ. પોતાના રાજ્ય માટે સૈકાઓ સુધી  લડવાનું સન્માન આ બહાદુર ગુહિલપુત્રોને જાય છે. મહારાણા પ્રતાપ પણ આજ કુટુંબના વંશજ હતા.


આર્યવ્રતના મહારાજાધિરાજ તરીકે કન્નોજમાંથી રાજ્ય કરતા પ્રતિહાર ગોત્રના ગુર્જરોના સેનાપતિઓ તરીકે નવમી અને દસમી સદીમાં કામ કરનારાઓએ જયપુર, જોધપુર, જેસલમેર, સિરોહી, બુંદી, કરૌલી, અલ્વર, બિકાનેર, જેવા રાજ્યો સ્થપાયા. આ રાજ્યકર્તાઓ સાથે મળીને સૈકાઓ સુધી તુર્કીઓ, અફઘાનો, અને મોગલોનો સામનો કર્યો હતો. તેઓના વંશ પરંપરાગત ધર્મનું રક્ષણ કરતા અને ટકી રહ્યા હતા.


આ બધા જ રજવાડાઓને એકત્રિત કરવાનું કાર્ય કોઈ કાચાપોચા હ્રદયના વ્યક્તિ માટે તો શક્ય જ નથી. ભારતના ટુકડાઓ થતા અટકાવવા માટે જ કદાચ સરદાર પટેલનો જન્મ થયો હતો. આ કાર્ય એ સમયના કોઈ વ્યક્તિ દ્વારા થઈ ન શકત એવુ મારુ માનવું છે.

Sardar Vallabhbhai Patel and family

Sardar Vallabhbhai Patel and family

સરદારશ્રી સાધનસંપન્ન ઘરમા‌‌‍‍ જન્મ્યા નહોતા. એમના પિતા ઝવેરભાઈ પાસે આશરે કુલ ૧૦ વિઘા જેટલી જમીન હતી. તેની આવકમાંથી મોટા કુટુંબનું ભરણપોષણ થતું. એક રીતે જોઈએ તો માતાપિતા અને સરદાર પટેલ સહિત પાંચ ભાઈઓ અને બહેન ડાહીબા માટે આજે કપરો સમય હતો. અને પિતા ઝવેરભાઈ નું મન તો સંસાર કરતા પરમાર્થ તરફ ઢળેલું અને પચાસ વર્ષ પૂરા થતાં પહેલાં જ તેમણે વાનપ્રસ્થાન જીવન શરૂ કર્યું હતું. સરદાર સાહેબના માતૃશ્રી ભારે સ્નેહાળ, મોટા મનનાં તથા પરગજુ હતા.


આજથી સો વર્ષ પહેલાં ભારતમાંસાક્ષરતા કેટલી હશેતેનો અંદાજો લગાવી શકાય અને કરમસદ તો એક નાનું ગામ ગણાય, એવામાં કરમસદમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને વિઠ્ઠલભાઈ મામાને ત્યાં નડીયાદ ભણ્યા. ૧૯૪૯માં દીલ્હીના એક બાળકોના વિશેષાંક માટે પોતાના બાલ્ય જીવન બાબતે એક લેખમાં કહેલું કે “મને સ્મરણ છે કે ઠઠ્ઠામશ્કરી કરવમાં કે મોટાઓને પજવવામાં હું કોઈનાથી ઉણો ઊતરુ એવો નહોતો. પરંતુ એ સમયે પણ કંઈક સારુ કરવા માટે જ આવી મસ્તી કરવા પ્રેરાતો. વિદ્યાઅભ્યાસ માટે જેટલી ધગશ હતી તેટલી જ ધગશ રમતમાં હતી. આજે જે હું ઘડાયેલો છું તેનો શ્રેય મારા બાલ્યકાળ ને કેટલો આપુ તે વિષે કહી ન શકું? પરંતુ મારુ શરીર જે રીતે ઘડાયેલ છે તે બાલ્યકાળમાં જેવુ બનેલું તેવુ જ છે. મારુ જીવન ખુલ્લા પુસ્તક જેવુ છે. મને નાનપણ થી ઓળખનારા આજે ગણ્યા ગાંઠયા જ રહ્યા હશે. આજે ૧૯૪૯ના પ્રસાદી વર્ષમાં જીવી રહ્યો છુ તેના કરતા સિત્તેર વર્ષ પહેલા હું જેવો બાળક હતો તે રીતે જીવવાનું વધુ પસંદ કરીશ.


સરદારશ્રીને માતાપિતા પ્રત્યે લાગણી એમના કુટુંબની સંસ્કારીતાને આભારી છે. મહાદેવભાઈ દેસાઈએ તેમની ડાયરીમાં લખેલ કે માતાપિતા વિષે સરદારશ્રી તેમનો પ્રેમ અને ભક્તિભાવ ઘણીવાર વ્યક્ત કરતા. અને દાદીમાં (લાડબાના માતા) પ્રત્યે જે લગાવ હતો તે તો તેમના શબ્દોમાં જાણીએ : “હું જ્યારે નડીયાદમાં રહેતો ત્યારે કોઈક વાર કરમસદ જાઉં, ત્યારે દાદીમા મને નડીયાદ રેલ્વે ક્રોસિંગ ઓળંગાવી થોડેક દુર મુકી આવતા. ત્યારે નડીયાદથી આણંદ રેલ્વે હતી. પરંતુ કરમસદ જવા માટે તેનો ઉપયોગ નહોતા કરતા. ઘેરથી નીકળતી વેળા રસ્તામાં ખાવાનું લેવા બે-ચાર આના ખિસ્સામાં મુકી દે. પરંતુ તે અમે ગાડીભાડામાં ન વાપરી નાખીએ એટલા માટે દાદીમા અમને રેલ્વે ફાટકથી કેટલેક દુર સુધી મુકી જતા.

સરદારશ્રીના પિતા સને ૧૯૧૪માં ૮૫ વર્ષની વયે સ્વર્ગવાસી થયા. તેના એકાદ વર્ષ પહેલા જ સરદારશ્રી વિલાયતથી પરત આવી અમદાવાદમાં વકીલાત શરૂ કરવા માંડી હતી. તેમના પિતા સરદાર્શ્રીમાં થયેલ જીવનપલટાને અને તેમની ઉત્તરોત્તર વધતી યશકિર્તી અને પ્રતિભા જોઈ ન શક્યા. પરંતું આ ભાગ્ય લાડબાને થોડા ઘણાં અંશે મળ્યુ. ૧૯૩૨માં સરદાર સાહેબ જ્યારે ગાંધીજી અને મહાદેવભાઈ સાથે યરવડા જેલમાં હતા તે સમયના અરસામાં લાડબાનું અવસાન થયુ. રાષ્ટ્રભક્તિના જે રંગે સરદાર સાહેબ રંગાયા તેનાથી તો લાડબા પણ વંચિત ન રહ્યા. ૮૦ વર્ષની ઉમરે તેમણે રેંટીયો કાંતતા. લાડબાઈના અવસાન પર કરમસદમાં કંઈક ધર્માદા કામ માટે સરદારશ્રીએ એમની પુણ્યસ્મૃતિમાં ૧૦૦૦.૦૦ પોતાની નજીવી બચતમાંથી મોકલ્યા હતા.


સરદારશ્રીનો મોટા ભાઈઓ પ્રત્યેનો સંબંધ એક આદર્શ હતો. વિઠ્ઠલભાઈ પ્રત્યે તેમના માન અને આદર વિષે આજે કેટલીય વાતો જાણીતી છે. પોતાના ભાઈઓના સુખ ખાતર સરદારશ્રી મોટામાં મોટો ત્યાગ ખચકાયા વગર કરી શકતા. સૌથી મોટા સોમાભાઈ, તે પછી નરસિંહભાઈ પ્રત્યે પણ સરદારશ્રી નો વિઠ્ઠલભાઈ પ્રત્યેની જેમ જ બંધુભાવ હતો. કેટલાક જુના રિવાજો જે સરદારશ્રીને પસંદ નહોતા તે બાબતે પણ તેમણે પોતાના ભાઈઓનું મન સંભાળીને જ સુધારાનું કામ કર્યુ હતુ. નરસિંહભાઈ અને સરદારશ્રી આ બન્ને ભાઈઓએ કુટુંબને ઊંચુ લાવવા હળીમળીને પ્રયત્નો કર્યા હતા અને સરદારશ્રીને રાષ્ટ્રીયતાનો રંગ લાગ્યો ત્યારથી કુટુંબની જવાબદારી નરસિંહભાઈ ઉપર જ આવી. જમીન ખરીદવાની નાની સરખી બાબતે તેમનુ ભેદી રીતે ખૂન થયુ હતુ ત્યારે સરદારશ્રી બારડોલી સત્યાગ્રહના વિજય પછી લોકજાગૃતિ માટે દરેક પ્રાંતમાં ફરી રહ્યા હતા. સરદારશ્રીના શબ્દોમાં મહાદેવભાઈ એ મણીબેનને પત્ર માં લખ્યુ કે “ આ જાહેરજીવનના કારણે ઘર તરફ જરાય ધ્યાન અપાતુ નથી. કેટલાક વર્ષો થયા, ઘરે ગયો જ નથી. સામાન્ય રીતે જમીનની કે કશી તકરાર આટલી હદ સુધી પહોચવાની હોત તો એક દિવસ જઈ આવી અને તકરાર પણ પતાવી આવીએ. અમદાવાદમાં હોત અને ખબર પડત તો પણ જઈ આવત. પણ રોજ રખડતા હોઈએ એટલે શુ થાય? એ ભાઈ જાહેરકામમાં ભાગ લેનાર હતા. શાળાનું મકાન પણ એમણે જ બંધાવેલુ. દાદુભાઈને એમની બહુ મદદ હતી. હવે બધો ભાર કાશીભાઈ ઉપર પડવાનો અને બહુ હેરાન થવાના.”


સરદારશ્રીને તેમના એકમાત્ર સૌથી નાના બહેન ડાહીબા પ્રત્યે સરદારશ્રીને ભારે હેત હતુ. સરદાર વિલાયતમાં હતા તે દિવસોમાં મણીબેનને રજાઓમાં ડાહીબા પાસે જ રહેવાનું કહેતા. યુવાવસ્થામાં જ એમને જીવલેણ રોગ લાગુ પડ્યો હતો. તે વખતે સરદાર અમદાવાદમાં બેરિસ્ટર હતા. પરંતુ તેઓ જીવી શક્યા નહી. આ બહેનના સ્મરણથી સરદારશ્રી ઘણીવાર ભાવુક બની જતા.
© all rights reserved
SardarPatel.in