86th Death Anniversary of Vithalbhai Patel | Vithalbhai Patel, Sardar Patel

86th Death Anniversary of Vithalbhai Patel

86th Death Anniversary of Vithalbhai Patel જીવન માટે જરૂરી તાલીમ પ્રાપ્ત કરી, આપ મહેનત અને પોતાનો માર્ગ જાતે શોધવાની કળાથી દરેક મુશ્કેલીઓ પાર પાડી. વકીલાતનો ધીકતો ધંધો છોડીને દેશની આઝાદી માટે પોતાની જાતને ઝોકી દીધી. દેશની ગરીબ લોકોની તથા સ્વાતંત્ર્ય સંગ્રામ માટે અંગ્રેજો સામે વકીલાત આદરી. પોતાની દરેક સુખ સાહ્યબી, સગવડ અને એશઆરામ ભરી જીંદગીને તિલાંજલી આપી.
0

86th Death Anniversary of Vithalbhai Patel


જીવન માટે જરૂરી તાલીમ પ્રાપ્ત કરી, આપ મહેનત અને પોતાનો માર્ગ જાતે શોધવાની કળાથી દરેક મુશ્કેલીઓ પાર પાડી. વકીલાતનો ધીકતો ધંધો છોડીને દેશની આઝાદી માટે પોતાની જાતને ઝોકી દીધી. દેશની ગરીબ લોકોની તથા સ્વાતંત્ર્ય સંગ્રામ માટે અંગ્રેજો સામે વકીલાત આદરી. પોતાની દરેક સુખ સાહ્યબી, સગવડ અને એશઆરામ ભરી જીંદગીને તિલાંજલી આપી.

મુંબઈ ધારાસભાના સભ્ય તરીકે, મુંબઈ કોર્પોરેશનના મેયર તરીકે, વડી ધારાસભાના સભાસદ અને પ્રમુખ તરીકે એમણે જે કાર્યો દેશહિત માટે કર્યા તે માટે તેઓ હંમેશા અંગ્રેજ સરકાર માટે સિરદર્દ સાબિત થયા. પાર્લામેંટરી અવરોધનો અભ્યાસ અને ઉત્તમ આચરણ તેમણે હંંમેશા કર્યા. પરીણામે તેઓ ના દરેક કાર્યોમાં વિધ્નો નો વરસાદ રહેતો પરેંતુ તેમણે દરેક મુશ્કેલીઓ પાર કરી પોતાના કાર્યો પુરા કર્યા. આખુ સરકારીતંત્ર તેમને ચારેકોરથી સંકટોથી ઘેરી રાખતુ તેમ છતાં તેઓ અજેય રહ્યા, અને સૌ વિરોધીઓને તેમણે પરાસ્ત કર્યા. પરંતુ આ બધાની અસર તેમની તબિયત પર પણ પડી અને તેમનું સ્વાસ્થ કથળી ગયું. ચારેક વાર તેઓએ જીવજોખમી ઓપરેશન કરાવ્યા, તેમ છતાં દેશના સ્વાતંત્ર્યનો કેસ સ્વતંત્ર રાષ્ટ્રો સમક્ષ રજુ કરવા તેમણે શ્રમયુક્ત પ્રવાસો પણ કર્યા. પોતાના છેલ્લાં શ્વાસ સુધી દેશહિત, દેશની પ્રગતિ અને તેનુ ગૌરવ જ એક માત્ર ઝંખના રહી.

હજારો રુપિયાની વકીલાત છોડી તેમણે દેશ ખાતર ફકીરી અપનાવી ત્યારે તેમના ખર્ચની સંપુર્ણ જવાબદારી તેમના નાના ભાઈ સરદાર પટેલે ઉઠાવી, અને વિઠ્ઠલભાઈના થકી જ વલ્લભભાઈ પટેલ ગાંધીજીને અમદાવાદ સ્થિત ગુજરાત ક્લબમાં મળ્યા અને ત્યાર પછી વલ્લભભાઈએ સ્વરાજ્યની લડતમાંં ઝંપલાવ્યું, વિઠ્ઠલભાઈ ના કારણે જ આજે આપણા દેશને એક કરનાર સરદાર પટેલ જેવા આઝાદીના લડવૈયા મળ્યા. મહાદેવભાઈ દેસાઈના શબ્દોમાં કહીએ તો બન્ને ભાઈઓ બ્રિટિશ સરકાર સામે બહારવટે ચડ્યા હતા અને આ બહારવટુ એટલુંં અસરકારક હતું કે સરકાર હંમેશા આ બન્ને ભાઈઓથી ભડકેલી રહેતી.

મધ્યસ્થ ધારાસભાના પ્રમુખ તરીકે એમને સારો એવો પુરસ્કાર મળતો થયો ત્યારે તેઓ પોતાના ઘર ખર્ચમાંથી બચતી રકમ આશરે દોઢેક હજાર દર માસે તેઓ ગાંધીજીને મોકલતા. ગુજરાતની જળસંકટ સમયે તો તેમનો અંગત ફાળો આશરે દસેક હજાર નોંધાવી પ્રમુખ રેલરાહતફંડ ઊભું કરેલ.

તન મન ધન સર્વસ્વની દેશોન્નતિ માટે વિઠ્ઠલભાઈની યશકલગી એટલે તેમનું વસિયતનામું. તેમણી પોતાના ચાર ભાઈઓ અને તેમનો પરિવાર હોવા છતાં તેમણે આખા દેશના સંતાનોને પોતાના ગણી પોતાની સમગ્ર મિલ્કત દેશને વસિયતનામા થકી સમર્પિત કરી. આ વસિયત થકી થોડો વિવાદ ઉભો થયેલ અને કોર્ટ કેસ પણ થયેલ આ કારણે સરદાર પટેલ વિશે થોડી ગેરસમજો પણ પ્રજામાનસમાં પેદા થયેલ, પરંતુ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર મિલ્કત વિઠ્ઠલભાઈની વસિયત મુજબ દેશ્ને સમર્પિત કરવામાં આવી.

તારીખ ૨૨ ઓક્ટોબર ૧૯૩૩ના રોજ તેમનુ જીનીવામાં અવસાન થયું અને તેમને જે કોફીન દ્વારા ભારત લાવવામાં આવ્યા તે કોફીન આજે પણ કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલમાં જાહેર જનતા માટે સાચવીને રાખવામાં આવેલ છે. 

વિઠ્ઠલભાઈએ જીવતાં અને મરતા દેશભક્તિ અને દેશદાઝની ધૂણી ધખાવી રાખી તેમના જેવા અનેક દેશસેવકોના કારણે જ આજે દેશ સ્વતંત્ર બની શક્યો. 

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in