Vithalbhai Patel - "Janak" of Parliamentary Practice | Vithalbhai Patel, Sardar Patel

Vithalbhai Patel - "Janak" of Parliamentary Practice

0

Vithalbhai Patel - "Janak" of Parliamentary Practice

વિઠ્ઠલભાઈ પટેલ – સંસદીય પ્રથાના “જનક”

આજે ૨૭-૦૯-૨૦૨૧ સંસદીય પ્રથાના જનક એવા શ્રી વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ દિવસ, સામાન્ય રીતે શ્રી વિઠ્ઠલભાઈ પટેલને આપણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ તરીકે જ ઓળખીએ છે, પરંતુ શ્રીયુત શ્રી વિઠ્ઠલભાઈ પટેલ“સંસદીય પ્રથાના જનક” તરીકે વધારે સારી રીતે ઓળખ આપી શકાય, શ્રી વિઠ્ઠલભાઈ પટેલના કાર્યો થી આપણે ઘણા અજાણ છે કદાચ આઝાદી થી આજ સુધી તેમના કાર્યોને જાહેરજનતા સુધી કદાચ કોઈ રાજકીય પક્ષોએ ઉજાગર નથી કર્યા કે તેમની વિગતો જાહેર જનતા સુધી પહોચડવામાં ઉદાસીનતા દાખવી છે.

વર્ષ ૧૯૦૮માં ઈંગ્લેંડથી પરત ફર્યા બાદ તેમનો કાનુની બાબતોનો રસ હોવાથી એક વાત સ્પષ્ટ હતી કે તેઓએ એક પ્રખ્યાત વકીલ બનવાનો નિર્ણય કરી લીધો હતો. આશરે એક વર્ષની મુંબઈમાં પ્રેક્ટિસ ના સમયગાળામાં વર્ષ ૧૯૧૦ દરમ્યાન એવી બે ઘટનાઓ ઘટી કે તેમના જીવન પ્રત્યેના વિચારો બદલાયા જેમાં તેમના પત્ની દિવાળીબેનના મૃત્યુ, અને તેમની પોતાની માંદગી દરમ્યાન ગ્રામ્ય લોકોના વધુ સંપર્કમાં આવ્યા અને આ દરમ્યાન શ્રી વિઠ્ઠલભાઈને બ્રિટિશ રાજ હેઠળ ગામડાઓની દુર્દશાની માહીતે મળી અને ગામડાઓની સમસ્યા સમજ્યા બાદ જ તેમણે પોતાનું જીવન દેશસેવાને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો.

૬ઠ્ઠી જાન્યુઆરી, ૧૯૧૩ના દિવસે શ્રી વિઠ્ઠલભાઈએ ગવર્નર ઓફ બોમ્બેની લેજિસ્લેટિવ કાઉંસિલના શપથ ગ્રહણ કરી તે પદ શોભાવ્યું અને આ પ્રસંગ પછી તેઓ *“માનનીય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ”* તરીકે ઓળખાયા. શ્રી વિઠ્ઠલભાઈ પટેલે વર્ષ ૧૯૧૪ના સત્રના સૌથી વિવાદાસ્પદ વિધેયકોમાં મહત્વનો ફાળો આપ્યો જેમાં મુખ્યત્વે ધ બોમ્બે ડિસ્ટ્રીક્ટ મ્યુનિસિપલ એક્ટ એમેંડમેંટ બિલ, ટાઉન પ્લાનિંગ બિલ, બોમ્બે લેંડ રેવન્યુ કોડ એમેંડમેંટ બિલ, બોમ્બે પોર્ટ ટ્રસ્ટ બિલ, કરાંચી પોર્ટ ટ્રસ્ટ બિલ માં મહત્વની ભુમિકા અદા કરી, સાથે સાથે પંચમહાલ જિલ્લાના તાલુકા અને જિલ્લા બોર્ડમાં નામાંકન પધ્ધતિના સ્થાને ચુટણી પ્રથાને અમલમાં લાવવા માટેનો ઠરવ પણ સફળતા પુર્વક પસાર કર્યો. અને આથી જ તેઓ *“ગ્રામ સ્વરાજના પ્રણેતા”* તરીકે ઓળખાયા.

આ સિવાય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મેડિકલ એમેંડમેંટ બિલ, પ્રાથમિક શિક્ષણ કાયદો, આયુર્વેદ અને યુનાની ચિકિત્સકોના રક્ષક, રોલેટ એક્ટ, ઈંગલેંડમાં કોંગ્રેસનો પ્રચાર, અસહકાર આંદોલન અને સવિનય કાનુનભંગ, બોમ્બે મ્યુનિસિપલ કાઉંસિલનો કાર્યકાળ, બોમ્બેના મેયર, સ્વરાજ પક્ષની રચના, હિંદુ મેરેજ એક્ટ, પેશાવર ઈંક્વાયરી કમિટી, કે પછી અમેરીકામાં વિઠઠલભાઈ પટેલના ભાષણો હોય, વગેરે બાબતોમાં જરુર જણાય ત્યાં તેઓએ દેશહિતમાં આક્રમક વલણો પણ અપનાવ્યા છે અને ક્યારેક નરમાશથી પણ કાર્યો કરેલ છે. એક કિસ્સામાં પોતાના જ સ્વરાજ પક્ષના નેતા શ્રી મોતીલાલ નહેરુનો ખોફ પણ એમણે વહોરી લીધેલો, સ્પીકર તરીકે ચુંટાયા એટલે એમને કરવેરા જતાં માસિક રુ. ૩,૬૨૫નો પગાર મળતો થયો શ્રી વિઠ્ઠલભાઈ પટેલજે સાદા અને નિ:સંતાન વિધુરને આટલી મોટી પગારની રકમનું શુ કરવું એમ પ્રથમ નજરે લાગે આથી નેતા શ્રી મોતીલાલ નહેરુની ઈચ્છા હતી કે શ્રી વિઠ્ઠલભાઈ પોતાના પગરનો અર્ધો હિસ્સો પક્ષના ફંડમાં આપે. શ્રી વિઠ્ઠલભાઈ એ જે પળે પ્રમુખપદ સ્વીકાર્યું તે જ પળે, મન સાથે જ નિશ્ચય કરેલ કે પક્ષની વિચારસરણીને પોતે વરેલા ખરા, ભારતના સ્વાતંત્ર્યના સેનાની પણ પોતે અચૂક, પણ પક્ષ તરીકે કોઈ પક્ષ સાથે, કોઈ સંબંધ ચિન્હ ટકાવવા નહી. આથી જ તેઓએ પક્ષના સભ્યપદે થી મુક્ત થયા, આવી પરિસ્થિતિમાં તેઓ પોતે ફાળો કેવી રીતે આપી શકે તે સવાલ સ્વાભાવિક પેદા થયો. આ ઉપરાંત વિઠ્ઠલભાઈ નું દિલ્હીનું ઘર એટલે સરોજીની નાયડુંથી માંડી મહાદેવભાઈ દેસાઈ જેવા કેટલાય રાષ્ટ્રીય કાર્યકરોનું વિરામ સ્થળ. બહોળી મહેમાન ગતિ અને વિશાળ નિવાસસ્થાન જે ૨૦, અકબર રોડ, દિલ્હીમાં આવેલ જ્યાં આજે લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાનું નિવાસસ્થાન છે. 

આ નિવાસસ્થાનમાં શરુઆતમાં શ્રી વિઠ્ઠલભાઈને સારી એવી રકમ રાચરચીલામાં ખર્ચવી પડી હતી અને છ માસને અંતે એમને સમજાયુ કે માળી, નોકરોના મોટા કાફલા અને પોતાના મોભાને યોગ્ય સામાજિક ખાણી પીણીને નિભાવવા, માસિક બે હજાર જોઈએ. એટલે બાકીના માસિક રૂ. ૧૬૨૫ એમણે મહાત્મા ગાંધીને મોકલી આપ્યા. એમને ઈચ્છા થાય તે રીતે જનકલ્યાણની પ્રવૃત્તિમાં વાપરવા માટે અને આ વાત મોતીલાલ નહેરૂને પસંદ નહોતી અને આથી જ તેમણે આ રકમ પર પક્ષનો દાવો પોતાના રોષ સાથે કર્યો. અને આ તરફ મહાત્મા ગાંધીજી એ આ રકમ કેટલાય સમય સુધી વાપરી નહોતી આ કારણે પણ મોતીલાલ નહેરૂનો રોષ યથાવત રહ્યો. પરંતુ સમયાંતરે ગાંધીજીએ મોતીલાલ નહેરૂની સંમતિથી આ રકમ રાષ્ટ્રહિતમાં વાપરી અને પ્રતિમાસ વિઠ્ઠલભાઈ રૂ. ૧૬૨૫ ગાંધીજીને મોકલાવતા રહ્યા. 

આજે આપણે “બંધુ બેલડી” એટલે કે શ્રી વિઠ્ઠલભાઈ પટેલઅને શ્રી શ્રી સરદાર પટેલના પ્રસંગો વાગોળીએ. બંને ભાઈઓમાં શ્રી વિઠ્ઠલભાઈ પટેલમોટા અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નાના તેમની સમજશક્તિ અને રમૂજ માટે જાણીતા હતા. તે એક કુદરતી ભેટ હતી અને બંનેએ તેમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને આ સુંદર કલાનો ઉપયોગ કર્યો, તેનો ઉપયોગ વિદેશી શાસકો અને તેમના યુરોપિયન અધિકારીઓ સામે સફળતાપૂર્વક કર્યો. ડીસ્ટ્રીક પ્લીડરની પરીક્ષા પાસ કરી શ્રી વિઠ્ઠલભાઈ પટેલે પંચમહાલ જિલ્લાના ગોધરામાં વકીલાત શરૂ કરી. શ્રી વિઠ્ઠલભાઈને શરૂઆતમાં ખુબજ કઠીણાઈનો સામનો કરવો પડ્યો પરંતુ પોતાની કુનેહથી અને કાયદાના ઝીણવટ ભર્યા અભ્યાસના કારણે સફળતા મળવા લાગી અને ફોજદારી વકીલ તરીકે તેઓ પ્રખ્યાત થઈ ગયા. જવાબદાર વકીલ હોવાની સાથે સાથે તેઓ નીડર પણ એટલા જ હતા.

વિઠઠલભાઈ એ જ્યારે બોરસદમાં પોતાની વકીલાત શરૂ કરી ત્યાં પણ તેમને સફળતા અને ખ્યાતી મળતા વાર ન લાગી. તેમની ગોધરાની કારકીર્દી અગાઉથી જ બોરસદમાં પ્રસરી ગયેલ આથી ફોજદારી કેસોનો જમાવડો વધવા લાગ્યો આથી તેમણે વલ્લભભાઈને પણ બોરસદ બોલાવી લીધા. તેમના અભ્યાસ અને આવડતના કારણે મુશ્કેલ જણાતા કેસો પણ પલકવારમાં જીતી જતા. આમ બન્ને ભાઈની જુગલજોડીએ સરકારી તંત્ર અને પોલીસખાતાને રાડ પડાવી દીધી. ક્યારેક તો બન્ને ભાઈઓ સામ સામે પક્ષકારોના વકીલ તરીકે ઊભા રહેતા અને તે સમયે તેઓની રજુઆત અને દલીલો સાંભળવા વકીલમંડળ ઉપરાંત જનસમૂહના કારણે કોર્ટનો રુમ ભરાઈ જતો. એક સમયે તો સરકારને લાગ્યું કે તાલુકાનું પોલીસતંત્ર બન્ને ભાઈઓથી પરાસ્ત થયેલ છેએમની શેહમાં દબાઈ ગયુંએટલે બોરસદની ફોજદારી કોર્ટ આણંદ ખસેડીપણ આ સ્થળફેરની યોજના પણ કારગત ન નીવડી. બન્ને ભાઈઓ બોરસદથી આણંદ પહોચી કેસ લડી જીતી જતા. અને સરકારને પણ બોરસદથી આણંદનો ખર્ચો, ભાડા ભથ્થાવધવા લાગ્યા એટલે વળી પાછા થાકીને આણંદથી કોર્ટ બોરસદ બદલી અને આ રીતે બન્ને ભાઈઓની વચ્ચે સરકાર પીસાતી જ રહી.

            શ્રી સરદાર પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલના આગમન પછી નાગપુર સત્યાગ્રહનો વ્યાપ વધવા લાગ્યોશ્રી વિઠ્ઠલભાઈએ તે સમયે બધી જ પરિસ્થિતિનો તાગ મેળવી સરઘસ કાઢવાની યોજના બનાવી, ૧૮ ઓગષ્ટના રોજ આ યોજના અમલમાં મુકવા ૨ શર્તો મુકી જેમા ૧) ૧૭ ઓગષ્ટ સુધી નાગપુરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ૨) સરઘસ યોજવા સરકારની આગોતરી મંજુરી મેળવવી. એ સમયે સર ફ્રેંક સ્લાય સેંટ્રલ પ્રોવિન્સિઝ્ના ગવર્નર હતા અને તેઓ શ્રી વિઠ્ઠલભાઈના લંડનમાં સહાધ્યાયી હતા. આથી શ્રી વિઠ્ઠલભાઈ પટેલસર સ્લાયને અનેક વખત મળેલા અને આ મુલાકાતોની ગુપ્તતા જળવાઈ રહેલ હતી. શ્રી વિઠ્ઠલભાઈના રાજદ્વારી પ્રયત્નોને કારણે ૧૮ ઓગષ્ટે સરઘસ વિના અવરોધે સફળ રહ્યુ. શ્રી સરદાર પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલે સાથે મળીને સફળતા મેળવી હોય તેવા પ્રસંગોમાં નાગપુર સત્યાગ્રહ ખુબજ મહત્વનો છે. શ્રી વિઠ્ઠલભાઈના કારણે જ આપણને શ્રી સરદાર પટેલ જેવા રાજપુરુષ મળ્યાં તે ક્યારેય ભુલી ન શકાય.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in