Borsad Satyagrah Sardar Patel's Appeal - Sardar Patel | Sardar Vallabhbhai Patel History | Patel Sardar

Sardar Vallabhbhai Patel Movie


Borsad Satyagrah Sardar Patel's Appeal

Borsad Satyagrah Sardar Patel's Appeal 

શ્રી વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહ વખતે પ્રજાજોગ જે અપીલ કરેલ તેના પરથી ખ્યાલ આવે કે સરદાર પટેલના જાહેરજીવનમાં બોરસદ સત્યાગ્રહે એક મહત્વનો ભાગ ભજ્વ્યો, આ સત્યાગ્રહ થકી વલ્લભભાઈ પટેલે જાહેર જનતા ને કેવી રીતે પીઠબળ પૂરું પાડ્યું તથા તેમણે બોરસદના લોકોને અંગ્રેજ શાસન સામે લડવાની  હિંમત પણ આપી અને આ લડત એટલા માટે વિશેષ છે કારણકે સરદાર શ્રી બોરસદ તાલુકાના આશરે દોઢેક લાખ લોકોને આ લડત લડવા માટે જાગૃત કર્યા.  તથા આ લડત અસહકાર ની પડતી ના સમયે યોજાઇ હતી જે સમયે ગાંધીજી લાંબો જેલવાસ ભોગવી રહ્યા હતા અને મહાસભાના મંચ ઉપર અસહકાર કે ધારાસભા પ્રવેશ એવું સંઘર્ષણ ચાલી રહ્યું હતું. સરકારે આ લડત ને  પ્રજાની વાત સાચી ગણી માન્ય રાખી જે તે સમયની ઘટનામાં અભૂતપૂર્વ કહેવાય!

બોરસદ સત્યાગ્રહનો પ્રારંભ તારીખ ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે થયો.  તથા તેની યશસ્વી પૂર્ણાહુતિ ૧૨ જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે ઉજવવામાં આવી. આ લડત ના કારણો પરિસ્થિતિઓ જાણવી ચરોતરના નાગરિકો તથા દેશના નાગરિકો માટે  અગત્યની છે. આ લડત પૂરી થયાના ચારેક માસ પછી બોરસદમાં સાતમી ગુજરાત રાજકીય પરિષદ ભરાઈ. આ પરિષદમાં ગાંધીજી દ્વારા મોકલવામાં આવેલ સંદેશો ખૂબ જ મહત્વનો હતો,  તેમણે કહ્યું કે” બોર્ડ સાથે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદ સત્યાગ્રહ કરી, ભોગ ત્યાગ કરી, પોતાની જાતને હિન્દુસ્તાનની સેવા માટે અર્પણ કરી છે. બોરસદ જમીન સાફ કરી; ચણતર કરવાનું બાકી છે ને તે કઠણ છે. તે કામ થઈ રહ્યું છે, કેમ હું જાણું છું.”

બોરસદ સત્યાગ્રહ બાદ ચારેક વર્ષ પછી બારડોલીનો સત્યાગ્રહ થયો અને બારડોલી સત્યાગ્રહ સમયે જ મકોટી ગામના ભીખીબેને વલ્લભભાઈને સરદાર કહી સંબોધ્યા. પરંતુ બારડોલી સત્યાગ્રહના બીજ કદાચ બોરસદ સત્યાગ્રહ વખતે રોપાયા હશે. વલ્લભભાઈએ લોકોને બોરસદ સત્યાગ્રહ સમયે જે અપીલ કરી છે તે જાણીએ તો સાચેજ સમજ પડે કે સત્યાગ્રહનો સુત્રધાર કે પડદા પાછળ કામ કરનાર કર્મવીર કોણ? ગાંધીજીના સત્યાગ્રહોનું આયોજન સરદાર સાહેબ કરતા અને દરેક સત્યાગ્રહે જન માનસ પર એક છાપ છોડી હતી.

શ્રી વલ્લભભાઈ પટેલની બોરસદની જનતાને અપીલ

બોરસદ અને આણંદ તાલુકાની નિર્દોષ પ્રજા પર અઢી લાખ રૂપિયા જેટલી ભારે રકમનો દંડ ઠોકી બેસાડી સરકારે લગભગ એકસો ગામો પર વધારાની પોલીસ બેસાડી છે. તેની સામે તે ગામના લોકોએ સત્યાગ્રહ કરવાનો નિશ્ચય કર્યો છે.

ગામેગામ જે પોલીસ મુકવામાં આવી છે તે બહારથી આણેલી છે. તેમાંના કેટલાક પોલીસોએ લોકો પર અનેક અત્યાચારો શરૂ કર્યા છે. બહારવટિયાના ત્રાસથી કચડાયેલી પ્રજા હવે પોલીસના ત્રાસમાં સપડાઈ છે. ગામડામાં પોલીસના અત્યાચાર સામે થવાની પ્રજામાં તાકત નથી. સ્ત્રીઓની ઈજ્જત પર હાથ નંખાય છે છતાં, શરમના માર્યા લોકો એવી વાત પ્રસિધ્ધ થાય એ ઈચ્છતા નથી.

વળી તલાટીઓને તાકીદે જપ્તીઓ કરી દેવાનો હુકમો મળી ચુક્યા છે. જલ્દીથી વસૂલ કરનારને પાઘડીની લાલચો અપાય છે. દુષ્કાળનું જ વર્ષ હોવાથી લોકો પર બેવડો માર પડ્યો છે.

સરકાર તો રૂઠેલી જ હતી, અને ઈશ્વર પણ રૂઠ્યો.

આ દુ:ખી સ્થિતિમાં લોકોની પડખે ઊભા રહેવાની અને તેમના દુ:ખ્માં ભાગ લેવાની ખાસ જરૂર છે. ગુજરાતના નવ જુવાનોને પ્રજાની સેવા કરવાની આ તક મળેલી છે. નાગપુર સુધી વહારે દોડનારા ગુજરાતના જુવાનો પોતાના જ પ્રાંતમાં પીડાતા ભાઈઓને વીલા મૂકી ન શકે. દરબારશ્રી ગોપાળદાસભાઈ બોરસદમાં સત્યાગ્રહ છાવણી નાખીને પડ્યા છે. જે સૈનિકો બોરસદ તાલુકામાં કામ કરવા ઈચ્છતા હોય તેમણે પ્રાંતિક સમિતિના મંત્રીને તાકીદે પોતાની અરજી મોકલી આપવી.

આ લડતમાં નાણાંની પણ જરૂર પડશે. મારી ઉમ્મીદ છે કે ગુજરાત જ બોરસદની લડતમાં જોઈતા નાણાં પુરા પાડશે. જે ભાઈઓ મદદ કરવા ઈચ્છતા હોય તેમણે ગુજરાત પ્રાંતિક સમિતિને પોતાનો ફાળો મોકલી આપવો. લડત શરૂ થઈ ચૂકી છે એટલે ઉતાવળથી મદદ કરવાની જરૂર છે.

સરદાર ખુબજ સારી રીતે જાણતા હતા કે લડતમાં જુસ્સો, લોકોનો આત્મવિશ્વાસ અને નાણાં ત્રણેય ની જરૂર છે. આ ત્રણમાંથી એક પણ નબળુ પડે કે લડત ભાંગી પડે પરંતુ તેમણે તેમની વાત કે અપીલમાં નાણાંને વધુ ભાર ન આપતા લોકોનો આત્મવિશ્વાસ અને જુસ્સો વધે તેના પર વધુ ધ્યાન આપ્યું.

આવા તો આપણા સરદાર .. સરદાર તમને કેવી રીતે અમે ભુલી શકીએ...!!!

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Borsad Satyagrah Sardar Patel's Appeal Borsad Satyagrah Sardar Patel's Appeal Reviewed by Rashesh Patel on April 05, 2021 Rating: 5

No comments:


Subscribe

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.