Swaraj - 40 - ભારતીય રૂપિયાના રક્ષક સર પુરષોત્તમદાસ ઠાકુરદાસ: શું હતો એ '1s. 4d.' નો ઐતિહાસિક જંગ?

SHARE:

Swaraj - 40 - ભારતીય રૂપિયાના રક્ષક સર પુરષોત્તમદાસ ઠાકુરદાસ: શું હતો એ '1s. 4d.' નો ઐતિહાસિક જંગ?

ભારતીય રૂપિયાના રક્ષક સર પુરષોત્તમદાસ ઠાકુરદાસ: શું હતો એ '1s. 4d.' નો ઐતિહાસિક જંગ?

- રસેશ પટેલ



આજે જ્યારે આપણે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની વાતો કરીએ છીએ, ત્યારે સર પુરષોત્તમદાસ ઠાકુરદાસ એ આત્મનિર્ભરતાના પ્રથમ પ્રણેતા હતા. તેમણે શીખવ્યું કે વ્યવસાય એટલે માત્ર નફો નહીં, પણ દેશ સેવા અને માનવતાનું કલ્યાણ. જેણે પોતાની મહેનતથી મુંબઈના કોર્પોરેટ જગત પર રાજ કર્યું અને છતાં પણ જેનું હૃદય ડાકોરના ગરીબ શ્રદ્ધાળુઓ અને આફ્રિકાના ખેતરોમાં મજૂરી કરતા ભારતીયો માટે રડતું હતું – એવા વિરલ વ્યક્તિત્વને શત શત નમન. સર પુરષોત્તમદાસ ઠાકુરદાસનો ઈતિહાસ આપણને શીખવે છે કે સાચો વેપારી એ જ છે, જે પોતાની સાથે આખા દેશના નસીબને બદલવાની શક્તિ રાખે છે.

મુંબઈના રસ્તાઓ પર ત્યારે ઘોડાગાડીઓ દોડતી હતી અને દરિયાકિનારે વેપારના નવા સપનાઓ આકાર લઈ રહ્યા હતા. એ જ મુંબઈમાં ૩૦ મે, ૧૮૭૯ ના રોજ એક એવા બાળકનો જન્મ થયો, જે ભવિષ્યમાં માત્ર ગુજરાતી ગૌરવ જ નહીં, પણ સમગ્ર ભારતના આર્થિક ઈતિહાસનો એક મજબૂત સ્તંભ બનવાનો હતો. આ બાળકનું નામ હતું – પુરષોત્તમદાસ ઠાકુરદાસ.

પુરષોત્તમદાસની માત્ર ચાર વર્ષની કુમળી વયે પિતા ઠાકુરદાસ આત્મારામ મહેતાનું અવસાન થયું. હજી તો આ આઘાતમાંથી બહાર આવે તે પહેલાં બે જ વર્ષમાં માતા દિવાળીબાઈ પણ અનંતની યાત્રાએ નીકળી ગયા. છ વર્ષનું એક નાનું બાળક, જેની પાસે દુનિયાની ભૌતિક સંપત્તિ તો હતી, પણ માતા-પિતાનો પ્રેમ કાયમ માટે ગુમાવી દીધો હતો. તેમના કાકા વિજભુખણદાસ અને કાકી અંબા લક્ષ્મીએ તેમને પોતાના સંતાનથી પણ વિશેષ વહાલ આપ્યું. કહેવાય છે ને કે, જો પાયો મજબૂત હોય તો ઈમારત અડીખમ ઊભી રહે છે. કાકા-કાકીના પ્રેમ અને સંસ્કારોએ પુરષોત્તમદાસમાં એવા મૂલ્યો રોપ્યા જેણે તેમને જીવનના તોફાનો સામે ઝૂકવા ન દીધા.

મુંબઈની મુંબાદેવી મ્યુનિસિપલ સ્કૂલથી શરૂ થયેલી તેમની શૈક્ષણિક સફર એલ્ફિન્સ્ટન કોલેજ સુધી પહોંચી. તેઓ ભણવામાં તેજસ્વી હતા, જેનું પ્રમાણ એ વાત પરથી મળે છે કે તેમણે મેટ્રિકમાં ફ્રેન્ચ ભાષા માટે ઈનામ જીત્યું હતું. ઈ.સ. ૧૯૦૦ માં સ્નાતક થયા પછી તેમનું મન કાયદાના અભ્યાસ તરફ હતું, પણ ભાગ્ય તેમને વેપારના મેદાનમાં ખેંચી લાવ્યું.

૧૯૦૧માં તેઓ પોતાના પારિવારિક વ્યવસાય – કપાસ અને તેલીબિયાંના વેપારમાં જોડાયા. એક એપ્રેન્ટિસ તરીકે શરૂઆત કરી અને માત્ર છ જ વર્ષમાં ૧૯૦૭ સુધીમાં તેઓ સિનિયર પાર્ટનર બની ગયા.તે સમયે કપાસના વેપારમાં ‘વોટરિંગ’ (કપાસમાં પાણી છાંટવું) અને ‘મિક્સિંગ’ (ખરાબ કપાસ ભેળવવો) જેવી બદીઓ વ્યાપેલી હતી. પુરષોત્તમદાસે જોયું કે આ છેતરપિંડીથી ભારતીય વેપારની વિશ્વભરમાં બદનામી થઈ રહી છે. તેમણે શપથ લીધા કે તેઓ આ વેપારને ‘પવિત્ર’ કરશે. તેમણે કડક હાથે આ અનિષ્ટો દૂર કર્યા. તે સમયે કપાસના વેપારમાં ભારે ગોલમાલ થતી. તેમણે 'ઈસ્ટ ઈન્ડિયા કોટન એસોસિએશન' સ્થાપવામાં મુખ્ય ભૂમિકા ભજવી અને ૩૫ વર્ષ સુધી તેના સર્વોચ્ચ નેતા અને ‘રિંગિંગ મુઘલ’ તરીકે ઓળખાયા. તેમણે સાબિત કર્યું કે વેપાર માત્ર નફા માટે નહીં, પણ નૈતિકતા માટે પણ હોય છે.

એટલું જ નહીં, ૧૯૨૫માં જ્યારે ‘રોયલ કમિશન ઓન ઈન્ડિયન ફાઇનાન્સ’ની વાત આવી, ત્યારે તેમણે બ્રિટિશરોના આર્થિક શોષણ સામે મોરચો માંડ્યો. તે સમયે રૂપિયા અને પાઉન્ડના વિનિમય દર (Exchange Rate) નો મોટો વિવાદ હતો. બ્રિટિશરો એવો દર રાખવા માંગતા હતા જેનાથી બ્રિટનને ફાયદો થાય અને ભારતીય ખેડૂત પાયમાલ થાય. પુરષોત્તમદાસે ‘1s. 4d.’ ના રેશિયો માટે જે લડત આપી, તે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. ભલે તે લડાઈમાં તેઓ માત્ર ત્રણ મતથી હારી ગયા, પણ તેમણે બ્રિટિશ સત્તાના પાયા હચમચાવી દીધા હતા. જે સર પુરષોત્તમદાસના જીવનનો સૌથી મોટો આર્થિક સંઘર્ષ હતો. ઈતિહાસના પાનાઓમાં આને 'Currency Ratio Dispute' કહેવામાં આવે છે. સામાન્ય વાચકને પ્રશ્ન થાય કે આ '1s. 4d.' વળી શું છે?

તે સમયે બ્રિટિશ ચલણ 'પાઉન્ડ' હતું, જેના નાના ભાગોને 'શિલિંગ' (s) અને 'પેન્સ' (d) કહેવાતા. વિવાદ એ હતો કે ૧ ભારતીય રૂપિયો બરાબર કેટલા શિલિંગ અને પેન્સ હોવા જોઈએ?

  • અંગ્રેજોની ચાલ (1s. 6d.): બ્રિટિશ સરકાર ઈચ્છતી હતી કે ૧ રૂપિયો = 1 શિલિંગ 6 પેન્સ નક્કી થાય. એટલે કે રૂપિયાની કિંમત કૃત્રિમ રીતે 'ઉંચી' રાખવામાં આવે.
  • પુરષોત્તમદાસનો તર્ક (1s. 4d.): પુરષોત્તમદાસ કહેતા હતા કે ૧ રૂપિયો = 1 શિલિંગ 4 પેન્સ જ હોવો જોઈએ.

આ તફાવત સાવ મામૂલી લાગે, પણ આમાં કરોડો રૂપિયાની રમત હતી. જો રૂપિયો મોંઘો (1s. 6d.) રહે, તો ભારતનો ખેડૂત જ્યારે કપાસ કે અનાજ વિદેશ મોકલે, ત્યારે તેને બદલામાં ઓછા રૂપિયા મળતા હતા. એટલે કે ખેડૂતોની કમાણીમાં સીધો ૧૨.૫% નો ઘટાડો થતો હતો! બીજી બાજુ, બ્રિટનથી આવતો માલ ભારતની બજારમાં સસ્તો પડતો, જેનાથી ભારતના સ્થાનિક ઉદ્યોગો (જેમ કે કાપડ મિલો) પડી ભાંગે તેમ હતી. સર પુરષોત્તમદાસે ૧૯૨૫માં 'રોયલ કમિશન ઓન ઈન્ડિયન ફાઇનાન્સ'માં આ વિષય પર એકલા હાથે જંગ લડ્યો. અંગ્રેજ અર્થશાસ્ત્રીઓ સામે તેમણે તથ્યો સાથે સાબિત કર્યું કે 1s. 6d. નો દર એટલે ભારતના ગરીબ ખેડૂતોના ખિસ્સા પર બ્રિટિશ સરકારનો સીધો ડાકોડો. ભલે તેઓ અંતે વોટિંગમાં માત્ર 3 મતોથી હારી ગયા, પણ તેમણે જે 'મિનિટ ઓફ ડિસેન્ટ' (વિરોધ પત્ર) લખ્યું, તે આજે પણ ભારતીય અર્થતંત્રના ઈતિહાસનો સૌથી મોટો દસ્તાવેજ ગણાય છે.

૧૯૧૧માં જ્યારે ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો, ત્યારે પુરષોત્તમદાસે રાહત ફંડના સેક્રેટરી તરીકે દિવસ-રાત એક કરી દીધા. તેમની ફિલોસોફી હતી – “દાન આપવું એ ઉપકાર નથી, પણ સામેવાળાને પગભર કરવા એ સાચી સેવા છે.”

તેઓ અત્યંત ધાર્મિક હતા, પણ તેમનો ધર્મ સાંકડો નહોતો. જ્યારે દલિતોને મંદિરમાં પ્રવેશ નહોતો મળતો, ત્યારે તેમણે ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાય મંદિરના દ્વાર હરિજનો માટે ખોલાવવા માટે મોટું અભિયાન ચલાવ્યું હતું. તેઓ માનતા હતા કે ભગવાનના દરબારમાં સૌ સમાન છે. જો પરમાત્મા સૌના છે, તો મંદિરના દ્વાર કોઈ એક જ્ઞાતિ માટે બંધ કેમ હોઈ શકે? ૧૯૧૬ માં 'એબોલિશન ઓફ ઇન્ડેન્ચર એક્ટ' પસાર થયો, જેનાથી ભારતીય મજૂરોને ગુલામી જેવી સ્થિતિમાંથી મુક્તિ મળી, તેમાં પુરષોત્તમદાસનો ફાળો સિંહફાળો હતો.

ભારતની સરહદો બહાર, આફ્રિકા અને ફિજીમાં સ્થાયી થયેલા ભારતીયો પર જ્યારે ગોરાઓ અત્યાચાર કરતા, ત્યારે પુરષોત્તમદાસે લંડન સુધી અવાજ ઉઠાવ્યો હતો. તેમની જ મહેનતને કારણે ૧૯૧૬માં ‘એબોલિશન ઓફ ઇન્ડેન્ચર એક્ટ’ (ગિરમીટીયા પ્રથાની નાબૂદી) શક્ય બન્યો હતો.

માત્ર રૂપિયાનો દર જ નહીં, પણ ભારતીય રેલવે પણ આજે જો સરકારના હાથમાં છે, તો તેનો શ્રેય પુરષોત્તમદાસને જાય છે. ૧૯૨૦માં જ્યારે અંગ્રેજો રેલવેને ખાનગી કંપનીઓના હાથમાં રાખવા માંગતા હતા, ત્યારે 'અકવર્થ કમિટી'માં તેઓ એકમાત્ર ભારતીય હતા જેમણે ભારપૂર્વક કહ્યું કે રેલવે પર દેશની સરકારનું જ નિયંત્રણ હોવું જોઈએ. તેમની આ દૂરંદેશીને કારણે જ આજે રેલવે ભારતની જીવાદોરી બની શકી છે. સર પુરષોત્તમદાસની સૌથી મોટી ઓળખ એક નીડર નીતિ ઘડવૈયા તરીકેની છે. એકમાત્ર પુરષોત્તમદાસ એવા ભારતીય હતા જેમણે અકવર્થ કમિટી માં અવાજ ઉઠાવ્યો કે, “ભારતીય રેલવે પર ભારત સરકારનું જ નિયંત્રણ હોવું જોઈએ.”

બ્રિટિશ સરકારે તેમની ક્ષમતા જોઈને તેમને અનેક ખિતાબ આપ્યા – કૈસરે-હિંદ, MBE, CIE અને અંતે ૧૯૨૩માં ‘નાઈટહૂડ’ (સર) નો ખિતાબ. તેઓ માનતા કે જો ભારતે પ્રગતિ કરવી હશે, તો વેપાર અને ઉદ્યોગને રાષ્ટ્રીય ચળવળ સાથે જોડવા પડશે. તેમના આ જ વિચારમાંથી ‘ફિક્કી’ (FICCI) જેવી સંસ્થાઓનો જન્મ થયો.


Subscribe us : WhatsApp Youtube Channel Visit us : Sardar Patel

COMMENTS

Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content