Swaraj - 36 - પંચાયતી રાજના પ્રણેતા અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની શૌર્યગાથા

SHARE:

ઓગણીસનો અનોખો સંગમ: પંચાયતી રાજના પ્રણેતા અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની શૌર્યગાથા

ઓગણીસનો અનોખો સંગમ: પંચાયતી રાજના પ્રણેતા અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની શૌર્યગાથા

રસેશ પટેલ




આજે મારે તમને એક એવી વ્યક્તિની વાત છે, કે જેમના વગર કદાચ આપણા ગુજરાતના ગામડાંઓ આજે આટલા મજબૂત ન હોત. આપણે ઘણી વાર મોટા નેતાઓના નામ સાંભળીએ છીએ, પણ અમુક નામ એવા હોય છે જે માત્ર ઇતિહાસના પાના પર જ નહીં, પણ આપણા લોકશાહીના પાયામાં દફન થયેલા હોય છે. એ નામ છે - બળવંતરાય મહેતા.

શું તમને ખબર છે કે કુદરત પણ ક્યારેક અજીબ સંકેતો આપે છે? બળવંતરાય મહેતાના જીવનમાં '૧૯' ના આંકડાનો એક એવો રહસ્યમય સંગમ છે જે જાણીને તમે દંગ રહી જશો. તેમનો જન્મ ૧૯ ફેબ્રુઆરીએ થયો, તેમના લગ્ન ૧૯ એપ્રિલે થયા અને આ દેશ માટે તેમણે પોતાનું બલિદાન પણ ૧૯ સપ્ટેમ્બરે આપ્યું. આ કોઈ સંયોગ નહોતો, આ તો એક શહીદની કિસ્મત હતી જેણે દરેક તબક્કે દેશને સર્વોપરી રાખ્યો હતો.

આપણે ૧૮૯૯ના ભાવનગરનું એ રજવાડું અને સૌરાષ્ટ્રની એ માટી. એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં બળવંતરાયનો જન્મ થયો. પિતા ગોપાલજીભાઈ ભાવનગર રેલવેમાં ઓડિટ વિભાગમાં કામ કરે. બહુ મોટી આવક નહીં, પણ ઘરમાં સંસ્કારોનું ભાથું ભરપૂર હતું. બળવંતરાયના બાળપણના દિવસો તેમના મામા ડૉ. હરિ વલ્લભ પારેખના ઘરે વીત્યા. ત્યાં તેમને પુસ્તકોનો એવો છંદ લાગ્યો કે જેણે તેમના આખા જીવનની દિશા બદલી નાખી. તેમના મામા બહુ કડક અને શિસ્તના આગ્રહી હતા. આજે આપણે જે બળવંતરાયને એક મજબૂત નેતા તરીકે જોઈએ છીએ, તેનો પાયો એ ભાવનગરની ગલીઓમાં અને મામાની શિસ્તમાં નંખાયો હતો.

૧૯૨૦માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં બી.એ. (ઈકોનોમિક્સ) માં અભ્યાસ કરતા હતા. કારકિર્દી સામે હતી, ઉજ્જવળ ભવિષ્ય હતું. પણ એ જ સમયે ગાંધીજીએ નાગપુર અધિવેશનમાં આહવાન કર્યું - "અંગ્રેજોની શિક્ષણ સંસ્થાઓનો ત્યાગ કરો." વિચારો તો ખરા, આજે કોઈ યુવાન પોતાની ડિગ્રી કે કરિયરને લાત મારી શકે? પણ બળવંતરાયે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની ડિગ્રી છોડી દીધી અને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. તેમને ખબર હતી કે આઝાદી વગરની ડિગ્રી તો માત્ર એક કાગળનો ટુકડો છે.

બળવંતરાય માત્ર રાજકારણી નહોતા, તેઓ એક પ્રખર સમાજ સુધારક હતા. તેમણે જોયું કે તેમના જ એક સંબંધી સ્ત્રીને તેનો પતિ ત્રાસ આપતો હતો. આ ઘટનાએ તેમને અંદરથી હલાવી દીધા. તેમણે માત્ર દુઃખ વ્યક્ત ન કર્યું, પણ સ્ત્રીઓના શિક્ષણ અને ઉત્થાન માટે 'મહિલા વિદ્યાલય'ની સ્થાપના કરી. તેમને ખબર હતી કે જો સમાજને બદલવો હશે તો સ્ત્રીઓને શિક્ષિત કરવી પડશે.

એટલું જ નહીં, ૧૯૨૭માં ઠક્કર બાપા સાથે મળીને તેમણે હરિજન બાળકો માટે આશ્રમ શરૂ કર્યો. સૌરાષ્ટ્રમાં જ્યારે પૂર આવ્યું, ત્યારે આ માણસ પોતાની પરવા કર્યા વગર લોકોની મદદ કરવા મેદાને પડ્યો. તેમણે 'સૌરાષ્ટ્ર સેવા સમિતિ' બનાવીને રાત-દિવસ એક કરી દીધા. તેઓ માનતા હતા કે નેતા એ નથી જે ગાડીઓમાં ફરે, પણ નેતા એ છે જે લોકોના આંસુ લૂછે.

ઘણાને એમ લાગે છે કે લડત માત્ર અંગ્રેજો સામે જ હતી. પણ ના, એ વખતે રજવાડાઓમાં પણ લોકોના હકો માટે લડવું પડતું હતું. બળવંતરાયે ભાવનગર પ્રજા મંડળની સ્થાપના કરી. તેમણે માંગ કરી કે સામાન્ય માણસને પણ મતાધિકાર મળવો જોઈએ. ૧૯૨૩માં તેમના પ્રયત્નોથી જ ભાવનગરમાં પુખ્ત મતાધિકારના આધારે મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ. આ ભારતભરમાં એક મોટી ક્રાંતિ હતી.

તમે વિચારો, સાત વર્ષ જેલવાસ! બારડોલી સત્યાગ્રહ હોય, મીઠાનો સત્યાગ્રહ હોય કે હિન્દ છોડો આંદોલન—બળવંતરાય હંમેશા પ્રથમ હરોળમાં હતા. સરદાર પટેલે જ્યારે તેમને બારડોલીમાં જવાબદારી સોંપી, ત્યારે તેમણે એ રીતે કામ કર્યું કે અંગ્રેજો પણ દંગ રહી ગયા. તેમને ખબર હતી કે જેલ એ સજા નથી, પણ દેશસેવાનું ઘરેણું છે.

આઝાદી પછી જ્યારે ભારતનું બંધારણ ઘડાયું અને દેશ આગળ વધવા લાગ્યો, ત્યારે બળવંતરાય મહેતાએ એક એવી ભેટ આપી જે આજે પણ ભારતના લોકશાહીનો કરોડરજ્જુ છે. તેમણે એક સમિતિનું નેતૃત્વ કર્યું અને "પંચાયતી રાજ" નો વિચાર આપ્યો. તેમનું કહેવું હતું કે, "દિલ્હીમાં બેસીને ગામડાનો વિકાસ ન થઈ શકે. ગામડાના નિર્ણય ગામના લોકો જ લેવા જોઈએ."

આજે જે આપણે ત્રણ સ્તરની પંચાયત વ્યવસ્થા જોઈએ છીએ (ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત), તે બળવંતરાય મહેતાની દેન છે. તેમણે સત્તાને છેવાડાના માનવી સુધી પહોંચાડી. એક કોમર્સના વિદ્યાર્થી તરીકે હું સમજું છું કે કોઈપણ મેનેજમેન્ટમાં વિકેન્દ્રીકરણ (Decentralization) કેટલું જરૂરી છે, અને બળવંતરાયે આ વાત ૧૯૫૦ના દાયકામાં સમજી લીધી હતી.

૧૯૬૩માં તેઓ ગુજરાતના બીજા મુખ્યમંત્રી બન્યા. તેમનો કાર્યકાળ એટલે શિસ્ત, સાદગી અને વિકાસનો ત્રિવેણી સંગમ. પણ વિધિના લેખ કંઈક અલગ હતા. ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. કોઈ પણ મુખ્યમંત્રી સુરક્ષિત જગ્યાએ બેસી રહેવાનું પસંદ કરે, પણ બળવંતરાય અલગ માટીના બનેલા હતા. તેઓ પોતાના પત્ની સરોજબહેન સાથે સરહદી વિસ્તારોની મુલાકાતે નીકળ્યા જેથી સૈનિકો અને પ્રજાનો ઉત્સાહ વધારી શકાય.

૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫નો એ કાળમુખો દિવસ. તેમનું વિમાન કચ્છના આકાશમાં હતું ત્યારે પાકિસ્તાની લડાયક વિમાનોએ એક નાગરિક વિમાન પર હુમલો કર્યો. બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવામાં આવ્યું. તેઓ શહીદ થયા. એક મુખ્યમંત્રી રણમેદાનમાં શહીદ થાય, એવું વિશ્વના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. તેઓ "ડ્યુટી" પર હતા, તેઓ સેવામાં હતા, અને સેવામાં જ તેમણે પોતાના પ્રાણ ત્યાગ્યા.

આજે જ્યારે આપણે ગુજરાતના વિકાસની વાતો કરીએ છીએ, ત્યારે આપણે બળવંતરાય મહેતા જેવા મહાનુભાવોના ત્યાગને ભૂલવો ન જોઈએ. તેમનું જીવન આપણને શીખવે છે કે સત્તા એ ભોગવવા માટે નથી, પણ સેવા કરવા માટે છે. તેમણે ખાદી પહેરી, સાદું જીવન જીવ્યા અને હંમેશા સાહિત્યના શોખીન રહ્યા. તેઓ ડ્રાયડન, સ્કોટ અને અપ્ટન સિંક્લેર જેવા લેખકોને વાંચતા. એમનામાં એક વિદ્વાનનું મગજ અને એક લડવૈયાનું હૃદય હતું.

આ લેખ વાંચીને જો તમને એમ થતું હોય કે આપણે પણ આપણા ગામ માટે કે સમાજ માટે કંઈક કરવું જોઈએ, તો સમજજો કે બળવંતરાય મહેતાનો ઉદ્દેશ્ય સફળ થયો છે. તેઓ ઈચ્છતા હતા કે દરેક ભારતીય જાગૃત બને, પોતાની શક્તિ ઓળખે અને લોકશાહીના પાયાને મજબૂત કરે.

ચાલો, આજે એ અમર શહીદને વંદન કરીએ જેણે પોતાની જિંદગીના તમામ '૧૯' દેશના નામે કરી દીધા. ગુજરાતની ધરતી પર આવા રત્નો પાક્યા છે, એ જ આપણું સૌથી મોટું નસીબ છે.


Subscribe us : WhatsApp Youtube Channel Visit us : Sardar Patel

COMMENTS

Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content