Why was the hope of installing a Shivling on historical Brahmashila at the hands of Sardar Patel on the day of Shivratri destroyed?

SHARE:

૧૨૦૦ વર્ષથી પણ જૂની સોમનાથ મંદિરની બ્રહ્મશિલા મહમદ ગઝની પણ હટાવી નહોતો શક્યો, તે બ્રહ્મશિલા પર કેમ સરદાર પટેલના હસ્તે શિવરાત્રીના દિવસે શિવલિંગ સ્થાપન

૧૨૦૦ વર્ષથી પણ જૂની સોમનાથ મંદિરની બ્રહ્મશિલા મહમદ ગઝની પણ હટાવી નહોતો શક્યો, તે બ્રહ્મશિલા પર કેમ સરદાર પટેલના હસ્તે શિવરાત્રીના દિવસે શિવલિંગ સ્થાપનાની આશા નષ્ટ પામી?



સોમનાથ મંદિરની એ ઐતિહાસિક બ્રહ્મશિલા કે જે ૧૨૦૦ વર્ષથી પણ જૂની હશે જ્યારે મહમદ ગઝનીએ સોમનાથ પાટણ પર કરોડોની કિમતનું ઝવેરાત લૂટયું અને શિવલિંગ તોડ્યું અને તેની નજર આ બ્રહ્મશિલા પર પડી, ગઝનીએ એમ માન્યું કે આ શિલા નીચે અમૂલ્ય ખજાનો હશે આથી આ શિલા ખસેડવા પ્રયાસો કર્યા પણ આ શિલા ત્યાંથી એક તસુ પણ ખસી નહી.

સોમનાથના ઐતિહાસિક મંદિરમાં ૧૨૦૦ વર્ષ પુરાણી આ બ્રહ્મશિલા પી. ડબલ્યુ ડી. ખાતાના માણસોની બિનઆવડતના કારણે આશરે ૧૯ નવેમ્બર ૧૯૫૦ના દિવસે તૂટી ગયેલ. દશેરાના દિવસથી જૂના મંદિરની દીવાલો તોડવાનું કાર્ય શરૂ કરવામાં આવેલ અને ૯ મંદિરનો ઘુમ્મટ પર કામ કરતાં માણસોની બિનઆવડતના કારણે આ શિલાના ચાર ટુકડા થયા. ૧૯ ઓકટોબર ૧૯૫૦ના દિવસે સોમનાથ ટ્રસ્ટના કાર્યવાહકો, મધ્યસ્થ સરકારના પ્રધાન કનૈયાલાલ મુન્શી, સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી ઢેબર અને અન્ય અધિકારીઓની હાજરીમાં આ બ્રહ્મશિલા કાયમી રાખી તેના પર શિવરાત્રીના દિવસે સરદાર સાહેબના વરદ હસ્તે સોમનાથ મંદિરના નવા શિવલિંગની સ્થાપના કરવા માટેનું આયોજન કરવામાં આવેલ.

આર્કિયોલોજીસ્ટો મુજબ આ બ્રહ્મશિલા નીચે ખોદકામ થાય તો બીજું મંદિર નીકળવાની શક્યતા છે. પરંતુ ખોદકામ કરતાં પણ મંદિરના ચિન્હો દેખાયા નહોતા. પણ આ બ્રહ્મશિલા ચાર પાકી દીવાલોના ટેકે હતી અને દીવાલો વચ્ચે માટે ભરી તેના પર બ્રહ્મશિલા મૂકવામાં આવેલ હતી.

સોમનાથ ટ્રસ્ટે મંદિરની આજુબાજુના મકાનો ખરીદી લીધા અને બાજુમાં આવેલ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના શ્રી મહાપ્રભુજીની બેઠક તથા શ્રી લક્ષ્મીનારાયણના મંદિરના વિસ્તારનો અમુક ભાગ બાકી રાખી ધરમશાળા તથા બીજા મકાનો તોડી મંદિરની આસપાસનો વિસ્તાર રમણીય સ્થળ તરીકે ફેરવી નાખ્યો. આ સ્થળની વધારે રમણીય બનાવવા ૫૦૦ એકર જમીન પણ સોમનાથ ટ્રસ્ટે ખરીદી લીધી.

આમ, સોમનાથ મંદિરની એ ઐતિહાસિક બ્રહ્મશિલા કે જે ૧૨૦૦ વર્ષથી પણ જૂની હતી તે તૂટી જવાના કારણે તે શિલા પર સરદાર પટેલના હસ્તે શિવલિંગની સ્થાપનાની આશા નષ્ટ પામી.




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

COMMENTS

Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content