January 2021 | Vithalbhai Patel, Sardar Patel

Gandhiji's last Will and Testament

ગાંધીજીનું છેલ્લું વસિયતનામું


વિધિનિર્મિત ના શુક્રવારના લેખમાં જેનો ઉલ્લેખ કરેલ છે તે કોંગ્રેસના બંધારણનો ખરડો નીચે આપ્યો છે. ગાંધીજીના અવસાનને કારણે એ હિંદની પ્રજા માટેનું તેમનું છેલ્લું વસિયતનામું બની ગયુ છે. – પ્યારેલાલ

ભાગલા પડ્યા છતાં હિંદી રાષ્ટ્રીય કોંગ્રેસે યોજેલા સાધનો દ્વારા હિંદે રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી હોવાથી આજના સ્વરૂપની કોંગ્રેસનો એટલે કે પ્રચારના વાહન અને ધારાસભાની પ્રવૃત્તિ ચલાવવાના તંત્ર તરીકેનો તેનો ઉપયોગ હવે પુરો થયો છે. શહેરો અને કસબાઓથી ભિન્ન એવા તેના સાત લાખ ગામડાંઓની દ્રષ્ટિથી હિંદની સામાજિક, નૈતિક અને આર્થિક સ્વતંત્રતા સિધ્ધ કરવાની હજી બાકી છે. લોકશાહીના લક્ષ્ય તરફની હિંદની પ્રગતિ દરમ્યાન લશ્કરી સત્તા ઉપર સરસાઈ સ્થાપવા માટેની મુલકી સત્તાની ઝુંબેશ અનિવાર્ય છે. એને રાજકીય પક્ષો અને કોમી સંસ્થાઓ સાથેની અઘટિત સ્પર્ધાથી અળગી રાખવી જોઈએ. આ અને એવાં બીજા કારણોને લઈને નીચેના નિયમો અનુસાર મહાસમિતિ કોંગ્રેસની વર્તમાન સંસ્થાને વિખેરી નાખવાનું અને લોકસેવક સંઘને સ્વરૂપે પ્રગટ થવાનું ઠરાવે. પ્રસંગ અનુસાર એ નિયમોમાં ફેરફારો કરવાની એ સંઘને સત્તા હોય.

ગ્રામવાસી હોય એવાં અથવા ગ્રામવાસીના માનસવાળાં પુખ્ત વયનાં પાંચ સ્ત્રીપુરુષોની બનેલી પ્રત્યેક પંચાયત એક ઘટક બનશે. પાસપાસેની આવી પ્રત્યેક બે પંચાયતોની તેમનામાંથી ચૂંટી કાઢેલા એક નેતાની દોરવણી નીચે કાર્ય કરનારી મંડળી બને. 

આવી સો પંચાયતો બને ત્યારે પ્રથમ કક્ષાના પચાસ નેતાઓ પોતાનામાંથી એક બીજી કક્ષાનો નેતા ચૂંટે અને એ રીતે પહેલી કક્ષાના આગેવાનો બીજી કક્ષાના આગેવાનની દોરવણી નીચે કાર્ય કરે. આખો હિંદ આવરી લેવામાં આવે ત્યાં સુધી બસો પંચાયતનાં આવા જોડકાં રચ્યે જવામાં આવે અને પછી રચાતું પંચાયતોનું પ્રત્યેક જૂથ પહેલાની જેમ બીજી કક્ષાનો નેતા ચૂંટ્યે જાય. બીજી કક્ષાના નેતાઓ સમગ્ર હિંદને માટે એકત્ર રીતે કાર્ય કરે અને પોતપોતાના પ્રદેશોમાં અલગ અલગ કાર્ય કરે. તેમને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે બીજી કક્ષાના નેતાઓ પોતાનામાંથી એક વડો ચૂંટી કાઢે. તે એને ચૂંટનારાઓ ચાહે ત્યાં સુધી બધા જૂથોને વ્યવસ્થિત કરે તેમ જ તેમની દોરવણી કરે.

(પ્રાંતો અથવા વિભાગોની છેવટની રચના હજી નક્કી થઈ ન હોવાથી આ સેવકોના જૂથને પ્રાંતિક યા વિભાગીય સમિતિઓમાં વહેચવાનો પ્રયત્ન કરવામાં નથી આવ્યો. અને સમગ્ર હિંદમાં કાર્ય કરવાનો અધિકાર કોઈ પણ સમયે રચવામાં આવેલાં જૂથ કે જૂથોમાં પ્રતિષ્ઠિત થાય છે. સેવકોના આ સમુદાયને અધિકાર અથવા સત્તા – જેની તેમણે સ્વેચ્છાપૂર્વક અને ડહાપણ ભરી રીતે સેવા કરી છે એવા તેમના સ્વામી એટલે કે સમગ્ર હિંદની પ્રજા પાસેથી મળે છે.)

૧)    પ્રત્યેક સેવક જાતે કાંતેલા સૂતરની અથવા ચરખા સંઘની પ્રમાણિત ખાદી હમેંશા પહેરનારો અને માદક પીણાં ન પીનારો હોવો જોઈએ. જો તે હિંદુ હોય તો પોતે તથા પોતાના કુટુંબમાંથી હરકોઈ સ્વરૂપની અસ્પૃશ્યતા તેણે દૂર કરી હોવી જોઈએ, કોમકોમ વચ્ચેની એકતાના, સર્વધર્મ પ્રત્યેનો સમભાવના તથા જાતિ, ધર્મ કે સ્ત્રીપુરુષના કશાયે ભેદભાવ રહિતની સૌને માટેની સમાન તક અને દરજ્જાના આદર્શમાં માનતો હોવો જોઈએ.

૨)      તેના કાર્યક્ષેત્રમાંના પ્રત્યેક ગ્રામવાસીના અંગત સંસર્ગમાં તેણે રહેવું જોઈએ.

૩)      ગ્રામવાસીઓમાંથી તે કાર્યકર્તાઓ નોંધશે અને તેમને તાલીમ આપશે. એ બધાનું તે પત્રક રાખશે.

૪)      તે તેના રોજેરોજનાં કામની નોંધ રાખશે.

૫)      પોતાની ખેતી તેમજ ગૃહઉદ્યોગો દ્વારા ગામડાંઓ સ્વયંપૂર્ણ બને તે રીતે તેમને સંગઠિત કરશે.

૬)     ગ્રામવાસીઓને તે સફાઈ તેમ જ આરોગ્યનું શિક્ષણ આપશે તથા તેમનાં માંદગી અને રોગો અટકાવવાના બધા ઉપાયો લેશે.

૭)    હિંદુસ્તાની તાલીમી સંઘની નીતિ અનુસારની નવી તાલીમને ધોરણે તે જન્મથી મરણૅ પર્યતની સઘળા ગ્રામવાસીઓની કેળવણીનો પ્રબંધ કરશે.

૮)     જેમના નામ સરકારી મતદાર પત્રકોમાં નોંધાવા રહી ગયા હોય તેમના નામો તે તેમાં નોંધાવશે.

૯)     જેમણે મતાધિકારના હકને માટેની જરૂરી યોગ્યતા હજી પ્રાપ્ત કરી ન હોય તે પ્રાપ્ત કરવા માટે તેમને તે પ્રોત્સાહન આપશે.

૧૦        ઉપર જણાવેલા અને વખતોવખત જે બીજા ઉમેરવામાં આવે તે હેતુઓ સાધવાને માટે યોગ્ય ફરજ બજાવવા માટેના સંઘે ઘડેલાં ધારાધોરણો અનુસાર તે પોતે તાલીમ લેશે અને યોગ્ય બનશે.

 

            સંઘ નીચેની સ્વાધીન સંસ્થાઓને માન્યતા આપશે.

            ૧)         અ. હિ. ચરખા સંઘ

            ૨)         અ. હિ. ગ્રામઉદ્યોગ સંઘ

            ૩)         હિંદુસ્તાની તાલીમી સંઘ

            ૪)         હરિજન સેવક સંઘ

            ૫)         ગૌ સેવા સંઘ

નાણા બાબતે સંધ પોતાનું ધ્યેય પાર પાડવાને અર્થે ગ્રામવાસીઓ અને બીજાઓ પાસેથી નાણા ઊભા કરશે. ગરીબ માણસોનો પાઈ પૈસો ઉઘરાવવા ખાસ ભાર મૂકવામાં આવશે.

૨૯-૦૧-૧૯૪૮

મોહનદાસ કરમચંદ ગાંધી.


સંદર્ભ : હરિજન બંધુ – ૧૫-૦૨-૧૯૪૮

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

EKTA

Gandhi and Sardar Patel | गांधी और सरदार पटेल । ગાંધી અને સરદાર પટેલ

Gandhi & Sardar Patel | गांधी और सरदार पटेल । ગાંધી અને સરદાર પટેલ

How were Sardar Vallabhai Patel related to the Gandhiji?



ગાંધીજીમાં સરદાર સાહેબે વિશ્વાસ મુક્યો, અને સરદાર પટેલ એમ કાંઈ કોઈને પારખ્યા વગર વિશ્વાસ ન મુકે, સરદાર સાહેબે કેમ ગાંધીજી પર વિશ્વાસ મુક્યો તે પણ જાણવું જોઈએ. ગાંધીજી ફક્ત રાજકીય કે ફક્ત આર્થિક કે ફક્ત સામાજિક નેતા ન હતા આપણે ખુશીથી કહી શકીએ કે મહાત્મા ગાંધીજી એક ધર્મનેતા હતા, એક આધ્યાત્મિક નેતા હતા. એમનું લક્ષ્ય સત્ય હતું. તેઓ કહેતા ઈશ્વર સત્ય છે એમ નહી પણ સત્ય ઈશ્વર છે. સત્યની શોધમાં લાગેલ ગાંધીજીમાં સરદાર પટેલે શ્રધ્ધા રાખી. અને ગાંધીજીને જે સત્ય સમજાયુ તે સત્યને અપનાવવાની વૃત્તિ સરદાર સાહેબે રાખી. સરદાર પટેલે તો અનેકવાર કહ્યુ છે કે : “હું ગાંધીજીનો સૈનિક છું. તે કહે તેમ કરવાને કાજે બંધાયેલો છું.” આ શબ્દો સરદાર સાહેબે ફક્ત બોલવા માટે નહોતા કહ્યા પરંતુ તેમણે તે વાતનો અક્ષરે અક્ષર પાળી બતાવ્યો.

સરદાર પટેલના શતાબ્દી ગ્રંથમાં એક વાત લખાયેલ છે તે સમજવા જેવી છે કે સરદાર પટેલ ગાંધીજીના અનુયાયી હતા પરંતુ અંધ ભક્ત નહોતા. તેમણે કહ્યુ કે : ઘણા મને ગાંધીજીનો અંધ ભક્ત કહે છે. હું ઈચ્છું છું કે હકીકતમાં મને તેમના અંધ ભક્ત બનવાની શક્તિ મળેપરંતુ અફસોસ તેવુ નથી. હું મારી પાસે સરેરાશ બુધ્ધિ અને સમજ હોવાનો દાવો કરું છું. મે દુનિયા જોઈ છેઅને તેથી આ સંભવ નથી કે હું આ અર્ધ નગ્ન વ્યક્તિને પાગલ માણસની જેમ અથવા કોઈ સમજણ વગર અનુસરુ. હું એવા વ્યવસાયનો સભ્ય હતો કે જેમાં કદાચ હુ ઘણાને ગેરમાર્ગે દોરી હું શ્રીમંત બની શક્યો હોતપરંતુ મે આ વ્યવસાય છોડી દીધોકારણકે મે આ માણસ પાસેથી જાણ્યુ કે આ એ રસ્તો નથી જેના થકી હું ખેડુતોનું ભલુ કરી શકુ. તેઓ ભારતમાં આવ્યા ત્યારથી જ હું તેમની સાથે રહ્યો છુંઅને જ્યાં સુધી હું જીવીશ અને તે જીવે ત્યાં સુધી આ સંબંધ રહેશે. તેમ છતાં હું તેમને મારા કામથી દૂર રાખું છું. જો આપણે ફક્ત નેતૃત્વ માટે તેમની તરફ ધ્યાન રાખીએ તો આપણે પહેલ અને સ્વતંત્ર કાર્યવાહીની ક્ષમતા ફરીથી મેળવી શકીશું નહી આ માટે તેમના માર્ગદર્શનની જ રાહ જોવી પડે. આપણે હંમેશા કોઈની સહાયતા પર નિર્ભર હોઈએ તો આપણે કાંઈ પણ પ્રાપ્ત કરવાની આશા રાખી શકીએજ્યારે તેઓ મૈસુરમાં બીમાર હતાત્યારે ઘણા લોકોએ તેમને ટેલીગ્રામ મોકલી વિનંતી કરી કે તેઓએ પૂર-રાહત કાર્ય માટે ગુજરાત આવવું. આથી તેમણે મને પુછ્યુ કે શું કરવું જોઈએત્યારે મે કહ્યુ કે દસ વર્ષથી તેઓ ગુજરાતને સલાહ આપે છેઅને જો તેમણે જાણવું હોય કે આ સલાહ મુજબ ગુજરાત અનુસરે છે કે નહી તો તમારે ગુજરાત ન જવુ જોઈએ. આવી જ રીતે મે તેમને કહ્યુ હતુ કે મારી બારડોલીમાં ધરપકડ થાય ત્યાર પછી જ તેમણે બારડોલી આવવું. શિસ્ત અને સંગઠનનો અભાવ એજ આપણી મુખ્ય ખામી છે. સૈનિક કેવી રીતે બનવું તે આપણે નથી જાણતા. આપણે હુકમ આપવા માટે ટેવાયેલ નથી. વ્યક્તિગત સ્વતંત્રતાના આ યુગમાંસ્વતંત્રની પરવાનગી ભુલ ભરેલ છે.

પ્રશ્ન ખેડા સત્યાગ્રહનો હોય કે બારડોલી સત્યાગ્રહનો હોય, કે પછી મીઠા સત્યાગ્રહ હોય સરદાર પટેલ માટે તો ગાંધીજી એ કહ્યું એટલે કરવાનું. પરંતુ તે સત્યાગ્રહો કેવી રીતે સફળ બનાવવા તેની યોજનાઓ સરદાર પટેલ જ તૈયાર કરતા જેમ કે મીઠા સત્યાગ્રહ (દાંડી કૂચ્) ની વાત કરીએ તો સરદાર સાહેબે સાબરમતિ આશ્રમથી દાંડી સુધી આવતા ગામોની સ્વંય મુલાકાત લીધી અને ગાંધીજીનો રાતવાસો ક્યા રહેશે? તે માટે કેવી સગવડો કરવી? ગામે ગામથી કેટલા લોકો આ કૂચમાં જોડાશે? એમ આવી નાનામાં નાની બાબતોનું પોતે ધ્યાન રાખ્યું અને અંગ્રેજોએ દાંડી કૂચ સફળ ન જાય તે માટે રાસ ગામે સરદાર સાહેબની ધરપકડ કરી. જ્યારે તેમની ધરપકડ થઈ ત્યારે પણ તેમણે જેલમાં રહીને સત્યાગ્રહ સફળ કેવી રીતે કરવો તેની પુરેપુરી તકેદારી રાખી.તેમની ધરપકડ ૭ માર્ચ ૧૯૩૦ના રોજ રાસ ગામે સરદાર પટેલને ભાષણ કરવા માટે રોકવામાં આવ્યા અને તેમને એક એવા ગુના હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા કે જે તેમણે કર્યો જ નહોતો. સરદાર પટલે ભાષણનો એક પણ શબ્દ બોલ્યા નહોતા તેમ છ્તાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા.

આવા હતા સરદાર આપણા

સંદર્ભ : સરદાર રાષ્ટ્રીય સંવાદિતાના સર્જક 

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

India - The New Republic - 26 January 1950

India - The New Republic - 26 January 1950



डॉ बी. आर. अंबेडकर ने मसौदा समिति की अध्यक्षता की, और इस तथ्य से उस क्रांति का प्रतीक हुआ जो भारत में हुई थी। डॉ। अंबेडकर ने भारत के प्राचीन कानून-दाता मनु की भूमिका निभाई, जिनके हुक्मरानों ने भूमि में उच्चतम जीवन का शासन किया है। संवैधानिक कानून पर एक अधिकार, अम्बेडकर विधानसभा में मार्गदर्शक भावना थे; उनकी प्रस्तुति और अंतिम चरण के लिए प्रारूप संविधान का संचालन एक उत्कृष्ट प्रदर्शन था।

नए संविधान की समीक्षा में, कई लोगों को उद्यम की भयावहता का एहसास नहीं है और न ही इसकी जटिल-लगभग चौंकाने वाली प्रकृति, संविधान सभा के अध्यक्ष डॉ। राजेंद्र प्रसाद लिखते हैं। जिस जनसंख्या के साथ संविधान सभा को निपटना था, उससे अधिक थी, पूरे यूरोप की जनसंख्या रूस की जनसंख्या 319,000,000 थी जबकि 317,000,000 थी। यूरोप के देश कभी भी एक संघी सरकार में एक साथ शामिल नहीं हो पाए थे, एक एकात्मक सरकार के तहत बहुत कम। भारत में, जनसंख्या और देश के आकार के बावजूद, उन्होंने एक संविधान तैयार करने में कामयाबी हासिल की, जिसने इसे पूरा किया।

आकार के अलावा, अन्य कठिनाइयाँ थीं जो समस्या में ही निहित थीं। भारत में कई समुदाय बोल रहे थे, कई भाषाएँ। इसके अलावा, प्रावधान न केवल उन क्षेत्रों के लिए किया जाना था जो शैक्षिक और आर्थिक रूप से उन्नत थे; लेकिन जनजातियों जैसे पिछड़े लोगों के लिए भी।

महान परिमाण की एक और समस्या भारतीय राज्यों की समस्या थी। लगभग 600 राज्य भारत के एक तिहाई से अधिक क्षेत्र और देश की एक चौथाई आबादी को कवर करते थे। वे मैसूर द्वारा छोटे छोटे रियासतों से बड़े राज्यों के आकार में भिन्न हैं। हैदराबाद और कश्मीर। जब अंग्रेजों ने भारत छोड़ने का फैसला किया, तो उन्होंने भारतीयों को सत्ता हस्तांतरित की; लेकिन एक ही समय में, उन्होंने यह भी घोषित किया कि सभी संधियाँ और व्यस्तताएँ उनके साथ थीं। शहजादे लैप्स हो गए। जिस सर्वोपरि अभ्यास में वे इतने लंबे समय से लगे हुए थे और जिसके द्वारा वे राजकुमारों को बचाए रख सकते थे। तब भारत सरकार को इन राज्यों से निपटने की समस्या का सामना करना पड़ा था, जिनकी शासन की अलग-अलग परंपराएँ थीं, उनमें से कुछ का असेंबली में लोकप्रिय प्रतिनिधित्व था और कुछ में ऐसा कुछ भी नहीं था, और पूरी तरह से निरंकुश रूप से शासन कर रहे थे। संविधान सभा; इसलिए, अपने मजदूरों की शुरुआत में, उनके प्रतिनिधियों को विधानसभा में लाने के लिए उनके साथ बातचीत करने के लिए, ताकि उनके साथ परामर्श में एक संविधान तैयार किया जा सके। पहले प्रयास सफल रहे और उनमें से कुछ प्रारंभिक अवस्था में विधानसभा में शामिल हो गए, लेकिन अन्य लोग हिचकिचाए। अगस्त, 1947 तक, जब भारत अधिनियम की स्वतंत्रता लागू हो गई, तो उनमें से लगभग सभी दो अपवादों के साथ थे, उत्तर में कश्मीर और दक्षिण में हैदराबाद, भारत में आ गए थे। समय बीतने के साथ, यह स्पष्ट हो गया कि यह संभव नहीं था, छोटे राज्यों के लिए किसी भी दर पर, अपना अलग स्वतंत्र अस्तित्व बनाए रखने के लिए और फिर भारत के साथ एकीकरण की प्रक्रिया शुरू हुई। समय के साथ-साथ न केवल सभी छोटे-छोटे राज्यों को मिलाया गया और वे भारत के किसी न किसी प्रांत या अन्य देशों के साथ एकीकृत हो गए, बल्कि कुछ बड़े लोग भी इसमें शामिल हो गए। इसे प्रधानों और राज्यों के लोगों के क्रेडिट के लिए कहा जाना चाहिए, सरदार वल्लभभाई पटेल के बुद्धिमान और दूरदर्शी मार्गदर्शन के तहत राज्य मंत्रालय के क्रेडिट से कम नहीं, कि जब तक संविधान पारित किया गया था, तब तक राज्य थे प्रांतों के रूप में कमोबेश उसी स्थिति में और इन सभी का वर्णन करना संभव हो गया है, जिसमें भारतीय राज्यों और प्रांतों को शामिल किया गया है, जैसा कि संविधान में राज्य हैं। "हमने वयस्क मताधिकार के लिए प्रावधान किया है जिसके द्वारा केंद्र में लोगों और विधानसभाओं में विधानसभाओं का चुनाव किया जाएगा," डॉ प्रसाद ने कहा। "यह एक बहुत बड़ा कदम है, न केवल इसलिए कि हमारा वर्तमान मतदाता एक बहुत छोटा मतदाता है और बहुत हद तक संपत्ति की योग्यता पर आधारित है, बल्कि इसलिए भी कि इसमें जबरदस्त संख्याएँ शामिल हैं।" हमारी जनसंख्या अब 320 मिलियन, लगभग 50 प्रतिशत जैसी है। जिनमें से वयस्क आबादी का प्रतिनिधित्व करते हैं। और उस आधार पर, हमारे रोल पर 160 मिलियन से कम मतदाता नहीं होंगे। इस तरह के विशाल संख्याओं के द्वारा चुनाव के आयोजन का कार्य बहुत अधिक परिमाण का है और ऐसा कोई अन्य देश नहीं है जहाँ अभी तक इतने बड़े पैमाने पर चुनाव हुए हैं। "इस संबंध में कुछ तथ्य रुचि के होंगे। प्रांतों में विधानसभाओं की गणना की जाए, तो इसकी गणना लगभग ३, have०० से अधिक सदस्य करेंगे, जिन्हें लगभग निर्वाचन क्षेत्रों में निर्वाचित होना पड़ेगा। फिर ५०० सदस्यों की तरह कुछ होगा। लोगों की सभा और राज्यों की परिषद के लिए लगभग 220 सदस्य हैं। इस प्रकार हमें 4,500 से अधिक सदस्यों के चुनाव के लिए प्रावधान करना होगा और देश को 4,000 निर्वाचन क्षेत्रों की तरह विभाजित करना होगा।

Ref : The Western Mail - 26 January 1950

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

Did Sardar Patel called Gandhiji a dictator?

Did Sardar Patel called Gandhiji a dictator?



सरदार पटेलने गांधीजी को ध हिंदुस्तान टाईम्स के रीपोर्टर को गांधीजी को स्नेह व धैर्य से शासन करनेवाला तानाशाह बताया

ध हिंदुस्तान टाईम्स ९ मई १९३९

सरदार पटेलने कहा लोग मुझे हिटलर कहते है, लेकिन मैं कहता हूं कि गांधीजी सबसे बडे हिटलर हैं, जिन्हें मैंने देखा है। परंतु वह जो प्रभाव डालते है, वह अनंत प्रेम और धैर्य से पैदा होता है। उनके और जर्मनी के हिटलर के बीच यह खास फर्क है। महात्मा गांधी और अन्य लोगों के बीच अंतर इतना विशाल है, जो उन्हें लोगों का एकमात्र नेता बनाता है। मैं नही जानता कि उनके साथ कार्य करने के लायक हूं, लेकिन हमने उनका विश्वास जीत लिया लगता है। जो भी द्वेषपूर्ण आलोचनाएँ उन्हें सहनी पडती है, जो चाहे कितना भी प्रमुख हो, पर उनके बिना कार्य करने का साहस नही कर सकता। कितना भी कद्दावर नेता हो, उनका सहयोग चाहता है।“

अपने बारे में हुईं आलोचना के बारे में पटेलने कहा “दो या तीन प्रांतों में और अब कुछ राज्यों में मेरे विरुध्ध घातक मिथ्या प्रचार जान-बूझकर  किया जा रहा है। परंतु मैंए जान-बूझकर कोई गलत या असम्मानजनक कार्य नही किया है। मैं इस प्रकार के प्रलोभन के सामने झुकने के बजाय आत्महत्या कर लूंगा। मुझे महात्मा गांधी के साथ कार्य करने का गौरव प्राप्त हुआ है। मैं आपको विश्वास दिलाता हूं कि मैं उनके नाम पर अपने कार्यो के द्वारा कलंक नही लगने दूंगा।“

Ref: Gandhi, Nehru aur Subhash - P N Chopra

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

Vallabhbhai's Patriotism - Sardar Patel - सरदार पटेल - સરદાર પટેલ

Vallabhbhai's Patriotism

Sardar Patel - सरदार पटेल - સરદાર પટેલ 

શ્રી અમૃતલાલ યાજ્ઞિકે સરદારની ઝાંખી ખુબ સરસ રીતે વર્ણવી છે. સરદાર પટેલ રાષ્ટ્રપ્રેમી, અનોખી વ્યવસ્થાશક્તિવાળા અને વ્યવહારુ દ્રષ્ટિએ સ્થિતિ પારખી લઈ તુરત નિર્ણય લેનાર રાજપુરુષ હતા. કાશ્મીર, જુનાગઢ અને હૈદ્રાબાદ સામે જે પગલાં લેવાની જે હિંમત તેમણે દેખાડી તેના લીધે રાષ્ટ્રના ઇતિહાસમાં તેઓ હંમેશા અમર થયા.

સરદાર ગાંધીજીના વફાદાર સેવક હતા ને ગાંધીજીની ભાવનાના રંગે રંગાયા હતા, છતાં તેમની નિજી પ્રતિભા કાર્યશીલ રહેતી હતી તે હકીકત છે. પાકિસ્તાન વિશે ગાંધીજી સિધ્ધાંતોને વળગીને વિચારતા જ્યારે સરદાર વ્યવહારુ નજરે વિચારતા, આથી મતભેદને અવકાશ મળે જ, છતાં સમગ્ર જીવન ગાંધીજીના મૂલ્યોના રંગે રંગાયેલા રહ્યા. તેમણે તેમના પુત્ર ડાહ્યાભાઈને એક પત્ર લખેલ તે આ બાબતને સ્પષ્ટ કરે છે.

તેઓ લખે છે કે : “તમે ઓફિસમાં જે પત્રો લખો છો તેમાં ભાષા ઉગ્ર અને સામાને માઠું લાગે તેવી હોય છે. હકીકતમાં તો આપણાથી નાના માણસો હોય તેમની સાથે મીઠાશથી અને આદર પુર્વક કામ લેવું જોઈએ. કોઈને માઠું લાગવા જેવું કાંઈ લખેલ હોય તો માફી માંગજો અને તેમને પ્રેમ સંપાદન કરજો. મારો સ્વભાવ પણ કડક હતો, પણ મને એ વિશે ખુબ પસ્તાવો થયો છે. અનુભવથી તમને લખું છુ.”

આ પત્રમાં સરદારનું પોતાનાથી નાન વ્યક્તિઓ કે માણસો પ્રત્યેનો આદર અને પ્રેમાળ દિલની ઝાંખી થાય, સાથે સાથે તેઓ પોતાના પુત્રને પણ આજ રીતે વર્તવું તે સમજાવે છે. આમ એક વાત તો ચોક્કસ પણે કહી શકાય કે સરદાર પટેલનું વ્યક્તિત્વ કડક હોવા છતાં તેઓ કોમળ હ્રદયના પણ હતા.

સરદાર પટેલ કર્મવીર હતા, ફક્ત મોટી મોટી વાતો કર્યા કરનાર પ્રત્યે તેમને હંમેશા અનાદર રહ્યો. ગાંધીજી ૧૯૧૫માં હિંદુસ્તાન આવ્યા ત્યારે તેમની ઘણી પ્રતિષ્ઠા હતી. ગાંધીજી આશ્રમ કાઢવાના હતા, ત્યારે ગુજરાત કલબમાં તેમનું પ્રવચન હતું તે સમયે સરદાર ગુજરાત ક્લબમાં જ બ્રિજ રમતા હતાં. કોઈએ કહ્યુ કે ગાંધીજીનું પ્રવચન સાંભળવા જઈએ તો સરદાર પટેલે કહ્યુ એમાં શું સાંભળવાનું છે? તે સમયે ત્યાંના લોકોને ક્યાં ખબર હતી કે વલ્લભભાઈ ગાંધીજીના શિષ્ય બનશે? કોઈએ પણ ધાર્યુ નહોતું તેઓ સ્વાતંત્ર્યસંગ્રામના સેનાપતિ અને સરદાર બનશે? જ્યારે સરદારે જાતે જોયું કે ગાંધીજી અન્યાય સામે લડનાર વીરપુરુષ છે ત્યારે સરદારે પોતાની ખુમારી અને ખમીર સાથે ગાંધીજી સાથે જોડાયા અને પોતાની ઠાઠની જીંદગીને અલવિદા કહી એક સામાન્ય પુરુષ બની ગાંધીજીના અનુયાયી બન્યા.

બારડોલી સત્યાગ્રહની લડત પછી ગાંધીજીએ કહ્યું કે : “સેનાપતિની ચતુરાઈ પોતાનુ કારભારીમંડળ પસંદ કરવામાં રહી છે. મને વિચાર આવ્યો કે ઉપસેનાપતિ કોણ થશે? ત્યાં મારી નજર વલ્લભભાઈ પર પડી. મેં તેમની પહેલી મુલાકાત લીધી ત્યારે એમ થયું કે આ અક્કડ પુરુષ તે કોણ હશે? એ શું કામ કરશે? પણ જેમ જેમ હું એમના વધારે પરિચયમાં આવ્યો તેમ તેમ મને લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ. વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત.”

સરદારે બારડોલી સત્યાગ્રહ વખતે કરેલ ભાષણોએ ખેડુતોના ખમીર જગાડી દીધા. જે રીતે બહારવટિયા બાબર દેવાને સંદેશો આપ્યો તેવો સંદેશો કોઈ ઢીલા વ્યક્તિનું કામ નહોતુ. તેમણે બાબર દેવાને જાહેરમાં ભાષણ દરમ્યાન સંદેશો આપ્યો કે “બાબર દેવાને તમારામાંનો કોઈ પણ જાણતો હોય, કોઈને પણ તેની સાથે ભેટો કરવાનો કે વાતો કરવાનો પ્રસંગ આવે તો તેને કહેજો કે તારું બહારવટું એ બહારવટું નથી. બંદૂકડી લઈને ભાગતા ફરવું અને નિર્દોષોને લૂંટવા અને મારવા એમાં બહારવટું નથી. સાચા બહારવટિયાને તો હથિયારની જરૂર નથી. બહારવટું તો ઢસાના દરબારનું છે. બહારવટું તો ગાંધીજીનું છે. જે માણસ નિશસ્ત્રને સતાવે, લોકોને લૂટે અને ખૂનો કરે તે તો માણસકોમને કલંકરુપ છે.” આવુ હિંમતભર્યુ ભાષણ સાંભળીને તો લોકોમાં અનેરી શક્તિનું સિંચન થયુ.

આવા સરદાર આપણા હતા.

સરદાર શતાબ્દી સ્મારક ગ્રંથ – જશવંત શેખડીવાલા




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

© all rights reserved
SardarPatel.in