Borsad Satyagrah Sardar Patel's Appeal

Borsad Satyagrah Sardar Patel's Appeal 

શ્રી વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહ વખતે પ્રજાજોગ જે અપીલ કરેલ તેના પરથી ખ્યાલ આવે કે સરદાર પટેલના જાહેરજીવનમાં બોરસદ સત્યાગ્રહે એક મહત્વનો ભાગ ભજ્વ્યો, આ સત્યાગ્રહ થકી વલ્લભભાઈ પટેલે જાહેર જનતા ને કેવી રીતે પીઠબળ પૂરું પાડ્યું તથા તેમણે બોરસદના લોકોને અંગ્રેજ શાસન સામે લડવાની  હિંમત પણ આપી અને આ લડત એટલા માટે વિશેષ છે કારણકે સરદાર શ્રી બોરસદ તાલુકાના આશરે દોઢેક લાખ લોકોને આ લડત લડવા માટે જાગૃત કર્યા.  તથા આ લડત અસહકાર ની પડતી ના સમયે યોજાઇ હતી જે સમયે ગાંધીજી લાંબો જેલવાસ ભોગવી રહ્યા હતા અને મહાસભાના મંચ ઉપર અસહકાર કે ધારાસભા પ્રવેશ એવું સંઘર્ષણ ચાલી રહ્યું હતું. સરકારે આ લડત ને  પ્રજાની વાત સાચી ગણી માન્ય રાખી જે તે સમયની ઘટનામાં અભૂતપૂર્વ કહેવાય!

બોરસદ સત્યાગ્રહનો પ્રારંભ તારીખ ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે થયો.  તથા તેની યશસ્વી પૂર્ણાહુતિ ૧૨ જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે ઉજવવામાં આવી. આ લડત ના કારણો પરિસ્થિતિઓ જાણવી ચરોતરના નાગરિકો તથા દેશના નાગરિકો માટે  અગત્યની છે. આ લડત પૂરી થયાના ચારેક માસ પછી બોરસદમાં સાતમી ગુજરાત રાજકીય પરિષદ ભરાઈ. આ પરિષદમાં ગાંધીજી દ્વારા મોકલવામાં આવેલ સંદેશો ખૂબ જ મહત્વનો હતો,  તેમણે કહ્યું કે” બોર્ડ સાથે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદ સત્યાગ્રહ કરી, ભોગ ત્યાગ કરી, પોતાની જાતને હિન્દુસ્તાનની સેવા માટે અર્પણ કરી છે. બોરસદ જમીન સાફ કરી; ચણતર કરવાનું બાકી છે ને તે કઠણ છે. તે કામ થઈ રહ્યું છે, કેમ હું જાણું છું.”

બોરસદ સત્યાગ્રહ બાદ ચારેક વર્ષ પછી બારડોલીનો સત્યાગ્રહ થયો અને બારડોલી સત્યાગ્રહ સમયે જ મકોટી ગામના ભીખીબેને વલ્લભભાઈને સરદાર કહી સંબોધ્યા. પરંતુ બારડોલી સત્યાગ્રહના બીજ કદાચ બોરસદ સત્યાગ્રહ વખતે રોપાયા હશે. વલ્લભભાઈએ લોકોને બોરસદ સત્યાગ્રહ સમયે જે અપીલ કરી છે તે જાણીએ તો સાચેજ સમજ પડે કે સત્યાગ્રહનો સુત્રધાર કે પડદા પાછળ કામ કરનાર કર્મવીર કોણ? ગાંધીજીના સત્યાગ્રહોનું આયોજન સરદાર સાહેબ કરતા અને દરેક સત્યાગ્રહે જન માનસ પર એક છાપ છોડી હતી.

શ્રી વલ્લભભાઈ પટેલની બોરસદની જનતાને અપીલ

બોરસદ અને આણંદ તાલુકાની નિર્દોષ પ્રજા પર અઢી લાખ રૂપિયા જેટલી ભારે રકમનો દંડ ઠોકી બેસાડી સરકારે લગભગ એકસો ગામો પર વધારાની પોલીસ બેસાડી છે. તેની સામે તે ગામના લોકોએ સત્યાગ્રહ કરવાનો નિશ્ચય કર્યો છે.

ગામેગામ જે પોલીસ મુકવામાં આવી છે તે બહારથી આણેલી છે. તેમાંના કેટલાક પોલીસોએ લોકો પર અનેક અત્યાચારો શરૂ કર્યા છે. બહારવટિયાના ત્રાસથી કચડાયેલી પ્રજા હવે પોલીસના ત્રાસમાં સપડાઈ છે. ગામડામાં પોલીસના અત્યાચાર સામે થવાની પ્રજામાં તાકત નથી. સ્ત્રીઓની ઈજ્જત પર હાથ નંખાય છે છતાં, શરમના માર્યા લોકો એવી વાત પ્રસિધ્ધ થાય એ ઈચ્છતા નથી.

વળી તલાટીઓને તાકીદે જપ્તીઓ કરી દેવાનો હુકમો મળી ચુક્યા છે. જલ્દીથી વસૂલ કરનારને પાઘડીની લાલચો અપાય છે. દુષ્કાળનું જ વર્ષ હોવાથી લોકો પર બેવડો માર પડ્યો છે.

સરકાર તો રૂઠેલી જ હતી, અને ઈશ્વર પણ રૂઠ્યો.

આ દુ:ખી સ્થિતિમાં લોકોની પડખે ઊભા રહેવાની અને તેમના દુ:ખ્માં ભાગ લેવાની ખાસ જરૂર છે. ગુજરાતના નવ જુવાનોને પ્રજાની સેવા કરવાની આ તક મળેલી છે. નાગપુર સુધી વહારે દોડનારા ગુજરાતના જુવાનો પોતાના જ પ્રાંતમાં પીડાતા ભાઈઓને વીલા મૂકી ન શકે. દરબારશ્રી ગોપાળદાસભાઈ બોરસદમાં સત્યાગ્રહ છાવણી નાખીને પડ્યા છે. જે સૈનિકો બોરસદ તાલુકામાં કામ કરવા ઈચ્છતા હોય તેમણે પ્રાંતિક સમિતિના મંત્રીને તાકીદે પોતાની અરજી મોકલી આપવી.

આ લડતમાં નાણાંની પણ જરૂર પડશે. મારી ઉમ્મીદ છે કે ગુજરાત જ બોરસદની લડતમાં જોઈતા નાણાં પુરા પાડશે. જે ભાઈઓ મદદ કરવા ઈચ્છતા હોય તેમણે ગુજરાત પ્રાંતિક સમિતિને પોતાનો ફાળો મોકલી આપવો. લડત શરૂ થઈ ચૂકી છે એટલે ઉતાવળથી મદદ કરવાની જરૂર છે.

સરદાર ખુબજ સારી રીતે જાણતા હતા કે લડતમાં જુસ્સો, લોકોનો આત્મવિશ્વાસ અને નાણાં ત્રણેય ની જરૂર છે. આ ત્રણમાંથી એક પણ નબળુ પડે કે લડત ભાંગી પડે પરંતુ તેમણે તેમની વાત કે અપીલમાં નાણાંને વધુ ભાર ન આપતા લોકોનો આત્મવિશ્વાસ અને જુસ્સો વધે તેના પર વધુ ધ્યાન આપ્યું.

આવા તો આપણા સરદાર .. સરદાર તમને કેવી રીતે અમે ભુલી શકીએ...!!!

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Today That Day - Dandi March - 05-04-1930

દાંડી માર્ચ અંતિમ દિવસ ૦૫-૦૪-૧૯૩૦



દાંડી માર્ચની શરુઆત ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ થયેલ અને ૫ અપ્રિલ ૧૯૩૦ના રોજ આ સફળ સત્યાગ્રહે અંગ્રેજોના પાયા હચમચાવી દીધેલા, આજે તા ૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ આ લેખ દ્વારા આ સફળતાની યાદોને વાગોળવી જોઈએ.

ખેડા જીલ્લાના કાર્યકરો હવે દાંડી કૂચમાં ટોળે ટોળાંમાં દેખાતા હતાં. રાસ ગામે સરદારની ધરપકડ થયા બાદ એક વાત તો નકકી થઈ ગયેલ કે રાસ અથવા દાંડી બન્નેમાંથી એક તો આ લડતનું કુરુક્ષેત્ર બનવાનું હતું. સરદાર પટેલને પકડીને રાસ ગામનું સન્માન સરકારે જ એક પ્રકારે કરી દીધેલ અને એક રીતે તો રાસ ગામને દેશ અને પરદેશમાં પ્રખ્યાત કરી દીધેલ હતુ. ગાંધીજીની યાત્રા રાસ ગામે પહોચી. બોરસદ થી રાસનો રસ્તો માણસોથી ભરાઈ ગયો હતો. અને ભાગોળ પાસે આવનાર દરેક ને જણાવતાં કે “ આ એ વડ જ્યાં સરદારને સરકારે ગિરફ્તાર કર્યા હતા” સરદાર તો બાપુની યાત્રાનો રસ્તો જોવા આવેલ અને ભાષણ આપવાની કોઈ વાત જ નહોતી. પરંતુ લોકોના આગ્રહને વશ થઈ કાંઈક કહેવાનો વિચાર કરેલ પણ સરકારે નાટક ભજવી સરદારને ન બોલવાનો હુકમ આપ્યો. આમ કાંઈ સરદાર માને તેવા નહોતા અને તેમણે સરકારના હુકમને ફગાવી દીધો. આથી સરકારે વલ્લભભાઈ પટેલ (સરદાર પટેલ)ને પકડ્યા અને બોરસદ જેલ લઈ ગયા ત્યાથી તેમને ત્રણ માસની સજા કરી સાબરમતી જેલ મોકલવામાં આવ્યા. રાસમાં ગાંધીજીએ કાંઈ વધારે કહેવા જેવું હતુ જ નહી સરદારની ધરપકડે જ માહોલ બનાવી દીધેલો. સરદારને  પકડ્યા તે વડ નીચેથી જ ગાંધીજીએ સરકારને પડકારતું ભાષણ કર્યુ. :

        આજે અમે એ તાલુકામાં પ્રવેશ્યા કે જે તાલુકામાં સરદાર વલ્લભભાઈને પકડવામાં આવ્યા હતા અને કેદની સજા થઈ હતી. અને જે તાલુકામાં સરદારે ૧૯૨૪માં એક જંગી લડત ચાલાવી હતી જેને સરકારે પોતાની ભુલ કબુલી હતી,

        સરદારને ત્રણ માસની જેલ આપવાથી લોકો ડરી જશે અને દબાઈ જશે તેમ સરકારે માન્યું હશે પણ હજારોની સંખ્યામાં અહી તમે લોકો આવ્યા છો તે ઉત્સવને મનાવવા આવ્યા હોય તેમ લાગે છે. મને અને મારા સાથીઓને પકડી જાય તો ઉત્સવ માનજો. બોરસદની હાઈસ્કુલમાં તો સરકારનો ગઢ તુટ્યો છે. અનેક મુખીઓ એ થોકબંધ રાજીનામાં આપ્યા છે.

૧૨ માર્ચ, ૧૯૩૦ ના રોજ, ગાંધી અને આશરે ૭૮ પુરૂષ સત્યાગ્રહીઓ સાબરમતી આશ્રમમાં તેમના પ્રારંભિક સ્થાનથી ૩૯૦ કિલોમીટરના અંતરે, દાંડી, કાંઠાના ગામ માટે પગપાળા નીકળ્યા. ધ સ્ટેટસમેનના જણાવ્યા મુજબ, સત્તાવાર સરકારી અખબાર જે સામાન્ય રીતે ગાંધીના કાર્યોમાં હંમેશા લોકોના ટોળા પોતાનો ભાગ ભજવે છે, આશરે ૧૦૦૦૦૦ લોકોએ રસ્તા પર ભીડ ઉભી કરી હતી જેણે સાબરમતીને અમદાવાદથી અલગ કરી દીધી હતી. ૨૧ કિલોમીટરના પ્રથમ દિવસની કૂચ અસ્લાલી ગામમાં સમાપ્ત થઈ હતી, જ્યાં ગાંધીએ આશરે ૪૦૦૦ લોકોની ભીડ સાથે વાત કરી હતી. અસ્લાલી ખાતે, અને માર્ચમાંથી પસાર થતાં અન્ય ગામોમાં સ્વયંસેવકોએ દાન એકત્રિત કર્યું, નવી સત્યાગ્રહી નોંધણી કરી અને ગામમાંથી રાજીનામું મેળવ્યું અધિકારીઓ કે જેમણે બ્રિટિશ શાસન સાથે સહકાર અંત કરવાનું પસંદ કર્યું.

તેઓ દરેક ગામમાં પ્રવેશતા જ, ટોળાએ ઢોલ, નગારા અને તોરણ પટ્ટીઓ મારી સત્યાગ્રહીઓને આવકાર્યા. ગાંધીએ મીઠાના કરને અમાનુષી ગણાતા ઘણા ભાષણો આપ્યા હતા, અને મીઠા સત્યાગ્રહને "ગરીબ માણસની લડાઇ" ગણાવી હતી. દરરોજ રાત્રે તેઓ ખુલ્લામાં સૂતા, ગ્રામજનોને સરળ ખોરાક અને આરામ કરવા અને ધોવા માટેના સ્થળ સિવાય કશું પૂછતા. ગાંધીને લાગ્યું કે આ ગરીબોને આઝાદીની લડાઇમાં લાવશે, જે અંતિમ વિજય માટે જરૂરી છે.

હજારો સત્યાગ્રહીઓ અને સરોજિની નાયડુ જેવા નેતાઓ તેમની સાથે જોડાયા. દરરોજ, વધુને વધુ લોકો કૂચમાં જોડાયા હતા. સુરતમાં તેઓને ૩૦૦૦૦ લોકોએ શુભેચ્છા પાઠવી હતી. જ્યારે કેટલાય લોકો તો દાંડી ખાતે ટ્રેનમાં બેસવાની જગ્યા ન હોવાના કારણે ટ્રેનના ડબ્બા પર બેસીને પહોંચ્યા ત્યારે ૫૦૦૦૦ થી વધુ લોકો એકઠા થયા હતા. ગાંધીએ ઇન્ટરવ્યુ આપ્યા અને રસ્તામાં લેખ લખ્યા. વિદેશી પત્રકારોએ યુરોપ અને અમેરિકામાં આ સત્યાગ્રહ વિશે ઘણું લખ્યું. ન્યુ યોર્ક ટાઇમ્સે મીઠા સત્યાગ્રહ વિશે લગભગ દરરોજ લખ્યું હતું, જેમાં ૬ઠ્ઠી એપ્રિલ અને ૭મી એપ્રિલના બે લેખ જે મુખ્ય પાન પર છપાયેલ  છે. કૂચના અંતમાં ગાંધીએ ઘોષણા કરી હતી કે, આ હક્ક્ની લડાઈમાં મને વિશ્વની સહાનુભૂતિ જોઈએ છે.

૫મી એપ્રિલના રોજ દરિયા કિનારે પહોંચ્યા પછી, એસોસિએટેડ પ્રેસના પત્રકાર દ્વારા ગાંધીની મુલાકાત લેવામાં આવી હતી:

માર્ચ દરમ્યાન તેઓ દ્વારા અપનાવવામાં આવેલી સંપૂર્ણ બિન-દખલની નીતિ માટે હું સરકાર તરફથી મારી ખુશામત રોકી શકતો નથી. હું ઇચ્છું છું કે હું માનું છું કે આ બિન-દખલ હૃદય અથવા નીતિના કોઈ વાસ્તવિક પરિવર્તનને કારણે હતી. વિધાનસભાની લોકપ્રિય લાગણી પ્રત્યેના તેમના દ્વારા બતાવવામાં આવેલી અણગમો અને તેમની ઉચ્ચતર પગલાથી શંકાની કોઈ જગ્યા નથી કે ભારતના શોષણની નીતિને કોઈપણ કિંમતે ટકાવી રાખવામાં આવે છે, અને તેથી માત્ર એક જ અર્થઘટન હું મૂકી શકું. આ બિન-દખલ એ છે કે બ્રિટીશ સરકાર, શક્તિશાળી હોવા છતાં, તે વિશ્વના અભિપ્રાય પ્રત્યે સંવેદનશીલ છે, જે આત્યંતિક રાજકીય આંદોલનનું દમન સહન કરશે નહીં, જે નાગરિક અસહકાર નિ:શંકપણે છે, જ્યાં સુધી અવગણના નાગરિક રહે છે અને તેથી તે અહિંસક છે. એ જોવાનું બાકી છે કે આવતીકાલથી અસંખ્ય લોકો દ્વારા મીઠાના કાયદાઓનો વાસ્તવિક ઉલ્લંઘન તેઓએ સત્યાગ્રહને સહન કર્યું હોવાથી સરકાર સહન કરશે કે કેમ તે એક પ્રશ્ન છે.

બીજા દિવસે સવારે, પ્રાર્થના પછી, ગાંધીએ ખારા(મીઠાના) કાદવનો ગઠ્ઠો હાથમાં લીધો અને જાહેર કર્યું કે, "આની સાથે, હું બ્રિટીશ સામ્રાજ્યનો પાયો હલાવી રહ્યો છું." તેમણે તેમના હજારો અનુયાયીઓને દરિયા કિનારે મીઠું બનાવવાનું શરૂ કરવા જણાવ્યું, “જ્યાં પણ અનુકુળ હોય ત્યાં” અને ગામલોકોને જરૂર પડે તો ગેરકાયદેસર રીતે પણ મીઠું બનાવવાની સૂચના આપતી વિનંતી કરી.

આ સાથે સાથે દાંડી કૂચ વખતે વાઈસરોય ઈરવીનની શું હાલત હતી તે વર્ણવતો એક હાસ્યાસ્પદ વિઠ્ઠલભાઈ પટેલ સાથે પણ જોડાયેલ છે. જેમાં સવાર સવારમાં વાઈસરોયનો નોકર વાઈસરોય પથારીમાંથી ઉઠતાની સાથે જ છાપું તેમના હાથમાં મુક્યું જેમાં મથાળું હતું કે : “ગાંધીજીની દાંડી કૂચ, જગતનો અદ્દ્ભુત બનાવ. મુખીઓએ ફગાવી દીધા મુખી પદ. ડોલી રહેલ અંગ્રેજ રાજ્ય” 

આવા મથાળાં વાંચતાં વાઈસરોયની અંદર છુપાયેલ સામ્રાજ્યવાદી અંગ્રેજ ઝબ્ક્યો અને પોતાનો અહંમ ઘવાયેલ સ્થિતિમાં લાલઘુમ થઈ ચપરાસી રોબર્ટ્સને બુમ મારી બોલાવ્યો અને કહ્યું અંગત મંત્રી, રાજદ્વારી મંત્રી અને ગૃહમંત્રીને બોલાવો. અને સાથે સાથે ઈવાન્સ નામના ચપરાસીને બોલાવીને કહ્યું હમણાંને હમણાં પ્રેસીડેન્ટ પટેલ (વિઠ્ઠલભાઈ પટેલ)ને બોલાવો. અને ત્યારબાદ વાઈસરોય ખુરશીમાં બેસી છાપાં વાંચવા લાગ્યા. જ્યાં જુઓ ત્યાં જે છાપું ખોલો ત્યાં બસ ગાંધી જ ગાંધી જ તેના સિવાય બીજી વાત નહોતી. આશરે કલાક પછી વિઠ્ઠલભાઈ પટેલ ઈરવીનના ખંડમાં આવ્યા અને તરત વાઈસરોય બોલ્યાં “મિ. પટેલ, આ ગાંધીએ તો દેશને સળગાવી મૂક્યો. જગતના બધાં જ સમાચાર પત્રો એજ સમાચારથી ભરેલાં છે. મારે હવે સત્તા વાપર્યા વિના છૂટકો જ નથી. એ માણસ તો અંગ્રેજી સામ્રાજ્યની જડ ખોતરવાની વાતો કરી રહ્યો છે.”

વિઠ્ઠલભાઈ તો સઘળી હકીકતથી વાકેફ તો હતાં જ આથી તેમણે ઠંડે કલેજે ઠાવકે મોઢે કહ્યુ “નામદાર, તમે નાહક ગભરાઓ છો. આ તો એ ડોસાનો પોતાના બળનું પ્રદર્શન છે. આ મહિનો રખડી ખાશે. નાનાં નાનાં પડીકામાં મીઠું વેચશે. દાંડી જશે. બીજું કરશે શું? અને તેમાંય કાંઈક ચૌરીચોરા જેવું છમકલું થયુ કે પાછી પીછેહથ નક્કી.. એમ તે કાંઈ સામ્રાજ્યો ઊથલ્યા છે? સામ્રાજ્યો તો અહીં ધારાસભામાં ઊથલે કે રણમેદાને ઊથલે.”

આવા શબ્દોથી વાઈસરોયને ટાઢક વળી અને થયું કે બે ભાઈઓમાંથી એક તો આપણી પડખે છે! એમ વિચારી વળતું વિઠ્ઠલભાઈ ને પુછ્યું પટેલ તમારી શું સલાહ છે.?

વિઠ્ઠલભાઈ એ કહ્યુ મારી સલાહ તો છાનામાના બેસીને જોયા કરવું. છાપાં વાંચીને તેમના દોરાયા દોરાવું નહી. આમ આ વાત પછે ગપ્પા ગોષ્ટી થઈ અને બન્ને છુટાં પડ્યા. 


sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

What is the name of that bill which Sardar Vallabhbhai Patel got signed by all the princely states signed?

What is the name of that bill which Sardar Vallabhbhai Patel got signed by all the princely states signed?

    એક રજવાડું, જેને મૂળ રાજ્ય (કાયદેસર રીતે, બ્રિટિશ હેઠળ) અથવા ભારતીય રાજ્ય (ઉપખંડ પરના તે રાજ્યો માટે) પણ કહેવામાં આવે છે, તે એક મોટી સત્તાવાળા પેટાકંપનીમાં સ્થાનિક અથવા પ્રાદેશિક શાસકની હેઠળ નામનાત્મક સાર્વભૌમ રાજાશાહી હતું.
    ભાગલા પછીના ભારત અને રજવાડાઓને એક વહીવટ હેઠળ એકીકૃત કરવું એ તત્કાલીન રાજકીય નેતૃત્વ દ્વારા સંભવત. સૌથી મહત્વનું કાર્ય હતું. વસાહતી ભારતમાં, લગભગ ૪૦% જેટલા પ્રદેશ પર બ્રિટિશ સર્વોચ્ચતા પ્રણાલી હેઠળ સ્વતંત્રતાની વિવિધ ડિગ્રી માણનારા રાજકુમારો દ્વારા શાસિત ૫૬૫ નાના અને મોટા રાજ્યોનો કબજો હતો.
  • ૫૬૫ રજવાડાઓમાંથી ઘણાએ સ્વતંત્રતા પછી સ્વતંત્ર રાજ્યનું સ્વપ્ન જોવાનું શરૂ કર્યું.
  • પરંતુ ભારતીય સ્વતંત્રતા બિલના ભાષણમાં બ્રિટિશ વડા પ્રધાન એટલીએ કહ્યું હતું કે, “બધા રજવાડાઓએ ભારત અથવા પાકિસ્તાનના નવા રાજ્યોમાં એકીકૃત થવું ફરજિયાત બનાવવું જોઈએ.
  • આ ઘોષણા સાથે કેટલાક રાજ્યોએ એપ્રિલ 1947 માં બંધારણ સભામાં જોડાઈને પોતાનું ડહાપણ અને વાસ્તવિકતા અને કદાચ દેશભક્તિની કક્ષા બતાવી હતી.
  • ૨૭ જૂન ૧૯૪૭ ના રોજ, સરદાર પટેલે વી.પી. સાથે નવા બનાવેલા રાજ્યોના 'વિભાગનો વધારાનો હવાલો સંભાળ્યો. મેનન તેના સેક્રેટરી તરીકે.
  • સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વ હેઠળ, ભારતની નવી સરકારે રાજકીય વાટાઘાટોને કેન્દ્ર સરકાર અને બંધારણની ઘડતર કરવામાં આવે તે માટે લશ્કરી કાર્યવાહીના વિકલ્પને સમર્થન આપ્યું હતું.
  • સરદાર પટેલ અને પી. મેનને ભારતને અનુરૂપ રજવાડાંઓના શાસકોને ભારતમાં પ્રવેશ માટે ખાતરી આપી. રજવાડાઓના શાસકોના ઘણા અધિકારો અને વિશેષાધિકારો, ખાસ કરીને તેમની વ્યક્તિગત વસાહતો અને ખાનગી પર્સ, તેમને સ્વીકારવાની ખાતરી આપવા માટે ખાતરી આપી હતી
  • મોટાભાગના રજવાડાઓ શાણપણ સાથે બંધારણ સભામાં જોડાયા હતા પરંતુ જૂનાગadh, કાશ્મીર અને હૈદરાબાદ જેવા અન્ય લોકોએ જાહેરમાં સ્વતંત્ર પદની દાવાની ઇચ્છા જાહેર કરી હતી.
જુનાગઢ
  • ભારતીય પ્રદેશથી ઘેરાયેલ સૌરાષ્ટ્રના કાંઠે એક નાનું રાજ્ય
  • પાકિસ્તાન સાથે હજી સુધી કોઈ જોડાણ નથી, નવાબે પાક સાથે જોડાવાની ઘોષણા કરી
  • પરંતુ મોટા ભાગના લોકો (મુખ્યત્વે હિન્દુ), ભારતમાં જોડાવાની ઇચ્છા રાખે છે
  • આના પગલે નવાબ સામે હિંસક આંદોલન શરૂ થયું હતું અને ભારતીય સૈનિકોએ રાજ્યમાં કૂચ કરી હતી
  • એક વિનંતી યોજવામાં આવી હતી, જે ભારતમાં જોડાવાની તરફેણ કરે છે
કાશ્મીર
  • હિન્દુ શાસક હરિ સિંહે ભારત અને પાક સાથે તેમના રાજ્ય માટે સ્વતંત્ર દરજ્જો મેળવવા માટે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો.
  • રાજ્યની બહુમતી વસ્તી મુસ્લિમ હોવાથી, પાકિસ્તાને વિચાર્યું કે કાશ્મીર તેમનામાં છે.
  • ૧૫ મી ઓગસ્ટના રોજ હરીસિંગે બંને દેશો સાથે સ્થિર કરારની ઓફર કરી જેનાથી લોકો અને માલની મફત અવરજવરને મંજૂરી મળી.
  • પાકિસ્તાને કરાર પર હસ્તાક્ષર કર્યા હતા પરંતુ ભારતે તે કર્યું ન હતું.
  • પાકિસ્તાન અધીર બન્યું અને સ્થિર કરારનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું.
  • ૨૪ ઓક્ટોબર હરિસિંહે ભારત પાસે સૈન્ય સહાયની માંગ કરી.
  • માઉન્ટબેટને ધ્યાન દોર્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ભારત તેના સૈન્યને મોકલી શકે છે ત્યારબાદ જ રાજ્યના જોડાણના ઔપચારિક જોડાણ પર સહી કરે છે. 
  • આમ ૨૬ મી ઓક્ટોબરે મહારાજાએ જોડાણના સાધન પર હસ્તાક્ષર કર્યા જેને ૧૯૫૪ માં બહાલી આપવામાં આવી.
  • ૨૭ ઓક્ટોબરે સવારે ૧૦૦ જેટલા વિમાનોએ માણસો અને શસ્ત્રો શ્રીનગર લઈ ગયા. 
  • પાકિસ્તાની સૈન્યએ મુખ્ય ખીણ પ્રદેશ છોડી દીધો, પરંતુ ગિલગિટ, બાલ્તિસ્તાન ક્ષેત્રનો મોટો ભાગ કબજે કરવાનું ચાલુ રાખ્યું - પાક કબજો કાશ્મીર.
હૈદરાબાદ
  • ભારતનું સૌથી મોટું રજવાડું જેનું નિઝામ દ્વારા શાસન હતું.
  • નિઝમે જુલ્મી રીત તરફ દોરી અને ભારત સાથે સંકલન કરવાને બદલે મુસ્લિમ આધિપત્ય સ્થાપવાની ઇચ્છા વ્યક્ત કરી
  • નિઝામ હૈદરાબાદ માટે સ્વતંત્ર દરજ્જો ઇચ્છતો હતો અને આથી ભારત સાથે સ્થિર કરારની વાટાઘાટોમાં પ્રવેશ કર્યો.
  • દરમિયાન લોકોએ તેના સૌથી ખરાબ જુલમ પગલાને લીધે નિઝામના શાસનની વિરુદ્ધ બળવો કર્યો, ખાસ કરીને તેલંગાણાના ખેડુતો.
  • નિઝમે પેરા-સૈન્ય દળને મુક્ત કરીને લોકપ્રિય આંદોલનનો બદલો લીધો.
  • ૧૫૦૦૦૦ સૈનિકોને ભારતીય સંઘ સામે લડવા નિઝામ દ્વારા એકઠા કરવામાં આવ્યા હતા.
  • તેઓની હત્યા, અપંગ, બળાત્કાર અને લૂંટ, ખાસ કરીને બિન-મુસ્લિમોને નિશાન બનાવી.
  • સપ્ટેમ્બર 1948 માં, ઓપરેશન પોલો હેઠળની ભારતીય સેનાએ હૈદરાબાદ રાજ્ય પર આક્રમણ કર્યું અને તેના નિઝામને ઉથલાવી દીધી, રાજ્યને જોડીને તેને ભારતીય સંઘમાં ભળી દીધી.
જોકે, 1948 ના અંત સુધીમાં, ત્રણ અનિચ્છાગ્રસ્ત રાજ્યોને પણ લાઇનમાં પડવાની ફરજ પડી હતી. મહાન કુશળતા અને કુશળ મુત્સદ્દીગીરી અને સમજાવટ અને દબાણ બંનેનો ઉપયોગ કરીને, પટેલ સેંકડો રજવાડાઓને એકીકૃત કરવામાં સફળ થયા.


sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Lala Lajpatrai's View on Hindu Marriages Bill

Lala Lajpatrai's View on Hindu Marriages Bill



It is with a sense of shame and humiliation that I have read of the opposition to Mr. Patel's Hindu Marriage Bill. It will be a great blow to our prestige and good name abroad if this extremely small measure of reform based on actual legal necessity is defeated on foolish sentimental grounds. They are poor champions of Hinduism who urge its rejection in the name and interests of Hindu Dharma and Hindu Society. It is true that in their ranks are some whose sincerity is beyond question; but the majority of those who are opposing it are men who are ready to indulge in every kind of free life for themselves, but who grudge. it in the case of others, specially to the other sex. They are still harping on the time-honoured authority of the Shastras and customs, forgetting that the authors of the Shastras have made a liberal provision for necessary changes in social life and customs in accordance with the needs of place and time (Desha Kal). The Shastras themselves contain abw1dant evidence of these changes. The great Rishis were too wise to forget that static society is an impossibility. Any tendency to make it static leads to stagnation, sterility and eventual extinction. Bold must be the man who can honestly maintain that the social life of the Hindus (of all sections and classes) has been the same even for a century at a time. Compare the customs of one period with those of another, and of one province with those of another province, and the process of change that has been going on for centuries becomes clearly visible. The Shastras made ample provision for the legal recognition of these changes. It is the rigidity and absurdity of the Judge-made law of the British Courts that has brought about the existing impasse in the marriage laws of the Hindus. A change such as is contemplated is an absolute necessity. Opposition to it is based on short-sighted partisanship and false notions of Dharma. The opponents of the Bill do not see the mote in their own eyes. They are probably the worst offenders against the so-called Varnashrama Dharma. But to be frank, where is the Varnashrama Dharma now in India? It is sheer dishonesty to oppose this reform on the ground of its being dangerous to Varnashrama Dharma, while the latter is a mere caricature of its original self. Unless we propose to live for ever and ever in our present degraded condition, it is absolutely necessary that our ideas of Varnashrama Dharma should be radically changed. Political democracy is a myth unless it is based on social and economic justice. The present caste system and the resultant restrictions on the liberties of men and women in the matter of marriage do not tend towards social and economic justice. The sooner we remodel our social and economic life on the broad basis of equal opportunity to all men and women, regardless of caste, colour, creed and sex, the better for our political future. Delays in social reconstruction must of necessity retard the realisation of our political hopes.




date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

The Sind Ministry : My Cabinet Will - Today That Day - 06-02-1939

The Sind Ministry : My Cabinet Will

Follow Congress Program – Allah Baksh

Tribune – 6th February 1939

It is reliably understood that Mr. Bandeh Ali Khan, a former Minister in the Hidayatullah Cabinet, has been selected by Khan Bahadur Allah Baksh, the present Premier of Sind, in furtherance of his decision to enlarge the Cabinet.

The Premier of Sind, who arrived in Bombay today by plane had a long interview with Sardar Vallabhbhai Patel, Chairman of the Congress Parliamentary Sub-Committee (other members were Rajendra Prasad and Maulana Abul Kalam Azad) and discussions, it is understood, centered round questions relating to the policy and program of the Ministry.

One more Minister, it is learnt, will be selected soon after the Premier’s return to Karachi from among the Hindu party. Thus, the Sind Cabinet will have a strength of five. The rumour that Sir Ghulam Hussain Hidayatullah might also be included in the extended Cabinet is discounted.

In an interview Khan Bahadur Allah Baksh said that the purpose of adding two more Ministers to his Cabinet was to facilitate the work of the Ministry which, with only three members at present, was finding it difficult to cope with the work. He added that his Cabinet would follow the Congress program and the various measures to be undertaken for the uplift of the masses would be on the lines of the Congress Provinces.

The question of introducing prohibition in Sind was engaging the serious attention of the Cabinet and the report of a prohibition committee appointed sometime back to go into the question was now under consideration. Financially Sind was not an independent province in the sense that other provinces are, but if the Cabinet found additional sources of revenue to replenish the loss due to prohibition, they would go full steam ahead. For the present the Cabinet had a proposal for placing restrictions on the sale of intoxicant drugs. It was proposed to place a premium on the use of intoxicant drugs by persons below the age of 19 from this year. The age would be raised to 20 in 1940, to 21 in 1941 and so on thus eradicating the drug evil by stages.

One of the main items of his ministry, he added, was in the field of cottage industries. The Government has already opened two emporiums where village industries products were exhibited and popularized. Legislative measures for debt conciliation and for relieving rural indebtedness, on the lines of those undertaken in the Congress provinces were also receiving the attention of the Sind Ministry. A special officer had been appointed to go into the question of tenancy legislation and submit a report to the Government.

Referring to education Khan Bahadur Allah Bakhsh said that the Ministry was examining the Wardha scheme of Education and final decisions would be arrived at shortly.

The question of the assessment of the barrage lands had been settled but there were likely to be some changes when the final orders are to be passed.

 

Ref : Towards Freedom 1939

 

Note :

Wardha Scheme : An educational conference held at Wardha in October 1937 and decided to provide free and compulsory education for seven years on a nation-wide scale.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar balabh patel, sar patel, sardar s, sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,

Gandhiji's last Will and Testament

ગાંધીજીનું છેલ્લું વસિયતનામું


વિધિનિર્મિત ના શુક્રવારના લેખમાં જેનો ઉલ્લેખ કરેલ છે તે કોંગ્રેસના બંધારણનો ખરડો નીચે આપ્યો છે. ગાંધીજીના અવસાનને કારણે એ હિંદની પ્રજા માટેનું તેમનું છેલ્લું વસિયતનામું બની ગયુ છે. – પ્યારેલાલ

ભાગલા પડ્યા છતાં હિંદી રાષ્ટ્રીય કોંગ્રેસે યોજેલા સાધનો દ્વારા હિંદે રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી હોવાથી આજના સ્વરૂપની કોંગ્રેસનો એટલે કે પ્રચારના વાહન અને ધારાસભાની પ્રવૃત્તિ ચલાવવાના તંત્ર તરીકેનો તેનો ઉપયોગ હવે પુરો થયો છે. શહેરો અને કસબાઓથી ભિન્ન એવા તેના સાત લાખ ગામડાંઓની દ્રષ્ટિથી હિંદની સામાજિક, નૈતિક અને આર્થિક સ્વતંત્રતા સિધ્ધ કરવાની હજી બાકી છે. લોકશાહીના લક્ષ્ય તરફની હિંદની પ્રગતિ દરમ્યાન લશ્કરી સત્તા ઉપર સરસાઈ સ્થાપવા માટેની મુલકી સત્તાની ઝુંબેશ અનિવાર્ય છે. એને રાજકીય પક્ષો અને કોમી સંસ્થાઓ સાથેની અઘટિત સ્પર્ધાથી અળગી રાખવી જોઈએ. આ અને એવાં બીજા કારણોને લઈને નીચેના નિયમો અનુસાર મહાસમિતિ કોંગ્રેસની વર્તમાન સંસ્થાને વિખેરી નાખવાનું અને લોકસેવક સંઘને સ્વરૂપે પ્રગટ થવાનું ઠરાવે. પ્રસંગ અનુસાર એ નિયમોમાં ફેરફારો કરવાની એ સંઘને સત્તા હોય.

ગ્રામવાસી હોય એવાં અથવા ગ્રામવાસીના માનસવાળાં પુખ્ત વયનાં પાંચ સ્ત્રીપુરુષોની બનેલી પ્રત્યેક પંચાયત એક ઘટક બનશે. પાસપાસેની આવી પ્રત્યેક બે પંચાયતોની તેમનામાંથી ચૂંટી કાઢેલા એક નેતાની દોરવણી નીચે કાર્ય કરનારી મંડળી બને. 

આવી સો પંચાયતો બને ત્યારે પ્રથમ કક્ષાના પચાસ નેતાઓ પોતાનામાંથી એક બીજી કક્ષાનો નેતા ચૂંટે અને એ રીતે પહેલી કક્ષાના આગેવાનો બીજી કક્ષાના આગેવાનની દોરવણી નીચે કાર્ય કરે. આખો હિંદ આવરી લેવામાં આવે ત્યાં સુધી બસો પંચાયતનાં આવા જોડકાં રચ્યે જવામાં આવે અને પછી રચાતું પંચાયતોનું પ્રત્યેક જૂથ પહેલાની જેમ બીજી કક્ષાનો નેતા ચૂંટ્યે જાય. બીજી કક્ષાના નેતાઓ સમગ્ર હિંદને માટે એકત્ર રીતે કાર્ય કરે અને પોતપોતાના પ્રદેશોમાં અલગ અલગ કાર્ય કરે. તેમને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે બીજી કક્ષાના નેતાઓ પોતાનામાંથી એક વડો ચૂંટી કાઢે. તે એને ચૂંટનારાઓ ચાહે ત્યાં સુધી બધા જૂથોને વ્યવસ્થિત કરે તેમ જ તેમની દોરવણી કરે.

(પ્રાંતો અથવા વિભાગોની છેવટની રચના હજી નક્કી થઈ ન હોવાથી આ સેવકોના જૂથને પ્રાંતિક યા વિભાગીય સમિતિઓમાં વહેચવાનો પ્રયત્ન કરવામાં નથી આવ્યો. અને સમગ્ર હિંદમાં કાર્ય કરવાનો અધિકાર કોઈ પણ સમયે રચવામાં આવેલાં જૂથ કે જૂથોમાં પ્રતિષ્ઠિત થાય છે. સેવકોના આ સમુદાયને અધિકાર અથવા સત્તા – જેની તેમણે સ્વેચ્છાપૂર્વક અને ડહાપણ ભરી રીતે સેવા કરી છે એવા તેમના સ્વામી એટલે કે સમગ્ર હિંદની પ્રજા પાસેથી મળે છે.)

૧)    પ્રત્યેક સેવક જાતે કાંતેલા સૂતરની અથવા ચરખા સંઘની પ્રમાણિત ખાદી હમેંશા પહેરનારો અને માદક પીણાં ન પીનારો હોવો જોઈએ. જો તે હિંદુ હોય તો પોતે તથા પોતાના કુટુંબમાંથી હરકોઈ સ્વરૂપની અસ્પૃશ્યતા તેણે દૂર કરી હોવી જોઈએ, કોમકોમ વચ્ચેની એકતાના, સર્વધર્મ પ્રત્યેનો સમભાવના તથા જાતિ, ધર્મ કે સ્ત્રીપુરુષના કશાયે ભેદભાવ રહિતની સૌને માટેની સમાન તક અને દરજ્જાના આદર્શમાં માનતો હોવો જોઈએ.

૨)      તેના કાર્યક્ષેત્રમાંના પ્રત્યેક ગ્રામવાસીના અંગત સંસર્ગમાં તેણે રહેવું જોઈએ.

૩)      ગ્રામવાસીઓમાંથી તે કાર્યકર્તાઓ નોંધશે અને તેમને તાલીમ આપશે. એ બધાનું તે પત્રક રાખશે.

૪)      તે તેના રોજેરોજનાં કામની નોંધ રાખશે.

૫)      પોતાની ખેતી તેમજ ગૃહઉદ્યોગો દ્વારા ગામડાંઓ સ્વયંપૂર્ણ બને તે રીતે તેમને સંગઠિત કરશે.

૬)     ગ્રામવાસીઓને તે સફાઈ તેમ જ આરોગ્યનું શિક્ષણ આપશે તથા તેમનાં માંદગી અને રોગો અટકાવવાના બધા ઉપાયો લેશે.

૭)    હિંદુસ્તાની તાલીમી સંઘની નીતિ અનુસારની નવી તાલીમને ધોરણે તે જન્મથી મરણૅ પર્યતની સઘળા ગ્રામવાસીઓની કેળવણીનો પ્રબંધ કરશે.

૮)     જેમના નામ સરકારી મતદાર પત્રકોમાં નોંધાવા રહી ગયા હોય તેમના નામો તે તેમાં નોંધાવશે.

૯)     જેમણે મતાધિકારના હકને માટેની જરૂરી યોગ્યતા હજી પ્રાપ્ત કરી ન હોય તે પ્રાપ્ત કરવા માટે તેમને તે પ્રોત્સાહન આપશે.

૧૦        ઉપર જણાવેલા અને વખતોવખત જે બીજા ઉમેરવામાં આવે તે હેતુઓ સાધવાને માટે યોગ્ય ફરજ બજાવવા માટેના સંઘે ઘડેલાં ધારાધોરણો અનુસાર તે પોતે તાલીમ લેશે અને યોગ્ય બનશે.

 

            સંઘ નીચેની સ્વાધીન સંસ્થાઓને માન્યતા આપશે.

            ૧)         અ. હિ. ચરખા સંઘ

            ૨)         અ. હિ. ગ્રામઉદ્યોગ સંઘ

            ૩)         હિંદુસ્તાની તાલીમી સંઘ

            ૪)         હરિજન સેવક સંઘ

            ૫)         ગૌ સેવા સંઘ

નાણા બાબતે સંધ પોતાનું ધ્યેય પાર પાડવાને અર્થે ગ્રામવાસીઓ અને બીજાઓ પાસેથી નાણા ઊભા કરશે. ગરીબ માણસોનો પાઈ પૈસો ઉઘરાવવા ખાસ ભાર મૂકવામાં આવશે.

૨૯-૦૧-૧૯૪૮

મોહનદાસ કરમચંદ ગાંધી.


સંદર્ભ : હરિજન બંધુ – ૧૫-૦૨-૧૯૪૮

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

EKTA

Gandhi and Sardar Patel | गांधी और सरदार पटेल । ગાંધી અને સરદાર પટેલ

Gandhi & Sardar Patel | गांधी और सरदार पटेल । ગાંધી અને સરદાર પટેલ

How were Sardar Vallabhai Patel related to the Gandhiji?



ગાંધીજીમાં સરદાર સાહેબે વિશ્વાસ મુક્યો, અને સરદાર પટેલ એમ કાંઈ કોઈને પારખ્યા વગર વિશ્વાસ ન મુકે, સરદાર સાહેબે કેમ ગાંધીજી પર વિશ્વાસ મુક્યો તે પણ જાણવું જોઈએ. ગાંધીજી ફક્ત રાજકીય કે ફક્ત આર્થિક કે ફક્ત સામાજિક નેતા ન હતા આપણે ખુશીથી કહી શકીએ કે મહાત્મા ગાંધીજી એક ધર્મનેતા હતા, એક આધ્યાત્મિક નેતા હતા. એમનું લક્ષ્ય સત્ય હતું. તેઓ કહેતા ઈશ્વર સત્ય છે એમ નહી પણ સત્ય ઈશ્વર છે. સત્યની શોધમાં લાગેલ ગાંધીજીમાં સરદાર પટેલે શ્રધ્ધા રાખી. અને ગાંધીજીને જે સત્ય સમજાયુ તે સત્યને અપનાવવાની વૃત્તિ સરદાર સાહેબે રાખી. સરદાર પટેલે તો અનેકવાર કહ્યુ છે કે : “હું ગાંધીજીનો સૈનિક છું. તે કહે તેમ કરવાને કાજે બંધાયેલો છું.” આ શબ્દો સરદાર સાહેબે ફક્ત બોલવા માટે નહોતા કહ્યા પરંતુ તેમણે તે વાતનો અક્ષરે અક્ષર પાળી બતાવ્યો.

સરદાર પટેલના શતાબ્દી ગ્રંથમાં એક વાત લખાયેલ છે તે સમજવા જેવી છે કે સરદાર પટેલ ગાંધીજીના અનુયાયી હતા પરંતુ અંધ ભક્ત નહોતા. તેમણે કહ્યુ કે : ઘણા મને ગાંધીજીનો અંધ ભક્ત કહે છે. હું ઈચ્છું છું કે હકીકતમાં મને તેમના અંધ ભક્ત બનવાની શક્તિ મળેપરંતુ અફસોસ તેવુ નથી. હું મારી પાસે સરેરાશ બુધ્ધિ અને સમજ હોવાનો દાવો કરું છું. મે દુનિયા જોઈ છેઅને તેથી આ સંભવ નથી કે હું આ અર્ધ નગ્ન વ્યક્તિને પાગલ માણસની જેમ અથવા કોઈ સમજણ વગર અનુસરુ. હું એવા વ્યવસાયનો સભ્ય હતો કે જેમાં કદાચ હુ ઘણાને ગેરમાર્ગે દોરી હું શ્રીમંત બની શક્યો હોતપરંતુ મે આ વ્યવસાય છોડી દીધોકારણકે મે આ માણસ પાસેથી જાણ્યુ કે આ એ રસ્તો નથી જેના થકી હું ખેડુતોનું ભલુ કરી શકુ. તેઓ ભારતમાં આવ્યા ત્યારથી જ હું તેમની સાથે રહ્યો છુંઅને જ્યાં સુધી હું જીવીશ અને તે જીવે ત્યાં સુધી આ સંબંધ રહેશે. તેમ છતાં હું તેમને મારા કામથી દૂર રાખું છું. જો આપણે ફક્ત નેતૃત્વ માટે તેમની તરફ ધ્યાન રાખીએ તો આપણે પહેલ અને સ્વતંત્ર કાર્યવાહીની ક્ષમતા ફરીથી મેળવી શકીશું નહી આ માટે તેમના માર્ગદર્શનની જ રાહ જોવી પડે. આપણે હંમેશા કોઈની સહાયતા પર નિર્ભર હોઈએ તો આપણે કાંઈ પણ પ્રાપ્ત કરવાની આશા રાખી શકીએજ્યારે તેઓ મૈસુરમાં બીમાર હતાત્યારે ઘણા લોકોએ તેમને ટેલીગ્રામ મોકલી વિનંતી કરી કે તેઓએ પૂર-રાહત કાર્ય માટે ગુજરાત આવવું. આથી તેમણે મને પુછ્યુ કે શું કરવું જોઈએત્યારે મે કહ્યુ કે દસ વર્ષથી તેઓ ગુજરાતને સલાહ આપે છેઅને જો તેમણે જાણવું હોય કે આ સલાહ મુજબ ગુજરાત અનુસરે છે કે નહી તો તમારે ગુજરાત ન જવુ જોઈએ. આવી જ રીતે મે તેમને કહ્યુ હતુ કે મારી બારડોલીમાં ધરપકડ થાય ત્યાર પછી જ તેમણે બારડોલી આવવું. શિસ્ત અને સંગઠનનો અભાવ એજ આપણી મુખ્ય ખામી છે. સૈનિક કેવી રીતે બનવું તે આપણે નથી જાણતા. આપણે હુકમ આપવા માટે ટેવાયેલ નથી. વ્યક્તિગત સ્વતંત્રતાના આ યુગમાંસ્વતંત્રની પરવાનગી ભુલ ભરેલ છે.

પ્રશ્ન ખેડા સત્યાગ્રહનો હોય કે બારડોલી સત્યાગ્રહનો હોય, કે પછી મીઠા સત્યાગ્રહ હોય સરદાર પટેલ માટે તો ગાંધીજી એ કહ્યું એટલે કરવાનું. પરંતુ તે સત્યાગ્રહો કેવી રીતે સફળ બનાવવા તેની યોજનાઓ સરદાર પટેલ જ તૈયાર કરતા જેમ કે મીઠા સત્યાગ્રહ (દાંડી કૂચ્) ની વાત કરીએ તો સરદાર સાહેબે સાબરમતિ આશ્રમથી દાંડી સુધી આવતા ગામોની સ્વંય મુલાકાત લીધી અને ગાંધીજીનો રાતવાસો ક્યા રહેશે? તે માટે કેવી સગવડો કરવી? ગામે ગામથી કેટલા લોકો આ કૂચમાં જોડાશે? એમ આવી નાનામાં નાની બાબતોનું પોતે ધ્યાન રાખ્યું અને અંગ્રેજોએ દાંડી કૂચ સફળ ન જાય તે માટે રાસ ગામે સરદાર સાહેબની ધરપકડ કરી. જ્યારે તેમની ધરપકડ થઈ ત્યારે પણ તેમણે જેલમાં રહીને સત્યાગ્રહ સફળ કેવી રીતે કરવો તેની પુરેપુરી તકેદારી રાખી.તેમની ધરપકડ ૭ માર્ચ ૧૯૩૦ના રોજ રાસ ગામે સરદાર પટેલને ભાષણ કરવા માટે રોકવામાં આવ્યા અને તેમને એક એવા ગુના હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા કે જે તેમણે કર્યો જ નહોતો. સરદાર પટલે ભાષણનો એક પણ શબ્દ બોલ્યા નહોતા તેમ છ્તાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા.

આવા હતા સરદાર આપણા

સંદર્ભ : સરદાર રાષ્ટ્રીય સંવાદિતાના સર્જક 

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

India - The New Republic - 26 January 1950

India - The New Republic - 26 January 1950



डॉ बी. आर. अंबेडकर ने मसौदा समिति की अध्यक्षता की, और इस तथ्य से उस क्रांति का प्रतीक हुआ जो भारत में हुई थी। डॉ। अंबेडकर ने भारत के प्राचीन कानून-दाता मनु की भूमिका निभाई, जिनके हुक्मरानों ने भूमि में उच्चतम जीवन का शासन किया है। संवैधानिक कानून पर एक अधिकार, अम्बेडकर विधानसभा में मार्गदर्शक भावना थे; उनकी प्रस्तुति और अंतिम चरण के लिए प्रारूप संविधान का संचालन एक उत्कृष्ट प्रदर्शन था।

नए संविधान की समीक्षा में, कई लोगों को उद्यम की भयावहता का एहसास नहीं है और न ही इसकी जटिल-लगभग चौंकाने वाली प्रकृति, संविधान सभा के अध्यक्ष डॉ। राजेंद्र प्रसाद लिखते हैं। जिस जनसंख्या के साथ संविधान सभा को निपटना था, उससे अधिक थी, पूरे यूरोप की जनसंख्या रूस की जनसंख्या 319,000,000 थी जबकि 317,000,000 थी। यूरोप के देश कभी भी एक संघी सरकार में एक साथ शामिल नहीं हो पाए थे, एक एकात्मक सरकार के तहत बहुत कम। भारत में, जनसंख्या और देश के आकार के बावजूद, उन्होंने एक संविधान तैयार करने में कामयाबी हासिल की, जिसने इसे पूरा किया।

आकार के अलावा, अन्य कठिनाइयाँ थीं जो समस्या में ही निहित थीं। भारत में कई समुदाय बोल रहे थे, कई भाषाएँ। इसके अलावा, प्रावधान न केवल उन क्षेत्रों के लिए किया जाना था जो शैक्षिक और आर्थिक रूप से उन्नत थे; लेकिन जनजातियों जैसे पिछड़े लोगों के लिए भी।

महान परिमाण की एक और समस्या भारतीय राज्यों की समस्या थी। लगभग 600 राज्य भारत के एक तिहाई से अधिक क्षेत्र और देश की एक चौथाई आबादी को कवर करते थे। वे मैसूर द्वारा छोटे छोटे रियासतों से बड़े राज्यों के आकार में भिन्न हैं। हैदराबाद और कश्मीर। जब अंग्रेजों ने भारत छोड़ने का फैसला किया, तो उन्होंने भारतीयों को सत्ता हस्तांतरित की; लेकिन एक ही समय में, उन्होंने यह भी घोषित किया कि सभी संधियाँ और व्यस्तताएँ उनके साथ थीं। शहजादे लैप्स हो गए। जिस सर्वोपरि अभ्यास में वे इतने लंबे समय से लगे हुए थे और जिसके द्वारा वे राजकुमारों को बचाए रख सकते थे। तब भारत सरकार को इन राज्यों से निपटने की समस्या का सामना करना पड़ा था, जिनकी शासन की अलग-अलग परंपराएँ थीं, उनमें से कुछ का असेंबली में लोकप्रिय प्रतिनिधित्व था और कुछ में ऐसा कुछ भी नहीं था, और पूरी तरह से निरंकुश रूप से शासन कर रहे थे। संविधान सभा; इसलिए, अपने मजदूरों की शुरुआत में, उनके प्रतिनिधियों को विधानसभा में लाने के लिए उनके साथ बातचीत करने के लिए, ताकि उनके साथ परामर्श में एक संविधान तैयार किया जा सके। पहले प्रयास सफल रहे और उनमें से कुछ प्रारंभिक अवस्था में विधानसभा में शामिल हो गए, लेकिन अन्य लोग हिचकिचाए। अगस्त, 1947 तक, जब भारत अधिनियम की स्वतंत्रता लागू हो गई, तो उनमें से लगभग सभी दो अपवादों के साथ थे, उत्तर में कश्मीर और दक्षिण में हैदराबाद, भारत में आ गए थे। समय बीतने के साथ, यह स्पष्ट हो गया कि यह संभव नहीं था, छोटे राज्यों के लिए किसी भी दर पर, अपना अलग स्वतंत्र अस्तित्व बनाए रखने के लिए और फिर भारत के साथ एकीकरण की प्रक्रिया शुरू हुई। समय के साथ-साथ न केवल सभी छोटे-छोटे राज्यों को मिलाया गया और वे भारत के किसी न किसी प्रांत या अन्य देशों के साथ एकीकृत हो गए, बल्कि कुछ बड़े लोग भी इसमें शामिल हो गए। इसे प्रधानों और राज्यों के लोगों के क्रेडिट के लिए कहा जाना चाहिए, सरदार वल्लभभाई पटेल के बुद्धिमान और दूरदर्शी मार्गदर्शन के तहत राज्य मंत्रालय के क्रेडिट से कम नहीं, कि जब तक संविधान पारित किया गया था, तब तक राज्य थे प्रांतों के रूप में कमोबेश उसी स्थिति में और इन सभी का वर्णन करना संभव हो गया है, जिसमें भारतीय राज्यों और प्रांतों को शामिल किया गया है, जैसा कि संविधान में राज्य हैं। "हमने वयस्क मताधिकार के लिए प्रावधान किया है जिसके द्वारा केंद्र में लोगों और विधानसभाओं में विधानसभाओं का चुनाव किया जाएगा," डॉ प्रसाद ने कहा। "यह एक बहुत बड़ा कदम है, न केवल इसलिए कि हमारा वर्तमान मतदाता एक बहुत छोटा मतदाता है और बहुत हद तक संपत्ति की योग्यता पर आधारित है, बल्कि इसलिए भी कि इसमें जबरदस्त संख्याएँ शामिल हैं।" हमारी जनसंख्या अब 320 मिलियन, लगभग 50 प्रतिशत जैसी है। जिनमें से वयस्क आबादी का प्रतिनिधित्व करते हैं। और उस आधार पर, हमारे रोल पर 160 मिलियन से कम मतदाता नहीं होंगे। इस तरह के विशाल संख्याओं के द्वारा चुनाव के आयोजन का कार्य बहुत अधिक परिमाण का है और ऐसा कोई अन्य देश नहीं है जहाँ अभी तक इतने बड़े पैमाने पर चुनाव हुए हैं। "इस संबंध में कुछ तथ्य रुचि के होंगे। प्रांतों में विधानसभाओं की गणना की जाए, तो इसकी गणना लगभग ३, have०० से अधिक सदस्य करेंगे, जिन्हें लगभग निर्वाचन क्षेत्रों में निर्वाचित होना पड़ेगा। फिर ५०० सदस्यों की तरह कुछ होगा। लोगों की सभा और राज्यों की परिषद के लिए लगभग 220 सदस्य हैं। इस प्रकार हमें 4,500 से अधिक सदस्यों के चुनाव के लिए प्रावधान करना होगा और देश को 4,000 निर्वाचन क्षेत्रों की तरह विभाजित करना होगा।

Ref : The Western Mail - 26 January 1950

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

© all rights reserved
SardarPatel.in