#karamsad
#sardarpatel
#vallabhbhai
#veersardarsena
#કરમસદ
#વીરસરદારસેના
sardar patel
Sardar Patel vithalbhai
સરદાર પટેલ
તા : ૦૫-૦૪-૧૯૪૭ના રોજ રાસમાં કસ્તુરબા પ્રસુતિગ્રૃહનું ખાતમુહૂર્ત કરતા આપેલ ભાષણ 2
રાસમાં ખેડુતો આગળ - ૨
વધુ આગળ :
હિંદુસ્તાનમાં સ્ત્રીઓને દવાદારૂનું ભાન નથી. પ્રસૂતિમાં પડેલી બાઈની શી સ્થિતિ હોવી જોઈએ, જન્મેલા બાળકની માવજત કેમ કરવી જોઈએ, એનું કોઈ પ્રકારનું ભાન આપણી બહેનોને નથી. કાંઠામાં આસપાસ કોઈ માંદુ થાય, સ્ત્રીઓ માટે પ્રસૂતિની સગવડ જોઈએ,તેને માટે આ ખાત-મુહુર્ત કર્યુ છે. આપણી પાસે પહેલાંની કુશળ દાયણો રહી નથી. આજના યુગને અનુકુળએ અંગેનું જ્ઞાન આપવું જોઈએ.
લોકોએ કસ્તુરબા સ્મારક માટે એક કરોડનો ફાળો કરવાનો નિશ્ચય કર્યો. એકને બદલે સવા દોઢ કરોડ સુધી ફાળો પહોચ્યો, એમા પણ તમે સાથ આપ્યો. આશાભાઈએ એ કામ ઉપાડ્યુ. એ તો બહાદુર માણસ છે. એ પણ એક વાર તમારાથી વધારે મુંઝવણમાં હતા. જમીનો ગયા પછી ગાંધીજી સાથે હુ આવ્યો હતો. ગામની એક બાઈએ જતાં જતાં એકબે વચનો કહ્યાં તે અમે સાંભળી લીધાં, પણ આશાભાઈને બહુ ખોટું લાગ્યું. પણ તમારી જમીનો પાછી આવી એટલે હવે તમને વિશ્વાસ બેઠો.
જમીનો આપણે ગુમાવી તે કેવી રીતે ગુમાવી એ વિચારો. આપણામાં ફાટફુટ હતી. ગામમાં ખટપટ થઈ. થોડા લોકો ગામના પણ મળ્યા પરદેશી સરકાર ફાટફુટથી જ રાજ ચલાવી શકે. ગોરા સાહેબે લખી આપ્યુ. પણ એ તો એનું રાજ ચાલે ત્યાં સુધીનું જ હોય ને? અમે તો પહેલેથી કહેતા હતા કે હિંદુસ્તાનમાં હિંદીઓ જ રાજ કરી શકે. તમે પાછા ગામના ભળીતો ગયા છો પણ દિલ એક છે કે જુદા તે ખબર નથી.
પંચાયતી રાજ એ જ સાચું સ્વરાજ છે. બધાએ એક બાપની પ્રજા તરીકે સરખે સરખા થઈને રહેવુ જોઈએ. કોઈ ઊંચનીચ ન હોય. ગામમાં બાળા જતી હોય તો કોઈ કુનજર ન કરે. કોઈ અપશબ્દ ન કહે. આપણે પોલીસની અપેક્ષા નથી રાખી. આજે તો કઠણ વખત છે. કોઈ એકબીજાની નિંદા ઈર્ષા ન કરે.
આજે એકના પાંચ આપી બહારથી અનાજ લાવવું પડે છે. ખેડુતને પકવેલું પુરુ મળતુ નથી. ખેતીવાડી દુનિયામાં ભાગી ગઈ છે. બધે જ ખેડુતો પાસેથી અનાજ લઈ લેવામાં આવે છે. જર્મન જેવી બહાદુર પ્રજાના માણસો પણ ભૂખને લીધે ટપટપ મરી જાય છે. આપણે સ્વરાજ્ય તો મેળવ્યું પણ હજી એ ઓળખ્યું નથી. ગામમાં કોઈ પણ માણસ ભુખ્યો ન રહે. ભૂખ્યો હોય તો આપણા રોટલા પર કાપ મૂકીએ પણ કોઈ ભૂખ્યો ન રહે. એ સ્વરાજ માટે મહેનત કરીએ છીએ. આમાં તમારો સાથ જોઈએ. તમને હું તો હમેશા કહેતો આવ્યો છું કે ખેડુતો કોરટકચેરીએ જાય છે, સ્ટાંપ ફી ભરે છે, એ શા માટે? પંચ મારફતે કજિયા પતાવો તો નાના, મોટા, ગરીબ સૌને ઢાંકી શકો. અમારી સ્વરાજની કલ્પનાએ છે કે સૌને સારવાર ને મદદ મળે. એ અમારી અપેક્ષા છે. તમે બધાએ મારૂ સ્વાગત કર્યુ એ માટે આભાર માનું છું.
તમને ફરી ચેતવણી આપું છું કે એક રાજ જાય છે અને બીજું આવે છે, તે વખતે સંપીને રહેશો. એકબીજાની રક્ષા કરશો તો આપણે કલ્પેલું સ્વરાજ આવવાનું છે. ભગવાન આપણને એવું સ્વરાજ પચાવવાની શક્તિ આપો.
#karamsad
#sardarpatel
#vallabhbhai
#veersardarsena
#કરમસદ
#વીરસરદારસેના
sardar patel
Sardar Patel vithalbhai
સરદાર પટેલ
ક્રમશ:
તા : ૦૫-૦૪-૧૯૪૭ના રોજ રાસમાં કસ્તુરબા પ્રસુતિગ્રૃહનું ખાતમુહૂર્ત કરતા આપેલ ભાષણ
રાસમાં ખેડુતો આગળ
તા : ૦૫-૦૪-૧૯૪૭ના રોજ રાસમાં કસ્તુરબા પ્રસુતિગ્રૃહનું ખાતમુહૂર્ત કરતા આપેલ ભાષણ જ્યારે વાંચીએ તો ખબર પડેકે સરદાર જેવા મહાન વ્યક્તિ એક મહત્વની વાત સહજ રીતે કેવી રીતે કહી શકે છે તે સમજવા જેવુ અને ખાસ કરીને શીખવા જેવુ છે. એક સમયે લોકૌપયોગી કાર્યમાં પોતાના સમયના અભાવે જો વિલંબ થાયતો પોતાની જાતને ગુનેહ્ગાર તરીકે પણ સહજતાથી પ્રસ્તુત કરે આવાતો આપણા સરદાર હતા.
ઘણા વખતથી તમને બધાને મળવાની ઈચ્છા હતી. આ દવાખાનાનું ખાતમુહુર્ત કરાવવા આશાભઈ વારંવાર મારી પાસે આવ્યા. મે પ્રયત્ન કર્યો પરંતુ વહેલો ન આવી શક્યો તે માટે માફી માંગુ છું. આવુ સુંદર કામ મારા લીધે રોકાઈ રહે તો હું ગુનેગાર ગણાઉ. એક વખત અમદાવાદ સુધી આવ્યો પણ માંદો પડ્યો.
આ વખતે પણ ઘણી મુશ્કેલીઓ છતાં દ્રઢ નિશ્ચય કરી નીકળી આવ્યો. ફરી જુના સ્મરણો તાજા થાય છે. ઘણી લડાઈઓ કરી, સુખદુ:ખના ઘણા અનુભવ કર્યા. રાસના બહાદુર લોકોએ ઘણી બહાદુરી બતાવી. કોઈક વાર નિરાશા પણ આવે, મુંઝાયા, જમીનો વેચાઈ ગઈ એ ખેડુત કેમ સહન કરે? પણ જેને વિશ્વાસ હતો એ નિરાંતે સહન કરતા. તેમને કુશળ ખેડુતોને જમીનતો ગમે ત્યા મળે, પરંતુ તમારી જ જમીન તમને પાછી મળી ગઈ છે અને તમે હતી તેવી કરી દીધી છે. હવે મને શ્રધ્ધા બેઠી કે જે કહેતા હતા એ સાચું. તમને પણ મારામાં વિશ્વાસ બેઠો અને હિંદુસ્તાનમાં તમારી આબરૂ વધી.
દાંડીકુચ વખતે પેલા વડ નીચે પોલીસે મને પકડ્યો અને બોરસદમાં મેજિસ્ટ્રેટે મને સજા કરી, અને તમે પ્રતિજ્ઞા કરી કે સ્વરાજ મળતાં સુધી લડવું. એ પ્રતિજ્ઞા તમારી પુરી થઈ. અંગ્રેજો જવાનાએ નક્કી છે. હવે મોડું થાય છે તે આપણી અંદર અંદરની તકરારોને લીધે. અંગ્રેજ વિચક્ષણને ચકોર છે.
આપણે જેને માટે લડત કરી, જમીનો ગુમાવી તે મળી ગયુ. પણ હવેનું કામ એના કરતાં કઠણ છે. મને પકડ્યો, તમને શુર ચઢ્યું, આપણે ઘેર મહેમાન આવે અને પકડે તે જેવું ખરાબ લાગે એવું તમને લાગ્યું. તમે આવેશમાં-- જોશમાં આવી બહાદુરી બતાવી તે બદલ મુબારકબાદી આપુ છુ. કસ્તુરબાએ સ્વરાજ્યમાં પહેલું નામ લખાવ્યુ. તમે તો જમીનો ગુમાવીને પાછી મેળવી. પણ કસ્તુરબાએ તો ત્યાંજ આગાખાન મહેલમાં પથારી કરી. મહાદેવભાઈએ પણ ત્યાં સમાધિ કરી. એ તો જાત્રાનું સ્થાન થઈ ગયું. અમે ગયા ત્યારે ત્યાં પથારી કરીએ કે સ્વરાજ લઈને આવીએ એ પ્રતિજ્ઞા હતી.
ક્રમશ:
#karamsad
#sardarpatel
#vallabhbhai
#veersardarsena
#કરમસદ
#વીરસરદારસેના
sardar patel
Sardar Patel vithalbhai
સરદાર પટેલ
મહાદેવ હ. દેસાઈ
પટેલ જાય તો સરકારનું રાજ્ય જાય - સરદાર પટેલની ગર્જના
પટેલ જાય તો સરકારનું રાજ્ય જાય
કોઈ પુછે છે કે પટેલ જાય તેથી કંઈ સરકારનું રાજ થોડું જાય? હા, સાચા પટેલો જાય તો રાજ્ય જરૂર જાય. ગુજરાતમાં એકે દિવસે તમામ પટેલોના રાજીનામા પડવા જોઈએ. ખેડુતો આંધળા થયા તેથી શેઠ મટી નોકર બન્યા ને નોકર શેઠ બની ગયા. તમારા પૈસા ઉઘરાવી ચાકર રાખ્યા તેજ આજે અમલદાર બની બેઠા! ખેડુતો કોનો કેટલો દરજ્જો તે પણ જાણતા નથી. તલાટીને સરકલ જેવાને પણ તલાટીસાહેબને સાહેબ કહો છો. ફોજદાર આવ્યો તો એને પણ ફોજદાર સાહેબ કહો છો. એ સાહેબ તે ક્યાંના આવ્યા? એમના મા-બાપ કોઈ ગોરા સાહેબો થોડાજ છે? એમને સાહેબ કહો એ તો એમને ગાળ છે પણ ખેડુતો સાહેબ કહે ત્યારે એ લોકો પહોળા થાય છે, અને પોતે જાણે ખરેખર સાહેબજાદા હોય એમ માને છે. ખેડુતોએ આવી દીનતા ભુલવી જોઈએ. સાહેબ તો એક ખુદા પરવરદીગાર છે. પોતાના ચાકરોને સાહેબ કહીએ તો એ ફાટી જાય.
ખેડુતને સાચું ભાન થશે ત્યારે બધુ દુ:ખ જશે. હવે પંદર દિવસમાં મહાન યુદ્ધ થવાનું છે, ગમે તેટલો જુલમ વરસાવે તોપણ એ ચલાવવાની દેશના આગેવાનોએ તૈયારી કરી છે. એમં હિસ્સો આપવાનું ગુજરાતના ખેડુતોને અને તમને ધન્યભાગ્ય મળો. ઈશ્વર તમને બુદ્ધિ આપે, ખુદા તમને તાકાત આપે, પ્રભુ તમારૂ કલ્યાણ કરે.
સરદાર વલ્લભાઈની ગર્જનાઓ પુસ્તક પાન નં ૨૧-૨૨
પ્રકાશક : ગુજરાત પ્રાંતિક સમિતિ અમદાવાદ તરફથી મહાદેવ હ. દેસાઈ
મણીલાલ વ. કોઠારી
જીવણલાલ હ. દીવાન
#karamsad
#sardarpatel
#vallabhbhai
#veersardarsena
#કરમસદ
#વીરસરદારસેના
sardar patel
Sardar Patel vithalbhai
સરદાર પટેલ
Magistrate orders Sardar Patel not to deliver speech in Ras village
Magistrate orders Sardar Patel not to deliver speech in Ras village
સરદાર પટેલને રાસ ગામમાં ભાષણ નહી કરવાનો મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલ હુકમ
સરદાર વલ્લભભાઈને રાસ ગામમાં ભાષણ નહી કરવાનો હુકમ મેજીસ્ટ્રેટે ફરમાવેલો, તે હુકમનો અનાદર કરવા બદલ તેઓને ત્રણ માસની સાદી કેદની અને રૂ. ૫૦૦ના દંડની સજા થયેલી; જેલમાં જતી વેળાએ તેઓએ પોતાના સંદેશામાં કહ્યુ છે કે "ગુજરાતના કલ્યાણને માટે સાબરમતીને કાંઠે પંદર વર્ષ જે ઉગ્ર તપશ્ચર્યા મહાત્માજીએ કરેલી છે તેનો બદલો આપવાનો પ્રસંગ હવે આવ્યો છે, તે ગુજરાત ભુલી નહી જાય. સરકારને જરા પણ શાણપણ હશે તો એમના જેવા પવિત્ર પુરૂષ ઉપર હાથ નહી ઉગામે. તેઓ જ્યાસુધી છુટા છે ત્યાંસુધી ઉપર હાથ નહિ ઉગામે. તેઓ જ્યાસુધી છુટા છે ત્યાંસુધી તેમનો હુકમ માનવો એ આપણો ધર્મ છે.
એમને પણ પકડવામાં આવે તો ગુજરાતે શું કરવુ તે મે મારા ભરૂચના ભાષણમાં જણાવી દીધું છે.
#karamsad
#sardarpatel
#vallabhbhai
#veersardarsena
#કરમસદ
#વીરસરદારસેના
sardar patel
Sardar Patel vithalbhai
સરદાર પટેલ
સામ્રાજ્યના સ્તંભરૂપ પંજાબના બહાદુર અકાલીઓએ અહિંસા અને આત્મભોગનો આદર્શ યજ્ઞ આરંભ્યો છે. જાતના જોખમે જુદા જુદા રણક્ષેત્રોમાં અણીને અનેક પ્રસંગે સામ્રાજ્યની સેવા કરતાં દુશ્મનની તલવારના ઘા ઝીલ્યાનાં ચિન્હ જેમના શરીર ઉપર મોજુદ છે અને જેમની છાતી ઉપર સેવાની કદર બદલ સામ્રાજ્ય તરફથી મળેલા ચાંદ લટકે છે એવા પંજાબના પહેલવાન અકાલીઓએ પોતાની કમરમાં કિરપાણ પડેલી હોવા છતાં એજ સરકારના અમલદારોના હુકમથી પોલીસના સિપાઈઓની લાઠીના પ્રહાર મુંગે મોઢે સહન કર્યા. શસ્ત્રબળનો ઉપયોગ કાયરો ઉપર જ ચાલી શકે એવુ ભાન થતાં મારપીટ કરવાનું છોડી દઈ સરકારે આખરે જેલખાનાં ઉપર જ આધાર રાખવાનું પસંદ કર્યુ.
સરદાર પટેલે સ્વયંસેવકો માટે જનતાને કરેલ અપીલ - એક એક છોકરો આપો
એક એક છોકરો આપો
તા ૦૧-૧૨-૧૯૨૨થી ગુજરાતમાં પરદેશી કાપડની દુકાનોએ પિકેટિંગ કરવાનું નક્કી કરેલ તે પ્રસંગે સ્વંય સેવકો માટે કરેલ અપીલસામ્રાજ્યના સ્તંભરૂપ પંજાબના બહાદુર અકાલીઓએ અહિંસા અને આત્મભોગનો આદર્શ યજ્ઞ આરંભ્યો છે. જાતના જોખમે જુદા જુદા રણક્ષેત્રોમાં અણીને અનેક પ્રસંગે સામ્રાજ્યની સેવા કરતાં દુશ્મનની તલવારના ઘા ઝીલ્યાનાં ચિન્હ જેમના શરીર ઉપર મોજુદ છે અને જેમની છાતી ઉપર સેવાની કદર બદલ સામ્રાજ્ય તરફથી મળેલા ચાંદ લટકે છે એવા પંજાબના પહેલવાન અકાલીઓએ પોતાની કમરમાં કિરપાણ પડેલી હોવા છતાં એજ સરકારના અમલદારોના હુકમથી પોલીસના સિપાઈઓની લાઠીના પ્રહાર મુંગે મોઢે સહન કર્યા. શસ્ત્રબળનો ઉપયોગ કાયરો ઉપર જ ચાલી શકે એવુ ભાન થતાં મારપીટ કરવાનું છોડી દઈ સરકારે આખરે જેલખાનાં ઉપર જ આધાર રાખવાનું પસંદ કર્યુ.
પંજાબની સરકારને નવાં જેલખાનાં વસાવવા પડ્યા છે. પાંચ હજાર ઉપરાંત અકાલીઓ જેલમાં જઈ ચુક્યા છે. એક બાજુ દરરોજ એક્સો અકાલીઓનો જથ્થો કેદ પકડાય છે અને બીજી તરફ જેલ જનાર સિપાઈઓની ભરતી ચાલે છે. અકાલી માત્ર ખાદી સિવાય બીજુ પહેરતા નથી. આ ધર્મયુધ્ધમાં અકાલી બહેનો અપુર્વ હિંમત અને ઉત્સાહ બતાવી રહેલી છે. પોલીસના મારથી ઘાયલ થયેલા સંખ્યાબંધ અકાલીઓની સારવાર માટે એક હોસ્પિટલ ખોલવામાં આવી છે. તેમની સારવારનું કામ અકાલી બહેનો કરે છે. ભરતીની છાવણીમાં પડેલા સેંકડો અકાલીઓને રસોઈ પકાવી જમાડવાનું અને માંદાઓની માવજત કરવાનું કામ અકાલી બહેનોએ ઉપાડી લીધુ છે. આ કામમાં પણ લશ્કરી તાલીમ અને વ્યવસ્થા જોવામાં આવે છે. અકાલી બહેનો પણ એક્લી ખાદી જ પહેરે છે. પંજાબમાં આકાશના દેવતાઓ દર્શન કરવા ઊતરી આવે એવો આ ધર્મયજ્ઞ ચાલી રહ્યો છે, તે વખતે હિંદુસ્તાનમાં અપુર્વ શાંતિ જામી ગયેલી છે. જે મહાયજ્ઞ કરવાનું ભાગ્ય બારડોલીને ન મળ્યું તે આજે મહાત્માજી જેલમાં છે તે વખતે અકાલીઓને પ્રાપ્ત થયું છે. અહિંસાની હાંસી કરનાર, અસહકાર મરી ગયાના પોકાર કરનારના મોં તેમણે બંધ કરી દીધાં છે.
ગુજરાતને અહિંસાત્મક અસહકાર ઉપર અકાલીઓ કરતા ઓછી શ્રદ્ધા તો ન જ હોય. ગુજરાત એ સિદ્ધાંત જન્મ આપનાર છે. "અહિંસા પરમો ધર્મ:" એ જન ધર્મનો પાયો છે. ગુજરાત એ જૈન કોમનું મુખ્ય મથક છે. ત્યાં અહિંસા વિષે ભારે શ્રદ્ધા હોય એ સ્વાભાવિક છે. પણ અકાલીઓની હિંમત અને બહાદુરી, તેમની સહન કરવાની અને ભોગ આપવાની શક્તિ, તેમનો સંપ અને તેમની તાલીમ ગુજરાતમાં છે? અકાલીઓને પોતાના ધર્મને માટે જે ધગશ લાગી છે તેવી ગુજરાતીઓને કે ગુજરાતના જૈનોને પોતાના ધર્મને માટે લાગેલી છે? આના જવાબમાં "ચૌરીચૌરા વચ્ચે ન આવ્યુ હોત તો બારડોલી બતાવી આપત" એમ કહેવાથી ગુજરાતની આબરૂ ક્યાં સુધી ઢંકાશે? પરદેશી કાપડનો વેપાર મોટે ભાગે અહિંસાની પુજારી જૈન કોમના હાથમાં જ છે એ વાત જગતથી ક્યા સુધી ઢાંકી રહેશે? પંજાબા ખાદીમય બની જાય તો પણ ગાંધીજીના ગુજરાતમાં પરદેશી કાપડનો મોહ ન છુટે એ વાતનો ઢાંક પિછોડો કર્યે ક્યા સુધી નભે? ઘરમાં છે એટલું પહેરી ફાડીશું, હવે નવુ નહી લાવીએ એમ કહેનાર ગુજરાતીઓના ઘરમાંથી આજ ગાંધીજીને જેલા ગયા આઠ માસ થઈ ગયા છ્તા વિદેશી કાપડ ખુટતું નથી અને ખાદીનો પ્રવેશ થતો નથી એનું કારણ શું? પરદેશી કાપડની એકે દુકાન ઊપડી ગયેલી જોવામાં આવતી નથી એનું કારણ શું?
"ગુજરાત ધારાસભાના બહિષ્કારમાં મક્કમ છે, એ વિષે ગુજરાતમાં બે મત નથી" એમ કહ્યે ગુજરતનું કાર્ય પુરુ થતુ નથી. ગાંધીજીને ઓળખનાર ગુજરાતીઓ ધારાસભામાં જવાની વાત ન જ કરે એમાં શી નવાઈ? પણ એટલેથી ગુજરાતની જવાબદારી પુરી થતી નથી.
ગાંધીજીની પાછળ ગાંડા થનાર, એમની હાજરીમાં એમની જય બોલાવનાર ગુજરાતીઓ તમે જાગ્રત થાઓ. ગુજરાતની લાજ રાખવી હોય તો આળસ છોડો. નહી તો કાળ જશે અને કહેવત રહેશે કે જેને જગતે ઓળખ્યા એવા મહાત્મા ગાંધીજીને એક ગુજરાતે ન ઓળખ્યા. ગુજરાત અને કાઠિયાવાડના સાચી દેશદાઝવાળા નોજવાનોએ ગાંધીજી જેલમાંથી છુટે ત્યાં સુધી ફક્ત દેશસેવાનું જ કામ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ગુજરાતને મહાત્માજીના કાર્યક્રમમાં શ્રદ્ધા છે; ગુજરાત પાસે પૈસો છે, વ્યવસ્થાશક્તિ છે, વિવેક છે; પણ ગુજરાતને કામદારોની એટલે સ્વંયસેવકોની ખોટ છે. જેને દેશદાઝ હોય તે તમામ ગુજરાતીઓએ પોતાનો એક એક છોકરો દેશસેવાના કામમાં આપી દેવો જોઈએ.
ગુજરાત પ્રાંતિક સમિતિએ હમણાં તો ગુજરાત પાસે ફક્ત 2500 સ્વયંસેવકો માગ્યા છે. તા. ૦૧-૧૨-૨૨થી ગુજરાતમાં પરદેશી કાપડની દુકાનો ઉપર પહેરો ભરવાનું કામ શરૂ કરવાનું છે આ કામ માટે જો ગુજરાતમાંથી 2500 સ્વયંસેવકો નહી મળે તો ગુજરાતને દેશદાઝ કેટલી છે એનું માપ આપોઆપ નીકળી રહેશે.
આ કામ માટે ગુજરાત કાઠિયાવાડ અને કચ્છના કોઈ પણ ભાગમાંથી સ્વયંસેવક લેવામાં આવશે. બહારથી આવનાર સ્વયંસેવકો માતે અનુકુળ સ્થળે છાવણી નાખી તેમના ખોરાક વગેરેનો બંદોબસ્ત કરવામાં આવશે. જેને સ્વયંસેવક થવાની ઈચ્છા હોય, તેણે ગુજરાત પ્રાંતિક સમિતિ પાસેથી પ્રતિજ્ઞાપત્ર મંગાવી ભરી મોકલવું.
નવજીવન ૧૯-૧૧-૧૯૨૨
#karamsad
#sardarpatel
#vallabhbhai
#veersardarsena
#કરમસદ
#વીરસરદારસેના
Darbar Gopaldas
sardar patel
Sardar Patel vithalbhai
સરદાર પટેલ
ગોપાળદાસભાઈ વિષે સરદાર સાહેબે કરેલ ભાષણ
Darbar Gopaldas - ગોપાળદાસભાઈ
શ્રી દરબાર સાહેબનો તાલુકો સરકારે જપ્ત કર્યો તે પ્રસંગે તા. ૩૦/૦૭/૧૯૨૨ના નવજીવનમાં લખેલ લેખ
ચરોતરના પાટીદારો પોતાના પ્રાણ કરતા વતનને વહાલું ગણે છે. "વતન જાય ત્યારે જાતનું શુ જતન?"એ આ કોમમાં સામાન્ય કહેવત છે. ટુકડા જમીન માટે કેટલાય પાટીદારોએ પોતાના પ્રાણ આપ્યા છે, ફાંસીને લાકડે લટ્ક્યા છે. સરકારની કોરટ કચેરીઓનો મુખ્ય ખોરાક વતનના કજિયા જ છે. આમ વતન પાછળ ખુવાર થવા જનાર પાટીદાર કોમના શિરોમણિભાઈ ગોપાળદાસે આજે પોતાના ત્રીસ હજાર ઉપરાંતની વાર્ષિક આવકના ગરાસને ધર્મને ખાતર ઠોકર મારી છે.
ગોપાળદાસભાઈ કાઠિયાવાડમાં આવેલા ઢસા ગામના દરબાર અને રાઈ સાંકળીના તાલુકદાર છે. રાજકુમાર કોલેજમાં તેમને શિક્ષણ લેવાનું ભાગ્ય પ્રાપ્ત થયેલું. પોલિટિકલ એજંટની મુલાકાત, ગવર્નર સાહેબનો દરબાર અને એવા બીજા પ્રસંગોએ કેવો પોષાક પહેરવો, કેમ બોલવું ચાલવું, એ ઉપરાંત શિકાર ખેલવાનું, પરદેશીઓની ખાવાપીવાની રૂઢિનું અનુકરણ કરવાનું, ખુશામત કરવાનું વગેરે ચાલુ જમાનાના દરબારને શોભે એવુ શિક્ષણ લેવાની તેમને અનેક તકો મળેલી. પરંતુ પુર્વજ્ન્મ ના સંસ્કારના સુયોગને પ્રતાપે આ શિક્ષણનો પાશ તેમને લેશ માત્ર પણ લાગ્યો નહી.
મુંબઈના ગવર્નર સાહેબે કાઠિયાવાડની છેલ્લી મુલાકાત લીધી તે વખતે ગોપાળદાસભાઈ સ્વરાજ્યની લડતમાં ખેડા જિલ્લામાં પુજ્ય અબ્બાસ સાહેબની સરદારી નીચે એક સૈનિક તરીકે જોડાયા હતા. ત્યા ગવર્નર સાહેબની પધરામણી વખતે તેમનો સત્કાર કરવા કાઠિયાવાડ આવવાનો કાઠિયાવાડના પોલિટિકલ એજંટનો હુકમ તેમને મળ્યો. તેમણે પોતાના સેનાપતિનો હુકમ માન્ય રાખી એજંટ સાહેબના હુકમનો માનપુર્વક અનાદર કર્યો. આથી તેમની દીવાની તેમજ ફોજદારી સત્તા છીનવી લેવામાં આવી અને મુંબઈ સરકારે તેમના વિરૂધ્ધનો છેવટનો હુકમ કરતા પહેલા તેમને અસહકારની ચળવળમાંથી છુટા થવાની અને ગવર્નર સાહેબની પધરામણી વખતે ગેરહાજર રહેવાથી તેમનું જે અપમાન થયુ હતું તે બદલ ગવર્નર સાહેબની માફી માંગવાની તક આપી. ગોપાળદાસભાઈએ અત્યંત સભ્યતાથી પણ હિંમતથી માફી માગવાની ના પડી અને અસહકારની લડતમાં પોતાનાથી બને તેટલો હિસ્સો આપવાની દરેક હિંદીની ધાર્મિક ફરજ છે, એમ જણાવ્યું. આના પરિણામે ઢસા અને રાઈસાંકળીમાં તા. ૧૭-૦૭-૨૨ના રોજ સરકારની જપ્તી શરૂ થઈ. અને બીજી બાજુ તે જ વખતે તે જ ચોગાનમાં ગામની કન્યાઓ રાસડા ગાવા લાગી. થાણેદારે ગામમાં ઠેક ઠેકાણે જાહેરખબર ચોડી જપ્તી વહીવટ શરૂ થવાની જાહેરાત આપી અને દરેકને કહેવા લાગ્યો કે હવેથી હુ તમારો દરબાર છું.
ગોપાળદાસભાઈની રૈયત તેમને દેવની પેઠે પુજે છે. તેમણે પોતાની રૈયતને પ્રેમથી જીતી લીધેલી છે. થાણદારના વર્તનથી રૈયત ઉશ્કેરાઈ. સુભાગ્યે દરબાર ત્યાં જ હાજર હતા. તેમણે લોકોને શાંત કર્યા. તે ગામની શાળાઓ એજંસીના વહીવટમાં હોવાથી તમામ શાળાઓનો બાળકોએ ત્યાગ કર્યો છે. ખાનગી શાળાઓ ખોલવાનો પ્રબંધ થાય છે. જપ્તી બેઠા પછી ત્યાના લોકોએ અસ્પ્રુશ્યતાનો ત્યાગ કરવાનો અને શુદ્ધ સ્વદેશી વ્રત પાળવાનો નિશ્ચય કર્યો છે.
સરકારે તાલુકો જપ્ત કર્યો, પણ ગોપાળદાસભાઈએ રૈયતના દિલ જપ્ત કરેલાં છે તેના ઉપર સરકારની જપ્તી બેસી શકે તેમ નથી. પણ આ પ્રકરણ આટલેથી જ પુરૂ થવાનું નથી. આ પ્રેમાળ પ્રજા ઉપર જપ્તી વહીવટમાં દુ:ખના ઝાડ ઊગવાનો સંભવ છે. અને હવે જ તેમના પ્રેમની કસોટી થવાનો વખત આવવાનો છે.
ગોપાળદાસભાઈ રાજપાટ છોડી ગુજરાતનાં ગામડાંમાં સુકો રોટલો ખાઈ પગપાળે ફરી પ્રજાની સેવા કરે છે. આ કળિકાળમાં ઘણા એવા મળશે કે જે એમજ કહેવાના કે એમણે મુર્ખાઈ કરી. ધર્મને બાજુ પર રાખી અનેક પ્રકારની અનીતિથી દ્રવ્ય સંપાદન કરવાના જમાનામાં, હકથી મળેલી મિલ્કત ધર્મને ખાતર ખોઈ બેસનારને મુર્ખ કહેનાર મળે એમા શી નવાઈ? પરંતુ હવે દેહરખો અને દ્રવ્યરખો ધર્મ પાળવાનો યુગ પુરો થવા આવ્યો છે. મને ખાતરી છે કે ભાઈ ગોપાળદાસનો ત્યાગ ગુજરાતના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. હજારો યુવકોના જીવ પર તેમના ત્યાગની છાપ પડશે. આ ધર્મયુદ્ધમાં એમના જેવા સાથી મળવાનું ભાગ્ય પ્રાપ્ત થવાથી હુ મગરુર થાઉ છુ.
#karamsad
#sardarpatel
#vallabhbhai
#veersardarsena
#કરમસદ
#વીરસરદારસેના
sardar patel
Sardar Patel vithalbhai
સરદાર પટેલ
તમે આઠસો નવસો એકર જમીન આપે એ માટે તમને મુબારકબાદી આપું છુ. મને યાદ છે કે નાનપણમાં આ માર્ગે જતા લુટારાથી સાવધ રહેવા આમ તેમ જોવુ પડતુ. હવે આ મર્ગે કોઈ આડે ન આવે શકે એવુ એમણે કર્યુ છે.
ખેડુતો આજે ગામડામાં મકાનો બાંધે છે. એમાં એકનો ખૂણો આમ હોય, બીજાનો આમ હોય. રસ્તાઓની પણ કશી સરખી રચના નથી હોતી. આપણે આપણી રહેવાની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ, સ્વચ્છ હવા બગાડવી ન જોઈએ, ગામમાં ધૂળ ન હોય, ધુમાડો ન હોય, ગંદકી ન હોય. ઢોરની સાથે આપણે ઢોર નહી થવુ જોઈએ. નહી તો ઠોકરો ખાતા આવ્યા છો. તેમ ખાયા કરશો. શિવજીનો જેવો પોઠિયો હોય છે તેવા આપણા ગાય-ઢોર જોઈને આંખ ઠરે, દિલ ખુશ થાય એમ રાખવા જોઈએ. આંગણામાં છાણ પડ્યું હોયને ત્યા માખી, મચ્છર, જુવા થાય એ તો નરકવાસ છે. અહી ગામડામાં ઠેકાણે ઠેકાણે શૌચ માટે બેસવુ ન જોઈએ, છોકરાઓએ આંગણામાં નહી બેસવું જોઈએ. પાયખાનામાં અને દીવાનખાનામાં ફરક ન રહે એવું સ્વચ્છ હોવું જોઈએ.
સરદાર પટેલે ચારૂતર ગ્રામોદ્ધાર મંડળ ના વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયની ઉદઘાટન વિધિ વખતે આપેલ ભાષણ
ચારૂતર ગ્રામોદ્ધાર મંડળ
તારીખ : ૦૪-૦૪-૧૯૪૭ના રોજ ચારૂતર ગ્રામોદ્ધાર મંડળ તરફથી સ્થાપાયેલ વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયની ઉદઘાટનવિધિ વખતે આપેલ ભાષણના અંશો.
આઝાદી મળવાના અણસારના દેશની જનતાને આવી ગયેલ અને એક અજબ પ્રકારની ખુશીનો માહોલ જામેલ હતો અને ભારત જાણે અજીબ દૈવિક શક્તિ નો એહસાસ કરી રહી હતી. તે દરમ્યાન કરમસદ પાસે આવેલ નવરચિત વલ્લભ વિદ્યાનગરની વિઠ્ઠલ મહાવિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે સરદાર પટેલે જે ભાષણ કરેલ તે સમજીએ તો સરદાર સાહેબની ઉદારતા અને સાદગીના દર્શન તેઓના ભાષણમા છલકાઈ આવે છે. સામાન્ય સેવકના મહાન કાર્યોને કેવી રીતે બિરદાવવા તે આપણે સરદાર સાહેબ જેવી મહાન વિભુતિ દ્વારા સાચે જ શિખવું જોઈએ. તેઓ પોતાના દેશની ખબર તો રાખતા જ હતા સાથે સાથે દુનિયામાં શુ ઘટનાઓ થાય છે તેનો પણ ખ્યાલ રાખીને દેશના લોકોને સવચેતી રાખવી અને સાથે સાથે દુનિયામાં પગ પેસારો કરવા માટે શીખવાડતા આવા હતા આપણા સરદાર.
આ જે પ્રયોગ અહી થઈ રહ્યો છે તે નજરે જોવા ઘણા વખતથી હુ પ્રયત્ના કરી રહ્યો હતો. બે-ત્રણ વખત વિચાર કર્યો, પણ એક યા બીજા કારણે નિશ્ચય પૂરો ન કરી શક્યો. થોડા વખત પર અમદાવાદ આવ્યો ત્યારે માંદો પડ્યો અને પાછું જવુ પડ્યું. મુખ્યત્વે શ્રી ભાઈલાલભાઈના કામ માટે આવ્યો છું. પરમ દિવસે ડો. મગનભાઈનું ખેતીવાડી કોલેજનું કામ છે. રાસમાં એક ખેડુત આશાભાઈનું કામ જોવા જવાનું છે.
તમે જાણો છો કે ભાઈલાલભાઈ એક કુશળ અને બાહોશ એંજિનિયર છે. સારી જિંદગી સિંધમાં નોકરી કરી. અમદાવાદની મ્યુનિસિપાલિટીએ મારી પાસે એંજિનિયરની માગણી કરી. આપબળ સિવાય કંઈ કામ નથી આવતુ, ભલે આપણી સરકાર હોય. હું આપબળમાં માનનાર છું, એ પણ આપબળમાં માનનાર છે. મે એમને કહ્યુ કે ઘણાં વર્ષ બહાર નોકરી કરી હવે થોડી પ્રાંતની સેવા કરો અને એ અમદાવાદ આવ્યા. અમદાવાદ મ્યુનિસિપાલિટી ઉપર એમણે કેવી છાપ પાડી એ સૌ જાણે છે.
૧૯૪૨ની લડત આવી અને અમદાવાદ મ્યુનિસિપાલિટીના મોટા મોટા ઓફિસરો ભાગ્યા; ઘણા જેલમાં ગયા, રાજીનામાં આપ્યા, એમણે પણ આપ્યુ, હુ જેલમાથે અવ્યો અને એમણે મને પોતાની કલ્પના સમજાવી. હુ કહેતો કે શહેરમાં ઘણા એંજિનિયર મળશે, ગામડામાં જનાર જોઈએ. ડો. મગનભાઈને પણ ખેતીવાડી કોલેજમાં જિંદગી ગાળવા લાવ્યો છું. મારી ઈચ્છા તો એ છે કે આપણા જિલ્લામાં તમે કાંઈ પણ કામ કરીને નમૂનો મુકો. વોશિંગ્ટને અમેરીકામાં જે કર્યુ એવુ આ ભાઈલાલભાઈનું સ્વપ્ન છે.
પહેલા તો મે કહ્યુ કે ગાંધીજીને સમજાવો. એમણે ગાંધીજીને કંઈક થક્વ્યા પણ ખરા. પણ ગાંધીજીને વખત નહોતો એટલે કુમારપ્પાને મળવા કહ્યુ. એમણે કુમારપ્પાને સીસામાં ઉતાર્યા છે.
તમે આઠસો નવસો એકર જમીન આપે એ માટે તમને મુબારકબાદી આપું છુ. મને યાદ છે કે નાનપણમાં આ માર્ગે જતા લુટારાથી સાવધ રહેવા આમ તેમ જોવુ પડતુ. હવે આ મર્ગે કોઈ આડે ન આવે શકે એવુ એમણે કર્યુ છે.
તમે દાન પણ કર્યુ, વેપાર પણ કર્યો અને ફાયદો પણ કર્યો. પણ ભાઈલાલભાઈએ ધુળમાંથી કંચન કર્યુ છે. જંગલમાં મંગળ કર્યુ છે. ચૌદ મહિનાથી ભાઈલાલભાઈ અહી આવીને બેઠા છે. ઝાડ નીચે ખાટલામાં પડાવ નાખ્યો છે. તેર મહિનામાં જે કર્યુ છે તે ઉપરથી ત્રણ વર્ષ પછી કેટલું થશે એની, કલ્પના કરવાની છે. નવી ઢબનું આદર્શ ગામડું કેવુ હોય અને નવેસરથી ગામડુ કેવી રીતે વસાવવુ એ કલ્પના છે.
ખેડુતો આજે ગામડામાં મકાનો બાંધે છે. એમાં એકનો ખૂણો આમ હોય, બીજાનો આમ હોય. રસ્તાઓની પણ કશી સરખી રચના નથી હોતી. આપણે આપણી રહેવાની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ, સ્વચ્છ હવા બગાડવી ન જોઈએ, ગામમાં ધૂળ ન હોય, ધુમાડો ન હોય, ગંદકી ન હોય. ઢોરની સાથે આપણે ઢોર નહી થવુ જોઈએ. નહી તો ઠોકરો ખાતા આવ્યા છો. તેમ ખાયા કરશો. શિવજીનો જેવો પોઠિયો હોય છે તેવા આપણા ગાય-ઢોર જોઈને આંખ ઠરે, દિલ ખુશ થાય એમ રાખવા જોઈએ. આંગણામાં છાણ પડ્યું હોયને ત્યા માખી, મચ્છર, જુવા થાય એ તો નરકવાસ છે. અહી ગામડામાં ઠેકાણે ઠેકાણે શૌચ માટે બેસવુ ન જોઈએ, છોકરાઓએ આંગણામાં નહી બેસવું જોઈએ. પાયખાનામાં અને દીવાનખાનામાં ફરક ન રહે એવું સ્વચ્છ હોવું જોઈએ.
ખેડા જિલ્લાના આ ભાગમાં જેટલી હાઈસ્કૂલો, કોલેજો છે એટલી ક્યાય નહી હોય. પણ એમાં થોડું મિથ્યાભિમાન અને હુંસાતુંસી હોય છે એ ટાળવી જોઈએ. અહી સાયન્સ કોલેજ થાય એટલે એક પેટલાદમાં પણ થવી જોઈએ, એક નડિયાદમાં પણ થવી જોઈએ, એનો અર્થ એ થાય કે એક્કે સંસ્થા સારી અથવા પુરી ન થાય. એક સંસ્થામાં પુરતા પ્રમાણમાં સારા શિક્ષકો હોવાને બદલે બધે થોડા થોડા વહેચાઈ જાય.
આપણે અંગ્રેજો પાસેથી કેટલુંક શીખી લેવુ જોઈએ. એ હોસ્પિટલ કરશે તો બધા એમા જ દાન આપશે અને એને ઉત્તમ બનાવશે.
આપણને કોલેજો ચલાવવા માણસો મેળવવા મુશ્કેલ છે. મહારાષ્ટ્રમાં એવા માણસો મળે છે. ત્યા કેળવણીનો શોખ છે. ગુજરાતમાં વેપારી વ્રુત્તિ પ્રધાન છે.
હુ તમને એક વાત કહેવા ઈચ્છુ છુ. આ ભાગમાં જમીન ઉપર તેની ગુંજાશ કરતા વસ્તી વધારે થઈ ગઈ છે. તસુ તસુ જમીન માટે લડી મરીએ છીએ, ખૂન થાય છે, એ સારૂ નથી. આપણને પ્રભુએ બુધ્ધિ આપી છે. દક્ષિણ આફ્રિકાનાંને પૂર્વ આફ્રિકાના બારા આપણે માટે બંધ થઈ ગયા હોય તો બીજા રસ્તા શોધવા જોઈએ. બાપનો કુવો ઊંડો હોય તો એમા ડુબી ન મરાય. અંગ્રેજો એક નાના સરખા ટાપુમાં મુઠ્ઠીભર છે પણ તેઓ આખી દુનિયામાં ફેલાયા છે.
કુટુંબના ગામમાં થોડા થોડા ટુકડા માટે લડી ન મરવુ જોઈએ. અહીના ખેડુતોમાંથી એક વર્ગે સારી પેઠે બુધ્ધિકુશળતાથી જમીનને શોભાવી પણ બીજો વર્ગ છે એણે જમીનને શોભાવી નથી. એના હાડકા કંઈક ચોર થયા છે. એ ધારાળા વર્ગ છે. એને ધારાળા કહીએ તો ગુસ્સો ચઢે છે. એ પોતાને રજપૂત કહે છે. એમં કેટલાક જુવાનિયા પેઠા છે એ એમાં ઝેર ફેલાવે છે. ઓછી મિલ્કતવાળા સાથે એમને લડાવવાનું કરે છે. મોટા મોટા કારખાનાવાળા સાથે અથવા જમીનદારો સાથે લડાવતા ત્યા સુધી તો હું સમજતો. પણ અહી મોટા જમીનદારો જ નથી, માટે અહી રહીને વેરઝેર ઊભાં કરવા તેના કરતા જ્યા જમીન મળે ત્યાં જવુ. બ્રાઝીલ, મોરિશિયસ જઈ શકાય. આજે તો દુનિયા નાની થઈ ગઈ છે.
આ સંસ્થા ખેડૂતની બુધ્ધિશક્તિ ખીલવવા માટે, સાહસિક વ્રુત્તિ કેળવવા માટે છે. આ સંસ્થામાં સ્વતંત્ર નાગરિક પેદા કરવાની કલ્પના છે. એ કલ્પના ભાઈલાલભાઈની છે. મેં એમા એમને પહેલેથી સાથ આપ્યો છે. તમને સૌને વિનંતિ કરુ છુ કે આ સંસ્થાને હ્રદયથી સાથ આપજો. ભાઈલાલભાઈએ તો આ સંસ્થા પાછળ જ જિંદગી પૂરી કરવાનો સંકલ્પ કરેલો છે.
માણસ પૈસા કમાઈ જાણે છે, પણ કમાણીનો સદુપયોગ કેવી રીતે કરવો એની ખબર બધાને નથી પડતી.
હિંદુસ્તાનમાં કોઈને દાન કરવુ હોય તો તે ગાંધીજીને આંખો મીંચી આપી જાય છે. કારણ એને ખબર છે કે એમને આપેલુ ધન સારી રીતે ખર્ચાશે.
વ્યક્તિઓના સારા જીવનથી જ સામાજિક જીવન ઊંચુ થાય છે. જેની પાસે ઓછી શક્તિ હોય એને શક્તિવાળાઓએ ઊંચા લેવા જોઈએ. સમાજમાંથી ઊંચનીચના ભેદ કાઢી નાખવા જોઈએ. ગાંધીજી આવ્યા ત્યારના કહે છે કે અસ્પુશ્યતા જવી જોઈએ. આ નગરમાં એટલે જિલ્લામાં કોઈ અસ્પ્રુશ્ય નહી રહેવો જોઈએ. કોઇ ધનિક હોય તેની ઈર્ષા નહી કરવી જોઈએ. ગરીબ હોય તેને તિરસ્કાર નહી કરવો જોઈએ. એબો કાઢ્યા વિના સ્વતંત્ર હિંદુસ્તાન શોભાવી નહી શકો.
આ સંસ્થાને શોભાવવી હોય તો દિલને હ્રદયનો સાથ આપજો મને તો ઉમ્મીદ છે કે આપણે હિંદુસ્તાનને આદર્શ આપી શકીશુ, બતાવી શકીશુ કે ગામડાં કેવા હોવાં જોઈએ. એના ફળ, ફુલ, ઝાડ કેવા હોવા જોઈએ, એનુ ખાતર કેવુ હોવુ જોઈએ.
અંગ્રેજો તો જવાના છે. આપણે માથે જવાબદારીનો બોજો આવ્યો છે તો આપણે પહેલ કરવી જોઈએ. આપણા ગામડા આપણે સંભાળવાના છે. શહેરોમાં કોમ્યુનિસ્ટોનો તથા કોમવાદીઓનો રોગચાળો પેઠો છે તે ત્યાથી કાઢવો જોઈએ અને ગામડામાં પેસવા ન પામે એ જોવુ જોઈએ.
આ સંસ્થામાં દરેક પોતાનું જીવન આબરૂભેરને સ્વમાનથી ગાળી શકે એ પ્રયત્ન છે. એની સાથે આદર્શ ગામડું રચવાની પણ કલ્પના છે.
હું કેવુ વિદ્યાલય ખુલ્લુ મુકુ છુ એ તો ભાઈલાલભાઈ કહી શકે. સંસ્થા ત્યારે જ શોભે કે જ્યારે એની પાછળ જે ભાવના હોય, તેને આપણે અમલમાં મુકી બતાવીએ.
તમે બધા મારી પાસે પ્રાર્થનામાં જોડાઓ કે ભાઈલાલભાઈના મનોરથ પુરા થાય અને આ સંસ્થા આખા હિંદુસ્તાનમાં જોવા જેવી થાય.
જેમણે દાન આપ્યુ છે એમને મુબારકબાદી આપું છુ, જોકે સ્થનિક દાતાઓને તો એ દાનનો લાભ પણ મળવાનો છે. એમના જ છોકરાઓને અહી ઉત્તમ ભણતર ભણવાનું મળશે.
#karamsad
#sardarpatel
#vallabhbhai
#veersardarsena
#કરમસદ
#વીરસરદારસેના
sardar patel
Sardar Patel vithalbhai
સરદાર પટેલ
શાળા કોલેજના વિદ્યાર્થીઓને અસહકારનો આદેશ આપતા અમદાવાદમાં કરેલ ભાષણ
શાળા કોલેજના વિદ્યાર્થીઓને અસહકારનો આદેશ
તા ૨૮/૦૯/૧૯૨૦ના રોજ અમદાવાદના શાળા કોલેજના વિદ્યાર્થીઓને અસહકારનો આદેશ આપતા કરેલ ભાષણના અંશો
કલકત્તાથી ખાસ કોંગ્રેસે અસહકારનો ઠરાવ પસાર કર્યો ત્યાર પછી અહીંના વિદ્યાર્થી વર્ગ તરફથી નેતાઓને એમ પુછવામાં આવે છે કે હવે અમારે શો રસ્તો ગ્રહણ કરવો? વિદ્યાર્થી વર્ગ રાષ્ટ્રીય ભાવનાથી આ પ્રમાણે પ્રજાકીય પ્રશ્નો વિષે વિચાર કરતો થયેલો જોઈ મને ઘણો આનંદ થાય છે અને મને લાગે છે કે દેશને માટે તે શુભ ચિન્હ છે. કોંગ્રેસમાં અસહકારનો ઠરાવ પસાર થયો છે અને તેને અંગે વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાંથી ને કોલેજોમાંથી અભ્યાસ કરવાનો છોડી દેવાની ભલામણ થઈ છે. એટલે સ્વદેશાભિમાન અને સ્વમાનને ચાહનાર સર્વ વિદ્યાર્થીઓએ હવે તે ઠરાવનો અમલ કરવાનો રહે છે. અસહકારનો ઠરાવ કલકત્તાની કોંગ્રેસમાં પસાર થયો છે, તે અત્યાર સુધીમાં બ્રિટિશ સલ્તનતમાં પહેલ વહેલો જ છે. એટલે તેને અંગે આપણે માથે જવાબદારીઓ પણ ભારે આવે તે દેખીતુ છે. પરંતુ તે જવાબદારીઓ વહોરી લઈને પણ આપણે અસહકાર કર્યા વગર હવે સ્વતંત્ર થવાના નથી એ શંકારહિત વાત છે. પંજાબના મામલાથી તો તમે સૌ જાણીતા જ હશો. વર્તમાનપત્રોમાં એ વિષે પુષ્કળ લખાયુ છે. તમે એ પણ જાણ્યુ હશે કે પંજાબ વિભાગમા વિદ્યાર્થીઓને કેવી અસહ્ય કનડગતો વિનાકારણ વેઠવી પડી છે. "જાડા-મજબૂત" વિદ્યાર્થીઓને જોઈને તેને ફટકા મારવામાં આવ્યા છે. કેટલાકને વિનાકારણ કાઢી મુકવામાં આવ્યા છે. મધ્યાહ્યકાળે, પગે ચાલીને અઢાર અઢાર માઈલ છેટે હાજરી ભરાવવા માટે વિદ્યાર્થીઓને જોર જુલમથી મોકલવામાં આવ્યા છે. એ જાતની રાજનીતિનો અમલ થાય એવાની દેખરેખ તળેનું શિક્ષણ લેતા હવે તમારે બંધ થવુ એમાં જ તમારુ સ્વમાન જળવાયેલુ રહેશે. તમે તમારી હાલની સરકારી શાળાઓમાંથી ઊઠી જશો તો પછી તમારી શી વલે થશે એવી શંકાને પણ સ્થાન નથી. દેશમાં છપ્પન લાખ નિરક્ષર બાવાઓ ભુખે નથી મરતા, તો તમે એવી શંકા શુ કરવા કરો? તમે ભણ્યા વગર નથી રહેવાના. કેવળ ડિગ્રીઓનો મોહ છે એજ તમારે મુકી દેવાનો છે. હુ જોઉ છુ કે ઘણા જણને વકીલ થવાનો બહુ મોહ હોય છે અને તે માટેનુ કારણ એવુ કલ્પવામા આવતુ હોય છે કે વકીલો બહુ કમાય છે. પણ તે કલ્પના વસ્તુત: ખરી નથી. જો ધનિક થવાની ઈચ્છા હોય તો વેપારધંધાથી થઈ શકાય છે, તમે સંખ્યાબંધ શેઠિયાઓ જોઈ શકશો કે જેઓ પુરા મેટ્રિક પાસ પણ નહી હોવા છતાં લાખોપતિ થયેલા છે. વસ્તુસ્થિતિ એ છે કે જ્યારથી તમે તમારી શાળા કોલેજો છોડશો ત્યારથી જ તમે તમારા શિક્ષકને શિક્ષણનો પહેલો પાઠ શીખવી શક્શો. કેટલાક એમ ધારે છે કે અમે બી. એ. માં છીએ એટલે બી. એ. પાસ થયા પછી અસહકારની હિલચાલમાં ભળીએ તો વધારે સારુ. પણ એવા નિશ્ચયો નબળા મનમાંથી જ ઘડાય છે. કેમ કે બી. એ. થયા પછી તો જાહેરખબરો જોવામાં અને જાહેરખબરો જોઈને ઉમેદવારી કરવામાં કે નોકરી શોધવામાં રોકાવાનું મન થઈ જાય છે અને તે રીતે પાછા "હતા ત્યાને ત્યા" રહેવાય છે. ગુજરાત કોલેજ કાલે સવારે ખાલી થઈ જાય તો તે કોલેજમાં કાંઇ પશુ પ્રાણી કે જનાવરોનું પ્રદર્શન ભરવાનું નથી. એજ મકાનનો આપણે પ્રજાકીયા દેખરેખ હેઠળ ઉપયોગ કરી શકીએ તેમ છીએ. માટે ગુજરાતના વિદ્યાર્થીઓએ આ બાબતમાં અસરકારક કામ કરી બતાવવા ખરા સાહસિક થવુ જોઈએ. બધાના કરતા દેશના શ્રેયનો વધારે આધાર તમારા જ સાહસ પર રહેલો છે. દેશને તમે જ સ્વતંત્ર બનાવવા મોટી મદદ કરી શકશો. તેને માટે યુરોપમાંના દાખલા તાજા છે. અસહકારના યુધ્ધની શરણાઈ વાગી રહી છે. યુધ્ધનો આરંભ થયો છે, તો પછી તે વખતે "હુ શુ કરીશ" કે "મારૂ શુ થશે" એવા નિર્માલ્ય વિચારોનો ખ્યાલ નહી કરતા સર્વ કોઈ તેમા ઝંપલાવી ગજા પ્રમાણે મદદ કરવા સજ્જ થઈ રહે. તમારે પણ તેમ જ કરવાનુ છે. વખત થોડો છે અને હજુ મહાત્માજી તમને સંબોધન કરનાર છે એટલે વધુ બોલી તમારે અને મહાત્માજીની વચમાં હુ નથી આવતો.
પ્રજ્ઞાબંધુ તા. ૦૩-૧૦-૧૯૨૦
#karamsad
#sardarpatel
#vallabhbhai
#veersardarsena
#કરમસદ
#વીરસરદારસેના
Rowlatt Satyagraha
sardar patel
Sardar Patel vithalbhai
સરદાર પટેલ
તા ૨૩/૦૨/૧૯૧૯ના રોજ રોલેટ બિલ સામે વાંધો દર્શાવવા મળેલી અમદાવાદના વેપારીઓની જાહેરસભા સમક્ષ આપેલ ભાષણ સાચે દરેક વેપારીઓએ જાણવા અને સમજવા જેવુ છે.
આ કાયદાની વિરુધ્ધમાં પ્રજાના બધા સભાસદો છે છતાં સરકાર તે પાસ કરવા કહે છે અને તેમને તે પ્રજાના પ્રતિનિધિ ગણતી નથી. પરંતુ જ્યરે લડાઈ માટે ૬૭.૫ કરોડ રૂપિયાની રકમ લેવાની વાત હતી ત્યારે એજ સભાસદોને પ્રજાના આગેવાનો ગણીને રૂપિયા વિષે ઠરાવ કરવાનું તેમને માથે નાખ્યું હતું. કાયદાનો ખરડો સિલેક્ટ કમિટીમાં પડ્યો છે અને તેમા થોડો ફેરફાર થશે પરંતુ ખરડાનો મુખ્ય હેતુ તો કાયમ જ રહેશે. માટે આપણે આ સભા વાજબી જ બોલાવી છે અને સરકારી સભાસદે કહ્યુ છે તેમ આગેવાનોએ ચળવળ કરવાની જરૂર છે.
સરદાર પટેલે રોલેટ સત્યાગ્રહ વખતે આપેલ ભાષણ
Rowlatt Satyagraha - રોલેટ સત્યાગ્રહ
સરદાર પટેલે રોલેટ સત્યાગ્રહ વખતે આપેલ ભાષણ
તા ૨૩/૦૨/૧૯૧૯ના રોજ રોલેટ બિલ સામે વાંધો દર્શાવવા મળેલી અમદાવાદના વેપારીઓની જાહેરસભા સમક્ષ આપેલ ભાષણ સાચે દરેક વેપારીઓએ જાણવા અને સમજવા જેવુ છે.
અમદાવાદમાં વેપારીઓની આવી મીટિંગ પહેલવહેલી જ છે. અને ગુજરાતના વાણિયાઓને પણ મીટિંગ ભરવાનો વખત આવ્યો છે તે વખત બદલાયાનું ચિન્હ છે. જ્યારે યુદ્ધ ચાલતુ હતુ ત્યારે આપણને સરકાર તરફથી એમ કહેવામાં આવ્યું હતુ કે તમે મદદ કરો અને તમને સ્વતંત્રતાના માર્ગે ચડાવીશું. હિંદી પ્રધાન અહી આવ્ય ત્યારે આપણે ગુજરાત તરફથી એક અરજી પણ મોકલી હતી. પછી હિંદી પ્રધાને સુધારાની યોજના ઘડી અને તે યોજનામાં સુધારા થવા માટે મીટિંગો પણ થઈ. હવે લડાઈ પુરી થઈ, છતાં તે યોજના હજુ લટકે છે. સુધારાને બદલે હિંદને સેવાને બદલે રોલેટ કમિટીના બિલો મળ્યા. આવા કાયદા કોઈ પણ રાજ્યમાં નથી. આપણા આગેવાનોમાં મતભેદ હતા છતાં તેમણે પણ એકે અવાજે કાઉંસિલમાં જણાવી દીધું કે બિલ મુલતવી રાખો. સરકાર તો કહે છે કે અમે બહુ જ વિચારીને બિલ ઘડ્યાં છે અને તેની જવાબદારી અમારે શિર છે. એક સરકરી સભાસદે કાઉંસિલમાં એમ જણાવ્યું હતુ કે ચળવળ તો પ્રજાના આગેવાનો જેવી કરવા ધારશે તેવી થશે. વાત ખરી છે અને થશે પણ એમ જ. મામલો એવો જ છે. ગુજરાતમાં અમદાવાદના વણિકો આવી હિલચાલ કરે તે તેનું પહેલુ જ ચિન્હ છે. કોઈ પુછશે કે આ બિલથી વેપારીઓને નુક્સાન શું? પહલા તો આ બિલથી કોઈ જાતની રાજકીય હિલચાલ થશે નહી. પછી સુધારાઓ અપાય કે ન અપાય તે બન્ને નકામું છે. સરકાર જેને રાજદ્રોહી ગણે એવુ લખાણ આપણી પાસે ગમે તે રીતે આવ્યું હોય તો પણ પોલીસ આપણને પકડી લઈ જઈ શકે. તે લખાણ બીજા કોઇ રાજદ્રોહના કાર્ય માટે વાપરવાનું નહોતુ તેવું આપણે સાબિત કરીએ તો પણ આપણને સજા થાય અને તે ઉપર અપીલ કરી શકાય નહી. એક સભાસદે એમ કહ્યુ કે અપીલ તો ઈંગ્લેંડમાં પણ નથી. પરંતુ ત્યા બે જુરી છે. પહેલા બાર જણની જુરી આગળ ગુનો સાબિત થાય તો પછી નવ જણની જુરી આગળ કામ ચાલે અને તેમાં બધા એકમતે ગુનેગાર ઠરાવે તોજ સજા થાય. હિંદમાં તો નથી જુરી કે નથી એસેસરો.
આ કાયદાની વિરુધ્ધમાં પ્રજાના બધા સભાસદો છે છતાં સરકાર તે પાસ કરવા કહે છે અને તેમને તે પ્રજાના પ્રતિનિધિ ગણતી નથી. પરંતુ જ્યરે લડાઈ માટે ૬૭.૫ કરોડ રૂપિયાની રકમ લેવાની વાત હતી ત્યારે એજ સભાસદોને પ્રજાના આગેવાનો ગણીને રૂપિયા વિષે ઠરાવ કરવાનું તેમને માથે નાખ્યું હતું. કાયદાનો ખરડો સિલેક્ટ કમિટીમાં પડ્યો છે અને તેમા થોડો ફેરફાર થશે પરંતુ ખરડાનો મુખ્ય હેતુ તો કાયમ જ રહેશે. માટે આપણે આ સભા વાજબી જ બોલાવી છે અને સરકારી સભાસદે કહ્યુ છે તેમ આગેવાનોએ ચળવળ કરવાની જરૂર છે.
પ્રજ્ઞાબંધુ ૦૨-૦૩-૧૯૧૯
Subscribe to:
Posts (Atom)