Modern Marvel: Statue of Unity
Don't forget to watch Documentary film : Modern Marvel: Statue of Unity on 29th May 2019 at 9 PM made by History TV 18 Sardar Patel's Statue of Unity
ગામડા નવેસરથી કેવી રીતે વસાવવા અને આદર્શ ગામડું કેવું હોય, તે બતાવવાનો અહીં પ્રયત્ન થશે. અહીં ૨૦૦૦ પ્લોટમાં પ્લાન પ્રમાણે મકાનો બંધાશે. આજના ગામડાં, વાંકાચૂકા, ઉબડખાબડ, અને ગબડગંદા હોય છે. કોઈ ઘરનો ખૂણો વાંકો તો કોઈના ઘરનો ખૂણો કાતરીયું થઈ બહાર નીકળેલ હોય છે. ગામડાંમાં ધુળ ન હોવી જોઈએ, રહેવાની સાફ જગ્યા હોવી જોઈએ. બધાને સ્વચ્છ હવા મળે તે આપણે પહેલા જોવુ જોઈએ. ખેડુતોને ઢોર કેવી રીતે રાખવા અને ઢોરની સાથે રહી ઢોર જેવા ન થવું જોઈએ. ઢોર અને જાનવરો એવા હોવા જોઈએ કે તેમને જોઈને આપણી આંખમાં ખુશી થવી જોઈએ.
![]() |
Bhailalbhai Patel (Bhaikaka) |
તમે કરમસદનું કામ કરતા નથી, ચરોતરનું કામ કરતા નથી, ગુજરાતનું કામ કરતા નથી. પણ જો તમારી યોજના ફતેહમંદ થાય, તો વહેલો મોડો એક દિવસ એવો આવશે કે જ્યારે કરમસદ હિંદુસ્તાનનું કેંદ્ર થશે.
ઘણા વખતથી અહીં આગળ જે પ્રયોગ થઈ રહ્યો છે તે નજરે જોવા ખાતર હું આવવા માગતો હતો. અહીં ભાઈલાલભાઈ જે અડ્ડો નાખીને પડ્યા છે તેમાં મારી જવાબદારી છે. ત્રણ કામોનું ઋણ મારે માથે હતું તે ચુકવવા હું વખત કાઢીને નીકળ્યો છું. આ ઋણ અદા ન કરુ તો મારી સદ્ગતિ ન થાય. એ ત્રણે કામોમાં મુખ્ય કામ ભાઈલાલભાઈનું વિદ્યાનગર જોવાનું હતું, કારણ મે તેમને આ આડા માર્ગે બેસાડ્યા છે. એમનો અખતરો સ્વતંત્ર હિંદમાં આદર્શ ગામ કેવું હોય, તેમાં ગ્રામોદ્યોગ કેવી રેતે કરવો વગેરે કાર્યો હવે કરવાના છે. ભાઈલાલભાઈએ આ કામ માથે લીધું છે. અને તેમને સાથ આપવા અહી આવ્યો છું. એમણે જે નગર ઊભું કરવા માંડ્યું છે તેની સાથે મારુ નામ જોડી દીધું છે. એટલે નગર જો ભુંડુ થશે તો મારૂ નામ પણ ભુંડુ થશે અને જો તે સારૂ થશે તો મારૂ નામ પણ સારૂ થશે. મારે આવ્યે જ છુટકો હતો.
“મારા જેવા સીધાસાદા ખેડૂતને તમે દેશના પ્રથમ સેવકના પદને માટે ચુંટ્યો તે મારી સેવાની કદર કરતા ગુજરાતે ગયા વર્ષના યજ્ઞમાં જે અદ્ભુત બલિદાન આપ્યા તેની કદર કરવાને અર્થે છે, તે હુ સારી રીતે સમજુ છુ, ગુજરત પ્રાંતને એ માનને માટે તમે પસંદ કર્યો એ તમારી ઉદારતા છે બાકી સાચી વાતતો એ છે કે આ જમાનાની અપૂર્વ જાગૃતિના ગયા વર્ષ્માં કોઈ પ્રાંતને બલિદાન આપવમાં કોઇ કચાશ રાખી નથી. દયાળુ પ્રભુ નો પાડ છે કે એ જાગૃતિ સાચી આત્મ શુધ્ધિની હતી.”
ભગતસિંહની ફાંસી વિષે બોલતા કહ્યુ : “નવજુવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્યપધ્ધતિની સાથે મારે નિસ્બત નથી, બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવુ તેના કરતા દેશને માટે કરવુ એ ઓછું નિંદનીય છે તેમ હું માનતો નથી. છતાં ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિમ્મત અને બલિદાન આગળ મારૂ શિર ઝુકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની કરવામાં આવે એવી લગભગ આખા દેશની માંગણી છતા સરકારે એમને ફાંસી દઈ દીધી છે, એ હાલનુ રાજતંત્ર કેટલુ હ્રદયશુન્ય છે એ પ્રગટ કરે છે.”
સંદર્ભ : સરદાર પટેલના ભાષણો - ભાગ ૨
![]() |
Aruna Asaf Ali - अरुणा असफ अली - અરુણા અસફ અલી |