May 2022 | Vithalbhai Patel, Sardar Patel

Songs sung during Bardoli Satyagraha

Songs sung during Bardoli Satyagraha
બારડોલી લડતના કાવ્યો

બારડોલી વિજય દિવસ ૧૨ જુન નજીક આવી રહ્યો છે ત્યારે બારડોલી સત્યાગ્રહ સમયે જે સત્યાગ્રહી કાવ્યો કે કવિતાઓ લોકો ગાતા હતાં તે કવિતાઓ કે લોક ગીત કે યુધ્ધગીતો. ગુજરાત સત્યાગ્રહના ઇતિહાસમાં કદાચ પહેલીવાર હશે કે આવા લોકગીતોની રચના થઈ. યુધ્ધગીતો તો ખુબ રચાયા, પણ સત્યાગ્રહી ગીતોની શરૂઆત બારડોલી સત્યાગ્રહથી શરૂ થઈ.

શિર્ષક : - શૂર સંગ્રામ કો

શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં

        દેખ ભાગે સોઉ શૂર નાહી – શૂર..

કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝુઝના

        મંડા ઘમાસાણ તંહ ખેત માંહી -  શૂર..

શીલ ઔર શૌચ સંતોષ સાથી ભયે

        નામ શમશેર તંહ ખૂબ બાજે – શૂર..

કહત કબીર કોઉ ઝુઝિ હૈ સૂરમાં

        કાયરાં ભેડ તંહ તુરત ભાજે – શૂર..

કબીર

સંદર્ભ : બારડોલી સત્યાગ્રહ – ઈશ્વરલાલ દેસાઈ. 

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Bardoli Satyagrah - આપણો વલ્લભ જ આપણો સરદાર

બારડોલી સત્યાગ્રહ – આપણો વલ્લભ જ આપણો સરદાર

 બારડોલી વિજય દિવસ ૧૨ જુન નજીક છે ત્યારે થોડી બારડોલી સત્યાગ્રહની વાતો વાગોળીએ

 ૫મી ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે ખેડૂતોના મહેસૂલના પહેલાં હપ્તાની શરૂઆત થવાની હતી, અને આથી જ સરદાર પટેલે ૪ ફેબ્રુઆરીએ પ્રજાની તથા આખા તાલુકાની વાત સમજવા માટે ખેડૂતોની પરિષદ બોલાવી. આ પરિષદના પ્રમુખ પદેથી સરદાર વલ્લભભાઈએ પોતાના ભાષણમાં કહ્યું તેના અંશો

    “આજે આપણે એક ગંભીર પ્રસંગે ભેગા થયા છીએ. આપણે જે નિર્ણય કરીએ તે ખૂબ સંભાળથી, વિચારથી અને જવાબદારી સમજીને કરવો જોઈએ. જમીનમહેસૂલનો પ્રશ્ન આ રાજ્યમાં અટપટો છે, સહેલો નથી. જમીનમહેસૂલનો કાયદો અતિશય જુલ્મી કાયદો છે. ખેડૂતોને ચારે તરફથી બાંધી રૂંધી નાખનારો કાયદો છે. આજે પ્રશ્ન આપણી પાસે એ છે કે બારડોલીના ખેડૂતોનું જમીનમહેસૂલ બાવીસ ટકા વધ્યું તે વધારવાનો સરકારને હક છે કે કેમ, એ વધારો વાજબી છે કે કેમ, જો એ વાજબી ન હોય તો ખેડૂતોએ શું કરવુ?

    આ તાલુકાનું મહેસૂલ દરેક આકારણી વખતે વધતું આવ્યુ છે. છેલ્લી આકરણી સમયે બુમરાણ થયેલ અને તે સમયે કોઈએ દાદ આપી નહોતી અને આથી દર વર્ષે રૂ ૧,૦૫,૦૦૦નો કાયમી બોજો થયો.

    ઉત્તર વિભાગના હાલ જે કમિશ્નર છે તેમણે વર્ષ ૧૯૨૪માં જુબાનીમાં જણાવ્યુ હતુ કે જમીન મહેસૂલ ગણોતને આધારે આકારણી કરવાની પધ્ધતિ ખોટી છે, ગેરવાજબી છે.

સરકારના મહેસૂલ ખાતાના જવાબની સરદારે ઘણી રાહ જોઈ આખરે તેમણે ૧૨ માર્ચના દિવસે તમામ ખેડૂતોની પરિષદ કરી. આ પરિષદ પહેલા સરદારે ફરી એક વખતે ગામે ગામના પ્રતિનિધિઓની ઊલટતપાસ કરી અને દરેક ગામોની તૈયારીઓ, અને ખાતરીઓની જાણકારી મેળવી લીધી. અને દરેકને લડતની ગંભીરતા અને જોખમો વિશે પણ જાણ કરી. આ પછી જ તેમણે પરિષદ બોલાવી.જેમાં ઠરાવ કરવામાં આવ્યો જે ઐતિહાસિક ઠરાવ બની ગયો. આ ઠરાવ મુજબ

બારડોલી તાલુકાના ખાતેદારોની આ પરિષદ ઠરાવ કરે છે કે, અમારા તાલુકામાં લેવામાં આવતા મહેસૂલમાં સરકારે જે વધારો લેવાનો જાહેર કર્યો તે અયોગ્ય, અન્યાયી, અને જુલ્મી છે એમ અમારૂ માનવું છે; એટલે જ્યાં સુધી સરકાર ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા, અગર તો નિષ્પક્ષ પંચ મારફતે મુદ્દ્લ ન ભરવું; અને તેમ કરતાં સરકાર જપ્તી, ખાલસા વગેરે જે કાંઈ ઉપયો લે તેથી પડતાં સઘળાં કષ્ટો શાંતિ થી સહન કરવા.

જો વધારા વિનાના ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા સરકાર કબૂલ થાય તો તેટલું મહેસૂલ વિનાતકરારે તરત ભરી દેવું.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Gandhi Sardar

Gandhi Sardar

મતભેદ – એક એવો શબ્દ કે જેને લોકોએ જાણે અજાણે દુશ્મનાવટનો ભાવાર્થ બનાવી દીધો છે, મતભેદ કોને ન હોઈ શકે? મતભેદ દરેક ને હોઈ શકે, નવી પેઢીને જુની પેઢી સાથે હોઈ શકે, બાપ ને દીકરા સાથે હોઈ શકે. તો શું આ બધા એક બીજાના દુશ્મન તરીકે વર્તન કરતા હશે?  વિચારોની આપ-લે સમયે જરૂરી નથી કે દરેક વ્યક્તિનો વિચાર સરખો હોય, અને સૈધ્ધાંતિક રીતે વિચાર / મત / અભિપ્રાય અલગ હોઈ શકે છે. જેનો મતલબ એ નહી કે અલગ અભિપ્રાયવાળી વ્યક્તિઓ એક બીજાની દુશ્મન હોય. 

ગાંધીજી અને સરદાર પટેલ વચ્ચે ક્યારેક અમુક પ્રશ્નો વિષે મતભેદો થયા હતા, એનો મતલબ એ નહી કે તેઓ બન્ને એકબીજાના દુશ્મન બન્યા. સરદાર પટેલ પોતાના અંતિમ સમય સુધી ગાંધીજીની વિચાર ધારાને વળગી રહ્યા. સરદાર પટેલ અને ગાંધીજીના પત્રો પરથી જાણવા મળે કે સરદાર પટેલની ગાંધીજી પ્રત્યેની ભાવનામાં કશો જ ફર્ક પડ્યો નહોતો, વર્ષ ૧૯૪૦માં યુધ્ધની કટોકટી સમયે અહિંસા બાબતે એક ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારે ગાંધીજીના ઉદ્દગારો હતા કે : “ભલે અત્યારે સરદાર અને હું  નોખા માર્ગે જતા દેખાઈએ તેથી કાંઈ અમારા હ્રદય થોડા જુદા પડે છે!” સરદાર પટેલ અને ગાંધીજી વચ્ચે થયેલા મનદુ:ખ પાછળ એક મહત્વનું કારણ એ હતું કે બન્ને વચ્ચેનો એક તાંતણો કે સેતુ બનતો હતો તે આ ફાની દુનિયાથી વિદાય લઈ ચુક્યો હતો, આ તાંતણો કે સેતુ એટલે મહાદેવભાઈ દેસાઈ. સરદારના સ્વભાવની વિશિષ્ટતા ગાંધીજી કરતા મહાદેવભાઈ વધુ સમજતા હતા. સરદાર પટેલે મુંબઈથી પ્યારેલાલને ૦૨-૦૭-૪૬ના રોજ પત્રમાં લખેલ કે

મને જે લાગ્યું તે બાપુને મે તરત કહી દીધુ, એ વિષે હવે કાંઈ વિચારવા જેવુ રહેતું નથી. બાપુના વિચાર આ વખતે સમજી ન શક્યો એ દુ:ખની વાત છે. આ વખતે ત્યાનું (દિલ્હી) વાતાવરણ અવિશ્વાસથી ભરેલું લાગ્યું, મહાદેવ તો દરરોજ યાદ આવતા હતા, એ હોત તો ઘણી વાતોનો ખુલાસો થઈ જાત.

હું હવે પહેલાં જેવી શારીરિક શક્તિ નથી અનુભવતો. એથી બહું આવજા કરી શકતો નથી. ત્યાં વાત કરવા આવું તો ઘણા હોય એ જોઈ ચાલી જાઉ. એટલે પણ મનની વાત મનમાં રહી જાય. એમ કોઈનો દોષ નથી. ”

બાપુનો કાગળ છે, એમાંથી મારો દોષ જેટલો સમજાય એટલો તો હું જોઈ શક્યો છું. ન સમજાય એ સમજવાનો પ્રયત્ન કરવો રહ્યો.

તમે કહ્યું એ નિખાલસભાવે કહ્યું એમાં તમારો દોષ શેનો હોય? તમારો ધર્મ તમે બજાવ્યો.

ગાંધીજીએ પત્ર સરદાર પટેલને ૦૧-૦૭-૧૯૪૬ના રોજ લખેલ પત્રમાં બાપુએ લખ્યું કે તમે જાણો છો કે તમે કરેલું કેટલુંક હું નથી સમજ્યો. ઈલેક્શનનું ખર્ચ. આ જુની વાત આ વખતે બહુ આગળ ગઈ એમ હું માનું છુ. આઈ.એન.એની બાબત મને નથી ગમતી. તમે કમિટીમાં બહુ તપીને બોલો છો એ પણ નથી ગમતું. તેમા આ સ્વરાજ્યનો એસેમ્બ્લીનો કિસ્સો આવ્યો. આમાં ક્યાંય ફરીયાદ નથી! પણ આપણે નોખી દિશામાં જઈ રહ્યા છીએ એવું જોઉ છું. તેનું દુ:ખ પણ શું હોય? ફરિયાદ તો નહીં જ સ્થિતિ સમજીએ.”

આ પત્રના વળતા જવાબમાં પ્યારેલાલને કાગળ લખતા પહેલાં સરદારે ગાંધીજીને ૦૨-૦૭-૧૯૪૬ના રોજ પત્ર લખ્યો કે

આપનો ગઈ કાલનો કાગળ મળ્યો. હું ભોપાલથી કાલે સાંજે આવ્યો. ત્યાં નવાબસાહેબે મારી ખાતર તો ખૂબ કરી. કાશ્મીરની વાત પણ મેં કરી અને કાક (કાશ્મીરના દિવાન રામચંદ્ર કાક)ને બોલાવવા એમણે ગોઠવણ કરી છે. પણ આપ જેટલે દરજ્જે જવા ઈચ્છો એ એટલે હદ સુધી જાય કે કેમ એ સવાલ છે. રાજાઓ સુધારા આપવાના ડોળ કરે છે. પણ એની પાછળ કાંઈ શુધ્ધ દાનત હોય એમ લાગતું નથી. ભોપાલમાં પણ કાંઈક નવા સુધારા દાખલ કરવાની વાત છે.

આપ જ મુંબઈ (કોંગ્રેસ કારોબારી અને મહાસમિતિની બેઠકમાં) આવવા વિષે નિર્ણય કરી શકશો. જવાહર બોલાવે એટલે આવવું જોઈએ એમ લાગે છે. આપની ગેરહાજરી વિષે અત્યારથી છાપાઓમાં ચર્ચા ચાલી રહી છે. પણ એનો તો શું ઉપાય? પ્યારેલાલે કાગળ લખ્યો એ જોયો. આપે પણ લખ્યું એટલે હવે મારી શું કહેવાનું હોય? મારો દોષ હશે. મને હજી સમજાયો નથી એ દુ:ખની વાત છે.

જુદે માર્ગ જવા ઈચ્છતો નથી. ઈલેક્શનમાં આપનો મત વિરુધ્ધ હતો. મૌલાના કમિટીનો આગ્રહ હતો. એ કામ ન કર્યુ હોત તો વખતે કોંગ્રેસને માથે દોષ રહી જાત એમ સમજી કર્યુ. હવે એમને કાંઈ કહેવાપણું રહેતુ નથી.

આઈ.એન.એ કમિટીમાં જવાહરના આગ્રહથી માત્ર રાહતના કામમાં પડ્યો, એમાં કાંઈ રાજકીય ભાવ નહોતો.

કમિટીમાં હું ગરમ થઈ બોલ્યો એ તો એક પ્રકારનો પ્રકૃતિદોષ છે જ. જવાહર સાથે એમ કોઈ કોઈ વખત થાય છે ખરું. બાકી એ બોલવા પાછળ કાંઈ બીજું છે જ નહી.

મારી તબિયત પાછી ભાંગતી જાય છે. પણ હવે એનો ઉપાય નથી લાગતો. આ વખતનું દિલ્હીનું વાતાવરણ અવિશ્વાસથી અને વહેમથી ભરેલું લાગ્યું. ગરમી પણ ખૂબ હતી અને આપણૂં તંત્ર બેસૂરૂ હતુ. હવે તો ઈશ્વર કરે એ ખરૂ.

આપના ઉતારાની ગોઠવણ કરું છુ.

આમ, સરદાર અને ગાંધીજી મતભેદ દરમ્યાન પણ હ્રદયભેદ ક્યારેય નહોતા કરતા. બન્ને એક બીજાને નિખાલસભાવે વાત લખીને પોતાનો ભાવ શુધ્ધ મને પ્રગટ કરી શકતા.

આવ સરદાર અને ગાંધીજીના સંબંધો હતાં.

સંદર્ભ : સરદારશ્રી ના પત્રો - ભાગ ૪

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Sardar Patel & Professor Abdul Bari Tata Worker's Union Leader Jamshedpur

Sardar Patel & Professor Abdul Bari Tata Worker's Union Leader Jamshedpur

સરદાર પટેલે તા ૦૨-૦૫-૧૯૪૬ના રોજ ટાટા કામદાર યુનિયનના સભ્ય પ્રો. અબ્દુલ બારીને લખેલ પત્ર. 

આ પત્રમાં સરદાર સાહેબે જે આદરથી પ્રો. બારીના કાર્યો વિશે આનંદ અને તેઓ ચુંટણીમાં હાર્યા તે બદલ દુ:ખ વ્યક્ત કરેલ તે પરથી જ માલુમ થાય કે સરદાર પટેલ મુસ્લિમ વિરોધી ન હતા. આ પત્રમાં સરદાર પટેલે પ્રો. બારી ચુંટણી હાર્યા ત્યાર બાદ પણ જમેશદપુરમાં લેબર યુનિયનમાં તેમના માટે જગ્યા કરી આપવી તેને પણ સમર્થન આપ્યું. સરદાર પટેલે પત્રમાં એક વાત લખી જે દરેક સમાજ સેવકે
, વિધાનસભા સભ્ય કે મંત્રીઓએ જાણવા જેવી છે. તેમણે કહ્યું કે “શ્રમના ઉદ્દેશ્ય માટે નિ:સ્વાર્થ સેવા કરવા માટે કોઈએ વિધાનસભાના સભ્ય કે મંત્રી બનવું જરુરી નથી.”

સરદાર સાહેબે પ્રો. બારીને તા. ૦૨-૦૫-૧૯૪૬ ના રોજ લખેલ પત્રનું ગુજરાતી અનુવાદ.

તમે ચૂંટણીમાં હારી ગયા એ સાંભળીને મને દુઃખ થયું. જમશેદપુર લેબર યુનિયનમાંથી તમારા માટે જગ્યા બનાવવા માટે કેટલાક લોકોએ મારો સંપર્ક કર્યો પરંતુ મને લાગ્યું કે તમે આ વિચારને મંજૂર કરશો નહીં. રાજેન બાબુ પાસેથી એ સાંભળીને મને ખૂબ આનંદ થયો કે તમે ઓફર ફગાવી દીધી અને અડગ રહ્યા. તે તમારા જેવો જ મજબૂત વિચાર હતો! મજૂર ચળવળમાં પૂરતું કામ છે અને શ્રમના ઉદ્દેશ્યની નિઃસ્વાર્થ સેવા કરવા માટે કોઈપણ વ્યક્તિ માટે વિધાનસભાના સભ્ય અથવા મંત્રી બનવું જરૂરી નથી. તેથી, તમે તમારો તમામ સમય અને શક્તિ મજૂર ચળવળમાં ખર્ચવાનું નક્કી કર્યું તે બદલ હું તમને અભિનંદન આપું છું. કૃપા કરીને મને જણાવો કે તમે જમશેદપુર અને આસપાસમાં શ્રમના આયોજનમાં કેટલી પ્રગતિ કરી છે.

સંદર્ભ : Sardar Patel’s Letters Mostly Unknown Vol 01 – Letter No. : 18

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

© all rights reserved
SardarPatel.in