Naman Ho Darbar Gopaldas, Bhaktiba & Vandan Ho Sardar Patel | Vithalbhai Patel, Sardar Patel

Naman Ho Darbar Gopaldas, Bhaktiba & Vandan Ho Sardar Patel

Naman Ho Darbar Gopaldas, Bhaktiba & Vandan Ho Sardar Patel આજે દરબાર ગોપાળદાસના જન્મદિવસે આજે વડોદરા રાજ્ય પ્રજા મંડળના પ્રમુખ શ્રી ચુનીલાલ પુ. શાહે તા. ૨૫-૫-૧૯૪૭ના રોજ સંદેશમાં દરબાર ગોપાળદાસ વિષે લખેલ લેખ વાગોળવાનું જરૂરી લાગ્યુ. ત્યાગ અને બલિદાન આપનાર દરબારશ્રીને અમારા હજારો હજારો નમન છે. જ્યારે ગુલામીના ચીન્હો રાખવા કે ન રાખવા એ પ્રશ્ન બળવાખોર દરબાર સાહેબના મગજમાં તરતો હતો. અને પોતાની ગાદીને લાત મારવી પણ પોતાના આત્માને સ્વતંત્ર રાખવો એમાં જ માનવતા છે તે વાત દરબારશ્રીને લાગતા શ્રી ભક્તિબાની સહર્ષ અનુમતિ મળતા તરત જ ગાદી છોડી દીધી. અને એ બનાવે હિંદ અને ખાસ કરીને ગુજરાતના રાષ્ટ્રિયતાના પગલાને એક કદમ આગળ ધપાવ્યું. સૌના મનમાં તે વખતે એક જ પોકાર હતો. ધન્ય છે દરબાર સાહેબને ! ધન્ય છે ભક્તિબાને ! ગાદીથી મળતા લાભ, ગાદીથી મળતા સુખ, ગાદીથી મળતા એશઆરામ, ગાદીથી મળતી પ્રતિષ્ઠા એ સૌને તેમણે તિલાંજલી આપી અને સામાન્ય માણસ તે બની ગયાં, રાજારાણી મટી ગયાં, પણ સામાન્ય સેવક અને સેવિકા થઈ ગયાં.
1


Naman Ho Darbar Gopaldas, Bhaktiba & Vandan Ho Sardar Patel


આજે દરબાર ગોપાળદાસના જન્મદિવસે આજે વડોદરા રાજ્ય પ્રજા મંડળના પ્રમુખ શ્રી ચુનીલાલ પુ. શાહે તા. ૨૫-૫-૧૯૪૭ના રોજ સંદેશમાં દરબાર ગોપાળદાસ વિષે લખેલ લેખ વાગોળવાનું જરૂરી લાગ્યુ.

ત્યાગ અને બલિદાન આપનાર દરબારશ્રીને અમારા હજારો હજારો નમન છે.

જ્યારે ગુલામીના ચીન્હો રાખવા કે ન રાખવા એ પ્રશ્ન બળવાખોર દરબાર સાહેબના મગજમાં તરતો હતો. અને પોતાની ગાદીને લાત મારવી પણ પોતાના આત્માને સ્વતંત્ર રાખવો એમાં જ માનવતા છે તે વાત દરબારશ્રીને લાગતા શ્રી ભક્તિબાની સહર્ષ અનુમતિ મળતા તરત જ ગાદી છોડી દીધી. અને એ બનાવે હિંદ અને ખાસ કરીને ગુજરાતના રાષ્ટ્રિયતાના પગલાને એક કદમ આગળ ધપાવ્યું. સૌના મનમાં તે વખતે એક જ પોકાર હતો. ધન્ય છે દરબાર સાહેબને ! ધન્ય છે ભક્તિબાને ! ગાદીથી મળતા લાભ, ગાદીથી મળતા સુખ, ગાદીથી મળતા એશઆરામ, ગાદીથી મળતી પ્રતિષ્ઠા એ સૌને તેમણે તિલાંજલી આપી અને સામાન્ય માણસ તે બની ગયાં, રાજારાણી મટી ગયાં, પણ સામાન્ય સેવક અને સેવિકા થઈ ગયાં.

તેમના વીરલ ત્યાગ અને ભવ્ય બલિદાનની છાપ પ્રજાના દિલમાં અંકાઈ ગઈ. આજે ગોપાળદાસ તરીકે પ્રજા તેમને નથી ઓળખતી. દરબાર સાહેબનું નામ દેતાં ગમે તેવો પ્રજાજન હોય, સામાન્ય માણસ હોય, કે રાષ્ટ્રિય માણસ હોય, પણ તેનું માથુ નીચું નમે છે. અને જાણે અજાણે તેમના ભોગ અને ત્યાગની દીલમાં કદર કરે છે. ગાદી છોડીએ ૨૫ વર્ષ થયા છતાં જાણે કાલે સવારે જ દરબારશ્રી એ ગાદી છોડી હોય તેમ લાગ્યા કરે છે. આપણૅઅ દેશને સ્વતંત્ર બનાવવાની ભાવનાથી જ્યારે પ્રજાના ઘણા મોટા ભાગના કાર્યકર્તા જરા ભોગ આપતા જાણે ખુબ ભોગ આપી દીધો છે અને ભોગના પાટીયા પોતાના કપાળમાં લગાડીને ફરે છે, ત્યારે દ્રબારશ્રી અને ભક્તિબાએ જાણે કાંઈપણ ભોગ આપ્યો હોય તેમ જાણવા દીધુ નથી. તેમની જોડે વાતમાં તેમના નીકટના માણસો જોડે ચર્ચામાં ગાદી છોડવાથી આટલું સહન કરવું પડ્યું તેવું બોલ્યાની વાત પણ કોઈએ સાંભળી નથી. આ બલીદાનથી તેઓ વધારે મોટા અને ભવ્ય બન્યા હતા. દરબારશ્રી જોડે મારે ઘણો લાંબા વખતનો પરીચય હોવા છતાં મને યાદ નથી કે આ ત્યાગ માટે એક નીસાસો કે દીલગીરી કોઈપણ ઘડીએ વ્યક્ત કરી હોય અથવા પ્રજા નગુણી કે બેકદર છે, તેવું તેમને લાગ્યું હોય. ત્યાગ હોજો તો આવો હોજો ! ભોગ આપ્યો હોય તો આવો હોય ! બલીદાનની જ્વાળા જોવી હોય તો આવો અમારા દરબારશ્રી પાસે અને વધારે જાણવું હોય તો આવો અમારા પુજ્ય ભક્તિબા પાસે ! દરબારશ્રી તો ભોગ આપી શકે પણ ભક્તિબાનો સાથ સહકાર હુંફ ન હોય તો દરબારશ્રી પણ લાચાર બને! પણ એ વિરાંગના ભક્તિબાએ સામાન્ય સ્ત્રી જાતી પ્રિય સત્તા શોખ અને વૈભવ સામુ પણ ન જોયુ. જોયુ તો મહાત્મા ગાંધીજી અને સરદાર તરફ, જોયું પોતાના હિંદ તરફ, જોયુ પોતાના વતન ગુજરાત તરફ અને પોતાના ગુજરાતને આવા બલીદાનથી દેશમાં મોખરે આણ્યો. રાણીઓતો ઘણીએ જોઈ છે. પણ દીલમાં જો રાણી તરીકેની મહત્તા અને માન અમારા દીલમાં કોતરી રહ્યા હોય તો તે ભક્તીબા માટે !

સરદારશ્રીના દિલમાં વસેલા દરબાર ગોપાળદાસ અને ભક્તિબા



પ્રજા સર્વ ભુલી ગઈ હતી. ગાદી હતી કે કેમ તે વિચારણા પણ રહી ન હતી. પચીસ વર્ષથી સામાન્ય માણસ તરીકે જીવન ગુજારતા આ યશસ્વી દંપતી અમારામાંના એક વહાલસોયા બની ગયા હતા. છતાં એ ત્યાગની વાત એક મહાન પુરુષ ન ભુલ્યા. અને તે પુરુષ હતા ગુજરાતના નુર સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતના મહાન લડવૈયા, હિંદના રાજદ્વારી, વજ્ર જેવા દેખાતા છતાં ફુલ જેવા નાજુક દિલના મહાનુભાવ ભોગ આપનારે સહર્ષે ભોગ આપવો જોઈએ, ભોગ અને બલીદાન નિષ્કામપણે આનંદથી તે આપવા જોઈએ, તે કદર માંગતો નથી, માન માંગતો નથી. પોતાના ભોગનો તેને વિચાર આવતો નથી. અરે એટલું જ નહી પણ જાણે પોતાની ફરજ બજાવવામાં જે આનંદ થવો જોઈએ તે તેને થવો જોઈએ. આ બધુ સાચુ છે અને એ પ્રમાણે આદર્શ બલીદાન દરબાર સાહેબ અને ભક્તિબાએ આપ્યું છે અને પચાવ્યું છે. જેમણે તેમની ફરજ બજાવી પણ તે તો એક બાજુનું કર્તવ્ય ગણાય પણ જે ભોગ માગે તેની ફરજ એકલો ભોગ માંગવાથી નથી અટકતો તેની ફરજ તો એ છે કે એ ભોગ આપનારને એ વસ્તુ પાછી મળે તે કરવી જોઈએ અને સરદારશ્રી આખો દિવસ તેનુ ચિંતન કરતા હતા.

ગુજરાતના ખેડુતોએ દેશને કાજે જમીનો છોડી અને તે જમીનો બારણાં ઠોકતી પાછી આવી હતી જમીનો પાછી આપવાનું કામ મહાસભાએ હંમેશા જ્યારે જ્યારે શક્તિ આવે ત્યારે ભોગ આપનારને તે પાછી મળે તેવું કરતી હતી. નોકરી છોડનારને નોકરી મળે. મિલ્કત ગુમાવનારને મિલ્કત પાછી મળે, અને આજે ગુજરાતની પ્રજા સહર્ષે જોઈ શકે છે કે પચીસ વર્ષે દરબારશ્રીને ગાદી પાછી મળે છે. એમાં સૌ કોઈ સમજી શકે છે કે સરદારશ્રીનો તેમાં હાથ છે અને આજે ગુજરાત અરે આખુ હિંદ જોઈ શકે છે કે રાષ્ટ્રે ભોગ માંગ્યો ખરો, ભોગ લીધો અને રાષ્ટ્રે તે ગાદી પાછી આપીને પોતાનો ધર્મ બજાવ્યો ખરો.

એક વાત તો સમજવી જ રહી કે જે રાષ્ટ્ર ભોગ માંગે છે તે રાષ્ટ્રના કાર્યકર્તાઓ, સંસ્થાના મુખ્ય સંચાલકોની ફરજ છે કે એ ભોગ નકામો ન જાય તે જુવે, હંમેશા ધુરંધર કાર્યકર્તાઓએ પોતાના હજારો કામોની અંદર એક વસ્તુ ગોખી રાખવી જોઈએ કે તેમણે ચલાવેલી હીલચાલને સફળ બનાવવા ભોગ અને ત્યાગ આપવાનું મોજુ ઉછળી રહે છે. અને હજારો પતંગીયાની માફક જાન ગુમાવવા કુદી પડે છે. છ્ગા એ ભોગ અને ત્યાગ કરનારના કુટુંબો જરૂર માને છે કે જ્યારે તે હીલચાલ સફળ થયેલી હશે ત્યારે ત્યાગ અને ભોગ કરનારને જેટલી રાહત આપી શકાય તેટલી આપ્યા વગર નહી રહે. તે ભોગ અને ત્યાગ કરનાર તો જુના જમાનામાં ભલે બહારવટીઆ ગણાતા હોય પણ જ્યારે રાષ્ટ્રીય હિલચાલ સફળ થશે ત્યારે એ બહારવટીઆ મટી જશે. અને પ્રજારત્નો બનશે. અને તેમની જે જાતની કદર કરી શકાય તે કરી લેશે. આ પ્રમાણે બન્ને પક્ષ જ્યારે યશસ્વી રીતે કામ કરે છે ત્યારે જ પ્રજા આગળને આગળ ધપતી રહે છે, મારો હાથ પકડનાર કોઈ છે. મારી ચિંતા કરનાર કોઈ વર્ગ છે તેવુ લાગે છે આજે સર્વ ગુજરાતને પુજ્ય સરદારશ્રી માટે તેવું માન છે અને સરદારશ્રીએ દરબારશ્રીને ગાદી પાછી અપાવીનેએ ત્યાગના ઉપર સોનેરી કળશ ચડાવ્યો છે. સરદારશ્રીએ પોતાનું પાણી બતાવ્યું છે.

નમન હો ! વંદન હો !
ત્યાગ અને બલિદાન આપનાર દરબારશ્રી તથા ભક્તિબાને અમાર હજારો હજારો નમન છે ! તે ભોગની કદર જાણનાર સરદારશ્રીને અમાર હજારો હજારો વંદન છે. !


( Hide )
  1. Very nice coverage on the great credentials of GOPALDAS DARBAR SAHEB AND SARDAR PATEL SAHEB

    ReplyDelete

© all rights reserved
SardarPatel.in