Today That Day - 26-03-1990 Tribute to Maniben Patel - કુમારી મણીબેન પટેલ - વલ્લભનંદિનીને શ્રધ્ધાંજલિ | Vithalbhai Patel, Sardar Patel

Today That Day - 26-03-1990 Tribute to Maniben Patel - કુમારી મણીબેન પટેલ - વલ્લભનંદિનીને શ્રધ્ધાંજલિ

Today That Day - 26-03-1990 Tribute to Maniben Patel

કુમારી મણીબેન પટેલ - વલ્લભનંદિની

આજે મણીબેનની પુણ્યતિથી તા. ૨૬-૦૩-૨૦૨૪ ના દિવસે સફેદ ખાદીના કાપડની થિગડાવાળી સાડી અને કોણી સુધીની બાય વાળો બ્લાઉઝ કે પોલકું, સાડી થોડી ઊંચી પહેરેલ અને માથે ઓઢેલી હોય, સદાય આ પહેરવેશમાં નજર આવનાર ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રીના દીકરી મણીબેન પટેલ વલ્લભનંદીની એક અલગ દેખાઈ આવતા, સ્વભાવે તેઓ ગરમ મિજાજના અને સદાય સરદાર સાહેબની પાછળ પડછાયો બનીને રહ્યા. મણીબેનનો આટલો જ પરિચય ન હોઈ શકે. તેમના વિષે વિગતવાર સમજીએ તો તેઓનો જન્મ એવા યુગમાં થયો કે તે સમયે પુત્રીનો જન્મ એક અભિશાપ માનવામાં આવતો હતો, અને કદાચ જન્મ પછી તરત દૂધપીતી કરવાનો પણ રિવાજ હશે. આવા સમયમાં મણીબેન પટેલ ૩ એપ્રિલ ૧૯૦૪ ના દિવસે બેરિસ્ટર વલ્લભભાઈ પટેલના ઘરે માતા ઝવેરાબા ની કૂખે જન્મ લીધો. અને ૧૦ નવેમ્બર ૧૯૦૫ના દિવસે મણિબેનના નાના ભાઈ ડાહ્યાભાઈ પટેલનો જન્મ થયો. પાચેક વર્ષના મણીબેન થયા હશે ને તેમના માતા ઝવેરબાનું અવસાન થયું. અને બન્ને નાના બાળકોની જવાબદારી બેરિસ્ટર વલ્લભભાઈ પટેલના શિરે આવી. અને વલ્લભભાઈ પટેલે બીજા લગ્ન કર્યા નહી, બન્ને નાના બાળકો મનોમન સમજી ગયા હતા કે હવે દુનિયામાં માતા રહ્યા નથી. બેરિસ્ટર વલ્લભભાઈ એ બન્ને બાળકો માતાની હુંફ આપી અને પિતાની ફરજ બન્ને નિભાવી. વલ્લભભાઈ જ્યારે બેરિસ્ટર થવા માટે વિલાયત ગયા ત્યારે તેમણે નક્કી કરી રાખ્યું હતુ કે મણિબેન કે ડાહ્યાભાઈ બન્ને બાળકો સહેજ મોટા થાય એટલે વિલાયતમાં રાખી ત્યાંની જ કેળવણી આપવી, અને તેની પુર્વતૈયારીના ભાગરુપે મુંબઈની સેંટ મેરિઝ સ્કૂલના એક મિસ વિલ્સનને ત્યા છાત્ર તરીકે રાખ્યા જેના કારણે બન્ને બાળકો સીધી વાતચીત પધ્ધતિ દ્વારા અંગ્રેજી શીખી શકે. મણિબેનના શબ્દોમાં કહીએ તો : અમારા બુટ, મોજાં, હેટ તથા બીજા કપડા વાઈટવે તથા એવાંસ ફ્રેઝરને ત્યાંથી ખરીદવામા આવતા હતાં. વલ્લભભાઈ પટેલે બન્નેના ભણતર અને ઘડતરમાં કોઈ કચાશ રાખી નહોતી, અને જ્યારે વલ્લભભાઈ બેરિસ્ટર થવા વિલાયત ગયા ત્યારે બન્ને બાળકોની જવાબદારી વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈમાં લીધી અને બન્ને બાળકોના ઘડતરમાં પિતા જેવોજ ભાગ ભજવ્યો.

બેરિસ્ટર થયા પછી વલ્લભભાઈએ અમદાવાદ વકીલાત અને રહેવા માટે પસંદ કર્યુ અને બન્ને બાળકો પણ સાથે રહેવા લાગ્યા, વલ્લભભાઈ કામની વ્યસ્તતાના કારણે બહુ ઓછો સમય ઘરમાં ગાળતા, પરંતુ સમયાંતરે પુત્ર ડાહ્યાભાઈ સાથે ગેલ પણ કરી લેતા, પણ મણિબેન એક શબ્દ પણ વલ્લભભાઈ સાથે બોલતા નહી, અને મણીબેનને સરદાર સાહેબ સામે આવતા પણ સંકોચ થતો. જ્યારે સવારે દિવાનખાનામાં સરદાર સાહેબ આંટા મારતા ત્યારે મણીબેન નહાઈ ને પાસેના ખંડના બારણાં પાસે આવતા ત્યારે સરદાર સાહેબ પૂછાતા કેમ છે? અને વળતાં જવાબમાં મણીબેન કહે સારું છે. પિતા પુત્રી વચ્ચે આખા દિવસમાં આટલો જ સંવાદ થતો. પાડોશમાં રહેતા દાદાસાહેબ માવળંકર રહેતા, અને તેમના માતૃશ્રી મણીબહેનની ખૂબ સંભાળ રાખતા. તેમના પત્ની મણિબેનનું દુઃખ સમજીને અવારનવાર તેને તેના ઘરે બોલાવતી હતી. તે  તેની સાથે વાત કરતી અને ક્યારેક તેની સાથે રમતી. મણિબેનમાં  થઈ રહેલું પરિવર્તન  તેના પિતાના ધ્યાનમાં આવ્યું અને તે સમજી ગયા કે પરિવારનો પ્રેમ કેવી રીતે  અનિવાર્ય છે. તે પછી તેણે ઘનિષ્ઠ મિત્રોના પરિવારો સાથે ગાઢ સંપર્કો કેળવવાનો  પ્રયાસ કર્યો.  ડો.કાનુગા અને ડો.હરિપ્રસાદ દેસાઈના બે પરિવારો  સાથે ગૃહસંબંધ બાંધવામાં  આવ્યા  હતા, જેમની સાથે મણિબેન પણ ગાઢ રીતે જોડાયેલા હતા. આમાં પરિવારો, તેણીને  તેની ઉંમરના સાથીઓ હતા. મૈત્રીપૂર્ણ સંબંધોનું આવું બંધન છેલ્લે સુધી રહ્યું.

જ્યારે ડાહ્યાભાઈએ ગાંધીજીને કહ્યું કે “મણીબેન મોટા છે અને તેમના લગ્ન પછી હું લગ્ન કરીશ”, ત્યારે મણીબેને ગાંધીજીને કહ્યું કે “મારા લગ્ન માટે ડાહ્યાભાઈ બેસી રહેશે તો એને બેસી જ રહેવું પડશે કારણ કે મારે પરણવું નથી.” મણીબેને તો લગ્ન નહી કરવા વિષે મક્કમતાથી નક્કી કરી લીધું હતું.

વર્ષ ૧૯૨૭ પછી સરદાર પટેલ મણિબેનના હાથે કાંતેલા સુતરની ખાદી જ પહેરવાનું પસંદ કરતા. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના અંત સુધીમાં જ્યારે સરદારને માંદગી અનુભવતા હતા, ત્યારે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈકે તેમને સચિવ તરીકે મદદ કરવી જોઈએ.ત્યારે મણીબેને કહ્યું: "જો કોઈને રાખવા હોય તો હું કેમ નહીં?" ૧૯૨૯થી બાપુજીના મૃત્યુ સુધી, જ્યારે પણ શક્ય હોય ત્યારે મેં તેમનો પત્રવ્યવહાર જાળવી રાખ્યો હતો. એક વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રાજકીય વિવેચક કે. ગોપાલસ્વામી મુંબઈના મરીન ડ્રાઈવ પરના તેમના ફ્લેટમાં તેમની મુલાકાતે આવ્યા ત્યારે બાપુજીએ સી. રાજગોપાલાચારીએ લખેલ એક પત્ર મંગાવ્યો. તેઓ એ ભૂલી ગયા કે તેમણે પત્ર ફાડી નાખ્યો હતો અને તેમણે તેને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. સદભાગ્યે, મેં એ ટુકડાઓ એકઠા કર્યા હતા. તેને પસાર કરતા પહેલા તેમને એક સાથે ગોઠવી ચોંટાડવામાં મને થોડો સમય લાગ્યો. અને આ પત્ર તેમના હાથમાં જ્યારે મે આપ્યો ત્યારે તેઓ એકીટસે મારી સામે જોઇ રહ્યા, જાણે વિચારતા હોય કે આ દીકરી મારુ કેટલું ધ્યાન રાખે છે. 

મણીબેન પટેલે સરદાર સાહેબના અંતિમ સમય સુધી તો સાથ આપ્યો પરંતુ સરદાર સાહેબના સ્વર્ગવાસ બાદ પણ સરદાર સાહેબના પત્રો અને માહિતી જાહેર જનતા સમક્ષ મૂકી. તેમણે પોતાના અંત સામે સુધી સરદાર સાહેબ વિષે લોકોને માહિતગાર કર્યા અને એક સાદગી ભર્યું જીવન જીવ્યા. આજે આપણે જે કાંઈ પણ સરદાર સાહેબ વિષે જાણીએ છે તે મણીબેનને આભારી છે.


રશેષ પટેલ - કરમસદ 


Subscri
be us : Youtube Channel Visit us : Sardar Patel


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in