Happy Birthday Maniben Patel - 03-04-1903 | Vithalbhai Patel, Sardar Patel

Happy Birthday Maniben Patel - 03-04-1903

Maniben Patel : સફેદ ખાદીના કાપડની સાડી (એમાંય પાછા થીંગડા), અને કોણી સુધીની બાય વાળો બ્લાઉઝ કે પોલકું, સાડી થોડી ઊંચી પહેરેલ અને માથે ઓઢેલી હોય,
0

Happy Birthday Maniben Patel - 03-04-1903
સફેદ ખાદીના કાપડની સાડી (એમાંય પાછા થીંગડા), અને કોણી સુધીની બાય વાળો બ્લાઉઝ કે પોલકું, સાડી થોડી ઊંચી પહેરેલ અને માથે ઓઢેલી હોય, ક્યારેય આ પહેરવેશમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં. પોતાના પિતાની પડખે સદાય રહેલ દિલના એકદમ દૌલા અને તેમ છતાં બોલવામાં થોડા આકરાં, જેની સાથે ફાવટ આવી અને પોતીકું માન્યા તેના માટે પોતાનાથી શક્ય હોય તે બધુ જ કરી છૂટવા તૈયાર આ એક સામાન્ય ઓળખ ગુજરાતની દીકરી અને સ્વતંત્ર ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના દીકરીની. મણિબેન વિષે તો ઘણું લખી શકાય તેમ છે પરંતુ આજે તેમના જન્મદિવસે તેમની થોડી યાદો તાજી કરીએ. 

જ્યારે દીકરીઓને દૂધપીતી કરવામાં આવતી તેવે સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ઘરે ૩જી એપ્રીલ ૧૯૦૪ના રોજ મણિબેન પટેલનો જન્મ થયો. માતાની છત્રછાયા તેઓ ૬ વર્ષના હતા ત્યારેજ ગુમાવેલ અને વલ્લભભાઈ પટેલે જ મા-બાપ બંનેની જવાબદારી નિભાવેલ. વિઠ્ઠલભાઈ વિલાયતથી બેરિસ્ટર થઈ પરત આવ્યા અને ત્યાર બાદ વલ્લભભાઈ વિલાયત ગયા ત્યારે વિઠ્ઠલભાઈ પટેલે જ વલ્લભભાઈ પટેલના બંને સંતાનોની જવાબદારી સ્વીકારેલ. અને મુંબઈમાં મિસ વિલ્સનને ત્યાં બોર્ડર તરીકે મૂક્યા હતા. 

૧૯૧૩ પછી વલ્લભભાઈ પરદેશથી પરત આવેલ અને અમદાવાદમાં જ્યારે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે તેઓ મણિબેનને અમદાવાદ સાથે લઈ ગયા. ૧૯૨૩થી તો મણિબહેન પોતે કાંતેલું સૂતર વણાવીને વલ્લભભાઈનાં કપડાં બનાવડાવતા અને પોતે પણ ખાદી જ પહેરતા. જ્યારે ૧૯૩૦થી વલ્લભભાઈ સંપૂર્ણપણે દેશસેવક બન્યા ત્યારે તેમણે ઘર કાઢી નાખ્યું, પણ આના કારણે મણિબેનને વધારે અગવડ પડી હશે, એમણે લગ્ન નહીં કરવાનો નિર્ણય કરી સરદારના સેક્રેટરી તરીકે કામ કરવાનું પસંદ કર્યું. આ બાબતે એક પ્રસંગની જરૂર નોંધ લેવાવી જોઈએ : ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના અંત સુધીમાં જ્યારે સરદારને માંદગી અનુભવતા હતા, ત્યારે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈકે તેમને સચિવ તરીકે મદદ કરવી જોઈએ. ત્યારે મણિબેને કહ્યું: "જો કોઈને રાખવા હોય તો હું કેમ નહીં?" ૧૯૨૯થી સરદાર પટેલના અંતિમ સામે સુધી, જ્યારે પણ શક્ય હોય ત્યારે તેમણે વલ્લભભાઈનો પત્રવ્યવહાર જાળવી રાખ્યો હતો. એક વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રાજકીય વિવેચક કે. ગોપાલસ્વામી મુંબઈના મરીન ડ્રાઈવ પરના તેમના ફ્લેટમાં તેમની મુલાકાતે આવ્યા ત્યારે સરદારે સી. રાજગોપાલાચારી પાસેથી તેમને મળેલો એક પત્ર મંગાવ્યો. તેઓ એ ભૂલી ગયા કે ટેવ મુજબ તેમણે પત્ર ફાડી નાખ્યો હતો અને તેમણે તેને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. સદભાગ્યે, મણિબેને એ થોડા સમયમાં એ ટુકડાઓ ભેગા કરી સાથે ગોઠવી ચોંટાડીને વલ્લભભાઈને વાંચવા આપ્યો. 

સુરતની સ્ત્રીઓની જેલ માં મહિલાઓ માટે કોઈ સગવડ નહોતી કરવામાં આવતી, ત્યાંની જેલોમાં મચ્છરો, ગંદકી પારાવાર હતી. અને આ બધી વાતનો વિરોધ કરતાં મણિબેને ઉપવાસની ધમકી આપી ત્યારે તેમના પર કેસ ચલાવવામાં આવ્યો અને તેમણે ૧૦ મહિનાની કેદ ફરમાવવામાં આવી. 
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in