Vitthalbhai Patel – 149th Birth Anniversary | Vithalbhai Patel, Sardar Patel

Vitthalbhai Patel – 149th Birth Anniversary

વિઠ્ઠલભાઈ પટેલ – ૧૪૯ જન્મ જયંતી વડી ધારા સભાના પહેલા ભારતીય પ્રમુખ અને સરદાર પટેલના મોટાભાઈ સૌ પ્રથમ તો વિઠ્ઠલભાઈ પટેલને લોકો સરદાર પટેલના
0

વિઠ્ઠલભાઈ પટેલ – ૧૪૯ જન્મ જયંતી

વડી ધારા સભાના પહેલા ભારતીય પ્રમુખ અને સરદાર પટેલના મોટાભાઈસૌ પ્રથમ તો વિઠ્ઠલભાઈ પટેલને લોકો સરદાર પટેલના મોટા ભાઈ તરીકે ઓળખે છે પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે શ્રીયુત શ્રી વિઠ્ઠલભાઈ પટેલને “સંસદીય પ્રથા ના જનક” તરીકે વધારે સારી રીતે ઓળખ આપી શકાયશ્રી વિઠ્ઠલભાઈ પટેલના કાર્યો થી આપણે ઘણા અજાણ છે કદાચ આઝાદી થી આજ સુધી તેમના કાર્યોને જાહેર જનતા સુધી કદાચ કોઈ રાજકીય પક્ષો એ ઉજાગર નથી કર્યા કે તેમની વિગતો જાહેર જનતા સુધી પહોચાડવામાં ઉદાસીનતા દાખવી છે.


સામાન્ય રીતે લોકોમાં એવી ચર્ચા છે કે વિઠ્ઠલભાઈ પટેલ વલ્લભભાઈ પટેલના નામે આવેલ પત્રમાં V J Patel લખેલ હોવાથી તેઓએ ઇંગ્લેંડમાં એડિમિશન મેળવ્યું. આ માટે વલ્લભભાઈ પટેલે તેમને ઈંગ્લેંડ જવાની પરવાનગી પણ આપી.


ઉપરની વિગતમાં થોડુંક સાચું છે અને થોડીક ગેરસમજ છે. હકીકતમાં વિઠ્ઠલભાઈ પટેલ વલ્લભભાઈ પટેલના નામે આવેલ થોમસ કૂક એંડ સન્સ ટ્રાવેલ પરમીટ (ટીકીટ) ઉપર ઈંગ્લેંડ બેરિસ્ટર થવા ગયા. અને આ બાબતે વલ્લભભાઈની પરવાનગી પણ મેળવેલ હતી. વલ્લભભાઈએ પરવાનગી આપતા સમયે સરદાર પટેલે શરત મૂકી કે પોતે દારૂ છોડી દેશે અને વિલાયતમાં કોઈ પણ પ્રકારના વ્યસનમાં નહીં પડે. વિઠ્ઠલભાઈ એ તે શરત માન્ય રાખી.


૬ઠ્ઠી જાન્યુઆરી૧૯૧૩ના દિવસે શ્રી વિઠ્ઠલભાઈએ ગવર્નર ઓફ બોમ્બે (આજનું મુંબઈ) ની લેજિસ્લેટિવ કાઉંસિલના શપથ ગ્રહણ કરી તે પદ શોભાવ્યું અને આ પ્રસંગ પછી તેઓ “માનનીય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ” તરીકે ઓળખાયા. શ્રી વિઠ્ઠલભાઈ પટેલે વર્ષ ૧૯૧૪ના સત્રના સૌથી વિવાદાસ્પદ વિધેયકોમાં મહત્વનો ફાળો આપ્યો જેમાં મુખ્યત્વે ધ બોમ્બે ડિસ્ટ્રીક્ટ મ્યુનિસિપલ એક્ટ એમેંડમેંટ બિલટાઉન પ્લાનિંગ બિલબોમ્બે લેંડ રેવન્યુ કોડ એમેંડમેંટ બિલબોમ્બે પોર્ટ ટ્રસ્ટ બિલકરાંચી પોર્ટ ટ્રસ્ટ બિલ માં મહત્વની ભુમિકા અદા કરીસાથે સાથે પંચમહાલ જિલ્લાના તાલુકા અને જિલ્લા બોર્ડમાં નામાંકન પધ્ધતિના સ્થાને ચુટણી પ્રથાને અમલમાં લાવવા માટેનો ઠરાવ પણ સફળતા પૂર્વક પસાર કર્યો. અને આથી જ તેઓ “ગ્રામ સ્વરાજ ના પ્રણેતા” તરીકે ઓળખાયા.


શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મેડિકલ એમેંડમેંટ બિલપ્રાથમિક શિક્ષણ કાયદોઆયુર્વેદ અને યુનાની ચિકિત્સકોના રક્ષકરોલેટ એક્ટઈંગલેંડમાં કોંગ્રેસનો પ્રચારઅસહકાર આંદોલન અને સવિનય કાનૂનભંગબોમ્બે મ્યુનિસિપલ કાઉંસિલનો કાર્યકાળબોમ્બેના મેયરસ્વરાજ પક્ષની રચનાહિંદુ મેરેજ એક્ટપેશાવર ઈંક્વાયરી કમિટીકે પછી અમેરીકામાં વિઠઠલભાઈ પટેલના ભાષણો હોયવગેરે બાબતોમાં જરુર જણાય ત્યાં તેઓએ દેશહિતમાં આક્રમક વલણો પણ અપનાવ્યા છે અને ક્યારેક નરમાશ થી પણ કાર્યો કરેલ છે. એક કિસ્સામાં પોતાના જ સ્વરાજ પક્ષના નેતા શ્રી મોતીલાલ નહેરુનો ખોફ પણ એમણે વહોરી લીધેલોસ્પીકર તરીકે ચુંટાયા એટલે એમને કરવેરા બાદ કરતાં માસિક રૂ. ૩,૬૨૫નો પગાર મળતો થયો શ્રી વિઠ્ઠલભાઈ પટેલ જેમનું જીવન સાદગી અને નિઃસંતાન વિધુર ને આટલી મોટી પગારની રકમનું શું કરવું એમ પ્રથમ નજરે લાગે આથી નેતા શ્રી મોતીલાલ નહેરુ ની ઈચ્છા હતી કે શ્રી વિઠ્ઠલભાઈ પોતાના પગાર નો અર્ધો હિસ્સો સ્વરાજ પક્ષમાં આપે. શ્રી વિઠ્ઠલભાઈ એ જે પળે પ્રમુખપદ સ્વીકાર્યું તે જ પળેમન સાથે જ નિશ્ચય કરેલ કે પક્ષની વિચારસરણી ને પોતે વરેલા ખરાભારતના સ્વાતંત્ર્ય ના સેનાની પણ પોતે અચૂકપણ પક્ષ તરીકે કોઈ પક્ષ સાથેકોઈ સંબંધ ચિન્હ ટકાવવા નહી. આથી જ તેઓએ પક્ષના સભ્યપદે થી મુક્ત થયાઆવી પરિસ્થિતિમાં તેઓ પોતે ફાળો કેવી રીતે આપી શકે તે સવાલ સ્વાભાવિક પેદા થયો. આ ઉપરાંત વિઠ્ઠલભાઈ નું દિલ્હીનું ઘર એટલે સરોજીની નાયડુંથી માંડી મહાદેવભાઈ દેસાઈ જેવા કેટલાય રાષ્ટ્રીય કાર્યકરો નું વિરામ સ્થળ. બહોળી મહેમાન ગતિ અને વિશાળ નિવાસસ્થાન જે ૨૦અકબર રોડદિલ્હીમાં આવેલ જ્યાં આજે લોકસભા ના સ્પીકર શ્રી ઓમ બિરલાનું નિવાસસ્થાન છે. 


આ નિવસાસ્થાનમાં શરૂઆતમાં શ્રી વિઠ્ઠલભાઈને સારી એવી રકમ રાચરચીલામાં ખર્ચવી પડી હતી અને છ માસને અંતે એમને સમજાયુ કે માળીનોકરોના મોટા કાફલા અને પોતાના મોભાને યોગ્ય સામાજિક ખાણી પીણીને નિભાવવામાસિક બે હજાર જોઈએ. એટલે બાકી ના માસિક રૂ. ૧૬૨૫ એમણે મહાત્મા ગાંધીને મોકલી આપ્યા. એમને ઈચ્છા થાય તે રીતે જનકલ્યાણની પ્રવૃત્તિમાં વાપરવા માટે અને આ વાત મોતીલાલ નહેરૂને પસંદ નહોતી અને આથી જ તેમણે આ રકમ પર પક્ષનો દાવો પોતાના રોષ સાથે કર્યો. અને આ તરફ મહાત્મા ગાંધીજી એ આ રકમ કેટલાય સમય સુધી વાપરી નહોતી આ કારણે પણ મોતીલાલ નહેરૂનો રોષ યથાવત રહ્યો. પરંતુ સમયાંતરે ગાંધીજીએ મોતીલાલ નહેરૂની સંમતિથી આ રકમ રાષ્ટ્રહિતમાં વાપરી અને પ્રતિમાસ વિઠ્ઠલભાઈ રૂ. ૧૬૨૫ ગાંધીજીને મોકલાવતા રહ્યા. 


સરદાર પટેલને બેરિસ્ટર જતાં સમયે દારુ કે અન્ય વ્યસન બાબતે જે વચન વિઠ્ઠલભાઈ એ આપેલું તે તેમણે આજીવન પાળ્યું. ૧૫ નવેમ્બર ૧૯૨૭ ના રોજ તેમણે વડી ધારાસભાના પ્રમુખ હોવાના કારણે નવા વાઈસરૉય લોર્ડ અરવિંન ને  સ્વાગત સમારંભ માટે દારુ સિવાયના ભોજન સમારંભ માટે આમંત્રણ આપ્યું અને આ આમંત્રણ લોર્ડ અરવિંન દ્વારા સ્વીકાર્યા બાદ, સમારંભ પૂરો થયાના બીજા દિવસે કોર્પોરેશનમાં તેમણે સુધારો દાખલ કર્યો અને તે મુજબ કોર્પોરેશન હોલમાં આલ્કોહોલિક પીણાં પર પ્રતિબંધ હતો. તે અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પહેલા એવો રિવાજ હતો કે દર વર્ષે પ્રમુખ નાં ભોજનનું આયોજન કોર્પોરેશન હૉલમાં પ્રાંતિય ગવર્નર ને મુખ્ય અતિથિ તરીકે રાખીને કરવામાં આવતું હતું અને તેમાં સૌથી વિશિષ્ટ વાઇનનો વિપુલ પ્રવાહ વહેતો હતો. તેનો અર્થ દેખીતી રીતે યજમાન માટે નોંધપાત્ર ખર્ચ હતો. ઠરાવનું એક સુખદ પરિણામ આવ્યું કે રાત્રિભોજનો પોતે બધા સમય માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો.sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in