January 2022 | Vithalbhai Patel, Sardar Patel

Constitutional Assembly and Sardar Patel - બંધારણ સભા અને સરદાર પટેલ

Constitutional Assembly and Sardar Patel 

બંધારણ સભા અને સરદાર પટેલ


બંધારણ એટલે દેશના પાયાનો એક મહત્વનો દસ્તાવેજ. કાયદાઓ બંધારણમાં દર્શાવેલ જોગવાઈઓ અને તેને સુસંગત રહી ઘડવામાં આવે છે. બંધારણ મુજબ જ દેશનું અને રાજ્યોનું શાસન ચાલે છે. ભારતીય બંધારણ ભારતની લોકશાહી સરકાર માટે અસાધારણ મહ્ત્વ ધરાવે છે.

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું, આથી જ ૨૬ જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો. બંધારણ સભાનો ઉદ્ભવ કેબિનેટ મિશનના ૧૬ મે ૧૯૪૬ના નિવેદનમાંથી થયો હતો. ૧૯૨૮માં મોતીલાલ નહેરૂ કમિટીએ દેશના ભાવિ બંધારણનો એક મુસદ્દો ઘડી આપ્યો હતો. પરંતુ બંધારણનું માળખાનો મુખ્ય આધાર ૧૯૩૫નો ભારત શાસન ધારો હતો. બંધારણના ઘડતર સમયે દેશભરમાં જે બનાવો બની રહ્યા હતા તેની અસર પણ બંધારણના ઘડતર દરમ્યાન પડી રહી હતી. બંધારણના કામના રાજકીય આખરી નિર્ણયકર્તાઓ નહેરૂ અને સરદાર હતા. બંધારણ માટે ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવામાં આવી તેમાં પ્રમુખપદ ડો. ભીમરાવ આંબેડકર શોભાવતા હતા અને સભ્યોમાં કૃષ્ણસ્વામી અય્યર અને કનૈયાલાલ મુનશી હતા. આ કમિટી મુસદાઓ તૈયાર કરતી પરંતુ કલમોમાં શું રાખવુ અને શુ ન રાખવુ તેનો અંતિમ રાજકીય નિર્ણય અગાઉ જણાવ્યા મુજબ નહેરૂ અને સરદારના હાથમાં હતો. બંધારણ સભાઓની ચુંટણીઓ પ્રાંતિક ધારાસભાઓ દ્વારા જુલાઈ-ઓગષ્ટ ૧૯૪૬ દરમ્યાન થયેલ હતી. કુલ ૨૯૬ બેઠકોમાંથી કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી, ચુંટાયેલા બધા જ સભ્યો કોંગ્રેસીઓ નહોતા તેમાંથી કોંગ્રેસે ૩૦ જેટલા સભ્યો બિનકોંગ્રેસી ઊભા કર્યા હતા. તેના મુખ્ય બે કારણ હતા. મુસ્લિમોને અલગ બેઠકો મળેલી હતી તથા હરિજનો માટે પણ અનામત બેઠકો રાખેલ હતી પરંતુ નાની લઘુમતીઓને પ્રતિનિધિત્વ મળે તે માટે કોંગ્રેસ પોતાની ઉમેદવાર યાદીમાં તેમનો સમાવેશ કરે તો જ શક્ય બને તેમ હતુ આથી ૬ હિંદી ખ્રિસ્તિઓ, ૩ એંગ્લો ઈંડિયનો, ૩ પારસી અને ૪ આદિવાસીઓના પ્રતિનિધિઓ પણ ચૂંટાઈ આવ્યા હતા.

બંધારણ સભાની પહેલી બેઠક ૯ ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે મળી અને પ્રારંભિક અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિંહાએ સ્થાન ગ્રહણ કર્યુ અને ત્યારબાદ ૧૧ ડિસેમ્બર ૧૯૪૬ની બેઠકમાં કૃપલાણીએ બંધારણ સભાના કાયમી પ્રમુખ તરીકે ડો. રાજેંદ્રપ્રસાદનું નામ સુચવ્યું. ૧૩ ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે બંધારણના ધ્યેય અને હેતુંઓનો ઠરાવ જવાહરલાલ નહેરૂએ રજુ કર્યો. બંધારણસભામાં દેશના નાગરિક્ત્વનો પ્રશ્ન વિશે ચર્ચાએ જોર પકડ્યું. ભારતનો નાગરિક કોણ? ભારતની નાગરિકતા કોને મળે? વિદેશી મા-બાપનું ભારતમાં જન્મેલું બાળક ભારતની નાગરિકતાનું અધિકારી ગણાય? દુનિયાના ઘણા દેશો આવો અધિકાર આપે છે આથી આપણે પણ આવો અધિકાર આપવો જોઈએ એવું સરદારનું મંતવ્ય હતુ. સુધરેલા દેશોની હરોળમાં આપણે રહેવું જોઈએ તેવુ દ્રઢ પણે સરદાર માનતા. કેટલાકે આનો વિરોધ એવા ડર સાથે કર્યો હતો કે ભારતનું નાગરિક્ત્વ અપાવવા લોકો પ્રસુતિ કરાવવા ભારત આવશે. આ શંકાનું નિવારણ કાજે સરદારે કહ્યું કે પોતાના બાળકને ભારતનું નાગરિક્ત્વ આપોઆપ મળી જાય એવો ખ્યાલ રાખીને કેટલાય માબાપ અહી પ્રસુતિ માટે આવી પડશે? આટલી નજીવી સંખ્યાના ભયે આપણે બંધારણમાં જાતિવાદની ભાવનાને ઘર ન કરવા દઈ શકીએ. એક સીધા અર્થમાં આપણા દેશમાં થોડા થોડા પરદેશીઓ આવીને વસતા રહેવા જોઈએ. આથી અન્ય દેશો સાથે ભારતની મિત્રતાને અવકાશ મળશે.

બીજો એક બહુ ચર્ચિત મુદ્દો મિલ્કત હક વિશેનો હતો. મૂળભૂત અધિકારોમાં મિલ્કતોનો અધિકાર પણ મુકવો કે નહી? રાજ્ય કોઈની મિલ્કત જાહેર હેતુ માટે લઈ લે તો તેનું વળતર આપવાની રાજ્યની ફરજ પણ બંધારણમાં સામેલ કરવી કે નહી? બંધારણીય સલાહકાર બી.એન. રાવે ઘણી મુશ્કેલીઓ જણાવી. અને સરદાર દેશની નાણાકીય સાખની નજરથી વિચારતા હતા, તેમના મનમાં દેશના વિકાસ માટે બહારથી કેવી રીતે ભંડોળ મેળવી શકાય તે વિચારો રમતા હતા. ૧૯૪૯માં ગોવિંદવલ્લભ પંતે આ બાબતને શિથિલ બનાવવા માટે રજુઆત કરી, તે સમયે સરદાર બિમાર હતા તેમણે પંતને એક પત્ર લખ્યો પત્ર વાંચીને પંત પસ્તાયા અને તરત સરદાર ને મળવા પહોચી ગયા. અને સરદારે પંતને સમજાવ્યું કે મિલ્કત અધિકારને નબળો કર્યા વગર પણ તેમનો હેતુ સિધ્ધ કરી શકાય છે અને જરૂરી સુચનો કર્યા અને સરદારે સૂચવેલી કલમોનો સ્વીકાર થયો. લઘુમતીઓ માટેની કમિટીમાં સરદારે ૧૯૦૯ના મોર્લે-મિંટો સુધારાથી મુસ્લિમો માટે અલગ મતદાર મંડળોની જોગવાઈ થયેલ તેનો વિરોધ કોંગ્રેસે કર્યો હતો. વિરોધનું કારણ હતુ કે આ વ્યવસ્થાથી મુસ્લિમો અલગતાથી ભાવનાથી પ્રેરાશે તેવો ભય હતો અને તે ભય સાચો ઠર્યો. અલગ મતદાર મંડળો અંતે પાકિસ્તાનની માંગણી કરતા થયા હતા. આથી જ આઝાદી પછી ભારતના બંધારણમાં અલગ મતદાર મંડળો હોવા જ ન જોઈએ, તેમ છતાં આ બાબતે માંગણીઓ થઈ પરંતુ સરદારે આવી દરેક માંગણીઓનો વિરોધ કયો અને કહ્યું આજે કોમી મતદાર મંડળોને કારણે જ દેશને અલગ ભાગલાઓમાં વહેચી નાખવા માટે સંમત થવુ પડ્યું. હવે શેષ ભારત (મૂળ અખંડ ભારતના ૮૦%) એક અભિન્ન રાષ્ટ્ર બની ને રહેશે. સરદારને તો અનામત બેઠકો પણ પસંદ નહોતી પરંતુ કાંઈક બાંધછોડ કરી તેમણે સ્વીકારી લીધી. ૩૦-૧૨-૧૯૪૮ની બેઠકમાં કેટલાક સભ્યોએ એક ઠરાવ નોટિસ આપી જેમાં માંગણી હતી કે તમામ લઘુમતીઓની અનામત બેઠકો રદ કરવી, આ પ્રસ્તાવ સરદારને તો ગમતો હતો પરંતુ તેઓ ઉતાવળ કરવા માંગતા નહોતા. તેમના મતે આવો પ્રસ્તાવ લઘુમતીઓ તરફથી જ આવે અને તેમાં તેમની સંપૂર્ણ સંમતિ સાથે આવે.

સલાહકાર સમિતિએ સરદારની અધ્યક્ષતામાં એક પેટા-સમિતિ નીમી. જેમાં કનૈયાલાલ મુનશી, ડો. આંબેડકર, નેહરૂ, ડો. રાજેંદ્રપ્રસાદ વગેરે સભ્યો હતા. સરદારે પોતાના ભાષણમાં કહ્યુ કે “જ્યારે મને પહેલી વાર લઘુમતીઓ અંગેની સલાહકાર સમિતિનો અધ્યક્ષ નીમવામાં આવ્યો ત્યારે હું ખરેખર થરથરતો હતો અને એ કામ મે ભારે હૈયે સ્વીકાર્યુ હતુ. કારણ કે છેલ્લાં કેટલાય વર્ષોના વિદેશી શાસનના ઈતિહાસને લીધે આ કામ અતિશય મુશ્કેલ છે. આ જવાબદારી મારા શિરે એવા સમયે આવે જ્યારે દેશ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થતો હતો સાથે સાથે તમામ વર્ગોના લોકોનાં મન શંકાઓથી ભરેલા હતા. જ્યારે સત્તાપલટો થયો ત્યારબાદ પરિસ્થિતિમાં પરિવર્તન શરૂ થયું અને તેથી મને પ્રોત્સાહન મળ્યું. અને પરસ્પર વિશ્વાસ અને શ્રધ્ધાનો ઉત્તરોત્તર વધતી લાગણીનો અનુભવ થયો.”

લઘુમતીઓ વિશેના ઠરાવ બાબતે સરદારે સ્પષ્ટતાઅ કરતા કહ્યું કે “અગાઉના ઠરાવમાં અનામત બેઠકો થકી જે રાજકીય સલામાતીઓ આપવામાં આવી હતી તે લઘુમતી કોમોની સંમતિ સાથે કે સર્વાનુમતે બંધારણ સભામાં રજૂ થયેલ. અલગ પ્રતિનિધિત્વ દાખલ કરવામાં આવ્યુ તે તો બ્રિટિશ સરકારએ કરેલ કઠપુતળીનો ખેલ જેવો હતો જેમાં પ્રજાની સંમતિ નહોતી. અને જેનું ફળ આજે ભાગલા સ્વરૂપે ભોગવી રહ્યાં છે. હું આ ગૃહની અને તમામ લઘુમતીઓની સંમતિ માંગુ છું. અને આ કાર્ય માટે ગૌરવ અને સન્માન મળ્યું છે. આજની કામગીરી ભવિષ્યની પેઢી સુવર્ણાક્ષરે કોતરશે. મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને શીખો માટેની અનામત બેઠકો દૂર કરવાનો નિર્ણય હાથવેંતમાં લાગતા જ તેમણે ફરી એકવાર જણાવ્યું કે અલગ મતદાર મંડળો અને અનામત બેઠકો ખુદ લઘુમતીઓને નુકસાનકર્તા છે. ધારો કે આપણે આજે અનામત બેઠકો રાખવાનું સ્વીકરી લઈએ તો હું મારી જાતને મુસ્લિમ કોમ માટે મોટામાં મોટો દુશ્મન માનુ. કોમી ધોરણે અલગ મતદાર મંડળો ધરાવો તો તમે શું ક્યારેય પ્રાંતોમાં કે કેંદ્રમાં કોઈ પણ પ્રધાનમંડળમાં સ્થાન પામશો? મુસ્લિમોના ગરીબ સામાન્ય જનસમુદાયને હું નુક્સાન કરવા નથી માંગતો. એમણે ઘણૂં સહન કર્યુ છે. અલગ રાજ્ય અલગ વતન મેળવ્યાનો દાવો કે તે માટેનો યશ ગમે તેવા હોય, તમને જે મળ્યું તે માટે ઈશ્વર તમારૂ ભલું કરે, પણ ગરીબ મુસ્લિમોએ જે સહન કર્યું છે તે ભૂલશો નહીં. એમને શાંતિથી એમની સખત મહેનતના ફળ પામવા દો.

( ક્રમશ: )

સંદર્ભ : સરદાર વલ્લભભાઈ પટેલ – યશવંત દોશી.
sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Letter to Hindustan News Paper - हिंदुस्तान - समाचार पत्र - Sardar Patel

Letter to Hindustan News Paper - हिंदुस्तान - समाचार पत्र 

Sardar Patel


તા. ૧૧-૦૮-૧૯૪૮
સરદાર સાહેબનો “હિંદુસ્તાન” સમાચાર પત્ર (હિંદીમાં) માટે શુભેચ્છા સંદેશો 

સ્વતંત્ર ભારતમાં જે છાપાનો જન્મ થાય છે તે જન્મથી જ તંદુરસ્ત હોવું જોઈએ. ગુલામ દશામાંથી ભારતને મુક્ત કરવાનો કાળ હતો ત્યારે છાપાંનો જે ધર્મ હતો અને જે કાર્ય હતું તેમાં અને આજના કાળમાં અને ધર્મમાં આસમાન-જમીનનો ફેર છે. 

એક જવાબદાર પત્રકારની કલમ જનતા ઉપર જબરદસ્ત અસર કરી શકે છે. જેટલી જનતાના ભલા માટે કરી શકે, તેટલી બૂરા માટે પણ કરી શકે છે.

સ્વતંત્રતાના પ્રાત:કાળમાં કલમ ઉપર કાબૂ રાખી સંયમ અને નીડરતાથી હિંદુસ્તાન(સમાચાર પત્ર) પોતાની ફરજ અદા કરશે અને દેશના આ કઠળ કાળમાં શાંતિ અને એક્તા સ્થાપવાના પ્રયત્નમાં મદદગાર થશે એવી આશા રાખું છું. 

વલ્લભભાઈ પટેલ
– સરદારશ્રીના પત્રો – ૧ – જન્મશતાબ્દી ગ્રંથમાળા – ભાગ ૧sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Atulya Varso Magazine - Sardar Patel House - Karamsad

Atulya Varso Magazine - Sardar Patel House - Karamsad


#Atulyavarso #Sardarpatel

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

© all rights reserved
SardarPatel.in