Sardar Sneh - 1 | Vithalbhai Patel, Sardar Patel

Sardar Sneh - 1

0

કથા સરદારની - ( ૧ )


સન ૧૯૨૦ પછી સરદાર બાપુને તથા ભારત માતાને પુરા સમર્પિત હતા.સરદારે બેરીસ્ટરી છોડી અને અંગ્રેજ પહેરવેશ પણ છોડ્યો. માત્ર છોડયો નહી પણ પરદેશી કાપડની હોળીમાં સળગાવીને જ જંપ્યા.ભારતમાં સૌ પ્રથમ અમદાવાદ અને મુંબઇમાં પરદેશી કાપડની હોળી થઈ અને સરદારે આગેવાની લીધી.સરદારની પાછળ અનેક દેશવાસીઓએ પોતપોતાનાં પરદેશી કપડાં સળગાવ્યા.પરદેશી કાપડની હોળીની આગ સમગ્ર ભારતમાં ભડકી.આ બનાવ પછી સરદારે ખાદી પહેરવાની શરૂ કરી તે આજીવન ખાદી પહેરી.બાળકોમાં દીકરી મણિબહેન અને દીકરા ડાહયાભાઈએ પણ ખાદી પહેરવાનું શરૂ કરી દીધું.આ સમયે જ મણિબહેનને પિતા માટે સૂતર કાંતવાનો વિચાર આવ્યો તે આજીવન રહ્યો.૧૯૨૧ પછીથી સરદાર સા.ના ઝભ્ભા અને ધોતીયા દીકરી મણિબહેને જ રેંટીયામાં પોતાના હાથે જ સૂતરથી કાંત્યા અને સરદારે આજીવન પહેર્યાં. વાત તો મારે હવે કરવી છે, જો વાંચવી હોય તો ! સન૧૯૨૧માં સતર વર્ષના મણિબહેને પોતાની સ્વર્ગસ્થ માતા ઝવેરબાના ઘરેણાં અને પોતાનાં અંગત ઘરેણાં રાષ્ટ્રને તથા મહાત્માજીને પોટલી બાંધી દેશસેવા અને આઝાદીના યજ્ઞ માટે અર્પણ કર્યા.પિતા સરદાર સાહેબની આંખ પણ ભીની થઇ. ફૈબા ડાહીબહેને આપેલ સોનાની બંગડીઓ, પરિવારમાંથી મળેલ સોનાની કાંડા ઘડિયાલ , બે એરીંગ અને બીજી સોનાની ચાર બંગડીઓ આમ આ બધા દાગીના સરદાર પુત્રી મણિબહેને આપણી આજ માટે ગઈ કાલની આઝાદીની લડાઇમાં સમર્પિત કરીને દેશની આઝાદીમાં પ્રથમ યોગદાન આપી પિતા સરદાર સાહેબના રસ્તે ચાલવાની પ્રતિજ્ઞા લીધી.આ મણિબહેન ચાર વર્ષના હતા ત્યારે માતાએ વિદાય લીધી.પિતા વલ્લભભાઇની આજીવન સેવામાં પોતાના જીવનના આનંદ અને સપનાઓનો ત્યાગ કરનાર આ મણિબહેન આઝાદીના યજ્ઞમાં મણિ જ છે.!!!


ભિમજીભાઈ કચારિયા - મો : - +91 99133 43533



No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in