Sardar Sneh - 2 - Mother Ladba | Vithalbhai Patel, Sardar Patel

Sardar Sneh - 2 - Mother Ladba

0

કથા સરદારની (૨) માતા લાડબા - Mother Ladba


આપણે સરદાર સા.વિશે જાણીએ છીએ પણ એમના પરિવાર કે માતાપિતા વિશે બહું ઓછું જાણીએ છીએ.આજે મારે આપને સરદાર સા.ની માતા લાડબાની વાત કરવી.છે ! તમે માનશો ? લાડબા ૭૪ વર્ષની વયે ખાદી કાંતતા શીખ્યા અને હાથે કાંતેલી ખાદીના વસ્ત્રો પહેરતાં થયાં. આ લાડબાએ પાછલી વયે પોતાના દીકરાંઓ માટે ખાદી જ કાંતેલી. આ એવી મા હતી કે જેના પાંચમાંથી ચાર દીકરા નાની વયે જ વિધૂર થયેલાં. એમાંથી કોઈએ પણ બીજું લગ્ન કરેલ નહી.સોમાભાઇ, નરસીભાઇ, વિઠલભાઇ, વલ્લભભાઇ અને નરસીભાઈ આ પાંચ ભાઈઓમાંથી નરસીભાઇ સિવાયના ચારેય ભાઈઓની પત્નીઓ ૧૯ર૦થી ૧૯૩૦ના દસકામાં ગૂજરી જતાં બધાં વિધૂર દીકરાંઓની ઉપાધિ ,અને એમનાં બાળકોનો ભાર અને ઘરનો કારભાર આ લાડબાને માથે આવ્યો. લાડબા એમના પતિ ઝવેરભાઈ કરતાં વયમાં પણ ખૂબ નાના હતા.ઝવેરભાઈ સ્વામીનારાયણ સંપ્રદાયના ચુસ્ત સેવક હતા.એઓ મોટે ભાગે મંદિર અને સંતોની સેવામાં જ રહેતા.આમ નાની ઉંમરમાં ખેતીવાડી અને ઘરની જવાબદારી તથા મોટી ઉંમરમાં પાંચમાંથી ચાર દીકરાનું વિધૂર જીવન લાડબા અનુભવી દુઃખના ડુંગર ચડ્યા હતા.ટૂંકી જમીન તથા આ પાંચ દીકરાને પરણાવી માંડ ઠરીઠામ થનાર આ માતાએ દીકરાંનું દુઃખ પણ જોયું અને એમનાં દીકરાંઓનું દુઃખ પણ જોયું. આ કપરા કાળમાં પણ હિંમત ન હારનાર લાડબા ૭૫ વર્ષની વયે ખાદી કાંતે અને અંગ્રેજ સલ્તનના પાયા ઉખેડી દેશની આઝાદી માટે આગળ આવે એ આપણા માટે ગૌરવની વાત છે. આ વાત એટલે મહત્વની લાગે છે આ માતાએ પોતાના પાંચેય દીકરાં ખાસ તો વિઠલભાઈ તથા સરદાર વલ્લભભાઇને આ દેશને સમર્પણ કરી પાકતી ઉંમરે રેંટીયાની ત્રાક હાથમાં લઈને ભારતની આઝાદીનાં પાયામાં પોતાનો પરસેવો રેડયો ! આપણી આજની આ મૂક્ત આઝાદીમાં આવા વીર સપૂતની અનેક વીર માતાઓના પણ બલિદાન છે એ વાતના સ્મરણ સાથે પૂ.લાડબાને શત શત વંદન.


( સંકલન- ભીમજી ખાચરિયા, જેતપુર)  +91 99133 43533


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in