Responsive Ad Slot

Latest

swaraj

Sardar Sneh - 3 - Father Jhaverbhai

Monday, October 1, 2018

/ by Anonymous
કથા સરદારની (3)

પિતા ઝવેરભાઈ.


આજે આપણે સરદાર સા.ના પિતાશ્રી ઝવેરભાઈના ચરિત્ર વિશે જાણશું.ઉત્તર ભારતમાંથી ચરોત્તરમાં વસેલ આ ખડતલ ખેડુતે કરમસદ ગામને સન૧૮૫૦ની પૂર્વે જાતમહેનતથી આબાદ બનાવેલ.મહી તથા શેઢી નદીની વચ્ચે કાળી જમીનમાં કાચું સોનું પેદા કરનાર ઝવેરભાઈ નેકદિલ ઇન્સાન હતા. રેતાળ જમીનમાં છાણ માટીના ગાડા ઠાલવીને આ ખેડુતે ખેતી કરી જમીનના માલીકી હક્ક પણ મેળવી લીધેલ.એ સમયે પટેલોના વહેવારમાં ગોળપ્રથા હતી.ઝવેરભાઈના નામની વહેવારમાં તથા આ છ ગોળ ગામમાં હાંક વાગતી.કરમસદ, નડીયાદ, સોજીત્રા , ધર્મજ, ભાદરણ તથા વસો આ છ ગામનો છ ગોળ હતો.
૧૮૫oમાં ઝવેરભાઇને ત્રણ માળનું બે વિધામાં મકાન હતું.ભોયતળીયે રવેશમાં હીંચકા હતા. અને એમાં સૌ ભાઇઓ અને ગામના પટેલો બેસતાં અને પટલાઇ કરતાં.બધાને સુવા, બેસવાના અલગ ઓરડા, રસોડું, રેણઘર, કોઠાર ,નીણઘર એવી વ્યવસ્થા હતી.મકાનની દિવાલ ઉપર મહાભારત અને અંગ્રેજો સામે લડતા હિન્દી પ્રજાના ચિત્રો દોરેલ હતા.
કથા એવી છે કે ૧૮પ૭માં ઝવેરભાઈ ઘર છોડીને ઝાંસીની રાણી લક્મીબાઈના લશ્કરમાં અંગ્રેજો વિરૂદ્ધ લડવા માટે જોડાયેલ. ગુલામીને નોતરું આપનાર અભિમાની રાજાઓ તથા અંગ્રેજોની વાતો તથા પોતે કરેલા સાહસની વાતો ઝવેરભાઈએ બાળક વલ્લભને ખેતરમાં ખેડ કરતાં સંભળાવીને બાળક વલ્લભમાં વીરતા અને શોર્યના સંસ્કાર સિંચેલ.
ઝવેરભાઈ સ્વામીનારાયણ સંપ્રદાયના સેવક હતા.એમ કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજ વડતાલ છોડીને સૌ પ્રથમ ઠાકોરજી ઝવેરભાઈને ધેર પધરાવે છે.આજના BAPS ની પવિત્ર શરૂઆત ઝવેરભાઈને ધેર થયેલ અને ઠાકોરજી ત્યાં બિરાજેલ.આ ઝવેરભાઈ અંતના સમયમાં મંદિર અને સંતોની સેવામાં જ રહેલા.
પોતાનાં બાળકોને રાષ્ટ્પ્રેમ શિખડાવનાર ઝવેરભાઇએ આ દેશને વલ્લભભાઈ જેવાં મહાન સપૂત આપ્યાં એ વાતના સ્મરણ સાથે આ સાચા ખેડુતને વંદના અને શ્રદ્ધાંજલિ.

(સં.ભીમજી ખાચરિયા, જેતપુર.૨૩/૬/૧૮) +919913343533

No comments

Post a Comment

Don't Miss
© all rights reserved
SardarPatel.in