કાયરતા અને લાજ
તલવાર ચલાવી જાણે છતાં તલવાર મ્યાન રાખે તેની જ અહિંસા સાચી કહેવાય. કાયરોની અહિંસાની કિંંમત કેટલી?
જેને લાજ નથી તેની શી લાજ જવાની છે? જે પોતાની લાજનું રક્ષણ નથી કરતો તેની લાજ બીજું કોણ બચાવી શકવાનું છે?