સાચો પટેલ કોણ ?

સાચો પટેલ કોણ ?

પટેલ કોણ? જેને ગામ પસંદ કરે તે પટેલ થાય. પટેલથી તે સરકારની પાંચ રૂપિયાના પગારની નોકરી કરાતી હશે? એ કરતા આબરૂભરી મજુરી કરો તોયે રોજના છ આઠ આના મળે. ગામના પટેલનું કામ તે સરકારી નોકરની ખીદમત કરવાનુંને એને ખવડાવવાનું કદી હોતુ હશે? મામલતદારનો ઉતારો તો ચોરેજ હોય. પૈસા ખર્ચી ખર્ચી આપણને બધુ મળે છે તેમ એનેયે બજારમાંથી જે જોઈએ તે મળી શકે છે. પણ આપણે ખુશામતનો ઉંધો રસ્તો લીધો છે. સાચા પટેલો તો તકીએ બેસેને મામલતદાર તેની સામો બેસે. ગામનું કામ પટેલ કહે તેમ થાય. પાકની આની પટેલ આઠ આની લખાવે ને મામલતદારને બાર આની લાગે તોયે પટેલનોજ સીક્કો ચાલે. તેને બદલે આજ તો હારતોરા લઈ એની પાછળ ફરો છો. હાડકાના ટુકડા ઉપર પડાપડી કરો છો. બારડોલીના ખેડુતો એ મોહ તરી ગયા છે ને આજે ત્યાના પટેલને કોઈ દબાવવા જાય છે તો ફટ રાજીનામુ લખી આપે છે.

સૌજન્ય : સરદાર પટેલની ગર્જનાઓ

0 Comments