મહાગુજરાત ચળવળ (ગુજરાતની પ્રજાનું ગુજરાત માટેનું આંદોલન) (સમયગાળો ૧૯૫૬ – ૧૯૬૦) આજે ૦૧-૦૫-૨૦૨૧ ગુજરાત દિવસ. ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર રાજ્યથી અલગ થયેલ. આમ તો વર્ષ ૧૯૨૧માં ભાષાવાર પ્રાંત રચવાની વાત કોંગ્રેસમાં વહેતી થયેલ. અને આના કારણે જ કોંગ્રેસે પ્રાંતિક સમિતિ, ભાષા મુજબ રચના કરેલ. કોંગ્રેસેતોપોતાના ચુટણી મેનીફેસ્ટોમાં પણ આને જાહેરાત કરેલ. આથી જ ૨૭-૧૧-૧૯૪૭ના રોજ બંધારણ સભામાં વડાપ્રધાને ભાષા મુજબ પ્રાંત રચના થવી જોઈએ તેનો સ્વીકાર કર્યો અને આથી જ ધાર કમિશનની રચના થઈ.

જયપુર અધિવેશનમાં ભાષાવાર પ્રાંત રચના અંગે ત્રણ સભ્યોની એક સમિતિનું નિર્માણ થયું જેમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડો. પટ્ટાભી સીતારામૈયા હતા અને આ કમિટીને સુચના અપાઈ કે કોંગ્રેસે જે ભાષાવાર પ્રાંત રચનાના નિર્ણયો લીધા છે તે આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બધીજ ઉલટ તપાસ કરી આહેવાલ બનાવવો.

આશરે ચાર વર્ષ ચાલેલું મહાગુજરાતનું આંદોલન આમ તો પ્રાદેશિક આંદોલન તરીકે ગણાય, પરંતુ તેના મૂળિયામાં તો ગાંધીજીએ નાગપુરની કોંગ્રેસમાં (૧૯૨૦) અસહકારની યુગવર્તી લડત શરુ કરીને દેશના રાજકારણના સૂત્ર હાથમાં લીધા, તે પછી થોડા જ માસમાં નાગપુરની બેઠકમાં તેમણે કોંગ્રેસનું જે નવુ બંધારણ રજૂ કર્યુ, તેમાં ભાષાવાર અલગ અલગ પ્રાતિક સમિતિઓ રચવાની ભલામણ કરેલી. ગુજરાત, મહાકોશલ, આંધ્ર, અને કેરલ વગેરે વિભાગની કોંગ્રેસની નવી પ્રાંતિક સમિતિઓ સ્થાપાઈ, તે સમયે જ ગાંધીજીએ સ્વરાજ્ય મળે ત્યારે આવા જ ભાષાવાર રાજ્યોની સ્થપનાનો આદેશ આપ્યો હતો. અને આથી દ્વિભાષી રાજ્યનું ભૂત ગુજરાતમાં ભરાયું અને જે આખરે એક આંદોલનના સ્વરૂપે જાહેર થયું. તા ૦૬-૦૮-૧૯૫૬ના રોજના અખબારોમાં મુંબઈના દ્વિભાષી રાજ્યની રચના નિશ્ચિત છે. તેવા સમાચારોથી ભરાઈ ગયા. જેનો સારાંશ એવો થતો હતો કે ગુજરાતના નેતાઓ અને મોરારજીભાઈ દેસાઈ આ રાજ્ય રચનામાં હસ્તક્ષેપ કરશે નહી. અને લોકસભાના સભ્યો પણ સમાધાનકારી વલણ અપનાવવા તૈયાર થઈ ગયા છે. આશરે ૨૦૦થી વધુ સભ્યોએ લોકસભામાં દ્વિભાષી રાજ્યને ટેકો જાહેર કર્યો. સાથે સાથે કોંગ્રેસ કારોબારીએ આ નિર્ણયનો અમલ કરાવવાનું કાર્ય પંડિત નહેરુ, ઢેબરભાઈ, મૌલાના આઝાદ જેવા નેતઓ ને સોંપ્યુ. તા. ૦૭-૦૮-૧૯૫૬ના રોજના અખબારોમાં છપાયું કે મુંબઈમાં દ્વિભાષી રાજ્યની રચના થઈ છે. અને કોંગ્રેસ સંસદે આ બાબતે ટેકો આપ્યો છે. સાથે સાથે મુંબઈના મોહના કારણે ગુજરાતની પ્રજાને અને નેતાઓને અંધારામાં રાખી ગુજરાત અને મહારાષ્ટ્રની પ્રજા ઉપર દ્વિભાષી રાજ્ય કરવાનો પડદા પાછળ ખેલ રમાઈ રહ્યો હતો. એમાં નહેરુએ આ નિર્ણયને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો. આથી ગુજરાતમાં તો ઘેરાપ્રત્યાઘાતો પડ્યા. આ સમાચાર ગુજરાતમાં ફેલાતા વાર ન લાગી અને જાણે સ્વયંભૂ આંદોલન જોતજોતાંમાં ફેલાયું. ઈંદુલાલ યાજ્ઞિક, દિનકર મહેતા, દાદુભાઈ અમીન, નલિનીબેન મહેતા, જયંતિ દલાલ, ભાઈકાકા જેવા અનેક કદાવર નેતાઓએ આ ચળવળનું નેતૃત્વ લીધું.

૧૯૪૭માં ભારત આઝાદ થયું તે પછી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી દેશી રાજ્યો કેંદ્રિય તંત્રમાં વિલીન થયા અને ૧૯૪૮માં સૌરાષ્ટ્રના બધા રાજ્યોનું એક એકમ રચાયુ જે સરદારશ્રીના આશીર્વાદથી ઢેબરભાઈની આગેવાની હેઠળ ૧૫-૦૨-૧૯૪૮ના રોજ સૌરાષ્ટ્રના એકમની સ્થાપના થઈ અને જામસાહેબ તે રાજ્યાના રાજપ્રમુખ નિમાયા હતા. અને તેના જોડાણના પત્રમાં નવા રાજ્યને બાકીની ગુજરાતી પ્રજા સાથે જોડવાની છુટ અપાઈ. એપ્રિલ માસમાં મહાગુજરાત સંમેલન મળ્યું જેના પ્રમુખ કનૈયાલાલ મુનશી હતા, જેમાં ગુજરાતી બોલતી સમસ્ત પ્રજાનું મહાગુજરાત તરીકે સુસંગઠિત એકીકરણ કરવાનો ગુજરાતી જનતાનો મક્કમ નિર્ધાર જાહેર કરવામાં આવ્યો.

મુંબઈની પરિષદના ઠરાવમાં અંગ્રેજોએ સ્થાપેલ મુંબઈ રાજ્યમાં ગુજરાતનો આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ રુંધાયાના સવાલો પણ થયા અને તે મુજબ ઠરાવો પણ થયા, પરંતુ આ સંમેલનમાં ગુજરાતનું અલગ રાજ્ય માટે કોઇએ પણ રજુઆત નહોતી કરી. જ્યારે મોરારજીભાઈએ પંતપ્રધાન ખેર સાથે ડાંગના પ્રવાસ દરમ્યાન જાણવા મળ્યું કે મરાઠીને જ તેની સાચી ભાષા તરીકે અપનાવવાની ફરજ પડાઈ છે ત્યારે તેમને આઘાત થયો અને તરત ગુજરાતના સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથે સિંહગર્જના કરી અને ગુજરાતી સાહિત્ય સભા અને વર્તમાન પત્રોએ સરકારી વિધાન સામે મોરચા માંડ્યા. ૧૯૫૧માં સર પુરુષોત્તમદાસની આગેવાની હેઠળ મહાગુજરાતની સીમા સમિતિની રચના થઈ. અને થોડા જ માસમાં તે સમિતિ તરફથી વલ્લભ વિદ્યાનગરના પ્રતિષ્ટિત વિધ્વાનોની આગેવાની હેઠળ પરિષદો ભરાઈ. આ પરિષદે વિચાર ગોષ્ટી કરીને આખરી ઉત્તરે અરવલ્લે પહાડથી આબુ પ્રદેશ, ડુંગરપુર, વાંસવાડા, પુર્વમાં પશ્ચિમ ખાનદેશ અને દક્ષિણે ડાંગ અને ઉમરગામ સુધીનો પ્રદેશ ગુજરાતમાં સમાવવાનો ઠરાવ કર્યો.

આમ ગુજરાતી અને મરાઠી લોકો વચ્ચે ઠંડી લડતના રણશિંગા ફુંકાયા, ત્યારે વલ્લભ વિદ્યાનગરના સર્જક ભાઈલાલભાઈ પટેલના પુરુષાર્થી પહેલી મહાગુજરાત પરિષદ અમદાવાદના જાણીતા ધારાશાસ્ત્રી હિંમતલાલ શુકલના પ્રમુખપણા નીચે ૧૯૫૨માં યોજાઈ, આ પરિષદમાં પહેલીવાર મહાગુજરાતનું જુદુ રાજ્ય સ્થપવાની સ્પષ્ટ ધોષણા કરવા મળવાની હતી તેમ જાણીને અને મુંબઈ શહેર મહારાષ્ટ્રમાં જવાના ડરથી, ગુજરાતની કોંગ્રેસે પરિષદનો બહિષ્કાર કર્યો. કમનસીબી તો એ હતી કે ગુજરાતની અસ્મિતા માટે અનેક પુસ્તકો લખનાર કનૈયાલાલ મુનશી તે સમયે ઉત્તરપ્રદેશના ગવર્નર પદે હતા અને તેમણે પણ આ પરિષદનો વિરોધ કરવા ખાસ નિવેદન કર્યુ.

આ ચળવળના દરેક ચળવળકારીઓનો ગુજરાત તથા દરેક ગુજરાતી આભારી છે.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,