Sardar Patel's Bardoli Visit | Vithalbhai Patel, Sardar Patel

Sardar Patel's Bardoli Visit

0


Sardar Patel's Bardoli Visit



એક સમયે સરદાર બારડોલી આવ્યા હતાનારાયણભાઈ દેસાઈએ (મહાદેવભાઈ દેસાઈના પુત્ર) અને મોહનભાઈ પરીખ (નરહરિ પરીખના પુત્ર) તે દિવસોમાં વેડછી આશ્રમમાં આદિવાસીઓના બાળકોને પ્રાથમિક શાળામાં ભણાવવાનું શરુ કરેલ. બન્નેના પિતા સરદારના પ્રિય સાથીઓ એટલે સ્વાભાવિક પણે બન્નેના પુત્રો પ્રત્યે સરદારની વત્સલતા હોવાના કારણે સરદારે તેમને બોલાવ્યા અને પુછ્યુ કે “તમે લોકો જે કામ કરો છો તે માટે તમને સંતોષ છેનારાયણભાઈ અને મોહનભાઈ બન્નેમાંથી મોટાભાગે નારાયણભાઈ જ જવાબ આપતા તેમણે કહ્યુ કે કે “સંપુર્ણ”સવાલ એક વાક્યનો હતો તેમ જવાબ પણ એક શબ્દનો હતો આથી સરદારે એક શબ્દના જવાબમાં આખી વાતનો ક્યાસ કાઢી કહ્યુ કે કામ કરનારાઓને સંપુર્ણ સંતોષ છે એટલે ત્યાનુ કામ જોવા જેવો હશે જ. આમ જરા અમસ્તી વાતમાંથી પૂરુ તારણ કાઢી લઈ તેના પર અમલ કરવો એ સરદાર માટે સહજ હતુ.

સરદાર સાથે તેમના મંત્રી તરીકે આઈ. સી. એસ. ઓફીસર શ્રી શંકર આવ્યા હતાતેઓ ખુબ જ હોશિયાર અને વહીવટી કુશળતેમનું માનવુ હતુ કે વહીવટ તો આઈ. સી. એસ ઓફીસરો જ કરી શકે તેવુ તેમનું માનવુ હતુ પરંતુ જ્યારે તેમનો પનારો સરદાર સાહેબ સાથે પડ્યો ત્યારથી તેમણે જાણ્યુ કે આ માણસ તો આઈ. સી. એસ ઓફીસરને પણ ચલાવી જાણે તેવો છે. ત્યારથી જ તેઓ સરદારના ભક્ત બની રહ્યા. જ્યારે નારાયણભાઈ અને મોહનભાઈ જ્યારે તેમની મુલાકાત પૂરી થઈ ત્યારે તેમણે શંકરને કહ્યુ કે આમારી મુલાકાત પતી ગઈ છેપરંતુ અમે બેઠા બેઠા જોઈશું.  

સરદાર નાયબ વડાપ્રધાન એટલે જ્યા જાય ત્યા તેમની પાછળ ટપાલના થોક્ડા આવે જ. સમય બચાવવા શંકર આખો પત્ર ન વાંચે ફક્ત સાર કહે અને એનો જવાબ શુ લખવો તેનું સુચન સરદાર આપે. અને એમ થોડી વારમાં કામ પતાવી નાખ્યું. બધા કાગળનો નિકાલ થયો પરંતુ શંકરે એક કાગળ જરા વિચાર કરીને લખવો પડશે તેમ માની સૌથી છેલ્લો વાંચી સંભળાવ્યો. આ કાગળ વડાપ્રધાન નહેરુએ નાયબ વડાપ્રધાન સરદાર પટેલને લખ્યો હતો. તેમા લખેલ કે 

મે ઠરાવ્યુ છે કે આપણા ઓફીસરો માટે કોઈ ગણવેશ હોવો જોઈએ. અને એ ગણવેશ પણ મે નક્કી કર્યો છે. ચૂડીદાર પાયજામો અને શેરવાનીકાળા રંગની શેરવાની અને સફેદ સ્ચકનચૂડીદાર પાયજામોઉપર સફેદ ટોપી. અથવા પશ્ચિમની ઢબનો સૂટ. આ અંગે મારા વિદેશ મંત્રાલયમાં મે સૂચના પણ આપી દીધી છેતમારા ગૃહમંત્રાલયમાં પણ આ અંગે સૂચના આપી દો

આવો કાંઈક સારાંશ આ કાગળનો હતો. તે સમયે બન્ને વચ્ચે મતભેદ ચાલતા હતાસરદાર થોડીવાર શાંત બેસી રહ્યા અને પછી કહે

હુ પોતે તો ચૂડીદાર પાયજામોશેરવાની કે સૂટ પહેરતો નથીધોતિયુ પહેરુ છુંપછી મંત્રાલયના માણસોને કેવી રીતે આદેશ આપું

તેમ કહી તેઓ ખડખડાટ હસી પડ્યાઅને આ તરફ શંકરનારાયણભાઈ અને મોહનભાઈ તો સરદારના સૂચન માટે આતુરતાથી રાહ જોવા લાગ્યા અને થોડીવાર પ્છી સરદારે કહ્યું 

રિફર ઈટ ટુ ધ ગવર્નર જનરલ


એ સમયે ગવર્નર જનરલ રાજાજી હતા અને એ પણ ધોતિયુ પહેરનારાએટલે ઉકેલ લાવવાનું રાજાજીને માથે પહેરાવી એ ખુબજ હસ્યા. આવા આપણા સરદારબિનજરૂરી વાતોમાં સમય ન બગાડે.


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in