Gandhiji and Sardar Patel at Yerwada Jail 04-11-32 | Vithalbhai Patel, Sardar Patel

Gandhiji and Sardar Patel at Yerwada Jail 04-11-32

Gandhiji and Sardar Patel at Yerwada Jail 04-11-32 યરવડા જેલવાસ દરમ્યાન તા. ૪ નવેમ્બર ૧૯૩૨ના રોજ બાપુ સાથે સરદાર સાહેબનો વાર્તાલાપ – મહાદેવભાઈ દેસાઈ થકી..
0

યરવડા જેલવાસ દરમ્યાન તા. ૪ નવેમ્બર ૧૯૩૨ના રોજ બાપુ સાથે સરદાર સાહેબનો વાર્તાલાપ – મહાદેવભાઈ દેસાઈ થકી..

બાપુએ આજે વધુ એક ઉપવાસ રાખવાની સંભાવના વ્યક્ત કરી અને સાથે સાથે ટીપ્પણી પણ કરી કે આ ઉપવાસ કરવામાં એક મુશ્કેલી છે. સરકાર આ ઉપવાસ બાબતે એવુ સમજશે કે આ વ્યક્તિ કોઈ પણ બહાને જેલની બહાર આવવા માંગે છે.

મે (મહાદેવભાઈ) સહમતિ આપી, આ વ્યાજબી વાંધા સાથે છે.

બાપુએ પુછ્યું કે વલ્લભભાઈ, તમે આ બાબતે શું વિચારો છો?
વલ્લભભાઈએ થોડો વિચાર કરીને થોડા દુ:ખી સ્વરે કહ્યું કે હું ઈચ્છું છું કે તમે થોડો સમય લોકોને આરામ આપો. જે લોકો ત્યાં એકત્ર થયા છે તેઓને તેમની મરજી મુજબ કરવા દો. તમે તેમને માથે પિસ્તોલ (ઉપવાસ રુપી) રાખીને તેમને ચિંતિત કેમ કરો છો? અન્ય લોકો પણ એવુ વિચારશે કે આ માણસ પાસે કરવા માટે કશું નથી એટલે ટાણે કટાણે ઉપવાસ કરવાની વાત કરે છે. પરંતુ આ ફક્ત જેલની બહાર નિકળવાનું બહાનું છે તે એક બિલકુલ અલગ વાત છે.
બાપુએ હસતા હસતા કહ્યું, શું તમે આ પ્રકારના ઉપવાસની સાથે સહમતિ આપશો, જેની સિફારિશ મહાદેવ કરે છે?
વલ્લભભાઈએ કહ્યું, હકીકતમાં આ પ્રશ્ન અમારી પરીક્ષા લેવા માટે પુછ્યો છે. જો હું “ના” કહુ તો તમે “હા” કહેશો અને જો મે “હા” કહ્યુ હોત તો તમે “ના” કહેશો. આ તમારી ખાસિયત છે.
બાપુ કહે ઓહ તો પછી હુ વિચારું છુ કે હવે મારે ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ.
વલ્લભભાઈએ હસતા હસતા જવાબ આપ્યો કે, જો તમે ઉપવાસ રાખવા જ માંગો છો, તો તમે એ બધાજ લોકો વિરુધ્ધ ઉપવાસ કેમ નથી રાખતા કે જેઓએ ગોળમેજી પરીષદમાં ભાગ લેવા જઈ રહ્યા છે?
બાપુએ કહ્યું, આ તો તમારે અવશ્ય કરવુ જોઈએ, હુ તમને આની મંજુરી આપું છું.
વલ્લભભાઈએ કહ્યું, હું શુ કામ ઉપવાસ રાખું? જો હું ઉપવાસ રાખીશ, તો લોકો મને મરવા દેશે. આ બધા લોકો તો તમારા મિત્ર છે અને તમારી વાત સાંભળી શકે છે. પરંતુ, આવો આપણે આ વાતને છોડી દઈએ. જેઓ પહેલાથી ત્યા ગયા છે તેમની પરત આવવાની સંભાવના નથી. પરંતુ હુ એક વાત ભારપુર્વક કહેવા માંગુ છું. એવું દેખાઈ રહ્યુ છે કે આપણા લોકો થોડા નિરુત્સાહી થઈ ગયા છે. ચાલો, હવે આપણે ત્રણે આ માટે ઉપવાસ રાખીએ.
બાપુ કહે તમે સાચા છો. પરંતુ આ સમય આવા ઉપવાસ રાખવા માટે યોગ્ય સમય નથી. આ માટે યોગ્ય સમય આવશે, પરંતુ આ યોગ્ય સમય નથી.
વલ્લભભાઈ કહે જો તમે મને મંજુરી આપો તો હુ આ બાબતે ઉપવાસ રાખવા પુરી રીતે સહમત છું.

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in