June 2022 | Vithalbhai Patel, Sardar Patel

Sardar Patel & Dr. M. R. Jayakar during Indian Constitutient Assembly Debates - 16-12-1946

Sardar Patel & Dr. M. R. Jayakar during Indian Constitutient Assembly Debates - 16-12-1946

 

૧૬ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ ડો. રાજેંદ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને બપોરે ૩ વાગ્યે શરૂ થઈ તે સભામાં ડો. એમ. આર. જયકરે સંવિધાન સભા દરમ્યાન સભાપતિને દેશી રિયાસતો અને મુસ્લિમલીગ વિશે પોતાની ચર્ચા દરમ્યાન ભાર આપતા જણાવ્યુ કે સંવિધાન સભા દરમ્યાન ૨ સંગઠનોની ઉપસ્થિતિ નથી. અને દેશી રિયાસતો ગેરહાજર છે તેમા તેમનો દોષ નથી કારણ કે રિયાસતો આ સમયે આ સભામાં મોજુદ એટલા માટે નથી રહી શકતી કારણ કે તેઓએ પોતાની મંત્રણા કમિટીનું ગઠન કરી લીધું છે પણ આપણે આવી કોઈ પણ કમિટી હજી સુધી બનાવી નથી. જ્યારે આપણે આવી કમિટી બનાવીશું ત્યારે બન્ને કમિટી સાથે બેસી શકે અને યોજના મુજબ રિયાસતો આ સભામાં હાજર રહી શકે. મુસ્લિમ લીગની વાત છે તેમાં પરિસ્થિતિ અલગ છે. મુસ્લિમ લીગને હાલમાં ૩-૪ રિયાસતો જ મળી છે. આ રિયાસતો લીગે કેવી રીતે મેળવી તે બાબતે મારે અહિયા ચર્ચા કરવાની જરૂર નથી.

ભવિષ્યમાં ૨ વાતોનું સ્પષ્ટીકરણ જરૂરી છે. એક તો વોટિંગ દ્વારા મત આપવાની વાત અને બીજા વિભાગોમાં શામિલ થવાની વાત. મારા મત મુજબ આ પ્રશ્ન ફેડરલ કોર્ટ સામે રાખવો જોઈએ અને આ ફેડરલ કોર્ટના એક ભુતપૂર્વ જજ તથા પ્રિવી કાઉંસિલના ન્યાય સંબધી મોટી અદાલતના એક વર્તમાન સદસ્ય હોદ્દાની રૂએ હોય, આ મામલાને ફેડરલ કોર્ટમાં મોકલવા કે તે બાબતે વધારે કહેવું હું ઉચિત નથી સમજતો. હું આપને મંગલકામના સાથે અભિનંદન પાઠવી આ કામ માટે યોગ્ય વૈધાનિક કાનુનવિદ્દ મારા મિત્ર સર અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યરની સેવા આપને મળી શકે છે. એક વાત તો સ્પષ્ટ છે કે જુથબંદી અને વોટિંગ ના પ્રશ્ન પર સ્પષ્ટીકરણ મેળવવા માટે આપ ફેડરલ કોર્ટમાં જઈ શકો છો, પરંતુ જે રિયાસતો લીગને મળી ચૂકી છે તે બાબતે આપ ફેડરલ કોર્ટમાં દાદ નહી માંગી શકો. હાલના વકત્વ્ય માં સમ્રાટની સરકારે એ વ્યવસ્થા કરી છે કે તમે વિધાન-નિર્માણ માટે જાતિનો એક મોટા ભાગનો સમાવેશ નહી થાય તો સરકાર આ વિધાનને કોઈ દેશના એ વર્ગ પર જબર્દસ્તી નહી લાદે. આ વ્યવસ્થા મુસ્લિમ લીગના પક્ષમાં છે અને આપ આ બાબતને ફેડરલ કોર્ટમાં નહી લઈ જઈ શકો. ૧૬ મે ના વક્તવ્ય સિવાય મુસ્લિમ લીગને નવી રિયાસત અપાઈ છે. આ રિયાસત પ્રધાનમંત્રી મિસ્ટર એટલી ના હાઉસ ઓફ કોમંસમાં ૧૫ માર્ચ ૧૯૪૬ના રોજ અપાયેલ વક્તવ્ય ને અનુકુળ નથી. જેમા તેમણે કહ્યું હતુ કે અલ્પસંખ્યકો ને સંરક્ષણ અવશ્ય મળશે, પરંતુ બહુમતની પ્રગતિમાં અવરોધ નહી કરી શકે. આ વાત ૧૫  માર્ચ ૧૯૪૬ના રોજ બ્રિટનના જવાબદાર સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ કે જેઓ ત્યાંના પ્રધાનમંત્રી છે તેમણે કહી હતી. આજે એ વાત પુરી થઈ ગઈ. અને હવે સ્થિતિમાં જબરદસ્ત અંતર આવી ગયું છે.

આ બાબતના જવાબમાં સરદાર પટેલે ખુબ શાંતિથી સભાપતિને જણાવ્યું કે

શું માનનીય સદસ્ય સમ્રાટની સરકાર દ્વારા નિર્ધારિત નીતિઓની વ્યાખ્યા કરી રહ્યા છે? આ બધી કહેવાતી રિયાસતો જેનો ઉલ્લેખ માનનીય સદસ્ય કરી રહ્યા છે, હાઈટ પેપર કે યોજનામાં છે જ નહી. આ તો લીગને અલગથી અપાઈ રહી છે. આપણે તેને મંજુરી નથી આપે અને આ સભા ૧૬ મે ૧૯૪૬ના વક્તવ્ય અને આવા કોઈ પણ પરિવર્તન કે વધારાને મનવા તૈયાર નથી.

આ વાત સાંભળીને સભાના બધા જ સભ્યોનો હર્ષ ધ્વનિની નોંધ સભા દ્વારા લેવામાં આવી.

સંદર્ભ : પાન નં ૧૨ : ભારતીય સંવિધાન સભાના વાદ વિવાદનો સરકારી રિપોર્ટ – અંક ૧ 




#sardarpatel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

SARDAR PATEL DURING PRESS MEETING at MUMBAI

DURING PRESS MEETING at MUMBAI


સરદાર પટેલે મુંબઈમાં યોજેલ પત્રકાર પરિષદ દરમ્યાન એક પત્રકારે કહ્યું “સર જો આપ અમારી તરફથી કોઈ સવાલ પૂછાવવાને બદલે, હાલના સળગતા સવાલોને સમેટી લેતું એક સામાન્ય નિવેદન કરશો તો અમે આપના ખૂબ જ આભારી બનીશું”
આના જવાબમાં સરદારે એક એક શબ્દ સંભાળપુર્વક ઉચ્ચારીને કહ્યું કે “મુંબઈના અખબારોના પ્રતિનિધિઓ અત્રે મોટી સંખ્યામાં આવેલા જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. હું આશા રાખું છું કે મુંબઈના અખબારો આજ રીતે બળવત્તર થતાં રહેશે.” આટલું કહી તેઓ પોતાની આગવી છટાથી બોલ્યા કે, “મને લાગે છે કે અત્રે આવેલા ગૃહસ્થોને જોઈતું હતું તેવું નિવેદન મેં કરી દીધું છે.”



sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Bardoli Satyagraha - બારડોલી સત્યાગ્રહ

Bardoli Satyagraha - બારડોલી સત્યાગ્રહ

બારડોલી સત્યાગ્રહ પુર્ણાહુતિ – બારડોલી દિવસ – ૧૨-૦૬-૧૯૨૮

આપણો વલ્લભ જ આપણો સરદાર – બારડોલી સત્યાગ્રહીઓ

મકોટી ગામના  ભીખીબેને વલ્લભભાઈ પટેલને સરદાર તરીકે સૌ પ્રથમ સંબોધન કર્યુ.

બારડોલી સત્યાગ્રહની ઉજવણી પ્રસંગે સરદાર પટેલે સત્યાગ્રહીઓને વિજય દિવસના અભિનંદન પાઠવી જણાવ્યું કે

બારડોલી સત્યાગ્રહના શુભ અંત માટે અભિનંદનના તારોથી મને નવડાવી મૂકવામાં આવ્યો છે. એ બધા અભિનંદનનો હું નમ્રભાવે માથે ચડાવું છુ. તે સાથે મને ભાન છે કે તે કાંઈ મારે માટે નથી, પણ બારડોલીના બહાદુર, નિ:સ્વાર્થ નરનારીઓ માટે તેમજ જેમના સહકાર વિના આ શાંતિમય લડત ચલાવવી અશક્ય થઈ પડત તે મારા સાચા સ્વયંસેવકોના દળ માટે છે.

વળી મને એ વાતનું પણ ભાન છે કે આ પ્રસંગના અભિનંદન ધારાસભાના જે સભ્યો, જે જે સરકારી અમલદારો અને બીજાઓ સર્વ પક્ષોને ગ્રાહ્ય એવી સમાધાની કરવામાં એક બીજાથી સરસાઈ કરી રહ્યા તે સૌની જ ભાગીદારી છે.

મને ઉમેદ છે કે આ લડત ચાલતી વખતે જે અદ્ભુત સહકાર સત્યાગ્રહીઓને મળ્યો, તેવો જ સહકાર લડત સમાપ્ત થયા પછી શરૂ થતા અમારા રચનાત્મક અને વધુ કઠણ કાર્યમાં પણ મળવો ચાલુ જ રહેશે. જરૂરી પુરાવાઓ તૈયાર કરવાનું અને હકીકતો એકઠી કરવાનું કામ તેમજ તેનાથી પણ મોટુ બારડોલીના ખેડુતોની અંદર રચનાત્મક કાર્ય કરવાનું એ, જો બારડોલી વાલોડની પ્રજામાં જાગૃત થયેલા નવજીવનનું પુરેપુરૂ ફળ આપણે લેવા માંગતા હોઈએ તો, હવે પછી કરવાનું કામ છે, અને તેમાં સ્વયંસેવકો જેટલી સેવા અને જેટલી ભક્તિ આપી શકે તેટલી ઓછી જ છે.

બારડોલી સત્યાગ્રહ ફક્ત ગુજરાત પુરતો જ નહોતો રહ્યો તેની કહાની તો આખો દેશ જાણાતો થયો, અને બારડોલી સત્યાગ્રહના કારણે બ્રિટિશ સરકારના મુળિયા હલવાની શરૂઆત થઈ હતી.

સરદાર પટેલ દેશની આઝાદીનો યજ્ઞ કરતા હોય અને તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ જેઓ વડી ધારાસભાના પ્રમુખ હોય તેઓ પોતે અળગા કેવી રીતે રહી શકે. સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહમાં જે કાર્યો કર્યા અને તે સફળ બનાવ્યો તે વિશે ઘણી વાતો જાણવા મળી પરંતુ વિઠ્ઠલભાઈ પટેલ તે સમયે કેવી રીતે મદદરૂપ થતા હતા તે વિશે એક પત્ર મહાત્મા ગાંધીજીને લખેલ જેમાં તેમણે જણાવ્યુ કે બારડોલીની લડત ચાલે ત્યાંસુધી દર મહિને રૂ. ૧૦૦૦ બારડોલીના ખેડુતોની મદદને માટે મોકલવાનું વચન આપ્યું. આ પત્રમાં તેમણે લખ્યું કે

પુજ્ય મહાત્માજી

બારડોલી તાલુકાના લોકોની મદદને માટે નાણાંની મદદ સારૂ જે અપીલ આપે બહાર પાડી છે તે મેં વાંચી. બારડોલી તાલુકો મને વડી ધારાસભામાં ચૂંટી મોકલનાર મારા મતદાર સંઘનો એક ભાગ છે. એક ગુજરાતી તરીકે અને વડી ધારાસભામાંના ગુજરાત તરફના સભ્ય તરીકે બારડોલીમાં અત્યારે જે લડત ચાલી રહી છે તેનો હું ઝીણવટપૂર્વક અભ્યાસ કરૂ છું. બારડોલીના સત્યાગ્રહીઓને દાદ અપાવવા મારા દરજ્જાને લગતી ફરજો સાચવીને મારાથી જે કાંઈ બની શક્યું તે મેં યથાશક્તિ કર્યુ. જો હિંદુસ્તાન સરકારના અખત્યારમની આ બાબત હોત તો તાજા જ પડેલા શિરસ્તા મુજબ નામદાર વાઈસરોયને અગરતો તે ખાતાના કારોબારી સભ્યને વચ્ચે પડીને સહાનુભૂતિપૂર્વક આ મામલાનો ઉકેલ કરી દેવા હું વિનવત. ગયે વર્ષે મારા મતદાર સંઘવાળા ક્ષેત્રમાં (ગુજરાતમાં) જલપ્રલય થયો ત્યારે મારી વિનંતીને માન આપી નામદાર વાઈસરાયે પીડિત પ્રદેશોની મુલાકાત લઈને તથા મારા લોકોને નૈતિક તેમજ પ્રત્યક્ષ મદદ કરીને એ ટેકો આપીને એ શિરસ્તો પાડ્યો છે. પણ આ મામલો મુંબઈ સરકારના સુવાંગ અખત્યારમાંની બાબત હોવાથી મજકુર શિરસ્તાનો મારાથી આધાર લઈ શકાય તેમ નથી.

બારડોલીની લડતના મારા અભ્યાસથી મારી ખાત્રી થઈ છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ પંચની બારડોલીના લોકોની માંગણી કેવળ વાજબી છે. પોતાની ફરિયાદનો નિકાલ લાવવા માટે બંધારણસરના જે જે માર્ગો એમને માટે ખુલ્લા હતા તે તમામ તેઓ અજમાવી ચૂક્યા છે એની પણ મને ખાત્રી થઈ છે. બારડોલીના સ્ત્રીપુરૂશોની હિંમત, ધીરજ અને સહનશીલતા હું જેટલી પ્રશંસાપૂર્વક નિહાળી રહ્યો છું તેટલું જ દુ:ખ અને રોષ, તાલુકાના લોકોની અને પોતાની વચ્ચે તકરારનું કારણ થઈ પડેલું મહેસૂલ વસૂલ કરવા સરકારે જે દમનનીતિના પગલાં ભર્યા છે તેમાંનાં કેટલાંક જોઈને થાય છે. હું માનું છુ કે અનેક દાખલાઓમાં એ પગલાં કાયદો, વ્યવસ્થા અને સભ્યતાની હદ વટાવી ગયા છે. અને ઉત્તર વિભાગના કમિશ્નરના તુમાખી ભરેલા કાગળે એ ઘામાં મીઠું ભરી મામલો દુ:ખભરી રીતે બગાડી મૂક્યો છે.

આ સંજોગોમાં મને લાગે છે કે મારાથી હાથ પગ જોડીને મૂંગા બેસી રહેવાય નહી. આ સાથે હું બારડોલી સત્યાગ્રહ ફાળામાં રૂ. ૧૦૦૦ની નાનકડી ભેટ મોકલું છું. તાલુકાના લોકો પ્રત્યેની મારી ઊંડી સહાનુભૂતિ તથા મુંબઈ સરકારની દમનનીતિના પગલાં તેમજ ઉત્તર વિભાગ ના કમિશ્નરના પત્ર વિષે મારો સખ્ત અણગમો, અત્યારની ઘડીએ હું આ કરતા વધુ સચોટ બીજી કોઈ રીતે નથી દર્શાવી શકતો એ માટે દિલગીર છું. ઉપર જણાવેલી રકમ લડત ચાલશે ત્યાં સુધી દર મહિને હું મોકલ્યા કરવા માગું છું.

ઊંચો હોદ્દો ભોગવવાનું મને માન આપવામાં આવ્યું છે તે હોદ્દાને જેમણે મને એ સ્થાન માટે ચૂંટી કાઢ્યો તેમની મારા હાથમાં મૂકેલી એક થાપણ તરીકે જ હું માનું છું. વળી હું આપને આ વિશેષ ખાત્રી આપવા ઈચ્છું છું કે પહેલામાં પહેલી તકે તેમની સાથે હું વધુ મસલત કરીશ અને જો મને જણાશે કે બારડોલીની પીડિત પ્રજાને મદદ કરવા માટે બીજું કોઈ વધુ સંગીન પગલું હું લઈ શકું એમ છું તો તમે જોશો કે તેમ કરવામાં હું પાછળ નહી પડું.

લી. વિઠ્ઠલભાઈના વંદે માતરમ




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Bardoli Satyagraha - બારડોલી સત્યાગ્રહ


Bardoli Satyagraha - બારડોલી સત્યાગ્રહ 
બારડોલી સત્યાગ્રહમાં બાપુના બગીચાના બે ફૂલ

એક ફૂલચંદ બાપુજી શાહ (નડિયાદ) અને બીજા કર્મવીર ફૂલચંદ કસ્તુરચંદ તંબોળી (વઢવાણ)

આજે ૧૨ જુન બારડોલી વિજય દિવસ પ્રસંગે બારડોલી સત્યાગ્રહ વિશે કહી શકાય કે જેમ ગાંધીને દાંડીકૂચ થી અળગા ન કરી શકાય તેમ સરદાર પટેલને બારડોલીથી અળગા ન કરી શકાય. બારડોલી સત્યાગ્રહે સરદારના સત્યાગ્રહ જીવનથી અળગો ન કરી શકાય. બારડોલી સત્યાગ્રહે જ વલ્લભભાઈને “સરદાર” બનાવ્યા.

જ્યારે કોંગ્રેસ મહાસમિતિએ વર્ષ ૧૯૨૧માં દિલ્હીમાં નક્કી કર્યુ કે પ્રાંતિક સમિતિઓ સત્યાગ્રહની લડતો કરી શકશે. અને આ સત્યાગ્રહો કરવા માટે જીલ્લો કે તાલુકો ઘટક તરીકે લઈ શકાય. ગુજરાતમાંથી આણંદ અને બારડોલીમાંથી સરદાર પટેલે પસંદગી નો કળશ બારડોલી પર ઢોળ્યો. બારડોલી સત્યાગ્રહમાં તો અનેક સત્યાગ્રહીઓએ ભાગ લીધો અને બારડોલી સત્યાગ્રહમાં વિજય થયો. બારડોલી સત્યાગ્રહ સમયે સરદાર પટેલના ભાષણોથી લોકો મંત્રમુગ્ધ થયા.

ફૂલચંદભાઈ બાપુજી શાહનો જન્મ ૧૮૮૨માં નડિયાદ શહેરમાં થયો હતો. તેમનું જાહેર જીવન ૧૯૦૦ની સાલથી શરૂ થયુ, વર્ષ ૧૯૦૨ની અમદાવાદની રાષ્ટ્રીય કોંગ્રેસ પરિષદમાં ભાગ લીધો અને ત્યારથી જ તેઓ રાષ્ટ્રના કામમાં સક્રિય થયા. ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રારંભથી તેઓ મંત્રી રહ્યા અને અંતિમ સમય સુધી રહ્યા. વર્ષ ૧૯૦૬માં તેમણે “ગુજરાત”નામની પત્રિકા શરૂ કરી. સાથે સાથે આ જ સમયગાળામાં તેમણે હિંદુ અનાથાશ્રમની પણ સ્થાપના કરી. “આર્ય પ્રકાશ” સાપ્તાહિકના તંત્રી તરીકે કામ કર્યુ. તેમણે ખેડા સત્યાગ્રહ, નાગપુર સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો

કર્મવીર ફૂલચંદભાઈ કસ્તુરચંદ (શાહ) તંબોળીનો જન્મ ૦૨-૦૩-૧૮૯૫ના દિવસે વઢવાણ શહેરમાં થયો હતો. ગાંધીજીએ આફ્રિકાથી પરત આવી કોચરબ આશ્રમની સ્થાપના અમદાવાદમાં કરી ત્યારે ફૂલચંદભાઈ તંબોળી ગાંધીજી સાથે રહ્યા. બારડોલીની લડતમાં કદાચ પહેલી જ વાર ગુજરાતમાં આ બન્યું હશે કે સત્યાગ્રહ સમયે અનેક કવિતાઓ લખાઈ, કે જેને સત્યાગ્રહના ગીતો કહી શકાય, દેશમાં યુધ્ધ ગીતો લખાય તે સ્વાભાવિક હતું પરંતુ સરઘસો અને સભાઓમાં ગીતો ગવાયા, તે મોટા ભાગના ગીતો બારડોલી સત્યાગ્રહ દરમ્યાન અલગ અલગ કવિઓ દ્વારા લખાયા હતા. અમુક ગીતો તો જેમનું સાહિત્યમાં નામ પણ નહી હોય તેવાં કવિઓએ પણ લખ્યાં આવા કવિ તરીકે ફૂલચંદ (શાહ) તંબોળી કે જેમણે અનેક કવિતાઓ લખી.

૧) અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે, ૨) શુરા જીતે સંગ્રામ માથાં મેલી, ૩) તારા વાગે નગારાં હવે અંતનાં રે, ૪) નહી હઠશે નહી હઠશે, બહાદુરો પાછા નહી હઠશે, ૫) અમે રોપ્યો સત્યાગ્રહ માંડવો રે, ૬) અમે ડરતા નથી હવે કોઈથી રે, ૭) ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે (સરદાર ફિલ્મમાં શરૂઆતમાં આ ગીત આવે છે), ૮) યજ્ઞ અમે માંડ્યો રે, ૯) બાણ વાગ્યાં સરકારના છાતીએ, ૧૦) વીરહાક વાગે છે, ૧૧) શૂરાના સંતાન, અમે સહુ, ૧૨) કોણ કહે છે લોકો ડરશે, ૧૩) સતનો માંડ્યો છે સંગ્રામ, ૧૪) જુધ્ધ્માં જુધ્ધમાં નહી સરકાર ફાવે, જુધ્ધમાં, ૧૫) જે દુ:ખ પડે તે પડવા દેજો રે, ૧૬) ડરતા નથી સરકારથી રે, ૧૭) નહી ભરીશું, નહી ભરીશું, સરકાર મહેસૂલ, ૧૮) લાજ રાખી પ્રભુએ આપણી રે, ૧૯) હાક વાગી વલ્લભની વિશ્વમાં રે,

બારડોલી સત્યાગ્રહમાં તેમના રચાયેલ કાવ્યોએ સત્યાગ્રહીઓમાં જુસ્સો ભરવાનું કામ કર્યુ. આમ આ લોકપ્રિય યુધ્ધગીતો તેમણે લખ્યા અને લોક મુખે ખુબ ગવાયા. ફૂલચંદ શાહ સાહિત્યની ગલીઓમાં કદાચ બહુ લોકપ્રિય નહી હોય, પણ બારડોલી સત્યાગ્રહ અને સરદાર પટેલ વિશે અનેક કાવ્યો, ગીતો, સંખ્યાબંધ કવિઓએ લખ્યા. જેમા  બાળગીતોના કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ, ગરબાઓથી પ્રસિધ્ધ થયેલા કેશવ ભટ્ટ, સુરતના કવયિત્રી જ્યોત્સનાબે શુક્લ, કવિ લલિત, કવિ સ્નેહરશ્મિ વગેરેઓએ પણ ખુબ કાવ્યો અને લોક ગીતો લખ્યા.

            તેમણે વઢવાણમાં રાષ્ટ્રીય શાળા શરુ કરી. આ શાળા આર્થિક ભીડ નિવારવા ફૂલચંદભાઈ અને શિવાનંદભાઈએ એડન જવાનું નક્કી કર્યુ પરંતુ એડનમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાના કારણે તે મુલત્વી રાખ્યું. અને પોરબંદર જઈ ફાળો ઉઘરાવવા લાગ્યા. પોરબંદરમાંથી સારી એવી રકમ મળી. પોરબંદરથી માંગરોળ જવાના રસ્તામાં જ બારડોલી સત્યાગ્રહના સમાચાર જાણવા મળ્યા આથી ફાળો ઉઘરાવવાનું કામ પડતું રાખી બન્ને બારડોલી જવા નિકળ્યા. શરૂઆતમાં તો દરેક ગામડાઓ ખુંદી વળી, ગામના ભજનો બનાવવાની શરૂઆત થઈ હતી. ગામજનોને આ ભજનોમાં રસ પડતો, શિવાનંદજી કડતાલથી રમઝત બોલાવતા, રામનારાયણ વીર રસની વાર્તાઓ કહેતા. લડાઈ શરૂ થઈ ગયેલ અને દરેક વિભાગના વડાને કામ સોંપાયેલા. લોકોને મક્કમ રાખવાનું, લડતનું રહસ્ય સમજાવવું, કોઈ મહેસૂલ ન ભરી દે તેની તકેદારી રાખવી વગેરે જેવા કાર્યો દરેકને સોંપાયા. આગેવાનો માટે મોટરની સગવડ હતી અને ફૂલચંદભાઈ, શિવાનંદજી તથા અન્યો માટે ગાડુ સોંપેલ. વેડછીવાળા ચુનીભાઈ, સુરજબેન, તથા રાનીપરજની બાળાઓ સાથે લોકગીતોની રમઝટ બોલાતી. ભોજનની સાથે મૃદંગ, મંજીરા, ગીતની ચોપડીઓ સાથે રાખતા. એક સ્વયંસેવક ઢોલ વગાડે એટલે બધા ભાઈ-બહેનો ભેગા થઈ સાંજની સભા જામતી. સભા દરમ્યાન એ લોકો ચોધરી ભાષામાં બોલે એટલે ફૂલચંદભાઈ, શિવાનંદજી વગેરેને સમજ ના પડે, ચુનીભાઈ કે કેશવભાઈ તેમની ચોધરી ભાષામાં લોકોને સમજાવી કે અમે બહુ ભારે – મોટા આગેવાન છે એવી ઓળખ આપતા ત્યારે આ બન્નેને શરમ પણ આવે. પાકની સ્થિતિ, ગરીબાઈ મહેસૂલ વધારો વગેરે બાબતો સમજાવી કેશવભાઈ પૂછે કે વધારો ભરવો છે? વલ્લભભાઈ પટેલ કહે છે કે નહી ભરવો. બધા બોલી ઊઠે “ની ભરી, ની ભરી”. આ ભોળા ગરીબ લોકો વલ્લભભાઈને નવા રાજા તરીકે ઓળખતા. અને વલ્લભભાઈ પ્રત્યે આદર એટલો કે તેમનો પડ્યો બોલ ઝીલતા.

આ ભોળા લોકોમાંથી જ મકોટીના ભીખીબેન બાવાભાઈ પટેલે વલ્લભભાઈને “સરદાર” કહી બોલાવ્યા.

આપણો “વલ્લભ” જ આપણો “સરદાર”

 

 

                       


President of Gandhi Majoor Samiti and Hindustan Mazdoor Sevak Sangh

President of Gandhi Majoor Samiti and Hindustan Mazdoor Sevak Sangh


ગાંધી મજૂર સમિતિ અને હિંદુસ્તાન મજદૂર સેવક સંઘના પ્રમુખ

ગાંધી સેવા સંઘનું એક સંમેલન ૧૯૩૭માં મળ્યું હતું, આ સંમેલન સમયે સરદાર સાહેબને ગાંધીજી જે રીતે મજૂરોના ઉથ્થાન માટે જે કાર્ય કરવા ઇચ્છે છે અને જે પ્રયોગ અમદાવાદમાં કરી રહ્યા છે તે એક રચનાત્મક કાર્ય છે અને આથી જ સરદાર સાહેબે ગાંધીજીની સલાહ સાથે ગાંધી સેવા સંઘના નેજા હેઠળ એક મજૂર સમિતિની સ્થાપના કરી. સરદાર સાહેબ પોતે તે સમિતિના પ્રમુખ થયા અને આખાય દેશમાં આની ચર્ચા શરૂ થતાં સાથે જ ભારતભરમાંથી કાર્યકર્તાઓ અમદાવાદ આવી ગયા. અને મજૂર સમિતિ દ્વારા સ્થપાયેલ તાલીમ કેંદ્રોમાં તાલીમ મેળવવા લાગ્યા. સરદાર સાહેબની દેખરેખ હેઠળ ચાલતા તાલીમ વર્ગોનો કાર્યભાર એક વર્ષમાં એટલો વધવા લાગ્યો કે દરેક પ્રાંતથી આવતા કાર્યકર્તાઓના કાર્યો પર જાતે દેખરેખ કરવા લાગ્યા. તાલીમ મેળવ્યા બાદ દરેક કાર્યકર્તા પોતાના પ્રાંતમાં જઈ મેળવેલ તાલીમ મુજબ મજૂરી કાર્ય કરવા લાગ્યા.

મજૂર સંઘની તાલીમનું કાર્ય એટલું વિશાળ બન્યું કે સરદાર સાહેબે ગાંધી સેવા સંઘની મજૂર સમિતિને હિંદુસ્તાન મજૂર સેવક સંઘમાં ફેરવી નાખી. આ નવા સંઘની મજૂર સમિતિની કામગીરીને પરિણામે આખાય દેશના મજૂરોને તાલીમ આપવાનું અને તે તાલીમ કેંદ્રો અને વર્ગો પર દેખરેખ રાખવાનું વધુ સરળ બન્યુ. ૧૯૩૮થી સરદાર સાહેબ આ સંઘના પ્રમુખ હતા. અમદાવાદમાં જે યજ્ઞ ગાંધીજીએ શરૂ કર્યો તેને એક વટવૃક્ષ બનાવી આખાય દેશમાં ફેલાવવા સરદાર સાહેબે અથાગ મહેનત કરી.

સંદર્ભ : સરદારશ્રી અને મજૂરો – નવજીવન ટ્રસ્ટ 



sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

© all rights reserved
SardarPatel.in